વસિયતનામું (Will)
વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.- વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે
- વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.
- વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.
- વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ.
Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession Act, 1923 Section 212(2) મુજબ પ્રોબેટ મેળવવું ફરજિયાત છે ફરજિયાત નથી વસિયત બાબતે તકરાર કે કાનૂની કાર્યવાહી થવાની શક્યતા હોય તેવા સંજોગોમાં પ્રોબેટ વહેલી તકે લેવું સલાહકારક છે. આ માટે કોર્ટ ફી અને વકીલ ફી નો ખર્ચો લાગે છે.
રજીસ્ટેશન (Registration): સબસજીસ્ટ્રારની ઓફિસમાં વસિયત રજીસ્ટર કારાવી શકાય છે. રજીસ્ટ્રર કરાવવું મરજિયાત છે.
Registration Act, 1908 મુજબ વસિયત રજીસ્ટર કરાવવું ફરજિયાત નથી. આમ છતાં, રજીસ્ટ્રેશન કરવી લેવું સલાહકારક છે.
- ઓળખ (Identity): વસિયત કરનારની ઓળખની માહિતી નામ, સરનામું, ઉમર અને ધર્મ વિગેરે આપવું જરૂરી છે.
- આ વસિયત પોતે કરેલ આખરી(Last) વસિયત છે. એવી જાહેરાત (Declaration) જરૂરી છે.
- લાભાર્થી (Beneficiaries) બાબતે સ્પષ્ટ માહિતી અને તેની સાથેનો સંબંધ જણાવવું ફરજિયાત છે. વસિયતમાં કોને કેટલા ભાગ આપવો છે. તે વ્યવસ્થિત રીતે દર્શાવવું પડે છે.
- વસિયતનો અમલ મૃત્યુ પછી થશે, તે જણાવો.
- વસિયતનો અમલ કરનાર વ્યક્તિ(Executor) નું નામ લખો -જોકે આ નિમણૂંક જરૂરી લાગે તો જ કરવું. મરજિયાત છે.
- સાક્ષીની સહી: લાભાર્થી સાક્ષી ન બને તે કાળજી લઈ, બે સાક્ષી તેમની હાજરીમાં લખાણ કરનારે સહી કરી છે એવું જણાવી સહી કરવી. સાક્ષીની ઓળખની સાબિતી આપવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કે એવા ફોટાવાળા ઓળખપત્રો જોડવું.
- સાક્ષી ૧૮ વર્ષથી ઉપરથી વધારેનો અને માનસિક રીતે સ્વસ્થ્ય હોવો જરૂરી છે. સાક્ષી લખાનારની ઉમર કરતાં ૫૦% નાની ઉમરનો હોય તે અને પ્રતિષ્ટિત સંબધી હોય તે યોગ્ય છે.
- વસિયત બનાવનારના જીવન દરમિયાન વસિયતમાં ગમે તેટલી વાર ફેરફાર કે નવેસરથી વસિયત બનાવી શકાય છે. હા, આ છેલ્લું વસિયત છે અને અગાઉના વસિયત રદબાતલ કર્યાની નોંધ અચૂક કરવી.
- આમ આપણે,
- a) વસિયત બનાવનાર વ્યક્તિ (Testator)
- b) વસિયત અમલ કરનાર (Executor) ( ફરજિયાત નથી)
- c) લાભાર્થી (Beneficiary)અને
- d) બે સાક્ષીઓ(Witnesses) વિષે જાણ્યું.
- મીડિકલ રિપોર્ટ: વસિયત લખનારનું આરોગ્ય – માનસિક સંતુલન સમર્થ હતું. તે બાબતનું ડોક્ટરનું પ્રમાણપત્ર જોડાવું સલાહકારક છે.
- વસિયતનો મુદ્દો વ્યક્તિ પોતે- જાતે બનાવી શકે છે. જરૂરી લાગેતો સારા વકીલ-કાયદાથી પરિક્ષિત અથવા માર્ગદર્શન પુસ્તક માંથી માહિતી મેળવી શકે છે.
- વસિયત બનાવવું ફરજિયાત નથી, પરંતુ તેનાથી વારસદારોને મિલકત પોતાની નામે કરવામાં સરળતા રહે છે. અને આપની મિલકતનિ વિગતવાર સાચી માહિતી મળે છે.
વસીયતનામાની અમલ માટેની વિધિ
- મૃત્યુનું પ્રમાણપત્ર(Death Certificate): સુધરાઈ, મ્યુન્સીપાલ કોર્પોરેશન કે ગ્રામપંચાયત કચેરીમાંથી મરનારનું મૃત્યુનું પ્રમાણપત્ર વહેલી તકે મેળવો.
- પ્રમાણપત્રમાં વ્યક્તિનું નામ, ઉમર, સરનામું વગેરેની વિગતો બરાબર હોવાની ખાત્રી કરો.
- પ્રમાણપત્રમાં આધારકાર્ડ નંબરની નોંધ કરાવો.
- મરણનું કારણ (Cause of Death) વ્યવસ્થિત અને ખરું લખાયેલ છે, તેની ખાત્રી કરો.
- આ પ્રમાણપત્રની જરૂર મુજબ ઘણીબધી મૂળ નકલ (Original Copy) માંગો.
- પ્રોબેટ- જરૂરી લાગે તો જ, કોર્ટમાંથી પ્રોબેટ મેળવો.
- વારસાઈના નામો અને વિગતોનું કાયદાકીય પ્રમાણપત્ર મેળવો.
- વાહન - વાહન બાબતે આર.ટી.ઓ. (RTO) ને મરનારની વિગત મોકલી જરૂરી કાર્યવાહી કરો.
- નોકરીના સ્થળે માહિતી પહોંચાડો. અગ્નિસંસ્કાર પેટે મળતાં નાણાંની માહિતી જાણી યોગ્ય કાર્યવાહી કરો.
- બેંકના ખાતા જ્યાં હોય ત્યાં જણાવી-યોગ્ય કાર્યવાહી કરો. બેંકમાં કોઈ જાતનો વીમાનો લાભ હોય તો, યોગ્ય કરો. ક્રેડિટ - ડેબિટ કાર્ડ સાથેના વીમાની માહિતી મેળવી યોગ્ય કરો.
- વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો, Motor Vehicle Amendment Act, 2019 મુજબ આર્થિક લાભ મેળવો.
- વીમા યોજનાની માહિતી કઢાવી, વળતર મેળવો.
- LIC મળતું હોય તો, ફેમિલી પેન્શન કાર્યવાહી કરી મેળવો.
- બધા લાભાર્થીઓ સાથે ચર્ચા કરો, ભાગ વહેંચવાની કાર્યવાહી કરો.
વસિયતનામામાં સમાવવાની મિલકતોની માહિતી
- સ્થાયી મિલકતો: ઘર જમીન દુકાન વિગેરે.
- આર્થિક વિષયો: ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, પી.પી.એફ. વીમા પોલિસીઓ, બેંકના લોકર અને ખાતાઓની વિગતો.
- અસ્થાયી મિલકતો: વાહનો-કાર-સ્કૂટર, સોનુ ચાંદી વિગેરે
- વારસાગત મિલકતો પોતાને નામે થયા પછી જ પોતાની ગણાશે.
- ભારત દેશની બહારની મિલકતો માટે અલગથી વસિયત બનાવવું
વસિયતના લાભાર્થીઓ
પોતાના સગા બાળકો, સાવકા બાળકો, માં બાપ, દાદા દાદી, બીજા સગાંઓ, મિત્ર ઉપરાંત દાન આપવાની ઈચ્છા હોય તેવા માણસો, મંદિર, શાળા, હોસ્પિટલ, ટ્રસ્ટ વગેરે વ્યક્તિ પોતાની મિલકત કોઈપણને પોતાની ઈચ્છા મુજબ વસિયત દ્વારા આપી શકે છે.
મેડિકલ સર્ટિફિકેટ
જરૂરી નથી, પણ સાવચેતીના પગલે પગલાં તરીકે ફેમિલી ડોક્ટર પાસે માનસિક સ્થિરતા-યોગ્યતા-દર્શાવતું સર્ટિફિકેટ જોડાવું હિતવા છે.
સ્ટેમ્પ પેપર જરૂરી નથી
હાથે લખાયેલ વસિયત કાયદેસર જ છે પરંતુ મોટા અક્ષરે સ્પષ્ટ વાંચી શકાય તે રીતે ટાઈપ કરવું સલાહકારક છે.
Executor વસિયતનો અમલ કારવાનાર વ્યક્તિ
માનસિક સ્વસ્થતા ધરાવનાર -૧૮ વર્ષથી ઉપરની કોઈપણ એક કે વધારે વ્યક્તિને એક્ઝિક્યુર બનાવી શકાય છે. પોતાના વિશ્વાસપાત્ર મિત્રો કે સગાંને બનાવી શકાય. એક્ઝિક્યુટર બનાવવું ફરજિયાત નથી. આવા વસિયતના અમલ માટે કોર્ટમાંથી પ્રોબેટ લેવું જરૂરી છે.
Minor (સગીર) ૧૮ વર્ષથી નીચેના બાળકો
Indian Majority Act (Section) 1875 મુજબ અઢાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો સગીર વયના ગણાશે.
- સગીર માટે Code of Civil Code Procedure, 1908 મુજબ Guardian વાલીની નિમણૂક કરવાની રહેશે.
- કોડીસીલ Codicil પુરવણી- ઉમેરો. Addendum જુના પહેલા બનાવેલ વસિયત સાથે ઉમેરાવામાં આવતી પુરવણી ને કોડીસીલ કહે છે. તે દ્વારા ફેરફાર, ઉમેરો કે કાઢી નાખવું વીગેરે ફેરફાર કરીને જોડાવામાં આવે છે.
નમુનાનું વસિયતનામું Sample WILL
· હુ _______________ નો ___________ પુત્ર / પુત્રી ધર્મ ____________ ઉમર ____________ હાલનુ સરનામું ________________________________________
સ્વસ્થ મગજ અને યાદ શક્તિ (Sound Mind and Memory) સાથે જાહેર કરું છું કે આ મારુ છેલ્લા માં છેલ્લું વસિયત નામું (Last Will) છે.
· આ અગાઉનું વસિયત નામું રદ (Cancel) કરું છું.
· મારા લાગતાવળગતા બધા સગાં સંબંધીઓને આ વસિયત નામાના સન્માનરૂપે અમલમાં સહભાગી થઈ સહકાર આપવા વિંનતી કરું છું. અને આ વસિયતનામામાં કોઈપણ જાતનો ફેરફાર ન કરવા કે અમલમાં કાનૂની, સામાજિક જે બીજી કોઈપણ જાતની અડચણો ન ઊભી કરવા આગ્રહ કરું છું. મારી મરજી મુજબ મારી મિલકતો વહેંચાય તે જોવા લાગતા વળગતા દરેક સંબંધીઓ ને સલાહ છે.
I My Immediate Family મારા નજીકના કુટુંબીઓની વિગતો
૧) Spouse: જીવન સાથી __________
મારા ધર્મ પત્ની / પતિ __________ છે અને તેમની ઉમર _____ છે. રહેઠાણ ____________________________ સરનામે છે.
૨) મારા પુત્રો / પુત્રીઓ ની વિગત નીચે મુજબ છે ( Sons / Daughters)
પુત્ર -૧ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________
પુત્રી-૨ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________
પુત્રી-૩ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________
૪) તેમના બાળકોની વિગત નીચે મુજબ છે. (Grand Children)
૧ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________
૨ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________
૩ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________
(II) Executor and Beneficiary
1) આ વસિયતનામાં સાથે આપેલ વિગત મુજબ અને તે સિવાયની મારી દરેક મિલકતો પોતે મેળવેલ (Self-acquired) છે.
2) આ સર્વ મિલકતોના વર્ણન માં થોડીઘણી ભૂલ હોય તો, તેનાથી વારસના હક્ક ને કોઈ વાંધો આવતો નથી (Not. The Dispositions, Even with mistake)
3) આ સાથેની યાદી સિવાયની ભવિષ્યમાં (in future) અમને મળનારી મિલકતો પણ વારસને મળવાપાત્ર છે.
4) વહીવટકર્તા – પ્રતિબંધક (Executor)
આ વ્યક્તિ / વ્યક્તિઓ
૧) નામ _________________ ઉમર________ સરનામું_________________________
૨) નામ _________________ ઉમર________ સરનામું_________________________
મારા વસિયતનામાના અમલ માટે કોઈપણ જાતના બંધન વિના મુક્ત રીતે ઉપરોક્ત વહીવટ કર્તા/ કર્તાઓ મિલકતની વહેંચણી કરશે.
5) વહીવટકર્તાની કરતાની નિમણૂક મરજિયાત છે(Optional).
6) વહીવટકર્તાઓને વહેચણી માટે જરૂરી બધી સત્તા હું આપું છું. અને યોગ્ય લાગે તે કાનૂની કાર્યવાહી કરી કોર્ટનો ઓર્ડર(Probate) મેળવવા વિનંતી કરું છું.
(III) વસિયતનામુ (Will)
1) મારા મરણ પછી મારા પતિ કે પત્ની (Wife / Husband) મારી યાદીમાં વર્ણવેલ દરેક મિલકતની સિધી / સીધા વારસદાર બનશે
2) મારા બંનેના પતિ-પત્નીના મૃત્યુ બાદ અમારા ઉપરોક્ત વર્ણવેલા વારસદારો સરખે ભાગે મિલકતના હકદાર બનશે.
નોંધ: આ બાબતે દરેક વસિયતકાર પોતાની ઈચ્છા મુજબ વારસદારોને અથવા અન્ય કોઈપણ ને પોતાની સ્વઅર્જિત (Self-acquired) મિલકત વધારે કે ઓછી આપી શકશે. વડીલોપાર્જિત મિલકતો કાયદા મુજબ દરેક વારસદારને અચૂક મળશે.
(IV) Separability (ભાગ)
1) આ મિલકતનો કોઇપણ ભાગ કોર્ટ અયોગ્ય ઠરાવી નહીં શકે એવું હું ખાસ સૂચન (Direct) કરું છું.
2) કદાચ કોર્ટ કોઈ મિલકતને ભાગ માટે અયોગ્ય ઠરાવે(Invalidate) તો પણ, તે સિવાયની બાકીની મિલકતોનો ભાગ વહેંચી શકાશે.
3) આ મારુ અંતિમ(Last) વસિયતનામું(Will) છે.
4) આ વસિયતનામું મારી સ્વતંત્ર મરજીથી (Voluntarily) અને મુક્તપણે (Free) વિચારીને કોઈપણ જાતના દાબદબાણો કે અસરો (influence) સિવાય સ્વસ્થ માનસિક (Sound Mind and Health) સ્થિતિમાં કરું છું.
5) હું પુખ્ત વયનો છું. અને કાનૂની રીતે(Legally) વારસદારોને આપવા લાયક મિલકતોનો કાયદેસર માલિક છું.
Testator (વસિયતનામુ કરનાર)નું નામ___________________________
વસિયતનામું કરનારની સહી________________
તારીખ__________________
બે સાક્ષીઓની હાજરીમાં ઉપરોક્ત સહી કરવામાં આવી છે
સાક્ષી ૧ સહી__________________
તારીખ_________________
નામ સરનામું ____________
સાક્ષી ૨ સહી__________________
તારીખ_________________
નામ સરનામું ____________
વસિયતનામાં સાથે જોડાવાની માહિતી
1)
Deposits (જમા પૈસાની વિગતો) જમા રકમ
F.D. – ફિક્સ ડિપોઝીટ બેંકનું નામ
Savings Account - સરનામું, ખાતામાં નામો અને પ્રકાર
2) સ્થાયી મિલકતો (Immovable Properties) વર્ણનનું મિલકતોનું વર્ણન- વિસ્તારનું નામ -સરનામું ઘર નંબર- જમીનમાં ૭/૧૨ અને ૮-અ દાખલા
3) જર ઝવેરાત(Jewelry) સોના-ચાંદી-હીરાના સિક્કા ઘરેણાની વિગતો
સોનાની બંગડી________ નંગ _______________ગ્રામ વજન
સોનાનો હાર__________ નંગ _______________ ગ્રામ વજન
સોનાનું મંગળસૂત્ર__________ નંગ____________ ગ્રામ વજન
સોનાની વીંટી _____________નંગ____________ વજન
સોનાની ચેઈન______________ નંગ____________ વજન
તે જ રીતે વિગતવાર બધી જ વસ્તુઓનું વર્ણન.
બેન્કનો લોકર નંબર- બેંકનું નામ - સરનામું દરેક વપરાશ કારોના નામ
4) શેર- શેરની સંખ્યા
મ્યુચ્યુઅલ ફંડ કંપનીનું નામ
પી.પી.એફ ડિમેટ એકોઉન્ટની વિગતો.
એન.એસ.એસ
આર્થિક સલાહકાર(Invetment Firm)
હિસાબ રાખનાર(C.A) તથા બધા જ રોકાણકારોની વિગત.
5) વિમાઓ Insurance –પોલિસીનિ વિગત-અંક સંખ્યા-પાકવાની તારીખ લાભાર્થી ના નામો.
6) પરચુરણ રોકાણો (MISCELLANEOUS) કાર-સ્કૂટર વિગેરે વાહનો, કમ્પ્યુટર, ટીવી, ફર્નિચર તે સિવાય યોગ્ય લાગે તેની ખાસ નોંધ લેવી.
નોંધ:-
૧) આ ફક્ત નમૂનાનું વસિયત નામું છે. દરેકે પોતાની ઈચ્છા મુજબ લખાણ કરીને સ્વતંત્ર વસિયતનામું બનાવવું.
૨) દરેક પાનાં ઉપર વસિયતનામું કરનારે સહી કરવી.
૩) સાદા કાગળ ઉપર વસિયત કરી શકાય. પોતાની અને બે સાક્ષીઓનિ સહી ફરજિયાત છે.
૪) સ્ટેમ્પ પેપર ઉપર, નોટરી કરાવીને અને રજીસ્ટાર પાસે રજીસ્ટ્રશન કરાવીને વસિયતને વધારે પ્રમાણિત કરી શકાય –પણ આ બધુ જ મરજિયાત છે.
૫) વસિયતનામું લૉકર કે બીજી સલામત જગ્યાએ સાચવીને મૂકવું.
૬) Codicil – (વધારો) મૂળ વસિયતનામું (Original Will ) સાથે ઉમેરણ કે સાધારણ ફેરફારનો પત્ર ઉપરોક્ત ત્રણે સહીઓ સાથે જોડી શકાય, પરંતુ આ કરતાં નવું વસિયત કરવું સહેલું
રહેશે.