Skip to main content

Posts

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન   ૨૬ મે, ૨૦૨૪  સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા 'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો   અને   વક્તવ્યો

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ

અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો.  એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો ...