Showing posts with label history. Show all posts

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ.

મહાજન પદો (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦) 
મૌર્ય યુગ પૂર્વે નો સમય 
  1. ગણતંત્ર (Republican): રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી.
  2. વારસાગત (Hereditary): રાજા નો પુત્ર વારસદાર તરીકે રાજા બનતો.


સામાજિક સ્થિતિ

સમાજ વ્યવસ્થામાં ચાર વર્ણાશ્રમ પદ્ધતિ વધારે પ્રચલિત હતી. બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો દરજ્જો ઊંચો મનાતો.શુદ્રોને અસ્પૃશ્ય અને ખાણીપીણીમાં જુદા રખાતા, ઉપરાંત ગુલામી જેવા કામો કરવાતા.

ચાર વર્ણો: અધ્યાપન, યાજન અને પ્રતિગ્રહ બ્રાહ્મણોનો વિશિષ્ટ ધર્મ ગણાયો. તો શસ્ત્રાજીવ અને ભુતરક્ષણ ક્ષત્રિયનો વિશિષ્ટ ધર્મ મનાયો. કૃષિ,પશુપાલન અને વાણિજ્ય વૈશ્યનો વિશિષ્ટ ધર્મ બન્યો. છેલ્લા શુદ્રોને ત્રણવર્ણના લોકોની સેવા,કારૂકર્મ અને કુશીલકર્મ જેવા નિમ્નકાર્યો મળ્યા.

ચાર આશ્રમો: આ જ રીતે જીવનની ચાર અવસ્થાઓમાં પ્રથમ બ્રહ્મચર્ય વિદ્યાપાર્જન માટે ગણાવી. ગૃહસ્થ સામાજિક જીવનની બીજી અવસ્થા ગૃહસ્થાશ્રમ હતી. ગૃહસ્થ અધ્યયન, યજન, દાન અને અર્થોપાર્જન દ્વારા મહાયજ્ઞો દ્વારા ઋષિ, દેવ,પિતૃ ,મનુષ્ય અને ભૂત પ્રત્યેના કર્તવ્યો અદા કરતો. વાનપ્રસ્થાશ્રમમાં મનુષ્ય ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્ત થઈ તાપસ જીવનની ચર્ચા અપનાવી સન્યાસાશ્રમમાં સંસારિક બંધનો ત્યાગી સંન્યાસ ધારણ કરી પરિવ્રાજક ધર્મ અપનાવી ગૃહસ્થોને આધ્યાત્મિક માર્ગદર્શન આપતો.

સ્ત્રી: સ્ત્રીઓ ગૃહિણી બની ગૃહકાર્ય, કુટુંબના સભ્યોની કાળજી અને પતિની સેવા કરે તે અપેક્ષિત ગણાતું. પુત્રીને શિક્ષણ અપાતું. વિવાહ સંબંધમાં કન્યાને વર (સ્વયંવર દ્વારા) પસંદકરવાનો હક રહેતો. શીલ અને લજજા કુલાંગનાનાવિશિષ્ટ ગુણ ગણાતા. કોઈ સ્ત્રી ગણિકા કે નગરવધુ તરીકે જીવન જીવતી તો કોઈ સ્ત્રી પરિવ્રાજિકા, ભિક્ષુણી કે સાધ્વીનું જીવન અપનાવતી.

ગુલામી (દાસત્વ)ની પ્રથા ચાલુ હતી.

લગ્ન: વિવાહની પ્રાચીન ભારતમાં આઠ પદ્ધતિઓ પ્રચલિત હતી. 
  1. સ્વયંવર: કન્યા જાતે પતિને પસંદ કરે.
  2. આર્યવિવાહ: ગોદાનના બદલામાં મેળવાતી કન્યા સાથે લગ્ન 
  3. ગાંધર્વ વિવાહ: પોતાની પરસ્પર પ્રીતિથી યોજાતા સંબંધ પછી લગ્ન 
  4. દૈવ વિવાહ: ઋત્વિજને અપાતા કન્યાદાન દ્વારા લગ્ન 
  5. રાક્ષસ વિવાહ: કન્યાને બળાત્કારે ઉપાડી જઈને લગ્ન 
  6. પૈશાચ વિવાહ: ઊંઘતી, મત કે ઉન્મત કન્યાને પરણી જવાની બળજબરી
  7. આસુરવિવાહ: દ્રવ્ય આપી મેળવાતી કન્યા સાથે લગ્ન 
  8. બ્રાહ્મવિવાહ: કોઈપણ પરિગ્રહ કે અપેક્ષા વિના વિભૂષિત કન્યાનું દાન દેવાતા લગ્ન

પુરુષોમાં અનેક વિવાહની છૂટ હતી.

કન્યાના લગ્ન ૧૬ વર્ષથી પુખ્ત વય પછી થતો. સ્ત્રીઓમાં વૈધવ્ય બાદ પુનર્વિવાહ થઈ શકતા. 

નંબરરાજ્યરાજધાનીરાજારાજ્યનો વિસ્તારનોંધ
અંગ (બિહાર)ચંપાનગરી (હાલનું બિહાર)દધિવાહનઆધુનિક બિહારના ભાગલપુર અને મુંગેર જીલ્લા
મગધ (દક્ષિણ બિહાર)ગિરિવ્રજ (રાજગૃહ)બિંબિસાર (અજાતશત્રુ)પટના અને ગયા જીલ્લોરાજગાદી માટે પિતૃહત્યા
કાશી (દક્ષિણ- પૂર્વ ઉત્તર પ્રદેશ)વારાણસીબ્રહ્મદત્ત-શિલ્પ, વેપાર અને સમૃદ્ધિ માટે પ્રસિદ્ધ હતું.
કૌશલ (ઉત્તરપ્રદેશ નું હાલનું અવધ) ઈ.પૂ. ૪૮૧ઉત્તરે: શ્રાવસ્તી
દક્ષિણે: કુશાવતી
પ્રસેનજિત પૂત્ર વિદુરથઆધુનિક ઉત્તરપ્રદેશ ના સાકેત, અયોધ્યા અને શ્રાવસ્તીા- મગધના રાજા અજાતશત્રુ જોડે પુત્રી પરણાવી
- અજાતશત્રુ જમાઈ
 - પિતા ને પદભ્રષ્ટ કરી પુત્ર વિરુદ્ધ રાજા બન્યો.
વજિ (વ્રજી)
વિદેહજનપદ
વૈશાલી જનપદ
વૈશાલી (મિથિલા)-બિહાર, નેપાળ- આઠ નવ ગણરાજ્યોના સમૂહ (સંઘ)
- વિશ્વના પ્રાચીનત્તમ ગણરાજ્યના જન્મદાતા
મલ્લ
હિમાલયની તળેટીમાં (ઉત્તર પ્રદેશ)
કુશિનારા અને પાવા-ગોરખપુર જિલ્લો દેવરિયા-ગોરખપુરનો વિસ્તારઆઠ-દસ  ગણરાજ્યોનો સમૂહ
ચેદિ (ચેતી)ઉત્તર ચેદી: નેપાળ
દક્ષીણ ચેદી: બુંદેલખંડ
-યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ અને મધ્યપ્રદેશ(બુંદેલખંડ) (U.P. and M.P.)
વત્સકોસાંબી (હાલનું પ્રયાગ)-ઉત્તરપ્રદેશ (અલ્હાહાબાદ ) પ્રયાગની આજુબાજુનો પ્રદેશ
કુરુ (હરિયાણા)હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ-થાનેશ્વર, બરેલી અને મિરત જીલ્લો
૧૦પંચાલ (ઉત્તરપ્રદેશ)ઉત્તર પંચાલ: અહીછત્ર (બરેલ જીલ્લો) દક્ષિણ પંચાલ: કામ્પીલ્ય (ફારુખાબાદ જિલ્લો)-બંદાઉં, બરેલી અને ફારુખાબાદ જીલ્લો
૧૧મત્સ્ય
રાજસ્થાન
વિરાટ (જયપુર નજીક)-રાજસ્થાનના અલ્વર, ભરતપુર અને જયપુર જીલ્લા
૧૨સુરસેન (ઉત્તરપ્રદેશ)મથુરા-કુરુ ની દક્ષિણ અને ચેદીનો પશ્ચિમોત્તરભાગ
૧૩અશ્મક
દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીના કિનારે
પૈઠણ-ગોદાવરી નદીનો તટવર્તી પ્રદેશ
૧૪અવંતી (માળવા)
મધ્યપ્રદેશ
ઉજ્જૈનપ્રદ્યોત-
૧૫ગાંધાર
પશ્ચિમ પાકીસ્તાન
તક્ષશિલા-પાકીસ્તાન અને અફઘાનીસ્તાનના પેશાવર અને રાવલપીંડી જીલ્લાા
૧૬કામ્બોજ (પછછીમ પાકિસ્તાન)રાજૌરી (હઝારા જીલ્લો)-જમ્મુ કાશ્મીરના પ્રદેશ દ્વારકા મુખ્ય નગરી
-આ ઉપરાંતના જનપદો-કૈકેય મદ્યકસિન્ધુ – અંબાઈ- આન્ધ્ર, દ્રવિડ, સિની કલીંગ, સિંહલ, વિદર્ભ

મગધ સામ્રાજ્ય



I. હર્ચક વંશ 

સ્થાપક: 
  1. બિમ્બીસાર (ઇ.સ.પૂર્વે  ૫૪૪ - ૪૯૨) 
  2. અજાતસત્રુ (ઇ.સ.પૂર્વે  ૪૯૨ - ૪૬૦) 
  3. ઉદયન (ઇ.સ.પૂર્વે  ૪૬૦-૪૪૪) 
  4. નન્દીવર્ધન 
  5. મુંડ
  6. મહાનંદી
  7. અંતિમ શાસક: નાગદશક

II. શિશુ નાગવંશ (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૯૪) 
સ્થાપક:
  1. શીશુનાગ (ઇ.સ.પૂર્વે  ૪૧૪ - ૨૯૪)
  2. કાલશોક
  3. અંતિમ શાસક: નંદીવર્ધન

III. નંદવંશ (૩૪૨-૩૨૨ BC)
સ્થાપક: 
  1. મહાપદ્યનંદ
  2. અંતિમ શાસક: ધનનંદ

મગદ સામ્રાજ્ય ૧૬માંથી ૪ અને ૪માંથી એક માત્ર મોટું મહાજનપદ બન્યુ!

મગજ સામ્રાજ્યના વિકાસના કારણો
  1. ભૂગોળ રાજધાની રાજગીર પર્વતોથી રક્ષાયેલ
  2. યુદ્ધમાં પ્રથમવાર હાથીના ઉપયોગ
  3. વિકાસ પામેલા સમાજ
  4. બિમ્બીસાર અને અજાતસત્રું જેવા સાહસિક અને મહત્વાકાંક્ષી રાજા
  5. લોખંડના હથિયારો બનાવ્યા લોખંડના ખાણોની શોધ પછી લોખંડના હથિયારો બનાવ્યા.
કરુણ હકીકત : અજાતશત્રુથી નાગદશક સુધીના બધા રાજા પિતૃહત્યા કરીને ગાદીએ આવ્યા હતા.
હર્ચકવંશ 
  • બીમ્બીસાર (ઇ.સ.પૂર્વે  ૫૪૪-૪૯૨): સંસ્થાપક મહાત્મા બુદ્ધના મિત્ર અને સંરક્ષક હતા.સામ્રાજ્યમાં ૮૦૦૦૦ ગામો હતા. બીમ્બીસાર અંગના શાસક બ્રમ્હ્દત્તની હત્યા કરી મગઘમાં ભેળવી દીધું ઉપરાંત તેને લગ્નથી કાશી દહેજમાં કૌશલના રાજાએ આપ્યું.
  • રાજધાની : રાજગૃહ 
  • અજાતશત્રુ (ઇ.સ.પૂર્વે  ૪૯૨ - ૪૬૦): બિમ્બીસારની હત્યા કરી રાજા બન્યો. કૌશલ અને વૈશાલીના યુદ્ધમાં “મહાશીલાકન્ટક અને રથમુસલ” જેવા હથીયારો વાપરી જીત મેળવી મજ્જીઓંના સંયુક્ત ગણસંઘને પણ હરાવ્યુ. રાજધાની પાટલીપુત્ર બનાવી.
  • શીશુનાગવંશ (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૪૫): નાગદશકને પદભ્રષ્ટ કરી શીશુનાગ વંશ ની સ્થાપના શીશુનાગ વંશની સ્થાપના શીશુનાગે (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૯૪) કરી શુદ્ર વંશનો રાજા જે નાગદશક નો અમાત્ય હતા તેના પછી કાલાશોક (ઇ.સ.પૂર્વે  ૩૯૪ - ૩૬૬) રાજા બન્યો નંદીવર્ધન આ વંશનો છેલ્લા રાજા હતો.
  • નંદવંશ (ઇ.સ.પૂર્વે  ૩૪૪ - ૩૩૪): મહાપદ્યનંદ નંદવંશના સ્થાપક બન્યા તેમણે કૌશમ્બી કૌશલ અવંતી અને કલિંગ જીતી મગધમાં મેળવી લીધા છેલ્લા રાજા ધનનંદ ને પરાજીત કરી ચાણક્યે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્યવંશ ની સ્થાપના ઇ.સ.પૂર્વે  ૩૨૩ માં કરાવી ઇ.સ.પૂર્વે  છઠ્ઠી સદીમાં ઈરાનીઓનું અને ઇ.સ.પૂર્વે ૪થી સદીમાં ગ્રીકોનું ભારત પર આક્રમણ થયું. આર્યો મધ્યપ્રદેશ તરફ યુદ્ધ કરતા હતા ત્યારે પહેલાં ઈરાનીઓ અને પછી મેસેડોલ્ફિયાના લોકો ભારતની વાયવ્ય સરહદે ચઢી આવ્યા. 

આમ આપણે મહાજનપદોની વિગતવાર માહિતી લીધી અને તેમાંથી બનેલ મગધ સામ્રાજ્ય જાણ્યુ. ત્યાર પછી ગ્રીકો, હુણ, કુષાણો અને શક લોકોએ ભારત ઉપર ઉત્તર-વાયવ્ય સરહદે ચઢી આવ્યા તેની વાતો જાણીશું.

મહાન સિકંદર (Alexander - The Great)

Alexander III 
356-323 BC
Macedonia

વિશ્વવિજેતા સિકંદર મહાન ફિલસૂફ ડાયોજેનીઝને મળવા જાય છે અને કહે છે : “બોલ તારી જે કંઈ ઈચ્છા હોય તે અબઘડી પૂરી કરી દઉં.” દરિયા કિનારે નિર્વસ્ત્ર આનંદ કરતો ડાયોજેનીઝને સિકંદરને જવાબ આપે છે જે આપણે સૌએ કાયમ સમજવા જેવો છે. ડાયોજેનીઝકહે છે “અરે મૂર્ખ, તારા જેવો દરિદ્વ મેં બીજો કોઈ જોયો નથી મને આપવા કરતા તુંજ તને સમય, આપ. ઘડીક બેસીને શાંતિથી ચિંતા કર છેલ્લી લડાઈ પૂરી કરીને પછી આપવાની વાત કરનાર સિકંદરને ડાયોજેનીઝ જ્ઞાન આપે છે તૃષ્ણા અને વાસનાની તારી આ યાત્રા કદી પૂર્ણ થવાની નથી તું ખાલી હાથ જગતમાંથી વિદાય થશે. જે આજે અને આ ક્ષણે પોતાનો ઉદ્ધાર નથી કરતો તેમની કાલ કદી પડતી નથી.”

ભારતથી પરત ફરેલા સિકંદરની બેબીલોન આગળ તબિયત ખરાબ થઈ જતાં અંતિમ ઘડી આવે છે ત્યારે સિકંદર તેના સેનાપતિને પોતાની આખરી ઈચ્છા કહે છે:
  1. જે ડોક્ટરે આ મારી અંતિમ સારવાર કરી છે તેમને મારી શબ પેટી ને કબ્રસ્તાન લઈ જવા કહેશો, જેથી ડોક્ટર ફક્ત સારવાર આપી શકે, પણ જીવન લંબાવી શકતા નથી, તે લોકો સમજે.
  2. શબયાત્રા દરમિયાન મારી સંપત્તિનું પ્રદર્શન કરશો, જેથી લોકો સંપત્તિની નિરર્થકતા સમજે.
  3. શબપેટીની બહાર મારા બંને હાથ ખુલ્લા રાખશો, લોકો જે જોઈને સમજશે કે 32 વર્ષે સમગ્ર વિશ્વ જીતનાર સિકંદર પણ કંઈ પણ લીધા વગર ખાલી હાથે જાય છે. અરે, વૃદ્ધમાંને મળવાની નાની ઈચ્છા પણ પૂર્ણ કરી શકતો નથી.
આ પૂર્વભૂમિકા લઈને, ચાલો, મહાન સિકંદરના પરાક્રમો અને યુદ્ધોના વિજયોને સમજીએ. જેથી છેલ્લે, કંઇક આત્મનીરીક્ષણ કરવાની પ્રેરણા મળશે કે?

પિતા રાજા ફિલિપ II અને માતા ઓલમ્પિયાનો પુત્ર સિકંદર મેસૉડૉનિયામાં જનમ્યો હતો અને ફક્ત 33 વર્ષની વયે બેબીલોનમાં ટાઈફોઈડ, મેલેરિયા કે ખોરાકમાં ઝેર આપવાને કારણે મૃત્યુ પામ્યો હતો. તે 16 વર્ષના અભ્યાસ પછી, 12 વર્ષના યુદ્ધો દ્વારા વિશ્વ વિજેતા બન્યોહતો. તેથી મહાન સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નામે પ્રખ્યાત થયો હતો. ઇતિહાસમાં પ્રાચીન સમયમાં સિકંદરના રાજ્યનો વિસ્તાર સૌથી વધારે હતો જેમાં વર્તમાન સમયના ગ્રીસમેસેડોનિયા તુર્કિસ્તાન, સીરિયા, આફ્રિકા, ઇજિપ્ત, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ભાગો જીત્યા હતા. કદાચ વર્ષો પછી માત્ર ચંગીઝખાન અને ત્યારપછી બ્રિટિશરોએ એટલો વિસ્તાર કબજે કર્યો હતો. સિકંદર ગ્રીક ભગવાન Zeus નો પુત્ર માનતો હતો, તેથી તેનામા દેવી શક્તિ હોવાનું પણ મનાતું.

સિકંદરના પિતા રાજા ફિલિપ્સને સિકંદરમાં બાળપણથી મહાન રાજા બનવાના લક્ષણો દેખાયા હતા તેથી તેને મહાન વિદ્વાન ફિલસુફ અને રાજકારણના નિષ્ણાંત એરિસ્ટોટલ, પ્લેટોઅને સેક્રોટીસ પાસે ભણાવ્યો હતો, બાળપણમાં 12 વર્ષના બાળક સિકંદરે “બેસેફેલેસ”નામના તોફાની ઘોડાને કાબુ કરી બતાવ્યો હતો, ત્યારથી ઘોડો “બેસેફેલેસ” તેનો કાયમી સાથી બન્યો હતો. યુદ્ધમાં સાથે લડતા લડતા ભારત સાથે લડાઈમાં માર્યો હતો.

16 વર્ષના સિકંદરને યુદ્ધમાં લડવા મોકલ્યો હતો અને તે જીત્યો હતો.

18 વર્ષે હરાવવું મુશ્કેલ એવું કોરોનીયા યુદ્ધ જીત્યો.

20 વર્ષે રાજા ફિલિપિન્સનું ખૂન કરનાર વિદ્રોહીઓને મારી હટાવ્યો. કારણ પિતાનું તેના રક્ષકોએ ખૂન કર્યું હતું, 20 વર્ષે જ માતા ઓલમ્પિયની ઈચ્છા મુજબ રાજા બન્યો.


રાજા તરીકે વિશ્વ વિજેતા બનવાની મહાત્વાકાંક્ષાને કારણે પૂર્ણસમયે યુદ્ધોમાં રમમાણરહ્યો.
  1. પહેલા સંપૂર્ણ ગ્રીક વિસ્તાર જીત્યો
  2. ઈરાન = પર્શિયા જીત્યું - રાજા ડરાયસ III ને ટર્કીમાં ઇસુસના યુદ્ધમાં (Battle of Issus) હરાવ્યો. હારેલ રાજા ભાગી જાય છે ત્યારે ગુસ્સે થયેલ લોકોએ પકડીને તેનું ખૂન કર્યું. સિકંદરે ઇરાનના રિવાજો પ્રમાણે વર્તન કર્યું અને તેવા કપડાં પહેર્યા જોકે ઈરાના લોકોએ તે ગમ્યું નહીં (331 BC)
  3. ટાયરેના યુદ્ધમાં(Seize of Tyre) 332 BC માં ઇઝરાયેલ નો ટાપુ જીત્યું 8000 લોકો મરાયા અને 30,000 લોકો ગુલામ તરીકે પકડાયા.
  4. ઈજિપ્ત વિના યુદ્ધે જીત્યો. લોકોએ તેને આવકાર્યો. ઇજિપ્તના રિવાજ મુજબ ધાર્મિક વિધિ કરી રાજા બન્યો.
  5. ભારતની સમૃદ્ધિને કારણે આકર્ષાયેલ સિકંદર 327 BC માં હિન્દુકુશ પર્વતો વટાવી જેલમ નદીને કિનારે યુદ્ધ માટે આવ્યો.
સિકંદરની ભારતની ચડાઈઓ (મેસોડનીયા ના આક્રમણો)

16 મહાજન પદોના રાજ્યોનું બનેલુ ભારતના, વાયવ્ય ભાગમાં અનેક જુદી જુદી રાજસત્તાઓ પ્રવર્તતી હતી. પણ એમની વચ્ચે કોઈ સંગઠન નહોતું.

કેટલાક રાજ્યોએ કાયરતાથી અને કેટલાકે પરસ્પરની ઈર્ષાથી એને આવકારવા સંદેશો મોકલ્યો.

હિન્દુકુશ, પુષ્કલાવતી, કાબુલ વગેરે પ્રદેશના રાજાઓએ સરળતાથી સીધી જ અધિનતા અંગિકાર કરી લીધી. ભારતના ઇતિહાસનો સૌપ્રથમ દેશદ્રોહીઓ એવા તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર આંભીને મોકલી, હિંદ પર ચઢાઈ કરે તો મદદ કરવાનું કહેણ મોકલ્યું. સરહદનો બીજો રાજા શશીગુપ્ત પણ સિકંદર ને સહાય કરવા દોડી ગયો.

આમ, ભારતના ઇતિહાસના કલંક એવા દેશદ્રોહીઓ તરીકે આંભી અને શશીગુપ્તને યાદ કરવા રહ્યા. 

સિકંદરનો ચડાઈએ ભરતીઓની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી. પરદેશી આક્રમણનો સામનો કરવા નાના રાજ્ય અક્ષમ હોવાથી મોટું બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે સિકંદરમાં વિજેતા બનવાની ધૂનને કારણે જંગાલીયતનું પ્રદર્શન જોવા મળ્યું. મગધ સામ્રાજ્ય મદદે ન આવ્યુ. રાજ્યો સંગઠિત નહોતા, ઉપરાંત આંતરિક ખટરાગથી પ્રેરાય દેશદ્રોહનું વલણ અપનાવ્યું.

હાઇડાસ્પેશનું યુદ્ધ (Battle of Hydaspes): જેલમ નદી નું યુદ્ધ

જેલમ અને ચિનાબ નદી વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતક=પૂરુ=પોરસે યુદ્ધમેદમાં મળવા સિકંદરને લલકાર્યો. 40,00૦ ના સિકંદરના ઘોડેસવાર સૈન્યે પ્રથમવાર યુદ્ધમાં પોરસના હાથીઓનું યુદ્ધ જોયું- હારવાનો ભય લાગ્યો પણ કપટી સિકંદરે ચૂપચાપ નદી ઓળંગી પાછળથી આવી આક્રમણ કર્યું, ઉપરાંત વરસાદ પડવાથી અને કાદવમાં રથ ખૂંપી જવાથી,ગજદળ અશ્વદળનો સામનો ન કરી શક્યું. 

પૂરું હાર્યો – સૈનિકોએ સિકંદર સમક્ષ પુરુને રજૂ કર્યો. સિકંદરે પૂછ્યું: તારી સાથે કેવો વર્તાવ કરું? પૂરુંએ કહ્યું: રાજા તરીકે (Treat me as a King) સિકંદરે પૂરુંને એનું રાજ્ય પરત કરી વિશ્વાસુ ઉપરાજ બનાવ્યો અને (Vessal State) સમાંતર રાજ્ય બનાવ્યું. 

ત્યાર પછી સિકંદરે ગ્લચૂકાયનોનાં ગણરાજ્યને અને સાકલના કઠ લોકોને હરાવી યુદ્ધ જીત્યા. 

મદક દેશના પૌરવ, સૌભૂતિ અને ભાગલના રાજ્યોએ યુદ્ધ વિના સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું. 

સૈનિકોએ આગેકૂચ કરવાની સાફ ના પાડી દેતા, સિકંદર સંપૂર્ણ ભારત જીતવાની મહેચ્છા છોડી ભારે હ્રદયે પાછો ફર્યો. 

-પરત ફરતા રસ્તામાં બેબિલોન ખાતે 323 BC અકાળે સિકંદર અવસાન પામ્યો. ત્યાર પછી યુનાની સત્તા બે ત્રણ વર્ષમાં અસ્ત પામી.મહાન સિકંદર બાર વર્ષમાં એક પણ યુદ્ધ હર્યો નહીં. 

આમ, વિશ્વવિજેતા બનવા બાર વર્ષથી સતત યુદ્ધો કરતો સિકંદર ખાલી હાથે મૃત્યુ પામ્યો. (323 BC) 

[Video]: ગાંધીજીના જીવનની અજાણી વાતો



ગાંધી જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાના અવસરે 

શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ મેહતા રૉટરી હાયર સેકંડરી સ્કૂલ, બીલીમોરા, ૨૯/૦૯/૨૦૨૩

Chakravarti Samrat Vikramaditya

Chakravarty Samrat Vikramaditya
(102 BC – 15 AD)

We are discussing a king who was Chakravarty - which literally means the ruler of the kingdom in all four directions without any other king challenging him. His name Vikramaditya means ‘Vikram’ – one who is wise, brave, moral, and victorious + ‘Aditya’ meaning ‘of Aditi’, Newly rising sun, sun God. So he was “mighty as Sun”. There was no other emperor comparable to him. Fourteen Indian kings gave him the title of Vikramaditya.

This legendary king started his rule at the age of 20 at the coronation at Ujjain (Madhya Pradesh) India. He was the son of parents Gandharvasen and Virmati. He had one elder sister Menavati and elder brother Bharthuhari. His elder brother became a saint and went to the forest under teacher Gorakhnath, who later guided King Vikramaditya as well. He was the father of his son Vikramsena.

Historian Abhijit Chavada says: Old historians tell this story of Vikramaditya as a myth and do not agree. In fact, they are themselves fake and they tell anything fake! In fact, it is a truth beyond doubt found in people of older generations. Exact details are difficult to find because Muslim rulers burnt ancient universities and libraries.

Vikramaditya won over invading ‘Shaka’ Iranian Kithiyans and conquered a large kingdom of India. He had organized his rule over ¾ of the world and whole of the Asia. Vikramaditya defeated Romes’ Julius Caesar in battle. His army comprised 3 crore soldiers, 10 crore vehicles, 24300 elephants, and 400000 ships.


“Navratna” (Nine gems of his ministers)

He was an intelligent king known for his justice. While sitting on the throne his speech was considered words of God (Dev-vani) and gave perfect justice. His team of nine ministers is as follows:
  1. Dhanvantari: Ayurvedic Scholar Physician
  2. Kshapanak: Budhdha Sanyasi who wrote books: Bhikshatan and Nana Kosh
  3. Shanku: Jyotish, Auther Expert in Sciences.
  4. Ghatkapara: Sanskrit Scholar. He pledged to bring water with a pot having a hole!
  5. Varuchi: Poet – Teacher of Son
  6. Amarsinha : Writer : Books : Amarkosh Namalinganushashan.
  7. Varahmihir: Astrologer
  8. Kalidas : Poet and writer. Books : Meghdoot and Abhigyan Shakuntal about Indian History.
  9. Betal Bhatt (Vikram Vetal) : (Authour)

Books
  1. Nitipradip (Lamp of Conduct)
  2. Betal Panchdrisi (5 stories of Vampire)
  3. Sinhasana Battisi (32 stories of the throne)

  • Vikram Samvat: He started the Sanatan Calendar naming Vikram Sanvat giving details of weeks and months. (57 BC)
  • Royal road of 1700 miles: He was visionary to construct the world’s longest road of 1700 miles which could be traveled by Postman in 6 to 9 days. (instead of three months)
  • Vedic Bharat: Because King Ashok became Buddha disciple and ruled according to Buddhism, the Hindu religion was fading out. Vikramaditya was a reformer of Vedic Bharat Varsha. He taught Mahabharata, Ramayan, and Bhadvad Gita. He saved Sanatan Dharma and spread Vedic knowledge all over the world.
  • Golden Age: India was the richest country in the world. We had golden coins for our day-to-day needs. Our cloth was sold as per the weight of Gold. Indian public was religious, rich, and happy. So this period is rightly said “Golden Age”.

Well, with all the above details, there is nothing wrong, if we accept him as “Chakravarty Samrat Vikramaditya”. We have to learn the details of the glorious past and acknowledge the greatness of ancient India after recording all these details of Indian History.

મુઘલ યુગમાં સંધિ સમયે સ્ત્રીઓની માંગણી (1526 – 1757)

સમગ્ર ભારત વિવિધ આક્રમણકારીઓનો અવારણવાર ભોગ બન્યું છે અને તેમના વિજય પછી તેઓના રાજ્ય દરમ્યાન વિવિધ પ્રકારના ત્રાસ પ્રજાએ ભોગવવા પડ્યા છે. બહુ જૂના ખીલજી – ધોરી – લોદીની લૂંટ, ખુનામરકી અને પ્રજા સાથે જુલમી વર્તનની વાતો જાણીતી છે. છેલ્લા પાંચસો વર્ષમાં 250 વર્ષ – મુગલો અને 250 વર્ષ બ્રિટિશરોના રાજયમાં થયેલા જુલમોનો ઈતિહાસ તાજો જ છે. ઈસ્લામ કે (ખ્રિસ્તી) ધર્મ અંગીકાર કરવા થયેલા વિવિધ અપમાનો – અત્યાચારો યાદ કરીએતો કંપારી છૂટે છે.

રાજ્યનો વિસ્તાર વધારવા બે રાજ્યો વચ્ચે યુદ્ધો થતાં હતા. તેમાં નબળો રાજા શરણાગતિ સ્વીકારતો અથવા યુદ્ધમાં હારીને રાજ્ય ગુમાવતો. હારેલા કે શરણાગતિ સ્વીકારતા રાજાઓ સંધિકરાર–સંધિ કરતાં. સંધિની શરતો લેખિત સ્વરૂપે તૈયાર કરાતી. હાલમાં મેં મોગલયુગનો ભારતનો ઈતિહાસ વિષયક પ્રા. જશુભાઈ બી. પટેલ લિખિત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ–6 દ્વારા 1978માં પ્રકાશિત 700 થી વધારે પેજનું પુસ્તક “ભારતનો ઈતિહાસ” (મોગલયુગ) વાંચ્યું. તેમાં સંધિ સમયે મુઘલ રાજાઓ દ્વારા થતી શરતોમાં પહેલી શરત હંમેશા રાજાની દીકરી, બહેન કે પત્નિ સાથે લગ્નની વાત વાંચી હું ચોંકી ગયો. સ્ત્રીઓને પકડીને બળાત્કાર કરાતો અથવા લગ્નસંબંધ બંધાતો–પુરૂષોની અવદશાની તો વાત જ ન કરશો–રાજા સહિત પકડેલા પુરૂષોને નપુંશક બનાવીને ગુલામી કરાવાતી. આ વાત કદાચ ધારીએ તેટલી સહેલી નથી. પોતાની પત્ની–દીકરી કે બહેનને બળજબરીથી લગ્ન માટે લઈ જતો મુઘલ રાજાની કલ્પના પણ ક્રોધ અને અજંપો જન્માળે છે. કદાચ આ ઘટના ઈતિહાસનો બારીકાઈથી અભ્યાસ ન કરીએ તો ધ્યાન પર ન આવે તે સ્વાભાવિક છે. ચાલો ત્યારે, ઉદાહરણ માટે વિગતવાર આઠ ઘટનાનું આલેખન જોઈએ.

(1) 1564 ગોંડવાના વિજય: અકબર રાજાએ ગોંડવા વિજય મેળવ્યો. ગોંડવાની રાણી દુર્ગાવતીએ સતીત્વની રક્ષા માટે છાતીમાં ખંજર મારી આપઘાત કર્યો. રાજા વીરનારાયણ વીરગતિને પામ્યો. બાકીની સ્ત્રીઓએ જૌહર કર્યો, પણ રાણીની બહેન કમલાવતી મુઘલોને હાથે પકડાઈ જતાં અકબરે તેની સાથે લગ્ન કર્યા.

(2) 1570 : રાજસ્થાનના રાજાઓ અકબરને સરણે આવ્યા.
- બિકાનેરના રાજા રાયકલ્યાણમલે પોતની સુપુત્રી અકબર વેરે પરણાવી.
- જેસલમેરનો રાજા રાવળ હરરાય સમ્રાટને શરણે આવ્યો અતે તેણે પોતાની પુત્રી સમ્રાટને પરણાવી.

(3) 1615 : મેવાડના રાણા અમરસિંહ (રાણા પ્રતાપનો પુત્ર) અને અકબર વચ્ચે સંધિ થઈ. અપવાદરૂપે અહીં કન્યાઓને લગ્ન માટે વિવશ ન કરવાની સન્માનનીય શરત રાખી!

(4) 1627–1658 શાહજહાં: ઓરછા નરેશ જુઝારસિંહના રાણીવાસની કેટલીક સ્ત્રીઓએ મુસ્લિમ અત્યાચારમાંથી બચવા આત્મહત્યા કરી. પણ જુઝરસિંહની રાણી પાર્વતી સહિત ઘણી બુંદેલા સ્ત્રીઓને શાહી જનાંખાનામાં બંદી તરીકે રોકવામાં આવી.

(5) 1637: ઉજજેનિયાના જમીનદાર પ્રતાપને હરાવી મારી નાખ્યા બાદ તેની પત્નીને મુસ્લિમ બનાવી ફિરોજજંગના પૌત્ર સાથે પરણાવી દીધી.

(6) 1662: આસામના અહોમ રાજા જયધ્વજે ઔરંઝેબ સાથે સંધિ કરી. સંધિની પહેલી શરત “મુઘલ જનાનામાં પોતાની પુત્રી મોકલી આપવાની” હતી.

(7) 1698–1701 ઔરંગઝેબ: દુર્ગાદાસ (ભરવાડ) સંધિ–1701 સમજૂતીની શરતો દુર્ગાદાસે શાહજાદા અકબરની પુત્રી શકીયત–ઉન્નીસા અને પુત્ર બુલંદ અખતર ઔરંગઝેબને સોંપી દેવા.

(8) 1677: બીજાપુરના દિલેરખાં–ઔરંગઝેબ સમજૂતીની શરતો મહુર્મ અલી આદિલશાહ બીજાની પુત્રી શાહબાનું ઉર્ફે બાદશાહબીબીનું લગ્ન શાહજાદા આઝમ સાથે કરવું.


જૌહર

યુદ્ધમાં હાર્યા પછી, સ્ત્રીઓ ક્યાતો સામૂહિક રીતે બળતી અગ્નિને પોતાને હવાલે કરી મોતને વહાલું કરતી–અથવા વ્યક્તિગત રીતે કટારી દ્વારા આપઘાત કરતી–નહીં તો મુઘલ અત્યાચાર ફરજિયાત હતો. આમ, નારી સ્વતંત્રતા કે નારી મુક્તિની વાતો વિશાળ સભામાં ચર્ચા કરતાં સમાજસુધારકો ત્યારે ક્યાં હતા. ફરજિયાત ધર્મપરિવર્તન અને ફરજિયાત (હારેલા રાજાની) સ્ત્રીઓ સાથે શરીર સંબંધ (બળાત્કાર) અને બહુપત્નીમાંથી લગ્ન દ્વારા સંખ્યામાં ઉમેરો–વિચારો, હારેલા રાજાઓ કેટલા અસહાય–નિર્માલ્ય કે ભીરુ બન્યા હશે કે આવો અત્યાચાર શાંતિથી સ્વીકાર્યો હશે. ભારત દેશ આક્રમણકારીઓને આમંત્રણ આપી લાવનાર દેશદ્રોહીથી ખદબદતો હોય–રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતાનો સંપૂર્ણ અભાવ હોય ત્યારે ગુલામી સિવાય શું મળે?
ચાલો, આપણે વ્યક્તિગત રીતે સુધરીએ–સ્ત્રી સન્માનની શરૂઆત આપણાથી કરીએ. નિર્ભય બની સ્ત્રીઓનું રક્ષણ કરીએ–નહીં તો–વર્તમાન કઈ જુદો નથી.
ડો.ભરત દેસાઈ
બીલીમોરા

વિજયનગરનું સામ્રાજ્ય

હરીહર અને બુકકા નામના બે યાદવવંશી ભાઈઓ વરંગલના રાજા પ્રતાપરુદ્ર કાક્તિયા રાજ્યમાં નોકરી કરતા હતા. 1323 માં મુસલમાનોએ વિનાશ સર્જાતા હૈદરાબાદ રાજ્યમાં રાયચૂર જિલ્લામાં તુંગભદ્રા નદીને કિનારે આવેલું ગુંદીના હિન્દુ રાજ્યમાં પહોંચ્યા- ત્યાં ધીરે ધીરે પ્રધાનો બનવા સુધી પહોંચ્યા-1327 માં સુલતાન મોહમ્મદ તુઘલકે તે જીત્યું ત્યારે, બંનેને કેદી તરીકે દિલ્હી લઈ ગયો.

- દિલ્હીની મહંમદ તુઘલકની જેલમાં તેમણે જોયું કે “બહારથી આવેલ તેમના માલિક થઈ બેઠા છે અને ઘરના મૂળ માલિકોએ તેમની દયા પર જીવવું પડે છે.” ત્યારે હિન્દુઓની આ દશા માંથી મુક્તિ માટે અનેક યોજનાઓ તેમણે વિચારી. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરતા મહમદ તુઘલકે તેમને મુક્ત કરી, ગુંદીના ખંડિયા શાસક તરીકે વહીવટ સોપ્યો.

- ત્યારે તેમને શંકરાચાર્યના સૂંગેરી મઠના અધિપતિ વિધ્વાન સન્યાસી માધવ વિદ્યારણ્ય મળ્યા – પરદેશીઓની ઘુંસરી નીચે છુંદાતા, હડધૂત તથા ક્ષીણ થતા હિન્દુઓ માટે વિદ્યારણ્યે દેશને પરદેશીઓની ઘુંસરીમાંથી મુક્ત કરવાની પ્રેરણા આપી.

1336 માં વિદ્યારણ્યે બંને ભાઈઓ હરીહર અને બુકકાને ધર્મ પલટો કરવી હિન્દુ ધર્મમાં પાછા લેવાની વિધિ કરાવી. તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે ગૂંદી કિલ્લાની સામે વિજયનગરની સ્થાપનાનો પાયો નાખ્યો. તેનું નિર્માણકાર્ય 1343માં પૂર્ણ થયું. વિજયનગર નામે ઓળખાવ્યું 60 માઈલનો ઘેરાવો ધરાવતું નગર સ્થપાતા નવા શાસકવંશ સંગમ વંશનો હરીહર પ્રથમ સ્થાપક બન્યો. ( 1336- 1357 ) ભાઈ બુકકાને યુવરાજ અને સહસ્થાપક નીમ્યો.

વિજયનગરનું સામ્રાજ્ય –કૃષ્ણદેવ રાય (૧૩૩૬-૧૫૬૭) 
(Vijaynagar Empire)

સંગમવંશ

યાદવવંશનો કોઈ એક સંગમના પુત્રો હોવાથી હરિહર અને બુક્કાએ સ્થાપેલ વંશ-સંગમ વંશ કહેવાયો.

૧. હરિહર પહેલો ૧૩૩૬-૧૩૫૭
રાજ્ય વિસ્તાર વિજયનગર –તુંગભદ્રાની ખીણ- કોકણ-મલબાર.
ઉત્તરે કૃષ્ણાનદીથી દક્ષિણમાં કાવેરી નદી સુધીનો અને પૂર્વ-પશ્ચિમમાં સમુદ્રતટ સુધી.
મિત્રસંઘ: વરંગલના પ્રતાપ રૂદ્રદેવના પુત્ર કૃષ્ણનાયકે દક્ષિણમાંથી મુસલમાનોને હાંકી કાઢવા રચેલ મિત્રસંઘમાં હરિહર જોડાયો હતો (૧૩૪૪)

૨. બુક્ક પહેલો (૧૩૫૭-૧૩૭૭)
તામિલ પ્રદેશ જીત્યો .
બહમની સુલતાન મોહમ્મદ શાહ પહેલાં સાથે લડ્યો અને જીત્યો પછી સંધિ કરી.
મદુરા (માબર) વિજય ૧૩૭૦
પુત્ર કમ્પન ભરયુવાની માં મૃત્યુ પામ્યો
બુક્ક પહેલો: મહાન રાજા –વિજયનગર રાજ્યનો સ્થપતિ, વેદમાર્ગ પ્રતિષ્ઠાપક અને વૈદિક ધર્મનું પુનર્જીવન કરનાર તરીકે ઓળખાયો.

૩. હરિહર બીજો (૧૩૭૭-૧૪૦૪)- મહાધિરાજ-રાજરાજેશ્વર
રાજ્યવિસ્તાર: ગોવા , સપ્તકોકણ (સાત કોકણો)
ગુંડે કેરલ, ત્રિચિનાપલ્લી, કાંચી ઉમેરી વધાર્યો.

૪. વિરુપાક્ષ પહેલો (૧૪૦૪-૫)

૫. બુક્ક બીજો (૧૪૦૫-૬)

૬. દેવરાય પહેલો (૧૪૦૬-૨૨) 
તેણે તુંગભદ્રા નદી પર બંધ બાંધીને નહેરોનું નિર્માણ કર્યું હતું.
સુલતાન તાજુદ્દીન ફિરોઝશાહ સાથે શાંતિ માટે સંધિ કરી. તેમાં કેટલાક પ્રદેશો ઉપરાંત પોતાની રાજકુમારી પરણાવીને અપમાનિત થવું પડ્યું.
લશ્કરમાં ઈરાન –અરબસ્તાનના ઘોડા અને તુર્ક તીરંદાજોની ભરતી કરી.

૭. રામચંદ્ર (૧૪૨૨-થોડા મહિના)

૮. વિજયરાય પહેલો (વીર વિજય) (૧૪૨૨-૧૪૨૬)

૯. દેવરાય બીજો (૧૪૨૬-૧૪૪૬)
ઇન્દ્રનો અવતાર માનવામાં આવતો.
છ લાખ (૬૦૦૦૦૦) તીરંદાજ મુસલમાન ઘોડેસવારોનું લશ્કર ઊભું કરાવ્યું.
મહાન શાસક – એક હજાર લડાયક હાથી અને નૌકાખાતું સાથે –અગિયાર લાખનું સૈન્ય હતું.

૧૦. મલ્લિકાર્જુન (૧૪૪૬-૬૫)

૧૧. વિરુપાક્ષ બીજો (૧૪૬૫-૮૫) સંગમ વંશનો અંતિમ શાસક

સંગમ વંશનો અંત

સાલુવ વંશ

૧૨. વીરનરસિંહ નામનો સાવંત સાલુવ (૧૪૮૬-૯૧)

૧૩. નરસ નાયક સેનાપતિ રાજરક્ષક બન્યો(૧૪૯૧-૧૫૦૫) અને પછીથી શાસક (૧૫૦૫-૯) બન્યો

૧૪. તિમ્મ

૧૫. ઈમ્માડે નરસિંહ (૧૪૯૧-૧૫૦૫) 
અંતિમ શાસક

તુલુવ વંશ

૧૬. સ્થાપક વીરનરસિંહ (૧૫૦૫-૧૫૦૯)

૧૭. કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)- સર્વશ્રેષ્ઠ શાસક

૧૮. અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨)

૧૯. વેંકટ પહેલો (૧૫૪૨)

૨૦. સદાશિવ (૧૫૪૨-૬૭) વિજયનગર સામ્રાજ્યનો અંતિમ શાસક હતો.તેને કઠપુતલી બનાવી પ્રધાનમંત્રી રામરાય સંપૂર્ણ શાસન સંભાળતો હતો. તાલીકોટાનું યુદ્ધ વિજયનગરના શાનદાર સામ્રાજ્યનો અંત લાવનારું ગણાય છે.

કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)
શ્રી કૃષ્ણ દેવરાય 

તુલુવ વંશનો સૌથી શક્તિશાળી- નામાંકિત શાસક હતો.

તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ દેખાવથી સંપર્કમાં આવનાર પ્રતિભાથી અંજાઈ જતા.

તેઓ યુદ્ધમેદાનમાં લશ્કરી વ્યૂહ રચનામાં કુશળ –વિશાળ સેનાનું સંચાલન જાતે કરતો.

તેઓ આંધ્રભોજ તરીકે ઓળખતો-કવિ હતા.

બાંધકામ – નવી રાજધાની બનાવવા શ્રી કૃષ્ણદેવરાયે નાગલાપુરનું નવું નગર વિજયનગર નજીક બંધાવ્યું. 
  • દક્ષિણ ભારતમાં સહસ્ત્ર –સ્તંભિ મંડપો, હઝારા રામસ્વામી મંદિર અને રાય-ગોપુરમો બંધાવ્યા. 
  • સામ્રાજ્યની વ્યવસ્થા ધર્મ અનુસાર કરતો. 
  • સામ્રાજ્ય છ પ્રાંતોમાં વિભક્તિ –મોટા થતા એકમો તે –પરુ- સ્થળ –ગ્રામ –નાડું –વેઠે-પ્રાંત તરીકે ઓળખાયા. 
  • ન્યાયતંત્ર –રાજા ન્યાયાધીશોની નિમણુક કરતો અને રાજા પોતે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. 
  • અર્થવ્યવસ્થા- આવકનું સાધન જમીન મહેસુલ. 
જમીન મહેસુલ આવકના છટ્ઠા ભાગ કરતા થોડું વધારે હતું.

ગોચરવેરો ,લગ્નકર, જકાત, ઉદ્યાન, પર અને ઉદ્યોગો પર પણ કર હતા. 
  • સામાજિક જીવન – સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચસ્થાન- રાજમહેલમાં સ્ત્રી હિસાબનીસ, કર્મચારી, અંગરક્ષક પહેલવાન અને જ્યોતિષની નોકરી કરતી હતી. બ્રાહ્મણોનું વહીવટી અને રાજકીય બાબતોમાં વધારે મહત્વ હતું. ધનવાન લોકો બહુપત્ની ધરાવતા –બાળલગ્નો હતા. 
વેશ્યાઓની સંસ્થાનું બાહુલ્ય હતું- સતીપ્રથા અમલમાં હતી.

વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયને ૧૨૦૦૦ પત્ની હતી. જેમાં ૩૦૦૦ સતી થવા તૈયાર હતી – “નિકોલો કોન્ટી”.

વિજયનગર શહેર પહાડોની ટોચે સાત કોટોથી સુરક્ષિત હતું. 
  • ચાંદી, તાંબુ, અને સોનાના સિક્કા પ્રચિલત હતા.
  • વિજયનગર દુનિયાનું સૌથી સાધન સંપન્ન નગર ગણાતું. 
  • (ઈરાનનો એલચી અબ્દુલરઝાક) એક જ ધંધાના લોકો એક જ લત્તામાં વસે છે. 
  • વેપાર- જમીનમાર્ગે અને સમુદ્રમાર્ગે સિલોનના મોતી, ચીનનું રેશમ, મલબારના દેશી હીરા, પેગુ, કપૂર, કસ્તુરી, પીપર અને સુખડનો રક્તપારદનો ધિકતો વેપાર હતો 

કલા સંસ્કૃતિ: વેદોના મહાન ભાષ્યવેત્તા સાયણ અને વિદ્યારણ્ય સંગીત, નૃત્યકળા, ઈતિહાસ, આકાશ વિજ્ઞાન, નાટક, વ્યાકરણ, હેતુવિદ્યા અને દર્શનના વિષયોના ગ્રંથો હતા અને ભણાવાતા હતા. સ્થાપત્યકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ વિજયનગરમાં “હઝારા રામસ્વામી મંદિર” હતું.

ચાર ભાષાઓ સંસ્કૃત, તેલુગુ, તામિલ અને કન્નડા ભાષાના વિદ્વાનો હતા અને ભાષાનું સાહિત્ય રચાયું હતું.

કૃષ્ણ દેવરાયના દરબારમાં આઠ પ્રસિદ્ધ વિદ્યાનો હતા –તે “અષ્ટ દિગ્ગજ” તરીકે ઓળખાતા.

રાજ્યનો વિસ્તાર: લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત 
  • કર્ણાટક, તેલંગાણા(થોડો ભાગ), આંધ્રપ્રદેશ, તામિલનાડુ ,કેરાલા, ગોવા, મહારાષ્ટ્ર(થોડો ભાગ) 
  • ઉમ્મતુર (દક્ષિણ માયસોર) 
  • ઓરિસ્સા- ઉદય ગિરિનાર કિલ્લો 
  • ઓરિસ્સા –કોંડવીડું કિલ્લો 
  • કોંડપલ્લીદુર્ગ 
  • બીજાપુર –રાયચુરનો કિલ્લો

પશ્ચિમમાં કોકણ સુધી –પૂર્વમાં વિશાખાપટ્ટનમ સુધી, દક્ષિણમાં કન્યાકુમારી સુધી ઉપરાંત હિંદ મહાસાગર કેટલાક ટાપુઓ લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત –કારણ કે બંગાળથી-મલબાર અને સરદ્વીપથી ગુલબર્ગનો સંપૂર્ણ વિસ્તારનો રાજ્યમાં સમાવેશ હતો.

દક્ષિણ ભારતને એકતાંતણે બાંધી હિંદુ રાજ્ય ફેલાવનાર આવા મહાન રાજા કૃષ્ણ દેવરાયની ભવ્યતા જાણ્યા પછી એટલા પ્રભાવશાળી નહી અને નિર્બળ રાજા વારસદારો ની વિગતો વાચકોને હતાશ કરશે –પણ ઈતિહાસ તો હકીકતોનું વર્ણન છે –તેમાં લાગણીશીલ થવું ન પાલવે. ચાર મુસ્લિમ રાજાઓ એક થઇ એક વિજયનગરનું પતન કરી શકતા હોય તો, ચાર હિંદુ રાજાઓ હુંસાતુંસી, અભિમાન અને વિસ્તારવાદથી ઉપર આવી એકતા કેમ ન કરી શક્યા? ઉલટું આપણામાંથી અમુકે તો તેમનો સહકાર લીધો, તેમને આમંત્રણ આપી મિત્રોને હરાવ્યા- તો પછી ગુલામી-પતન- ધર્મપરિવર્તન અને અપમાન સિવાય બીજું શું બચે? સલ્તનત –મોગલ સામ્રાજ્ય અને બ્રિટીશ રાજ આપણી બુદ્ધિહીનતાનું પરિણામ નથી શું? 



વિજયનગરનો અસ્ત

ઈ.સ. ૧૫૬૫ માં ચાર મુસ્લિમ સુલતાનો વિજયનગર સામ્રાજ્ય સામે લડવા એક થયા. 
  1. બીજાપુર –આદિલ ખાન (તુર્ક) =આદિલ શાહી વંશ 
  2. અહમદનગર –નિઝામશાહી વંશ 
  3. ગોવલકોંડા- કુત્બશાહ(તુર્ક)= કુત્બશાહી વંશ 
  4. બીડર –મોહમ્મદશાહ કાસિમ બરીદ (તુર્ક ગુલામ)=બરીદશાહી વંશ 

કૃષ્ણા નદીની ઉત્તરે આવેલ તાલિકોટા પાસે રાક્ષસી તંગડી ખાતે યુદ્ધ થયું – કૃષ્ણ દેવરાયના મૃત્યુ (૧૫૨૯) પછી બિનઆવડતવાળા રાજા અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨) 

વેંકટ પહેલો (૧૫૪૨) અને સદાશિવરાય (૧૫૪૨-૬૭) ગાદીએ આવ્યા.

તેનો લાભ લેવા ચાર મુસ્લિમ રાજાઓ એક થયા –ભયંકર યુદ્ધમાં જીત મેળવી – પ્રધાનમંત્રી રામરાયે વીરતાપૂર્વક તેમનો સામનો કર્યો –પરંતુ અહમદનગરના સુલતાને તેની કતલ કરી. 
  1. એ યુદ્ધમાં ૧૦૦૦૦૦ (એક લાખ) હિન્દુઓ મરાયા. 
  2. વિજયનગરની અઢળક સંપત્તિ લુંટાઈ ગઈ. 

વૈભવશાળી નગરનો એકાએક સદંતર વિનાશ થયો –અને દક્ષિણમાં હિન્દુ સામ્રાજ્યનો મૃત્યુઘંટ વાગ્યો –જીતેલા મુસ્લિમો અંદરોઅંદર ઝગડવા લાગ્યા અને મોગલ સલ્તનત નો ભોગ બન્યા. 

બસો સવા બસો વર્ષના વિજયનગરનો ઈતિહાસ આપણને આપણી શક્તિનો નમુનો આપે છે અને છેલ્લે નિર્માલ્યતા કેવી પડતી લાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કદાચ ગુલામી આપણને ખૂબ ફાવે છે શું? 

જય હિંદ! 

ડૉ. ભરત દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૨૩/૦૬/૨૩  

મહાન અકબર?

Akbar - The Great (1556 – 1605)
જલાલુદ્દીન મુહમ્મદ અકબર 

લગભગ 250 વર્ષના મુગલયુગનો ઈતિહાસ વાંચતા અકબર સૌથી મહાન હોય એવી છાપ ઊપસે તે સ્વભાવિક છે, કારણ લગભગ પચાસથી વધારે વર્ષ તેણુ રાજ કર્યું છે. અને તેણે લગભગ આખા ભારત ઉપર મુઘલ ઝંડો ફરકાવ્યો છે. 

  • જન્મ: 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે
  • રાજ્યાભિષેક: 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે
  • મૃત્યુ: 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે

63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું.

અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી રાજ્યો તેની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવે. સેનાને પણ હંમેશા યુદ્ધમાં રોકાયેલી રાખવી જોઈએ કારણ યુદ્ધોની તાલીમ વગર સૈનિકો વિલાસી અને પ્રમાદી બને છે.”

ભારતનો ઈતિહાસ (મોગલયુગ 1526–1707) (લેખક : જશુભાઈ બી. પટેલ) દ્વારા 1978માં લગભગ 700+ પાનાંના પુસ્તકમાં અકબરને 220 પાના ફાળવ્યા છે, તેમાંથી સારરૂપે અકબરની છબી મારે ટૂંકાણમાં ઉપસાવવું છે. 

ઇતિહાસના અભ્યાસીએ યુદ્ધોનો ચિતાર તો આપવો જ પડે અને રાજા દ્વારા થયેલા કાર્યોની નોંધ લેવી જ પડે અને પોતાની છાપ–સારાંશ રજૂ કરવું પડે. હું આટલું તો કરીશ જ.

ચારિત્ર્ય અને વ્યક્તિત્વ

અકબર વિષે લેખક કહે છે તે હિન્દુનું એકીકરણ કરનાર મુત્સદ્દી સમ્રાટ હતો. અક્ષરજ્ઞાનની રીતે અભણ હોવા છતાં પ્રભાવશાળી અને રૂઆબદાર હતો. તેને પરિવારપ્રેમી અને આનંદી કહી શકાય, પણ રાણીવાસમાં 500 થી વધારે સ્ત્રીઓ રાખતો હોવાથી વ્યભિચારી અને ભોગવિલાસી તો કહેવો જ પડે.

વહીવટીતંત્ર

રાજ્ય વહીવટ ‘મધ્યસ્થ’ અને ‘પ્રાંતિય’ એમ ભાગ પાડીને કરતો. મધ્યસ્થ અધિકારીઓમાં રાજા, પ્રધાનમંત્રી, દીવાન, મિરબક્ષી, અને કાઝી વિગેરેનો સમાવેશ થતો. પ્રાંતિય વહીવટ જિલ્લા–પરગણા–નગર અને ગામ એમ ઉતરતા ક્રમના એકમો દ્વારા થતો.

ન્યાયતંત્રની દંડ વ્યવસ્થા ચાર વિભાગોમાં હતી. 
  • હદ: કુરાનના નિયમો પ્રમાણે સજા જેવી કે હાથ કે પગ કાપવા, કોરડા કે પથ્થર મારવો અથવા મૃત્યુદંડ કરવો 
  • કિસાસ: બદલાની માંગણી કરાવવી – Retaliation
  • તાજીર: ન્યાયાધીશ પોતાની રીતે નક્કી કરે તે સજા
  • તશહિર: સાર્વજનિક અપમાન કે નિંદાની સજા

અકબરની હિન્દુઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ નીતિ
  • 1563: યાત્રાવેરો નાબુદી 
  • 1564: જજિયાવેરો નાબુદી–ઈસ્લામ ધર્મ સ્વીકારવા ઈનકાર કરનાર હિન્દુ પાસે લેવાતો વેરો
  • 1591: ગૌવધ નિષેધ 
  • 1562: રાજ્યના વિવિધ પદો ઉપર ભેદભાવ વિના હિન્દુઓની નિમણૂંક 
  • ધાર્મિક સ્વતંત્રતા: બળજબરીથી મુસ્લિમ બનાવેલ હિન્દુઓને ફરીથી ધર્માંતરણ કરવાની છૂટ
  • સામાજિક સુધારા: સતીપ્રથા નાબુદી, બાળલગ્ન પ્રતિબંધ વિધવાવિવાહ કરાવ્યા ને ઘરડી સ્ત્રી સાથે યુવાના લગ્ન રોક્યા

સાહિત્ય

  • અકબરનામા પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં
  • ગ્રંથો અનુવાદિત: આઈન – એ – અકબરી – કરાવ્યાં, હિન્દી, સંસ્કૃત, ફારસી, 
  • તારીખે – એ – અલફી – સાહિત્યને પ્રોત્સાહન 
  • તનકાત – એ અકબરી 

સ્થાપત્યો
  • દિલ્હી હુમાયુનો મકબરો
  • અજમેર, આગ્રા, લાહોર, અલાહાબાદ, ખાતે કિલ્લા નિર્માણ
  • ફતેપુરસિક્રી ખાતે વિશાળ કિલ્લો ઉપરાંત 55 મીટર ઊંચાઈનો બુલંદ દરવાજો, જામા મસ્જિદ, શેખ સલિમ ચિષ્ટિનો મકબરો, જોધાબાઈ – મરિયમ શેખ અને સુલતાના મહેલ, હવામહલ, બિરબલની કોઠી જેવા અસંખ્ય નમૂનેદાર બાંધકામો

યુદ્ધો


અકબરે રાજયકાળ દરમિયાન શાંતિથી બેસવા કરતાં યુદ્ધમાં વ્યસ્ત રહી સામ્રાજ્ય વિસ્તાર વધારવાનું જરૂરી માન્યુ હોવાથી 50–60 થી વધારે યુદ્ધો લડ્યો છે. તેમાંથી થોડા યુદ્ધો હાર્યો છે, ઘણી વખત વિજયી થયો છે અને ગભરાટિયા–નમાલા રાજાઓએ વગર યુદ્ધે શરણગતિ સ્વીકારી નાલેશીભરી સંધિ સ્વીકારી છે. દિલ્હી–આગ્રા, મેવાડ, પંજાબ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, કંધહાર, કાબુલ, સિંધ, કશ્મીર,અહમદનગર, જેવા દરેક યુદ્ધોની વિગતો લખીને ફક્ત શૈક્ષણિક (academic – theoretical) ચર્ચા કરવાનું અહીં ટાળ્યું છે. હા, અકબરે વિશાળ સામ્રાજ્ય જહાંગીરને સોંપ્યું હતું, એટલુ જ જાણવું યોગ્ય છે.

દિને – ઈલાહી ધર્મ (1582) 

અકબરની વાત તેના દ્વારા સ્થાપિત ધર્મ દિને-ઈલાહી વિષે વાત ના કરીએ તો અધૂરી લાગે. બધાજ ધર્મો શીખ, હિન્દુ, ખ્રિસ્તી, જૈન, ના સારા તત્વો સમાવીને બનાવેલ નવો ધર્મ ‘સર્વેસ્વર વાદી’ હતો. ધર્મ સ્વીકારનારને અકબર અંગૂઠી જેવી સોનાની વસ્તુનું પ્રતિક ‘શસ્ત’ આપી દિને ઈલાહી ધર્મનો ‘મુરાદ’ (શિષ્ય) બનાવતો અને શરત સ્વીકારનાર ઈશ્વરની સેવામાં આધ્યાત્મિક કાર્ય કરનાર કાર્યકર્તા બનતો.

હકીકતમાં અકબર વ્યક્તિગત જીવનમાં કટ્ટર સુન્ની મુસ્લિમ રહ્યો હતો અને કોઈ પરીવર્તન કર્યું નહોતું. દાખલા તરીકે બનારસનું પ્રાચીન મંદિર તોડી તેણે મસ્જિદ બાંધવી હતી. (1572)


દિને ઈલાહી ધર્મના સિદ્ધાંતો:

  • જીવનમાં ઉદારતા અને દાનશીલતનું પાલન કરવું
  • દુષ્કર્મો કરનારને માફ કરવું
  • દુન્યવી ઇચ્છાઓથી દૂર રહેવું
  • પરલોક માટે શાશ્વત અને પુણ્ય કાર્યો સંચિત કરવા
  • કાર્યના પરિણામો ઉપર ગહન ચિંતન–મનન કરવું
  • ઉત્કૃષ્ટ કાર્યો કરવાની ઈચ્છા રાખવી
  • બધા માટે નમ્ર અવાજ, મૃદુ વ્યવહાર, ઉમદા શબ્દો, અને આનંદદાયક વાણી વાપરો
  • બિરાદરો સાથે સારો વ્યવહાર કરવો
  • પ્રભુ તરફ અભિમુખ થવું. જીવોમાંથી સંપૂર્ણ વિરક્ત થવું
  • એકેશ્વરવાદ માં વિશ્વાસ કરવું. પ્રભુપ્યારમાં આત્મા પરોવવો. પ્રભુ સાથે આત્માનું ઐક્વ સાધવું

હિન્દુ–મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને આ ધર્મ પસંદ ન આવ્યો. વાસ્તવમાં યુગથી બસો વર્ષ આગળ હોવાને કારણે–રાજ્યાશ્રય અને જોરજુલમના અભાવે, રાજ્યવ્યાપી પ્રચારના અભાવે અને ઉદારતાને કારણે આ ધર્મ ફેલાયો નહીં અને નિષ્ફળ રહ્યો.

આમ અકબરને મહાન કહેવું કે નહીં એ વિષયને ઉપરોકત વર્ણન પછી વાચક ઉપર છોડું છું.

ધર્માંધતા–કામુકતા–અપમાનજનક વર્તન અને લૂંટફાટ તો દરેક મુઘલ રાજામાં ટેવો હતી. ભારતની હિન્દુ પ્રજામાંથી ઘણાએ ધર્માંતરણ કર્યું, ઉપરાંત ગુલામી અને જુલમો સહન કર્યા ત્યારે, આપણે ઈતિહાસમાં બોધપાઠ લઈ બળવાન – હિંમતવાન અને નિર્ભય ક્યારે બનીશું?
 



મહાન અકબર? (Akbar the great?)

અકબરના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની છણાવટ બીજી દ્રષ્ટિએ જોઈએ.
  • મહાન: “અકબર શ્રેષ્ઠ” આમ અકબરનો અર્થ જ શ્રેષ્ઠ હોય તો “અકબર The great” કહેવું યોગ્ય નથી. 
  • વારસો: અકબરના પિતૃપક્ષે સાતમી પેઢી એ તૈમુરલંગ અને માતૃપક્ષે ચંગેઝ ખાનના વરસ હતા. સ્વાભાવિક છે અતિક્રૂર, રાક્ષસીપ્રકૃતિના અને વ્યભિચારીના વારસો તેવા જ હોય. અકબરને દારૂ પીવાની અને અફીણ ખાવાની કુટેવો પણ હતી. દારૂ–તાડી અને અફીણનો વ્યસની અકબર મુલાકાત આવનાર સાથે વાતચીત દરમ્યાન ઊંઘી જતો હતો. 
  • અભણ: અકબર અભણ હતો. તેને વાંચતાં – લખતાં આવડતું નહીં, પણ વિદ્વાન હોવાના ડોળ કરતો હતો. 
  • વ્યભિચારી: અકબર વ્યભિચારી હતો તેના હરમમાં 5000 થી વધારે સ્ત્રીઓ હતી. ઉમરાવ અને દરબારીઓની પત્નિઓનું કહેવાતું સન્માન કામુક્વૃતિના ભાગરૂપે હતું. બહેરામખાંની પત્નીને ભોગવવા, બહેરામખાં જેવા વડીલ માર્ગદર્શક નું ખૂન કરીને તેની પત્ની સાથે લગ્ન કર્યું હતું. માંડવખડકના શાસક બાજબહાદુરની પત્ની અને પરિવારની સ્ત્રીઓ મેળવવા કામુક અકબરે 27-04-1561 આક્રમણ કરી હરાવ્યો. રાજા ભગવનદાસના સંબંધી જયમાલને દૂર વિસ્તારની ફરજ સોંપી મારી નાખ્યો અને તેની વિધવા પત્નીનો કબ્જો કર્યો. આમ મહિલાઓ ઉપભોગનું સાધનમાત્ર હતી. ઇન્દ્રિય લોલુપ અકબર યુદ્ધમાં હારેલા રાજાને તેની સ્ત્રીઓ, પત્ની – દીકરી, કે બહેન ને પોતાને સોંપવા ફરજ પાડતો. અકબર પોતાના રાજ્યને જનનખાનું માનતો હતો. આક્રમણ પછી હારેલા રાજાની પત્ની અને બીજી સારી દેખાતી સ્ત્રીઓથી પોતાનું જનનખાનું ભરી દેતો. સંધિ દ્વારા કે બળજબરીથી સ્ત્રીઓને પોતાને આધીન કરતો. જયપુરના રાજા ભારમેલના ત્રણ ભત્રીજાઓને રાજકુમારી આપવાની શરતે છોડ્યા હતા. 
  • ક્રૂરતા: શત્રુ ઉપર ક્રૂરતા પૂર્વક નિર્દયી રીતે પ્રહાર કરનાર 1565 ગ્વાલિયરમાં કાકા કામરાનના પુત્રને અકબરે જાતે મારી નાખ્યો. 1556માં 14 વર્ષના અકબરેપાણીપતના યુદ્ધ પછી અર્ધબેભાન હેમુનું ગર્દન પર તલવારથી ખૂન કર્યું ત્યાર પછી તેના વૃદ્ધપિતા અને કુટુંબીઓની હત્યા કરી ખોપરીનો સ્તંભ બનાવ્યો. મોહમ્મદ મીરક જેવા અંગત માણસને પાંચ દિવસ ભયંકર ત્રાસ આપીને માર્યો. ચિતોરગઢ વિજય બાદ કીલ્લામાં રહેલા લશ્કર અને પ્રજાજનોને નિર્દયી અને ક્રૂર રીતે માર્યા. કત્લેઆમના આદેશને કારણે 30,000 લોકો મરી ગયા. 1572માં  અમદાવાદનાં શાસક મુઝફરશાહને હરાવ્યા બાદ હાથીના પગતળે ચકદિને મરાવ્યા. વિરોધ કરનાર અકબરનો સગો મસુદહુસેન મિર્ઝાની આંખો સોયથી સિવિ દીધી. અમદાવાદ યુદ્ધના 2000 વિદ્રોહીઓને મારીને તેમની ખોપરીનો સ્તૂપ બનાવ્યો. હાથ કાપવાની સજા અને કોરડા મારવાની સજા અવારનવાર કરતો. મૃત્યુદંડ સુળીએ લટકાવીને હાથીના પગતળે દબાવીને કે ગર્દન તલવારથી કાપીનેક્રુરતથી આપતો. 
  • મૂર્તિભંજક: ચિત્તોડમાં એકલિંગજી (રાજપુતોના પિતૃદેવ) મહાદેવની મુર્તિ તોડી અને ત્યાં કુરાન વાંચવાનું આસન બાનવ્યું.
  • ધાર્મિકતાનો દંભ: અકબર પોતાને સર્વોચ્ચ લૌકિક તથા આધ્યાત્મિક સત્તામાનતો હતો. તેથી બીજા કોઈ તરફ સન્માન કે પૂજ્યભાવ બતાવવાનો વિરોધી હતો. “દિને – ઈલાહી” ધર્મની સ્થાપના પોતાની સત્તા બીજા ધર્મો પર અને લોકો પર પ્રદર્શિત કરવાની એકમાત્ર ચાલ હતી. અકબર પોતાને જ અલ્લાહ – ભગવાન માનતો. તેથી ‘અલ્લા–હો–અકબર’ = ઈશ્વર શક્તિમાન છે – બોલવાની મનાઈ ફરમાવી હતી. આવા મિથ્યાભિમાની અને નિરંકુશ અકબર દ્વારા સ્થાપેલાં “દિને – ઈલાહી” બધી રીતે નિષ્ફળ રહ્યો અને પોતાને ભગવાન બનાવવાની યોજના હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ નીવડી.
  • દુકાળ: 1555-56માં દિલ્હી ખાતે અને 1573-74માં ગુજરાત ખાતે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યાર પછી રોગચાળો ફેલાયો હતો. માણસો, માણસોને મારીને ખાતા હતા. લોકો પ્રદેશ છોડીને બીજે ભાગતા હતા. અકબર દુકાળમાં મદદરૂપ થયો ન હતો. 
  • ગુલામ: રુસી, અંગ્રેજ સહિત વિભિન્ન રાષ્ટ્રના અસંખ્ય લોકોને પોતાના ગુલામ તરીકે રાખતો હતો.
  • સર્વનાશ: અકબરે પ્રયાગ (અલહાબાદ) અને કાશી (બનારસ) ખાતે આખા શહેરોનો નાશ કરાવ્યો હતો અને એકદમ ઉજ્જડ બનાવ્યા હતા. 
  • વિદ્રોહ: અકબરના વિચિત્ર સ્વભાવથી ત્રાસેલા તેના સગાઓએ જેવા કે, બૈરામખાં, ખાનજમન, આસફ્ખાં (નાણાં મંત્રી), શાહ મન્સૂર તથા મિર્ઝા, ઘૃણા પૂર્વક અકબર વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. 

આમ, અકબર સૌથી વધુ તિરસ્કારને લાયક વ્યક્તિ હતો. અકબર મહાન તો કઈ રીતે ન હતો ફકત નિંદનીય, ક્રૂર, પાપી હતો. 

અનુસંધાન: Some Blunders of Indian Historical Research by P N Oak (2010)
અનુવાદ: ‘ભારતીય ઈતિહાસની ભયંકર ભૂલો’ લે. પુરુષોત્તમ નાગેશ ઓક

અકબર વિષયક ઈતિહાસના બે પુસ્તકો વાંચી લખેલા બે લેખો આપની વિચારશીલતા અને સત્ય સમજવાની શક્તિ ઝંઝોળવા માટે છે. કારણ કે ઈતિહાસના અભ્યાસીએ પોતાની વિવેકબુદ્ધિ તીક્ષ્ણ રાખવું ફરજિયાત છે. ઈતિહાસલેખકો તદ્દન જુટ્ઠી માહિતીથી કોઈને મહાન–કે– કોઈને નાલાયક ચીતરી શકે છે. 75 વર્ષની આસપાસ ઉમરના વ્યક્તિઓએ પોતે ભારતની આઝાદી, 1962 ચીનનું યુદ્ધ, 1965 પાકિસ્તાન યુદ્ધ,1971 બાંગ્લાદેશ વિજય, 1975 કટોકટી, 1985 દિલ્હી શીખ હત્યાઓ, 1992 બાબરી મસ્જિદ, અને 2002 ગોધરા ટ્રેન કાંડ, આ ઈતિહાસ જોયો છે તેઓ ઈતિહાસના સાક્ષી છે ત્યારે આ બાબતે ઈતિહાસના પુસ્તકોમાં જૂઠાણું અને અર્ધ સત્ય વાંચવા છતાં તેઓ મૌન રહે છે અને તેથી વિકૃત ઈતિહાસ સ્થાપિત થઈ રહે છે. 

સમાજનો મોટોભાગ ‘બહુક્ષૃત’ સાંભળનાર બનીને અટકી ગયો છે. અધોગતિને પંથે લઈ જઈ સર્વનાશ કરનાર બળોનો વિરોધ કરતો નથી. અધ્યયનશીલ બની સક્રિય રચનાત્મક પુરૂષાર્થની અપેક્ષા તદ્દન અસ્થાને છે. ત્યારે ઈતિહાસ વિવેચન કે ઈતિહાસ લેખન તો બહુ દૂર ની વાત છે. 


સત્ય સક્રિયતા માંગે છે. 
નહીં તો અકબર મહાન જ છે.


ડો. ભરત દેસાઈ
બીલીમોરા

ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો. 

બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં!

પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ.


આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય

પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવાસ કાર્યક્રમ સેટ કરી આપ્યો. સેટેલાઈટ ફોન, આર.ડી.એક્સ., પિસ્તોલ, હેન્ડગ્રેનેડ સહિત જરૂરી સામગ્રી આપી. લશ્કર-એ-તોયબાના ઝકી-ઉર-રહેમાન લકવી મુંબઈ ઓપરેશનનો વડો અને માસ્ટર માઈન્ડ હતો. કરાંચીના અજીજાબાદથી નીકળી “અલહુસેની” બોટમાં આવી કુબેર બોટ દ્વારા મુંબઈ આવ્યા. કુબેરના કપ્તાન અમરસિંહ સોલંકીને મુંબઈ પહોંચતા ઠાર માર્યો. હવા ભરીને બનતી બોટ-ડિંગીને ફુલાવીને સર્વ સામગ્રી મૂકી બધવાર પાર્ક, મુંબઈ ઉતર્યા. બે-બે જણાની ટુકડી બનાવી પોતપોતાના નક્કી કરેલા સ્થળ તરફ પહોંચવા નીકળ્યા.

સૌ પ્રથમ લીઓ પોલ્ડ કેફે અને બાર એકે-૪૭ દ્વારા રાત્રે ૦૯:૪૦ કલાકે ફાયરિંગ કરી બે આતંકવાદી હાફિઝ અર્શદ અને નાસેર નવ જણાને મારી નાંખે છે. ભીડ અને ચીસાચીસનો લાભ લઈ શાંતિથી હોટેલ તાજ પહોંચે છે. ઈ.સ. ૧૯૦૩ માં બનેલ ઐતિહાસિક હોટેલ તાજમાં ૨૯૦ રૂમ અને નવા તાજ ટાવર માં ૨૭૫ રૂમ છે. શોએબ અને જાવેદ રાત્રે ૦૯:૫૦ કલાકે દાખલ થઈ એકે-૪૭ માંથી બ્રશ ફાઈરિંગ કરી વીસને મૃત્યુનો ભોગ બનાવે છે. ચારે આતંકવાદી છઠ્ઠા માળે પહોંચે છે – રસ્તામાં આડે આવે તેનો જીવ લેવાનું ચાલુ જ છે. હેન્ડગ્રેનેડ ફેંકે છે અને ચાર કલાકમાં ફૂટે તેવો આર.ડી.એક્સ બોમ્બ તાજમાં મૂકે છે. આ ઉપરાંત આગ પણ લગાવી છે, જેમાં ચાર જણા હોમાય જાય છે. વાતાવરણ અત્યંત ભયંકર બન્યું છે. ૮૭૭ રૂમ બે વિંગ ધરાવતી હોટેલ ઓબેરોય – ટ્રાઈડન્ટમાં અબ્દુલ રહેમાન છોટા અને ફઈદુલ્લાહ નામના બે આતંકવાદી પ્રવેશી એકાએક એકે-૪૭ થી બ્રશ ફાયરિંગ કરે છે. અનેકોને કેદી બનાવી ૧૬ અને ૧૮ માં માળ કબ્જે કરે છે. જતાં જતાં છ જણાને મારે છે અને બે હેન્ડગ્રેનેડ ફેંકતા જાય છે. ઈસ્માઈલ ખાન અને મોહમ્મદ અજમલ કસાબ નામના આતંકવાદી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પહોંચી હોલમાં એક ગ્રેનેડ ફેંકે છે અને એકે ૪૭ અંધાધૂંધ ફેરવે છે. ઝેન્ડે-ધી-ગ્રેટ : મધ્ય રેલવેના ઉદ્દ્ઘોષક વિષ્ણુ ઝેન્ડે આ ઘટના જોઈ રહ્યા છે. તેમણે “કૃપા કરીને પ્લેટફોર્મ ક્રમાંક એકના પાછળના દરવાજેથી નીકળો, કોઈપણ હોલની દિશામાં જશો નહીં – અથવા લોકલમાંથી બહાર નિકળશો નહીં – હો ત્યાં બેસી રહો” એવી જાહેરાત વારંવાર કરીને ઘણા જીવ બચાવ્યા. તો પોલીસદળના ૧૧ હવલદાર–સિપાહી હાથમાં શસ્ત્રો હોવા છતાં નાસી ગયા અને તેમને સાથીદારોએ જતાં જોયા ત્યારે ત્રણ પોલીસો અંબારામ પવાર, મુકેશ જાદવ અને મુરલીધર ચૌધરી શહીદ થાય છે.

યહૂદી લોકોનું ધાર્મિક સંગઠન દ્વારા પાંચ માળની ઈમારત “છબડ લિબ્રેશન મુવમેંટ અને હેસડિક જ્યુઝ” છાબડ હાઉસમાં જ્યુ પરિવારો આવતા જતાં રહે છે – તે નરીમાન હાઉસ ખાતે બાબર ઈમરાન અને નજીર નામના આતંકવાદી આવે છે – ગોળીબારમાં ૧૧ લોકોને મારી નરીમાન હાઉસ પર પોતાનો કબ્જો કરે છે. બે ટેક્સીમાં મુંબઈ સેન્ટ્રલ પહોંચેલા આતંકવાદી બંને ટેક્ષીમાં આર.ડી.એક્સ ની આઠ કિલોની એક એક થેલી ઊતરતી વખતે મૂકી રાખે છે – જેથી ૧૦:૩૭ વાગ્યે રાત્રે મઝગાંવ બીપીટી કોલોની પાસે અને બીજી ટેક્ષીમાં ૧૦:૪૫ રાત્રે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે ઉપર બોમ્બ વિસ્ફોટ થાય છે. બે આતંકવાદીઓ કામા હોસ્પિટલના છઠ્ઠા માળે પહોંચે છે. કરકરે, કામટે, સાળસકર, અને મોહિતે એસટીએસ, એસઆરપી, પોલીસ અને મોબાઈલ વાન સાથે પહોંચે છે. કામા હોસ્પિટલ ઓપરેશનમાં પોલીસ સિપાહી યોગેશ પાટિલ, પોલીસ ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને ખાંડેકર શહીદ થયા. ઈસ્માઈલ અને કસાબ કામા હોસ્પિટલથી આઝાદ મેદાનના રસ્તે રંગભવનની ગલીમાં હોય છે ત્યાં એક ક્વોલિસમાં સાળસ્કર ડ્રાઈવિંગ સીટ ઉપર, નજીક કામટે, વચ્ચે કરકરે અને પાછળ ચાર બેસીને રંગભવનની ગલીમાં આ બને આતંકવાદીને ભેટે છે – કામટેની ગોળીથી કસાબ ઘાયલ થાય છે, પણ ઈસ્માઈલના બ્રશ ફાયરથી ઉપરના સાતે શહીદ થાય છે. કામટે – કરકરે – સાળસ્કર અને ચાર સિપાઈઓ મૃત્યુ પામે છે. ગીરગાંવ ચોપાટી નજીક નરીમાન પોઈન્ટથી ગીરગાંવ જંકસન વચ્ચે પોલીસ અને આતંકવાદી વચ્ચેની ઝડપમાં બહાદુર સહાયક પોલીસ જમાદાર ફક્ત હાથમાં લાકડી હોવાછતાં કસાબને દબોચે છે. તેના એકે ૪૭ના ગોળીબાર છતાં કસાબના શરીર ઉપર ચોંટીને પકડે છે અને કસાબને પકડતાં તુકારામ શહીદ થાય છે.

આમ લગભગ ત્રણ દિવસ ના આતંકવાદી હુમલામાં ૧૭૫ વ્યક્તિઓ મરણ પામ્યા – તેઓ ભારતીય ૧૨૨ + વિદેશી ૨૬ + ભારતીય પોલીસ – આર્મી – એસઆરપી – આરપીએફ – ૧૮ અને આતંકવાદી – ૯ છે. ૨૩૨ વ્યક્તિઓ ઘાયલ થયા.

કોનો વાંક?
રાજકારણી, પોલીસ અને આમ જનતા - ત્રણેનો વાંક છે.
રાજકારણી:

કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલ, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી આર.આર.પાટિલે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ અનુક્રમે પી.ચિદમ્બરમ, અશોક ચૌહાણ અને છગન ભુજબળે લીધી.

પોલીસ:

હેમંત કરકરે (એટીએસ વડ), અશોક કામટે (વધારાના પોલીસ આયુક્ત), વિજય સાળસ્કર (પોલીસ ઈન્સ્પેકટર), સંદીપ ઉન્નિકૃષ્ણન (એસ.એસ.જી મેજર), તુકારામ આંબલે (ફોજદાર), પ્રકાશ મોરે, બાપુ ધરગુડે, શશાંક શિંદે (પોલીસ ઈન્સ્પેકટર), બાળાસાહેબ ભોંસલે સહાયક પોલીસ સબ.ઈન્સ્પેકટર, સહિત 18 કર્મચારીઓ શાહિદ થયા.

નાગરિકો:

૧૪૮ નાગરિકોએ વિનાકારણ મરણને શરણ થવું પડ્યું. મિલકતનું નુકશાન અને બીજી બધી તકલીફો નો હિસાબ હતાશા લાવવા પૂરતો છે. આથી અતુલ કુલકર્ણી કહે છે – વાતને વચ્ચેથી છોડી દેવા જેવું નથી – કાયમી ફેંસલો – ઉપાય કરવો જરૂરી છે.

પૂર્વ માહિતી ની ગંભીરતા કોઈએ ગણકારી નહીં.
  • ૨૬-૦૯-૨૦૦૮ ના રોજ પોલીસને સમુદ્ર માર્ગે આતંકવાદી આવીને મુંબઈ તાજ – ઓબેરાય ખાતે સંહાર કરશે. એ માહિતી મળી હતી. 
  • ૨૯-૦૯-૨૦૦૮ ના રોજ હોટેલ તાજના સિક્યુરિટી કાયરેક્ટર-સિક્યુરિટી વ્યવસ્થાપક-વહીવટકર્તા સાથે હોટલ તાજમાં પોલીસ અધિકારીએ સવિસ્તર બેઠક યોજી હતી. ત્યારપછી ૨૬ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
  • ૦૯-૦૮-૨૦૦૮ ના રોજ હોટેલ ઓબેરોય-ટ્રાઈડન્ટ ને પોલીસે ૧૦ મુદ્દાનો લેખિત પત્ર આપ્યો હતો. આમ છતાં, ગંભીર બાબતનો અમલ કરવાની કાળજી પોલીસ વિભાગે અને બંને હોટલ મેનેજમેન્ટે ન લીધી તે કોનો વાંક? 
આતંકવાદી ઈલેક્ટ્રોનિક મિડયા

પોલીસ અને એસજી કમાન્ડોએ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અને તેમાંય જીવંત પ્રસારણ અટકાવવા કહ્યું હતું – આવી યુધ્ધ જેવી કટોકટીમાં મીડિયાએ અનુસાસન ન પાળ્યું. દાખલા તરીકે એનએસજી કમાન્ડો આવી ગયાના સમાચાર મળવાથી આતંકવાદીઓએ બાનમાં રાખેલાઓને એક હરોળમાં ઊભા રાખીને મારી નાખ્યાં. આ માહિતી ચેનલવાળાએ જો પ્રસારિત ન કરી હોત તો – અંદરના લોકોના જીવ બચી ગયા હોત. તાજ હોટેલમાં અગ્નિશામક દળે ત્વરાથી સીડી ગોઠવી વિગેરે માહિતી મળતા આતંકવાદીઓએ આગ લગાવી. આતંકવાદી ટીવી જોઈને નિર્ણય લેતા હોવાનું જણાવતા તાજના કર્મચારીને ઝૂડી નાંખવાની ઘ્રૂષ્ટતા પણ આ મીડિયાએ બતાવી. લાઈવ ટેલિકાસ્ટ ન કરવાની સૂચના અવગણતા મીડિયાને શું સજા કરાય? 

નેવી – કોસ્ટગાર્ડ

મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સચિવ, પોલીસ મહાસંચાલક દ્વારા તાજ હોટેલમાં મિટિંગ રાખી ઘટનાના બે મહિના પહેલાં નેવી અને કોસ્ટગાર્ડ ને ચોક્કસ લોકેશન સમજવીને યોગ્ય પેટ્રોલીંગ ની સૂચના અપાઈ હતી – નેવી અને કોસ્ટગાર્ડ કેમ ગેરકાળજી બતાવી ? તેનો વાંક તો ખરોજ ને!

અને છેલ્લે, ગુનાખોરીની દુનિયા અને રાજકારણ નો પ્રેમસંબંધ તોડવો જ પડશે. પોલીસદળ ની જૂથબંધી – તડાને નાબૂદ કરવા પડશે. પ્રોટોકોલ – પરીક્ષણ અને શિસ્તનો અભાવ કોપન ક્ષેત્રે – રાજકારણી કે પોલીસ – કોઈ પણ રીતે દૂર કરવા જ રહ્યા. આ દેશભક્તિનું કામ અને રાજધર્મની ફરજ આપણે દરેકે સક્રિયતાપૂર્વક બજાવ્યા વગર બીજો કોઈ આરો નથી – મત આપીને પાંચ વરસ સૂઈ જવાનો જમાનો ગયો. કઈ કરવું જ પડશે. નહીં તો કોનો વાંક ? આપણોજ – કોઈ શંકા ?

૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ

જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારતથી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાનની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમોને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.  


૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા.

મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું.

૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પર “મુસ્લિમો સામૂહિક હત્યા કરી અમને મારી નાંખશે” માટે અમને પંડિતોને મરી જતાં બચાવવા “લશ્કર તાત્કાલિક મૂકો અથવા કાશ્મીર સલામત છોડવાની વ્યવસ્થા કરવા” કરગરતા ફોન આવ્યા.

સમાચારપત્રો ‘અફતાબ’ અને ‘અલ-સફા’ એ મોટા અક્ષરે જાહેરનામું છાપી કાશ્મીરી પંડિતોને ૪૮ કલાકમાં કાશ્મીર છોડવા અથવા મરવા તૈયાર રહેવા જણાવતી ધમકી છાપી.

પંડિતોની યાદી બનાવી દરેકને ધમકીપત્રો મોકલ્યા. તેમના ઘરની દીવાલો ઉપર ધમકીવાળા સંદેશો લખ્યા - પોસ્ટરો ચોંટાડ્યા. દરેક જગ્યાએ ધમકીભર્યા લખાણો દીવાલો ઉપર ચોંટાડ્યા. ઘર – ઓફિસ – દુકાન અને જાહેર મકાનો બધાને લીલો રંગ લગાવી ઈસ્લામીકરણ દર્શાવ્યું – સાબિત કર્યું.

આ બધા ઉધામાઓથી ગભરાઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ અથવા દિલ્હી બસ, ટેક્ષી કે ટ્રક માં જવાનું ચાલુ કર્યું. લગભગ ૩.૫ થી ૬ લાખ પંડિતો જમ્મુ તરફ અથવા દિલ્હી તરફ ભાગ્યા – શરણાગત કેમ્પ (Refugee Camp) નો આશરો લીધો.

તકલીફ – દુખો સહન કરીને તંબુમાં રાહત સામગ્રીને ભરોસે જીવવા પંડિતો મજબૂર થયા – સગવડ – સાહયબી અને સમૃદ્ધ જિંદગી છોડીને “ક્યારેક પાછા ફરીશું” એવી આશા સાથે આવેલા આજે ૩૧ વર્ષે પણ પરત ન થઈ શક્યા! દયનીય અને કંગાળ જીવન જીવતાં ઘરડા લોકો આકરી ગરમી – લૂ લાગવાથી, સાપ કે વીંછી કરડવાથી કે બીજી માંદગીથી મરણ પામ્યા. ગંદકી ને કારણે બાળકોને ચેપી રોગો – ખૂજલી થયા – બાકીનાને તણાવને લીધે ડાયાબિટિશ, હ્રદયરોગ કે હતાશા જેવા માનસિક રોગો થયા.
૨૧-૦૧-૧૯૯૦ ના રોજ પહેલો મોટો હત્યાકાંડ કર્યો ત્યાર પછી થી રોજ ખુનામરકી દ્વારા ૧૩૯૧ પંડિતોને માર્યા – અસંખ્ય સ્ત્રીઓને બળાત્કાર ગુજારીને – વેચી દીધી – ઘરોમાં લૂંટફાટ ચલાવી. ૩૨૦૦૦ ઘરો બાળ્યા.
પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર પંડિતો માટે નર્ક બન્યું. જીવ બચાવવા ઘણા પંડિતોએ ધર્માંતરણ સ્વીકારી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો.

૧૯૯૦ વર્ષ દરમ્યાન હત્યાઓનું વર્ણન
  • ૧૪-૦૯-૧૯૮૯: હબ્બાક્દલ ખાતે રાજકીય કાર્યકર પંડિત ટીકાલાલ ટપલુને હથિયારધારી ટોળાએ ગોળી મારી હત્યા કરી
  • ૦૪-૧૧-૧૯૮૯: હાઈકોર્ટના ન્યાયાધીશ નીલકંઠ ગંજુનું હાઈકોર્ટમાં શ્રીનગર ખાતે ખૂન કર્યું
  • ૦૯-૧૨-૧૯૮૯: રાષ્ટ્રના ગૃહમંત્રી બનેલા મુફ્તી મહમદ સઈદની પુત્રી ડો. રૂબૈયાનું અપહરણ કરી – તેની મુક્તિના બદલામાં પાંચ ખતરનાક આતંકવાદી છોડાવ્યા
  • ૨૫-૦૧-૧૯૯૦: રાવળપિંડી ખાતે એરફોર્સ (IAF) ના ચાર લોકો બસની રાહ જોતાં હતા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ૪૦ રાઉન્ડ ગોળીથી માર્યા–બીજા ૧૦ ઘાયલ થયા
  • ૨૯-૦૪-૧૯૯૦: કાશ્મીરી વિદ્ધવાન કવિ સર્વાનંદ કૌલ (પ્રેમી) ને ઘરનો બધો જ સામાન લૂંટયા પછી પુત્ર સાથે પિતા-પુત્રને શરીરમાં ખીલા ઠોકી, બળતી સિગારેટના દામ આપીને ઝાડ ઉપર લટકાવ્યા પછી ગોળી મારીને મારી નાખ્યાં
  • ૦૨-૦૨-૧૯૯૦: હિન્દુ સામાજિક કાર્યકર સતીસ ટીકુની હત્યા
  • ૧૩-૦૨-૧૯૯૦: દૂરદર્શનના સ્ટેશન ડાયરેક્ટર લસ્સા કૌલ ની હત્યા
  • ૨૭-૦૨-૧૯૯૦: નવીન સપરૂ (૩૭) ની હત્યા
  • ૦૪-૦૬-૧૯૯૦: બંદીપોર ખાતે ૨૮ વર્ષની શિક્ષિકા ગિરિજા ટીકુને ચાર પુરૂષોએ કારમાં બળાત્કાર કરી આતંકવાદીઓએ લાકડા કાપવાની કરવતના ઈલેક્ટ્રિક મશીનથી પેટ આગળથી બે ટુકડા કરી હત્યા કરી
  • જૂન ૧૯૯૦: અશ્વિનીકુમાર નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ગોળી મારતા ઈજા પામ્યા – હોસ્પીટલમાં ડોકટરોએ પંડિત હોવાથી સારવારની ના પડતાં મૃત્યુ થયું
  • સપ્ટે ૨૦૧૨: બ્રિજલાલ કૌલ અને એના પત્નીને જીપ પાછળ બાંધી ત્રણ કિલોમીટર ઢસડયા પછી બન્નેની ગોળીથી હત્યા કરી
કાશ્મીરી પંડિતો 

૫૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાશ્મીરી પંડિતો વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને છે. તેઓ મુખ્યત્વે ધાર્મિક ગુરુ (Priest), જ્યોતિષ (Astrologer), કે કારકુન (Clerk) તરીકે કાર્ય કરતાં હતા. તે સિવાય સમૃદ્ધ લોકો ગણાતા મોટા ભાગના લોકો ખેતી કરતાં હતા. તેઓ મુખ્યત્વે શિવરાત્રીનો તહેવાર અને કાશ્મીરી નવું વર્ષ (Navreh) ની ઉજવણી ધૂમધામથી કરતાં. તેમના ધાર્મિક સ્થળોમાં હરમુખ અને ગંદરબલ જિલ્લાના તુલ્લામુલ્લા ગામે આવેલ ખીર ભવાની માતાનું મંદિર ગણાય છે.

પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમને માટે મુસ્લિમો દ્વારા નર્ક બનાવાની ૧૯૯૦ની છેલ્લી ઘટના ગણતાં સાથે સાતવાર બની. સૌપ્રથમ ચૌદમી સદીમાં ઈસ્લામ સુલ્તાન સિકંદર કાશ્મીર આવ્યો. ચુસ્ત ધર્માંધ વલણ અને એકેશ્વરવાદી માન્યતાને કારણે તેણે હિન્દુ પંડિતોની હત્યા, હિન્દુ ધર્મગ્રંથોનો નાશ, મુર્તિ અને મંદિરો તોડ્યા. ઉપરાંત હિન્દુ ધર્મ અનુસરવા પર પ્રતિબંધ લગાવ્યો (૧૪૨૦). આથી ક્યાં તો પંડિતોએ કાશ્મીર છોડ્યું કે ઈસ્લામમાં વટલાઈ ગયાં. ૧૬૫૮ માં ઔરંગઝેબ જેવા મુઘલોએ ખુલ્લી તલવાર સાથે પંડિતોને ઘેર્યા અને ધર્મપરિવર્તન ન સ્વીકારે તો તાત્કાલિક હત્યા કરાવી. ૧૮૧૯ માં બ્રિટિશરો પાસેથી ડોગરા વંશના રાજાઓએ કાશ્મીર-જમ્મુ અને લદ્દાખ ખરીધ્યા. તેઓ પંડિતો પ્રત્યે ઉદાર હતા પણ મુસ્લિમ પ્રજા પ્રત્યે ક્રૂરતા બતાવી. ૧૯૧૩ ના રમખાણમાં મુસ્લિમોએ આતંક ફેલાવી હિન્દુઓની કતલ કરી, છેલ્લે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા રઝાકારો-પઠાણો-કઝાક આક્રમણકારોને મોકલ્યા. તેઓએ પંડિતો અને હિન્દુઓને 'કાફિર' કહી કત્લેઆમ ચલાવી. આમ અવારનવાર સાત વખત પંડિતોને કાશ્મીર છોડવા અથવા ધર્માતરણ કરવા કે મરવાની ઘડીઓ આવી.

Our Moon Has Blood Clots (by Rahul Pandita, 2012) પુસ્તકનો જેલમ વહોરાએ 2019 માં “અમારું રક્તરંજિત વતન” નામથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. એ વાંચતાં, 14 વર્ષે 22 ઓરડાના બંગલામાંથી જમ્મુના શરણાગત કેમ્પમાં, કે પછી 17 વર્ષમાં 22 ઘર બદલીને રહેલા યુવાન પત્રકાર લેખક અને તેના જેવા 3.5 લાખ પંડિતોની વ્યથા અનુભવી. તે વખતના ગવર્નર જગમોહને My Frozen Turbulence in Kashmir પુસ્તકમાં પોતાની બધી વિગતોની વાત કરી. અહમદ અલી ફિયાઝે (પત્રકાર) વિડીયોમાં કાશ્મીરના ઈતિહાસની વિગતો કહી. આતુરતા કે જિજ્ઞાસા સંતોષવા Wikipedia ના ઘણા બધા લેખો વાંચ્યા (આ લેખ ના માહિતી સ્ત્રોત તરીકે સાભાર નોંધ) ત્યારે કઈંક વેદનાઓની અનુભૂતિ થઈ. 1341 લોકોની ક્રૂર અને કરુણ હત્યાકાંડની વિગતો અને પોતાના જ દેશમાં 31 વર્ષ થી શરણાર્થી બનેલા પંડિતો વિષયક માહિતી ભેગી કરતાં સાદા સવાલો થયા વગર ન રહે કે આપણે શું કર્યું? કઈં નહિ? ખરેખર આપણું રૂવાડુંય ફરક્યું નથી.

કાશ્મીરી પંડિતો પૂછે છે એવું શું બન્યું કે એમને કાઢવા પડ્યાં? શું મુસ્લિમોને એમના કાઢવાથી આઝાદી મળી? મીડિયા, ભારતના રાજકારણીઓ અને ભારતની આમ જનતા – ખાસ કરીને હિન્દુઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ, લાગવળગતા બધા જ – મૌન રહ્યા. સાદો વિરોધ પણ ન નોંધાવ્યો! મદદ કરવાની તો દૂર, સહાનુભૂતિ પણ ન દર્શાવી શક્યા. હંમેશા આંખ આડા કાન જ કર્યા. આમ કરોડો હિન્દુ પરિવારોએ પીડિત કાશ્મીરી પંડિતોને સાથ-સહકાર કે સહાનુભૂતિ ન આપ્યાં.

આવોજ વ્યવહાર આપણે કાયમ ભવિષ્યમાં કરતાં રહીશું – ત્રાસ કે દુખ માં પડેલને મદદ ન કરશું – તો આપણે ચોક્કસ રીતે ખરાબ અંત તરફ આગળ વધી રહ્યા છે. હવે અંગ્રેજો કે મોઘલોની જરૂર પણ આપણાં વિનાશ માટે નહિ પડે!
ઈતિહાસ એ ભારતીય સાહિત્યનું નબળું અંગ છે. કદાચ ભારતીય સાહિત્યમાં ક્યાંય ઈતિહાસનું અસ્તિત્વ જ નથી – તેથી જ કરૂણ રીતે ઈતિહાસ પુનરાવર્તતીત થાય છે.


ગોધરાકાંડ ૨૦૦૨

૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે.

મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવાબ રૂપે ખૂનામરકી કરી. 


 ગોધરાકાંડ – તા. ૨૭-૦૨-૨૦૦૨

પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી ‘જયશ્રી રામ’ નો જયઘોષ કરતાં હજારો કારસેવકો ૨૫-૦૨-૨૦૦૨ ના રોજ અમદાવાદથી આયોધ્યા રામનામના જપના યજ્ઞની પૂર્ણાહુતિ માટે ગયા હતા. તેઓ ૨૭-૦૨-૨૦૦૨ ના રોજ આયોધ્યાથી અમદાવાદ પરત આવતાં સવારે ગોધરા સ્ટેશને પહોંચ્યા હતા. ગોધરાથી ઉપડેલી સાબરમતી એક્ષપ્રેસ (૯૧૬૬ અપ) ગાડી સવારે આઠ વાગ્યે સિગ્નલ ફળિયા નામના વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગથી કે લાલ સિગ્નલને કારણે ગાડી રોકાઈ હતી. ટ્રેનના એસ-૬ માં કારસેવકો હોવાની ગોધરાના મુસ્લિમોને ખબર હોવાથી પૂર્વયોજિત ઘટનાસ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા મુસ્લિમ સ્ત્રી-પુરુષ અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો. હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચને આગ લગાડી.

બહાર હથિયાર બંધ ટોળું અને અંદર આગ ફાટી નીકળતાં મોત સામે લડતા બહુ ઓછાને બચવાની તક મળી તેઓ પણ ગંભીર રીતે ઘવાયા. બાકીના ૫૪ વ્યક્તિઓ વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યાં. તમામ મૃતદેહો કોલસો બની ગયા હોવાથી ઓળખી શકાય એમ નહોતા. લાશો એટલી બળેલી હતી કે ખસેડતી વખતે હાથ-પગ શરીરથી છૂટા પડી જતાં હતા. આમ મૃત્યુ પામેલાઓની લાશો કતારમાં હતી. મૃતદેહો માત્ર હાડકાં જ બની ગયા હતા. પોષ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોકટરોએ સ્થળ પર તપાસી લીધા હતા. તેમને અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા. પ્રમાણભાન ગુમાવેલ ટીવી ઉપર મૃતદેહો સતત બતાવવામાં આવ્યા હતા.  (માહિતી: એસ-૬ કોચમાંથી જીવતા બચેલા કારસેવકો કૌશિક પટેલ, ધર્મેન્દ્ર પટેલ, અને હર્ષદ પટેલ દ્વારા)

ત્યારે આ ઘટના પછી અમદાવાદ લાવેલ મૃતદેહો જોઈને કે પછી ટેલીવિઝન પર બળેલા મૃતદેહો બતાવતા જોઈને ઉશ્કેરાયેલ હિન્દુઓ પ્રત્યાઘાત આપે છે. તેની વિગતો જાણીએ.

અમદાવાદ – મેઘાણીનગર – ગુલબર્ગ સોસાયટી

બંગલા નં ૧૯. માં પૂર્વ સાંસદ અહેસાન જાફરી રહેતા હતા. સોસાયટીના ડરી ગયેલા મુસ્લિમો તેમના ઘરમાં છુપાયા હતા. બહારથી પથ્થરમારો કરતું ટોળું મારો-કાપોની બૂમો પાડતા દાખલ થતાં, જાફરીએ ટોળાને ભગાડવા ગોળીબાર કર્યો. જેમાં કેટલાકને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તેને કારણે વાત વણસી જતાં ટોળું ઘાતક હથિયારો અને જલદ પ્રવાહીના કેરબા સાથે સોસાયટીમાં દાખલ થયું.

અહેસાનને ઘરની બહાર કાઢી રસ્તા ઉપર સુવડાવી તલવાર વડે કાપી સળગાવી મૂક્યા. ત્યારબાદ ટોળાએ લગાવેલ આગથી સંખ્યાબંધ લાશો, સળગતા ઘરો અને કણસતા ઈજાગ્રસ્તો જ બચ્યા હતા. અનેક લોકોની કત્લેઆમ અને કરોડો રૂપિયાની મિલકતોને આગ ચાંપી દીધી હતી. (માહિતી: નાણાવટી પંચ સમક્ષ જુબાનીમાં શ્રીમતી જાફરીના શબ્દો)

નરોડા પાટિયા, અમદાવાદ

નરોડા પાટિયા વિસ્તારમાં ટ્રક ચાલકે અકસ્માતે યુવાનને અડફેટે લીધો હતો, તેથી વાત પ્રસરીકે મુસ્લિમે એક હિન્દુને કચડી માર્યો છે. હજારો નહીં પણ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા.
  • સત્તરમી સદીના મહાન કવિ-સૂફી સંત વલીની દરગાહ-શાહ મહોમ્મદ વલી ઉલ્લાહની દરગાહ-ઉખેડી ફેંકી દીધી. 
  • અંડરપાસ નજીકની હોટલ મોટીમનોરને આગ ચાંપી. 
  • નૂરાની મસ્જિદ નજીક બ્રેડ-બિસ્કિટ વેચતા નઈમ શેખ પરિવારના વૃધ્ધ માતા-પિતા, પત્ની-બાળકો, બહેન-બનેવી અને તેના બાળકો સહિત સૌને પેટ્રોલ છાંટી-સળગતા કાકડાથી સળગાવ્યા. 
  • બેબી બાનુના પતિને તલવારથી કાપી નાખ્યો, દેરાણીને કપડાં ફાડી જાહેરમાં બળાત્કાર ગુજાર્યો અને નાના મોટા આઠ જણની હત્યા કરી. 
  • ગંગોત્રી સોસાયટીની આજુબાજુ સંખ્યાબંધ મૃતદેહો હતા. નરોડા પાટિયા વિસ્તારમાં સો કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતા. 
ગોમતીપુર વણકરવાસ, અમદાવાદ - દેવાણંદ સોલંકી

ગોમતીપુર્માં દલિતો અને મુસ્લિમો એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હતાં. અચાનક મુસ્લિમોનું એક ટોળું દોડ્યું ત્યારે એકલો રહી ગયેલ દેવાણંદ સોલંકીને ટોળું ખેંચી ગયું. તે જ દિવસે તેની હત્યા કરી અઢાર ટુકડા કરી મોટા પ્રમાણમાં મીઠું નાંખી દાટી દીધો. આરોપીએ કરેલી કબુલાતને આધારે ખોદકામ કરતાં અઢાર ટુકડાઓ જમીનમાથી મળ્યા.

મુસ્લિમોના ટોળાં દ્વારા હત્યા 
  • ૧, મહેમદાવાદમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રામસિંહ 
  • ૨, ગોમતીપુર, અમદાવાદ કોન્સ્ટેબલ ચૌહાણ
ઉપરોક્ત બન્નેને મુસ્લિમ ટોળાંએ પેટ્રોલ છાંટી સળગાવ્યા.
  • ૩, ધંધૂકાના કોન્સ્ટેબલ ભાણું ભરવાડની હત્યા-ગોળી મારીને જુહાપુરા પોલીસચોકીની પાછળ
  • ૪, શાહપુર વિસ્તારમાં સ્કૂટર પર જતાં ગણપત પરમાર અને તેના પુત્ર નિતિનની તલવાર અને ગુપ્તી મારીને હત્યા
આમ, મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતાં એકલા હિન્દુને પકડી નિશાન બનાવ્યા.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું સરદારપુરા ગામ

હજારો માણસો ટ્રેક્ટરમાં બેસી શેખ મહોલ્લામાં પહોંચ્યા, પોતાને બચાવવા માટે મોટી સંખ્યામાં એક મકાનમાં છુપાયેલા મુસ્લિમોને મકાનની બારીમાંથી જ્વલનશીલ પ્રવાહી ફેંકી ત્યારપછી સળગતો કાકડો નાંખ્યો. મોટાભાગના લોકો સળગીને મર્યા.

પંચમહાલ જિલ્લાના રણધીપુર

ગર્ભવતી યાકુબ રસુલની પત્ની બિલ્કિસબાનું તેની ગર્ભવતી પિતરાઈ બહેન સિમન અને બીજા ૧૬ માણસો થઈ કુલ ૧૮ લોકો જીવ બચાવવા જંગલના રસ્તે ભાગતા હતા, ત્યારે છાપરવડ તરફથી પાંચસો લોકોનું ટોળું આવીને ચારે તરફથી ઘેરી લીધા. ત્રણ વર્ષની બાળકીને રહેંસી નાંખી. તમામ મહિલાઓના કપડાં ફાડી નાંખ્યા અને બધાને મારી નાંખ્યા. (માહિતી: માથામાં ફટકાથી મારવા છતાં બચી ગયેલી બિલ્કિસ્બાનું દ્વારા)

બેસ્ટ બેકરી, વડોદરા

વડોદરા પાણીગેટ વિસ્તારમાં ડભોઈ રોડ પાસે હનુમાન ટેકરી ખાતે બેસ્ટ બેકરી આવેલી છે. ઘાતક હથિયારો અને જ્વલનશીલ પ્રવાહી સાથે હિન્દુઓનું ટોળું ચીચયારી પાડતું આવ્યું ત્યારે બેકરીના લોકો ઉપરના માળે જતાં રહ્યાં આગની જવાળામાં ચાર બાળકો, ત્રણ સ્ત્રીઓ સહિત ૧૪ લોકો માર્યા ગયા. સંજોગોવસાત બેકરીના માલિક ની દીકરી ઝાહીરા શેખ અને તેની માતા બચી ગયા. ઝાહીરાએ ૨૧ આરોપીના નામ પોલીસને આપ્યા હતાં પરંતુ કોર્ટમાં પોલીસ સામેનું નિવેદન ફેરવી તોળ્યું હતું. પાછળથી કેસ મુંબઈ ખાતે ખસેડાયો હતો ત્યાં પણ ઝાહીરાએ જુબાની બદલી હોવાથી તેને એક વર્ષની કેદની સજા થઈ હતી.
‘આ ખોટું થયું.’
‘ક્યાં જ્ન્મ લેવો તે કોઈના હાથમાં હોતું નથી, ત્યારે કોણ કયા કુળમાં જન્મ્યો છે, ફક્ત તેના આધારે તેનો વિરોધ કરવો વાજબી નથી!’
અમદાવાદ માં ત્રણ મહિના ચાલેલા તોફાનમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી, ૬૮ વ્યક્તિઓને છૂરાબાજી થી મારી, જ્યારે ૯૭ વ્યક્તિઓ પોલીસ ગોળીબારમાં અને ૩૯ વ્યક્તિ ખાનગી ગોળીબારમાં મરી હતી. તેમાં ગુમ થયેલી ૩૯ વ્યક્તિઓ ને મૃત જાહેર કરતાં કુલ્લે ૪૨૫ મરણ થયા હતા. ૮૪૨૦ ટીયર ગેસ ના સેલ અને ૪૪૦૦ રાઉન્ડ ગોળીબારકર્યા હતા. દરમ્યાન ૧૯૭૭ હિન્દુ અને ૧૩૫૦ મુસ્લિમોને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. આશરે ૨૦૦૦ વ્યક્તિઓ મરી હતી જેમાંથી ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુ મરણ સરકારી દફતરે નોંધાયા હતા.

ઈતિહાસ પાઠ ભણાવે છે અનુભવ આપે છે અને લોકઘડતર કરી જનસામાન્યને રસ્તો બતાવે છે. પણ સરળ અહિંસક લાગતા લોકો એકબીજાના લોહીના તરસ્યા શા માટે બને છે? કદાચ રાજકારણી, પોલીસદળ, ઉશ્કેરણીજનક ઈલેક્ટ્રોનિક મીડિયા અને લોકોની હતાશા ભેગા થાય ત્યારે આવું બને છે. ભૂતકાળના અનુભવ કે વિદ્વતા સમજદાર બનાવતા નથી, ત્યારે લોક જાગૃતિ કરી સર્વધર્મસમભાવ કે કોમીએકતાના પાઠ કોણ શીખવશે? ઈતિહાસ સમજીને કોઈ નવો સીધો રસ્તો શોધીશું?

આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ.

પુસ્તકો
  1. મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩) 
  2. સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦) 
  3. સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮) 
  4. કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને 
  5. વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩) 

હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું.

કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બની શક્યું છે એટલું પ્રસ્તુત કરવાનું સાહસ મેં કર્યું છે. ધીરજપૂર્વક પહેલાં ખાલી ઝડપથી જોઈ જશો તોપણ વાંચવાની ઉત્કંઠા જાગશે જ એવી મને ખાત્રી છે.

ચાલો, ઈશ્વર એટલે શું?

ઈશ્વર - ભગવાન

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના વેદ દ્વારા આર્યાવર્તની ભવ્યતા સમજાવવા કરી છે. ચાર વેદો-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદના જ્ઞાનને સર્વ સંસારનો આધાર માન્યો છે. તેઓ કહે છે પ્રાણીઓ અને મનુષ્યોમાં ખાવું, પીવું, સૂવું, ઊઠવું જેવા જ્ઞાન કોઈના પણ શિખવ્યા વગર મળે છે તે સ્વાભાવિક છે. પરંતુ ભગવાને મનુષ્યને (અગ્નિ દ્વારા ઋગ્વેદ, વાયુ દ્વારા યજુર્વેદ, સૂર્ય દ્વારા સામવેદ અને અંગીરા દ્વારા અર્થવેદ પ્રગટાવી) વિદ્યા અને સુશિક્ષા આપી વિદ્વાન બનાવ્યો.

આ ઈશ્વર એટલે શું?
  • ઈશ્વર દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવવાળો અને વિદ્યાયુક્ત છે. 
  • ઈશ્વરમાં પૃથ્વી-સૂર્ય અને આકાશ સમાવિષ્ઠ છે. 
  • ઈશ્વર નથી જન્મ લેતો કે નથી મૃત્યુ પામતો. 
  • ઈશ્વર સર્વ શક્તિમાન, સર્વ અંતર્યામી અને જગતસ્વામી છે. 
  • ઈશ્વર વેદોનો પ્રકાશક, ન્યાયકારી, ન્યાયાધીશ, કર્મફળદાતા, નિરાકાર, દયાળુ અને સુખ સ્વરૂપ છે. 
  • ઈશ્વર સર્વ જગતની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનો અધિષ્ઠાતા છે. 
  • ખરાબ કર્મો કરવા સમયે ભય, શંકા, અને લજ્જા થાય છે. તેવી રીતે શુભ કર્મો કરતાં અભય, નિશાંકતા અને આનંદ ઉત્સાહ ઉત્પન થાય છે, તે પરમાત્મા દ્વારા થાય છે. 
ચાલો બીજી રીતે સમજીએ.
  • ઈશ્વર નિરાકાર છે. (અકાય – જેનો દેહ નથી) 
  • ઈશ્વર સર્વશક્તિમાન છે. (સૃષ્ટિની ઉત્પતિ-પ્રલય-નાશ કરવા સામર્થ્યવાન છે.) 
  • ઈશ્વર પાપની ક્ષમા નથી કરતો. ઈશ્વરનું કાર્ય સર્વ કર્મોનું યથાવત ફળ આપવાનું છે. અપરાધ અનુસાર દંડ આપવો તેનું નામ ન્યાય છે. અપરાધી લૂંટારાને છોડી દેવો, એ હજારો ધર્માત્માને દુ:ખ દેવા જેવુ છે. લૂંટારા પર દયા એ જ કે તેને જેલમાં રાખીને પાપ કરતો બચાવવો. 
ઈશ્વર અને જીવ
  • બન્ને ચૈતન્ય સ્વરૂપ છે. 
  • બન્ને અવિનાશી છે. 
  • બન્નેનો સ્વભાવ પવિત્ર છે. 
સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરવો વિગેરેથી સમસ્ત બ્રમાંડ ને નિયમમાં રાખવું સાથે જીવોને પાપ-પુણ્યનું ફળ આપવું ઈશ્વરનું ધર્મયુક્ત કાર્ય છે. સંતાનોત્પત્તિ અને તેમનું પાલન-પોષણ આદિ જગતના વ્યવહારો સાચવવા એ જીવનું કાર્ય છે.

ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના-કે ઉપાસના

હે ઈશ્વર, તું શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સનાતન છે, સ્વયં શિદ્ધ છે, એમાં ઈશ્વરના ગુણોનું વર્ણન હોવાથી સગુણ કહેવાય છે.

હે ઈશ્વર, તું શરીરરહિત છે, મૃત્યુરહિત છે, પાપરહિત છે, આકારરહિત છે આમ ઈશ્વરને ગુણ-કર્મ અને આકાર રહિત માનતા હોવાથી તેને નિર્ગુણ કહે છે.

ઉપાસનાનો પ્રારંભ પાંચ યમ અને પાંચ નિયમથી થાય છે.

પાંચ યમ
  1. અહિંસા-કોઈથી વેર ન રાખવું. સૌથી પ્રીતિ રાખવી. 
  2. સત્ય-સાચું બોલવું. મિથ્યા ભાષણ કરવું નહીં. 
  3. અસત્ય - ચોરી ન કરવી. 
  4. બ્રહ્મચર્ય-જીતેન્દ્રિય થવું. વિષયી ન થવું. 
  5. અપરિગ્રહ-વસ્તુઓ ન સ્વીકારવું. 
પાંચ નિયમ
  1. શૌચ-શરીર ને પવિત્ર બનાવવું. 
  2. સંતોષ
  3. તપ-આળસત્યાગી પુરુષાર્થ કરવું. 
  4. સ્વાધ્યાય-વેદ ભણવા-ભણાવવા 
  5. ઈશ્વર પ્રણિધાન-પોતાની જાતને ઈશ્વરી આજ્ઞા અનુસાર સમર્પિત કરવી. 
શ્રાદ્ધ અને તર્પણ

શ્રદ્ધાપૂર્વક સત્યનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધ. જે કર્મથી માતાપિતા અને પિતરો પ્રસન્ન થાય તે તર્પણ. જીવિત વિદ્યામાન માતાપિતા માટે જ શ્રાદ્ધ અને તર્પણ છે-તેઓ પ્રસન્ન થાય અને આનંદમાં રહે તેવી સેવા એટલે તર્પણ.

પૂજા અને મૂર્તિપૂજા

પાંચ ચેતન મૂર્તિઓની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ.
  1. માતા : દ્ર્શ્યમાન મુર્તિમા સાક્ષાત પૂજનીય દેવતા એટલે માતા. સંતાનોએ તન-મન-ધનથી સેવા કરીને માતાને પ્રસન્ન રાખવી જોઈએ. માતા સાથે ક્યારેય હિંસા-મારપીટ-ધાકધમકી નો વર્તાવ કરવો ન જોઈએ. તેને લેશમાત્ર દુ:ખ ન પડે તે જોઈ પ્રસન્ન રાખવું જોઈએ. 
  2. પિતા : સત્કર્મ દેવ-બીજો દેવતા પિતા છે. એટલે કે પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. 
  3. આચાર્ય : જેણે તમને વિદ્યા આદીનું શિક્ષણ આપીને યોગ્ય બનાવ્યા-તે પૂજનીય છે. 
  4. અતિથિ : આવવાની તિથી નિશ્ચિત ન હોય અને અચાનક આવી ચડે એવા ધર્માત્મા, પરોપકારી અને વિદ્વાન મહાત્માની યથાયોગ્ય સેવા કરવી. 
  5. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ એ બન્ને એકબીજા માટે દેવતા છે - પૂજનીય છે. 
આમ, આ પાંચેય સાક્ષાત મૂર્તિમાન દેવ છે. જેમના સંગથી મનુષ્ય દેહની ઉત્પતિ, પાલન, શિક્ષા અને સત્યોપદેશની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાની આ જ સીડીઓ છે. જે લોકો આ દેવતાઓની પૂજા અને સેવા છોડીને પત્થર વગેરેની મુર્તિ પૂજે છે, તેઓ અત્યંત પામર અને નરકગામી છે.

મૂર્તિપૂજા

પરમેશ્વર નિરાકાર-શરીર ધારણથી રહિત-સર્વવ્યાપક છે. તેથી તેની મુર્તિ બનાવવું શક્ય જ નથી. પરંતુ મૂર્તિપૂજાનું પાખંડ જૈનોએ શરૂ કર્યું. જૈનોએ નગ્ન ધ્યાનાવસ્થિત અને વીરક્ત મનુષ્ય જેવી મુર્તિ બનાવી, તો વૈષ્ણવોએ શૃંગારિત, સ્ત્રી સહિત ઊભી અને બેઠેલી મૂર્તિઓ બનાવી.

ભાવ વિભોર થઈને મૂર્તિપૂજા કરવાથી પરમાત્મા પ્રસન્ન થઈને ઇચ્છાપૂર્તિ કરતાં હોય તો-દુ:ખ કેમ પ્રાપ્ત થાય છે-જે વસ્તુ જેવી હોય તેવી જ માનવી તેનું નામ ભાવના છે-જેમકે અગ્નિમાં અગ્નિ અને પાણીમાં પાણી જાણવું એ ભાવના છે. જ્યારે પાણીમાં અગ્નિ અને અગ્નિમાં પાણી જાણવું એ અભાવના છે-અજ્ઞાન છે.

જો મંત્રો ભણીને આહવાન કરવાથી દેવતા આવી પહોંચતા હોય તો, મુર્તિ ચેતન કેમ નથી થઈ જતી. વિસર્જન કરવાથી દેવતા ચાલ્યા જતાં હોય તો, ક્યાં જાય છે. જો મંત્રના બળથી ભગવાન આવતા હોય તો, એ મંત્રથી મૃત પુત્રના શરીરમાં જીવાત્માનું વિસર્જન કરી મરી કેમ નથી શકતા ? હકીકતમાં, વેદોમાં મૂર્તિપૂજા કે પામેશ્વરના આવાહન-વિસર્જનની કોઈ વાત નથી.
  • મૂર્તિપૂજાને કારણે મંદિરો પાછળ કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. આથી ગરીબાઈ ઉત્પન્ન થાય છે. 
  • મંદિરોમાં ઠઠ્ઠા મશ્કરી ચાલવાથી વ્યભિચાર વધે છે. 
  • જડના સંગથી બુદ્ધિ પણ જડ બની જાય છે. 
  • ભક્તો ફક્ત મૂર્તિપૂજાને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન માની લઈ, પુરુષાર્થ રહિત થઈને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. 
  • પૂજારી પૂજા એટલે સત્કર્મ અને અરિ એટલે શત્રુ પૂજારી એટલે સત્કર્મના શત્રુ. 
  • પરમાત્માના નામે એક પત્થરની મૂર્તિની સ્થાપના કરવી એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે. 

આર્યસમાજના દસ નિયમો / આદેશો

(મહર્ષિ દયાનંદ સરસ્વતી)
  1. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે. તે સર્વેનું આદીમુલ પરમેશ્વર છે. 
  2. ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વોધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, અજર, અમર, અભય, સર્વોથામી, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તે એની જ ઉપાસના કરવી યોગ્ય છે. 
  3. વેદ : વેદ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા + સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યોનો પરમ ધર્મ છે. 
  4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા ઉદ્ધત રહેવું જોઈએ. 
  5. સર્વકાર્યો ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવું જોઈએ. 
  6. સંસારનો ઉપકાર કરવો (અર્થાત શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી) એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ છે. 
  7. સર્વ સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 
  8. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 
  9. પ્રત્યેકે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિન્તુ સર્વેની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી. 
  10. સર્વે મનુષ્યોએ સામાજિક હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઈએ-અને પોતપોતાના હિતકારી નિયમમાં જ સ્વતંત્ર રહેવું જોઈએ. 

આર્યાવર્ત


જગતનાં સર્વ દેશોમાં આર્યાવર્ત ઉત્તમ છે અને એ જ કારણથી સૃષ્ટિના આદિકાળથી આર્ય લોકો અહીં આવીને વસ્યા-આર્ય એટલે શ્રેષ્ઠ અને તે રહે છે તે દેશ આર્યાવર્ત-ભારત. આર્યાવર્તમાં બધી જ વિદ્યાઓ પ્રસાર પામેલી હતી. તે વિદ્યા પ્રથમ મિશ્રમાં ગઈ-ત્યાંથી યુનાન-પછી રોમ-છેલ્લે યુરોપ અને અમેરિકા ગઈ. Bible in India ના ફેંચ લેખક એમ લોનીસ જેકોલિયત કહે છે આર્યાવર્ત દેશ સર્વ વિદ્યા અને ભલાઈઓનો દેશ છે. આવા સર્વોત્કૃષ્ટ દેશના પતનનો પ્રારંભ મહાભારતના યુદ્ધ પછી થયો. જ્યારે ભાઈભાઈને મારવા ઊઠે ત્યારે નાશ થવામાં શી શંકા રહે ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સર્વદેશ શિરોમણી ભારત ઉત્તરોત્તર પતનની ગર્તમાં ગરક થતો ચાલ્યો. મહાભારતના ઘોર યુદ્ધમાં વિદ્વાનો, રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓ માર્યા ગયા. ત્યારથી વિદ્યા અને વેદોક્ત ધર્મ ના પ્રચારનો નાશ થતો ચાલ્યો. પંથો અને મતમાંતરો ઉત્તપન થવા લાગ્યા. બ્રાહ્મણ મૂર્ખ, ક્ષત્રિય વિષયી, વૈશ્ય લોભી અને શુદ્ર, ભ્રષ્ટાચારી થઈ ગયા. બાલવિવાહ, વૃદ્ધવિવાહ અને બહુવિવાહે ઘર કર્યું. મૂર્ખ, સ્વાર્થી, અને પાખંડીઓ ઇજારદાર બની બેઠા. બ્રહ્મચર્યનું સ્થાન વ્યભિચારે લીધું. લોકો મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા પશુઓને યજ્ઞમાં હોમ કરવાથી તે સ્વર્ગે જતાં હોય તો, પોતાના માતા-પિતા, સ્ત્રી અને પુત્રાદિને હોમિને સ્વર્ગમાં કેમ ન મોકલ્યા ?

રાજધર્મ રાજ્ય શાસન ચલાવવામાં છે, ત્યાગ, વૈરાગ્ય, કે અહિંસામાં નથી. 261 BC સાલમાં અશોક કલિંગની લડાઈમાં થયેલ વ્યાપક નરસંહારથી હતાશ થઈ શસ્ત્રો ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ભારતના પતનની આ ઘટના સીમાસ્તંભ સ્વરૂપ છે. રાષ્ટ્રધર્મ અહિંસા-ત્યાગ-વૈરાગ્યથી જળવાતો નથી. ભરતવર્ષ માટે કાયરતાના બીજ અહીં વવાયાં.

છેલ્લે, ગાંધીજી અહિંસા શીખવવા આવ્યા-તેથી આઝાદ ભારત ખુમારી વગરનું, નમાલું, ભાઈચારો-મિત્રતા અને શાંતિના ગુણગાન ગાઈને ગાફેલ દેશ બન્યો. 1962નું ચીન-ભારત યુદ્ધની હાર આ પાઠ ગાઈવગાડીને શીખવી ગયો.
રાષ્ટ્રની અસ્મિતા-ગૌરવ-શૌર્ય અને બહાદુરીથી જ આવે એવું આપણે જાણીને અમલમાં મૂકવું જ રહ્યું.

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા

જમ્મુ-કાશ્મીરનો અજાણ્યો ઈતિહાસ

આપણે સમાચાર તરીકે જમ્મુ-કાશ્મીરની વાતો રોજ સાંભળીએ છીએ, પણ વિગતવાર ઊંડાણપૂર્વકની માહિતીના અભાવે વાત ખાસ સમજાતી નથી. ચાલો, પહેલાં મૂળ વાતો બરાબર સમજીયે.

જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ
  • ૧૮૨૨: મહારાજા ગુલાબસિંહ જમ્મુની ગાદીએ બેઠા.
  • ૧૮૪૬: જમ્મુ અને કાશ્મીર બન્ને એક રાજ્ય બન્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાજા ગુલાબસિંહ વચ્ચે અમૃતસર સંધિ થઈ.
  • ૧૮૫૭: સ્વતંત્રતાની પહેલી લડાઈ… મહારાજા ગુલાબસિંહનું મરણ.
  • ૧૯૪૭: ભારત વિભાજન સાથે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં સ્વતંત્ર થયું.
  • રર-૧૦-૪૭: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને કબાલીયો વડે આક્રમણ કર્યું અને ૧/૩ ભાગ કબજે કર્યો.
  • ૨૬-૧૦-૪૭: મહારાજા હરિસિંહ ભારત જોડાણ પત્ર પર સહી કરી… જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ.
  • ૩9-૧૦-૪૭: શેખ અબ્દુલ્લા આપાત પશાસક નીમાયા.
  • ૧૭-૧૧-૪૭: પ્રજા પરિષદ પક્ષની સ્થાપના.

મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો.

મોરારજી દેસાઈનો સ્વભાવ

સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ.

ટૂંકો જીવન પરિચય
  • ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ
  • પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા
  • માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્કૂલ અને બાઈ આવાંબાઈ હાઈ સ્કૂલ, વલસાડ
  • ૧૫ વર્ષે  મેટ્રિક
  • કોલેજ વિલ્સન કોલેજ, મુંબઈ
  • ૧૫ વર્ષે પિતાનું અવસાન
  • નોકરી : ૧૯૧૮ થી ૧૯૩૦ નાયબ કલેક્ટરની નોકરી
  • મુંબઈ રાજ્યના ધારાસભ્ય, મંત્રી તથા મુખ્ય મંત્રી, ભારતના નાણાપ્રધાન, નાયબવડા પ્રધાન અને વડા પ્રધાન
  • ૧૦.૦૪.૧૯૯૫ મૃત્યુ સાબરમતી આશ્રમ અભયઘાટ
સ્વભાવ જાણવા માટે વ્યક્તિને દિનચર્ચા જાણવું અનિવાર્ય નથી શું?

દૈનિક કાર્યક્રમ  (જેલવાસ દરમ્યાન)
  • ૩.૦૦ કલાકે ઊઠવું, પ્રાર્થના પ્રાંત: ક્રિયાઓ સ્નાન
  • ૪:૧૫ કલાકે પુજા
  • ૫:૦૦ કલાકે પધાસન (૧ કલાક)
  • ૬:૦૦ કલાકે ચાલવું
  • ૭:૦૦ કલાકે દૂધ
  • ૯:૦૦ કલાકે કાંતણ વાંચન
  • ૧૦:૩૦ કલાકે સવારનું ભોજન, ગાયનું દૂધ, કેરી, સફરજન, ચીકુ જેવા ફળો.
  • ૧:૦૦ કલાકે આરામ પધાસન અને ગાયત્રીમંત્રનો જાપ (૧ કલાક)
  • ૨:૩૦ કલાકે કાંતણ અને વાંચન (રામચરિતમાનાસ)
  • ૫:૦૦ કલાકે ચાલવું
  • ૬:૦૦ કલાકે સાંજનું ભોજન દૂધ અને ફળ
  • ૬:૪૫ કલાકે પ્રાર્થના પધાસન (૧ કલાક)
  • ૯:૦૦ કલાકે શયન
  1. સતત સત્યની શોધ માટે આત્મનિરીક્ષણ
  2. અંતર શોધ અંતર યાત્રા
  3. પ્રભૂચિંતન ઈશ્વરનો સાક્ષાત્કારની ઝાંખની 
તુલસીદાસનું રામાયણનું પાંચ વખત વાંચન. ભક્તિ એટલે પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણે સંપૂર્ણ અને નિ:શેષ સમર્પણ.

તો ચાલો, હવે મૂળવાત મુદ્દાસર માંડીએ. તેમના સ્વભાવના વિવિધ લક્ષણો એક પછી એક સમજી લઈએ તે યોગ્ય રહેશે.

જીવનશ્રદ્ધા
  • કર્મનો સિદ્ધાંત : જેવુ કર્મ હોય તેવું જ તેનું ફળ હોય છે.
  • માણસ જે કઈ સુખ, દુ:ખ કે શાંતિ અનુભવે છે એ પોતાના કર્મો પ્રમાણે જ અનુભવે છે અથવા ભોગવે છે. અને કારણભૂત એટલે કે સાધનરૂપ કાંઈક થઈ શકે.
  • કોઈપણ એક વ્યક્તિને કારણે બીજી વ્યક્તિ સુખી કે દુ:ખી થઈ શકતી નથી.
  • જન્મ અને પુર્નજન્મના સિદ્ધાંતમાંની શ્રદ્ધા કર્મના સિદ્ધાંતમાંથી આવિસ્કાર પામે છે. આ, માન્યતા કે શ્રદ્ધા ભારતીય સંસ્કૃતિની છે.
  • કયા કર્મોનું કયારે પરિણામ ભોગવવાનું હોય છે એનો પણ નિયમ હશે એમાં મને શંકા નથી. આપણે જાણતા નથી તેથી નિયમ નથી એવું નહીં કહી શકાય.
સંચિત કર્મો

પુર્નજન્મની માન્યતામાં એ પણ સિદ્ધાંત રહેલો છે કે માણસ જયારે સંચિત કર્મો ભોગવી લે અને નવા કર્મો ભોગવવાના ન થાય એવા જ કર્મો કરે તો તેનો પછી પુર્નજન્મ ન થાય.

કર્મો:
  1. પુણ્યકર્મ : બીજાનું ભલું કરવું
  2. પાપકર્મ : પોતાના ફાયદા માટે બીજાને નુકશાન કર્તા કર્મ
  3. પાપ પુર્ણ્યકર્મ : નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ
માણસને સત અને અસત એવી બંને પ્રકારની વૃત્તિ મળેલી હોય છે. તે પ્રમાણે સારું અગર ખોટું નવું કર્મ કરવા પ્રેરાય છે. મૂળતત્વ એટલે કે સત્યની ખોજમાં વિચારપૂર્વક અને વિવેકપૂર્વક મંડ્યા રહે તો માણસને સત્યનું દર્શન થાય છે અને આખરે પુર્નજન્મના ફેરામાંથી બચી જાય છે અને મૂળતત્વમાં આવે છે. ઈશ્વરદર્શન કે સત્ય દર્શન આ સૃષ્ટિની સેવા સિવાય થઈ શકતું નથી. તેથી જ જનસેવા એ પ્રભુસેવા દ્વારા પ્રભુદર્શન અને અનાશક્તિ મળે છે. કર્મ માર્ગ છે. હવે ભક્તિમાર્ગમાં ઈશ્વરની સતત ભક્તિ કરતાં કરતાં પણ માણસ અનાસક્ત કર્મ કરતાં શીખે છે. આમ જોતાં કર્મમાર્ગ લગભગ એક જ છે.

સુખ દુ:ખ પ્રત્યે સમભાવ
  • સુખ દુ:ખ ભોગવવાનું રહે છે અને એને ટાળી શકાતું નથી. પરંતુ એ બંનેમાં માણસ જો સમભાવે રહી શકે તો એ દુખની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે. એનો અર્થ કે બંનેને સરખી રીતે ભોગવે અને બંનેમાં શાંતિ રાખે. કોઈપણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં એ શાંત, સંતોષી અને નીવિર્રકારી રહે તો, એ દુ:ખ અનુભવવાની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે.
  • બીજાના દુ:ખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે વ્યક્તિને દુ:ખ સહેલાઈથી ભોગવવામાં મદદગાર થઈ શકાય છે અને આ રીતે એ માણસ નમ્ર અને અનાસક્ત બની શકે છે. એ પણ એક નિસ્વાર્થ સેવા બને છે.
  • જ્યાં બદલાની આશા રહે છે, ત્યાં નિરાશાને સ્થાન રહે છે. તેમાંથી અનેક ખોરી પ્રવુતી જન્મે છે. તેથી કોઈપણ સંજોગો સમજણ અને શાંતિ મેળવવાનું મારે માટે સહજ અને આસાન થઈ ગયું છે. આમ દુ:ખ ભોગવવાની વખતે બીજાને દોષ દેવાનું કે રાગદેષ રહેતો નથી.
  • ઈશ્વરનો નિયમ સદા કલ્યાણકારી જ હોય છે. એ નિયમ પ્રમાણે ચાલવાથી હંમેશા કલ્યાણ જ થાય છે.
  • મારા જીવનમાં ખટપટ કરવાનું મે કદી ઉચિત માન્યું નથી. જીવનમાં જે મળે એ ઈશ્વરની પ્રસાદી છે એમ સમજી છું.
  • કોઈને હું મારા કરતાં ઊતરતો ગણતો નથી અને મારી જાતને હું કોઈનાથી ચડિયાતી માણતો નથી.
  • મારા પર જિદ્દી પણાનો ખોટો આરોપ છે. મારો મત ખોટો સમજાય છતાં તેને વળગી રહું તો જિદ્દી કહેવાય, તેવું હું કરતો નથી.
  • માણસે સત્યની ટેવ સિવાય બીજી કોઈ ટેવોમાં પડવું નહી, કારણ ટેવની આદત પરાધીન અને કમનીય બનાવે છે.
  • સત્ય પ્રાપ્તિની એષણા અને જનસેવાની ઇચ્છામાં બાકીની બધી ઈચ્છા લય પામે તો જ માણસ નિર્ભય બની શકે.
ચિંતા
  • હું જાણું છું કે ચિંતા કરવાથી કશો અર્થ સરતો નથી. ઊલટાનું ચિંતા કરવાથી તો નિર્ણયશક્તિ ગુંગળાય છે. ચિંતા કરવાથી વ્યક્તિ અન્ય ને સહાયભૂત થતો અટકે છે અને પ્રગતિને વિલંબમાં નાખે છે. સંપૂર્ણપણે પ્રભુને સમર્પણ કરવાને પરિણામે મારી સઘળી માનસિક યાતનાઓથી હું ઉંચે ઉઠી આવ્યો છે.
  • પરમાત્મા કાનૂન અનુસાર જ સઘળું થતું હોય છે. એવી મારી માન્યતા છે. પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા કદીએ નુકશાન કારક નથી, પણ ફાયદાકારક જ હોય છે.
  • વ્યક્તિના જીવનમાં જે કંઇ બને છે તેને પરમ કૃપાળુ પરમાત્માના કાયદા કે ઈચ્છા તરીકે ઘટાવવી જોઈએ. આમ થાય તોજ વ્યક્તિ દરેક પરિશ્થિતિમાં શાંત અને સ્વસ્થ રહી ચિંતામુક્ત બને છે.
ગુસ્સો
  • કોઈ ખોટું બોલતું કે અનીતિ કરતું દેખાય તો એ પ્રત્યે મને ભારે ગુસ્સો આવતો હતો અને એવું કરનાર તરફ હું સખતાઈથી બોલતો અને વર્તતો હતો. અને કેટલીક વખત એ બધાને શારીરિક શિક્ષા પણ કરતો હતો.
  • વહેવારમાં જો વ્યવસ્થા જાળવવી હોય તો ખોટું થાય ત્યાં સખતાઈથી કામ લેવાની જરૂર છે એમ મનમાં રહેતું.
  • ૧૯૫૨માં આ વિશે કોઈ વધારે વિચારતાં મને ખાત્રી થઈ કે માણસ જયારે એની દલીલ ખૂટે છે ત્યારે જ ગુસ્સો કરે છે. અગર પોતે કંઈ ખોટું કર્યું હોય વિશે કોઈ કહે ત્યારે સ્વીકારવાને બદલે ગુસ્સાથી બોલનારને દબાવે છે.
  • ગીતાના અભ્યાસ પછી ગુસ્સો કેમ જન્મે છે અને તેનાથી બુદ્ધિનાશ થાય છે એમ સમજ્યા પછી ગુસ્સો અક્ષમ્ય છે એમ મને ખાતરી થઈ. આમ અધ્યાત્મિક રીતે વિચારમાં ગુસ્સા વગર માણસ કામ કરે તો એની સારી અસર જલદી થાય છે. તે સમજ્યો.
ઉપવાસ
  1. ૧૯૫૬ મહાગુજરાત આંદોલનના નેતાઓએ અજમાવેલ હિંસાના પ્રતિકારમાં, અમદાવાદ.
  2. ૧૯૬૯ કોમી હુલ્લડો સામે અમદાવાદ
  3. ૧૯૭૪ નવનિર્માણ આંદોલનમાં ભળેલી હિંસાના વિરોધમાં બેજવાબદાર પોલીસ ગોળીબારમાં ૧૨૦ ૧૩ થી ૨૫ વર્ષના નિર્દોષ યુવકોની હત્યા થઈ હતી.
હેતુ
  1. હિંસા અટકાવવા
  2. વિધાનસભનું વિસર્જન(ગુજરાત)
  3. ૧૧ માર્ચથી ૧૫ માર્ચ ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદ ખાતે
  4. ગુજરાત વિધાનસભનું વિધાનસભાની ચૂટણી યોજવા અને (મિસા) કાયદો રાજકીય કાર્યકર સામે ન વાપરવા બાબતે બંને માંગણી સ્વીકાર
અહંભાવ
  • મારું નામ કોઈ સંસ્થા, માર્ગ કે સ્થાન વગેરે માટે ન આપવા દેવાનો નિયમ મેં જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી જ રાખ્યો છે. અને એ વિશે કોઈ અપવાદ કર્યો નથી.
  • આ નિયમ કરવા પાછળ મારો એક હેતુ સ્પષ્ટ છે અને તે એ કે અહંભાવ છોડવાનો. માણસ અહંભાવ ન છોડે ત્યાં સુધી સત્યદર્શન થઈ શકતું નથી. અને સત્યદર્શન સિવાય બીજી કોઈ અભિલાષા મેં જીવનમાં પોષી નથી.
  • ૧૯૫૬ ની ૨૯ ફેબ્રુઆરીએ ૬૦ વર્ષ પુરા થયા ત્યારે પણ મેં હિરકજયંતી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવા દીધી નહોતી.
ઇશ્વરી નિયમ

જે બનવાનું હોય છે તે અને છે. અને કોઈ અટકાવી શકતું નથી. જે બને છે તે ઈશ્વરના નિયમ પ્રમાણે બને છે અને તેથી માણસે શાંતિથી અને આનંદથી તે સ્વીકારવું જોઈએ. માણસે બુદ્ધિનો સદુપયોગ કરીને જે કર્મ કરવું જોઈએ તે સતત કર્યા કરવું જોઈએ. એનું પરિણામ ઇશ્વરી નિયમ પ્રમાણે જે આવે તેમાં સંતોષ મને, એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ જ મને તો માણસની શાંતિનો કદી ભંગ નહી થાય અને એ દુ:ખી પણ નહીં થાય.

અપ્રિય સત્યવચન

કોઈને સતી કડવું લાગે તો પણ સત્ય બોલતાં અચકાવું નહીં એવી મારી માન્યતા હતી. સત્ય બોલો પણ પ્રિય બોલો. વળી ઋષિમુનિઓની સલાહ પછી મને તુરંત જ સમજીસુ કે આ પહેલી વિચારસરણી ભૂલભરેલી હતી.

સત્ય અપ્રિય કેમ લાગે તે વિચારતાં લાગ્યું કે (૧) કોઈની કહેલી વાત કદાચ અસત્ય પણ હોઈ શકે, તેથી બીજાને તે ચોક્કસ અપ્રિય થાય અને (૨) કોઈપ્રત્યે મને અણગમો હોય તો વાતમાં તે આવતા સત્ય પણ અપ્રિય લાગી શકે. એનાથી મારામાં સારું સરખું પરીવર્તન આવ્યું. મે વિચાર્યું કોઈને વિશે પણ અણગમો ન રાખવું. આ રીતે અપ્રિય બોલવાનું ટાળવા પ્રયત્નપૂર્વક શીખ્યો.

મૃત્યુ

બોમ્બે હોસ્પિટલ ખાતે ડો. શાંતિલાલ મહેતા પાસે, ૧૯૫૮ માં: ૧૯૫૮માં મુત્રપિંડની પથરીના ઓપરેશન વખતે, ઓપરેશનમાં મૃત્યુનો ભય જ ચિંતા ઉપજાવે છે. પણ મને પોતાને મૃત્યુનો ભય નથી કારણ કે મૃત્યુ અનિવાર્ય છે અને એની ઘડી નિશ્ચિત છે એમ હું માનું છું. અને કોઈ ટાળી શકતું નથી કે આગળ ઠેલી શકતું નથી. એથી મૃત્યુ દુ:ખ માનવનું કોઈ કારણ નથી. એટલે જે અનિવાર્ય છે એની ચિંતા કરવી નકામી છે.

૧૯૫૮માં પ્રથમ બોમ્બે હોસ્પીટલમાં કિડની સ્ટોન અને ત્યાર પછી હરકિસનદાસ હોસ્પીટલમાં હર્નિયા ઓપરેશન કરાવ્યું હતું.

સલાહ

હું હંમેશા એમ માણતો આવ્યો છું કે સલાહ, પછી ભલે તે ગમે તેટલી મૂલ્યવાન હોય તો પણ સલાહ માગનારને માટે તે કદી આજ્ઞાન ન બનવી જોઈએ. (સરદારના અવસાન પછી ગુજરાતના વહીવટમાં ગુજરાત વિષયક સલાહ તથા ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી સલાહો બાબત)

સ્વમાન

મારા સ્વમાનને જતન કાજે શ્રીમતી ઈંદિરા ગાંધીના પ્રધાન મંડળમાંથી રાજીનામું નાયબ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મારા સ્વ્મનને હું મહામૂલી મૂડી સમજું છું. ભયની સામે એજ માત્ર મને હિંમત અને સ્વાતંત્રય બક્ષે છે. મારો જેલવાસ ૨૬.૦૬.૭૫ થી ૧૯ મહિના કટોકટી દરમ્યાન – પહેલાં સોહના પછી તાઓરું ખાતે. જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મને ઘર જ લાગે છે.

આ વાતો જાણ્યા, સમજ્યા પછી મને લાગે છે કે વ્યક્તિના પ્રત્યક્ષ સંપર્ક વગર – બહારથી મળેલી માહિતીઓને ભેગી કરીને આપણે નિર્ણાયક બની જતાં હોઈએ છીએ. અને તેથી વ્યકતીને અજાણતા અન્યાય કરી બેસતા હોઈએ છીએ.

અહી શ્રી મોરારજીની આત્મકથા મારું જીવનવૃતાંત ના ૭૨૪ પૃષ્ઠો વાંચીને તેમને ઓળખવાનો સંન્નિષ્થ પ્રયત્ન મેં કર્યો છે. તે પુસ્તકનાં આધારે એમના સ્વભાવના લક્ષણો મેં વાગોળ્યા છે. તેમનો અપ્રિય કઠોર સત્યવચન કહેવાનો સ્વભાવ હતો, તે એમણે સ્વીયાર્યું છે, પરંતુ તેની ભૂલ સ્વીકારી, તેમણે આવું ટાળવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. તે રીતે જ, જીદ્દીપણાના આરોપને પણ ખોટો સાબિત કર્યો છે. પોતાના મતને વળગી રહેવું ખોટું નથી, પણ તે ખોટો છે એમ સમજ્યા છતાં ન સ્વીકારવું અને ન બદલવું તે જિદ્દીપણું તેમનામાં ન હતું. તેઓ ગુસ્સાવાળા હતા એમ કહેવાતું પણ તેઓ અધ્યાત્મિક વિકાસને માર્ગે જઈને પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકયા હતા, પરતું પોતાના સ્વાર્થનું ખોટું કામ ન કરતાં હોવાથી, ઘણાએ તેમને ખોટી રીતે વગોવ્યા છે.

આમ શ્રી મોરારજી દેસાઈનો આત્મકથા દ્વારા મળતો પરિચય તેમને અધ્યાત્મિક પુરુષ, જેઓ ઇશ્વરી શક્તિમાં વિશ્વાસ ધરાવનાર અને આસ્તિક બતાવે છે. તેઓ સત્યવક્તા હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા હતા, જે સદગુણ કેળવવો ખૂબ મુશ્કેલ છે. તેઓ નિર્ભય હતા અને તે માટે આપણને પણ નિર્ભયતા સમજાવતા રહ્યા હતા. છેલ્લે તેમને સ્વમાની અને ની:સ્પૃહી કહેવા પડે, કારણ નાયબ વડાપ્રધાન અને વડાપ્રધાનપદેથી તેમણે શાંતિથી રાજીનામું આપી દીધું હતું.

આવા આપણાં શ્રી મોરારજી દેસાઈને વંદન.


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
bharat@desaieyehospital.com





શ્રી. મોરારજી દેસાઈની આત્મકથા 
  • “મારું જીવનવૃતાંત” - ભાગ ૧, ૨ અને ૩
  • લેખક : મોરારજી દેસાઈ
  • પ્રકાશન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
  • કિમત : નવસો રૂપિયા
  • પાનાં : ૭૧૦ + ૧૪
  • પ્રકાશન: ૧૯૮૪ (સંયુક્ત)