Showing posts with label china. Show all posts

Wabi Sabi

ચીનના તાઓ ધર્મના સ્થાપાક લાઓ-ત્સે-તુંગે એકદમ વ્યવહારિક પરંતુ તદ્દન સરળ સિદ્ધાંતો આપ્યા: 
  • સાદાઈ - Simplicity-Patience-Compassion
  • સંવાદિતા - Harmony
  • મુક્ત કરો - Let go

ત્યાર પછી બીજી બે ખાસ વાત કરી.

તમે તમે જ બની રહો.  તમે તમારા પ્રત્યે સાચા બનો. 

Be yourself. અને જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે. જિંદગી કોઈ ઉપયોગીતા માટે નથી. કુદરતી રીતે, નિયમો બનાવ્યા વિના, મહત્વકાંક્ષા વિના બિન્દાસ જીવો - તે જ સુંદરતા છે.

આ જ રીતે ભારતમાં બુદ્ધ ભગવાને બૌદ્ધ ધર્મમાં જીવનમાં સહન કરવાની અને સ્વને અવગણીને કુદરતી રીતે જીવી જીવનના અસ્થાયીપણાની વાત કરી.

તાઓ અને બુદ્ધ ધર્મના સિદ્ધાંતો જોડીને જાપાનમાં પ્રકૃતિમાં શાંત અને મંદગતિના લયની જેમ કશાયની ઉતાવળ સિવાય, નિરાંતમય - કુદરતી ક્રમ મુજબ - સાદગીપૂર્ણ જીવન જીવવાની પદ્ધતિ શોધી તે આપણી Wabi- Sabi “વાબી – સાબી”.
  • Wabi: Subdued austere beauty (દબાયેલ - આડંબર વિનાનું, ગંભીર, સરળ – સૌંદર્ય)
  • Sabi: Rustic Patina (દેશી,  સીધી સાદી ઉમરલાયક –જૂની વસ્તુ)

આમ, વાબી સાબી એટલે જાપાની જીવન જીવવાની કળા!



Wabi-Sabi is a world view centered on the acceptance of transience and imperfection. They ask us to appreciate the beauty that is imperfect, impermanent and incomplete in nature.

વાબી સાબી નિરાંતભરેલું, ધીમું, ઉતાવળ-રહિત, કુદરતી લયવાળું, શાંત, પ્રાકૃતિક જીવન જીવવાની કળા છે. તે વર્તમાન જીવનમાં વર્તમાનમાં જીવતા શીખવે છે. ધીમા પડીને શાંતિથી ક્ષણેક્ષણનો આનંદ માણો. ઉતાવળ શા માટે?

સાદાઈપૂર્ણ જીવન સાદી સરળ રીતે જીવવાથી ઘણાબધા પ્રશ્નો કે દુઃખો ઉદ્ ભવતા જ નથી. વ્યક્તિગત અપેક્ષાઓ અને જરૂરિયાત ઘટાડવાથી સુખ શાંતિ મળવાની જ છે. અપૂર્ણતા (imperfection) અને અસ્થાયીપણા (impermanence) નો સ્વીકાર (acceptance) કરો.

જીવનમાં સંપૂર્ણતાનું અસ્તિત્વ જ નથી. તેથી સઘળું અપૂર્ણ જ છે. અને અપૂર્ણ જ રહેવાનું છે. તેથી સંપૂર્ણતાનો ખ્યાલ છોડી અપૂર્ણતાને જેમનો તેમ સ્વીકારો અને માણો. વસ્તુની દરેક ફાટ અને દરેક તિરાડનું આગવું સૌંદર્ય છે. આ સમજણ અપૂર્ણતાનો સ્વીકાર કરતા શીખવું શીખવશે. તથા બાહ્ય અને આંતરિક પરિવર્તન જેમના તેમ જ, જેવા છે તેવા, સ્વીકારો. વૃદ્ધાવસ્થાની કરચલી અને ગુપ્તાનો સૌંદર્ય અને મહત્વને માન આપો. ફેરફાર સિવાય કંઈ જ નથી અને જ અસ્થાયી પણ કહેવાય છે તે સમજો. એટલે ધીમા પડી નિરાંતે વર્તમાનમાં જીવવું. સાદાય પૂર્ણ અપેક્ષા રહિત જીવન અને અપૂર્ણ હતા અને સમય જતા થતા પરિણામને લીધે આવતા અસ્થાયીપણાનો સ્વીકાર.

Wabi-Sabi teaches:
  • Impermanence: Nothing lasts forever as it is. Accept impotence of ageing. Enjoy changes in the time by making them interesting.
  • Imperfection: Nothing is ever finished to the perfection. Instead, accept imperfection.
  • Simplicity: Life is empty. Fill it with nobility - humility and simplicity.

આ વાબી સાબી બાબતે બે-ત્રણ મહાનુભવોની વાતો કરવાની લાલચ જ રોકાતી નથી.
  1. Pareto Principal of 80-20: ૮૦% કામ કરવા ફક્ત ૨૦% સમય જાય છે, પરંતુ બાકીના ૨૦% કામ કરવામાં ૮૦% સમય જાય છે. તો વિચારો શું કરવું? તેનો જવાબ આ મુજબ છે.
  2. Robert Watson Watt: Give them the third best to go with. Because the second best comes too late. And the best never comes!
  3. George Stigler: તમે જો વિમાન કોઈપણ વાર ચુકતા ન હો, તો શક્યતા એ છે કે તમે વિમાનઘર પર- એરપોર્ટ પર- ઘણો જ વધારે પડતો સમય ગુમાવવો છો!

આ બધી વાતો ટૂંકો સાર:

જાપાની વાબી સાબી પદ્ધતિ એટલે સાદાઈપૂર્ણ નિરાંતનું જીવન, અસ્થાયીપણાનો અને અપૂર્ણતાનો સંપૂર્ણ સ્વીકાર.


ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૩૧/૦૩/૨૦૨૪