આજનો સમય સગવડ મેળવવાનો, ઓછી મહેનતે ઘેર બેઠા ખોરાક મેળવવાનો, બહાર જમવા જવાનો છે. ઘરનો રાંધેલો તાજો ખોરાક સ્વપ્નવત્ થતો જાય છે. જરાક વધારે કામ આવી પડે, અચાનક મહેમાનો આવે કે પાર્ટી હોય, બહારનો ખોરાક આવશ્યક પર્યાય બની ગયો છે. જાતે રાંધીને કુટુંબને ખવડાવવાનો પણ એક આનંદ છે, જે આજના સમયમાં ઓછો થઈ ગયો છે. આપણી આ કુટેવને પોષવા માટે સ્વીગી, ઝોમેટો, બ્લીન્ક્રીટ અને બીજા કેટલાય એપ અને સર્વિસીસ આવી ગયા છે.
આજે જરા રીવ્યુ કરીએ કે બહારનું ભોજન કેટલું પૌષ્ટિક છે અને ઘરનું ભોજન કેટલું પૌષ્ટિક છે તથા તેને કંઈ રીતે વધારે પોષ્ટિક બનાવી શકાય.

આજે જરા રીવ્યુ કરીએ કે બહારનું ભોજન કેટલું પૌષ્ટિક છે અને ઘરનું ભોજન કેટલું પૌષ્ટિક છે તથા તેને કંઈ રીતે વધારે પોષ્ટિક બનાવી શકાય.

એપ્સ પરથી મંગાવેલા ભોજનના પોષણ માટે ભારત સરકારે કેટલાક નિયમો ઘડ્યા છે જેમાં તમે મેનુમાં જોઈ શકો છો કે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ વગેરેની માહિતી આપેલી છે કે નહીં. FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા) એ નક્કી કર્યું છે કે સ્વાગી, ઝોમેટો અને એ પ્રકારની સવિસીસમાં પોષણમૂલ્યો લખેલા હોવા જોઈએ. સાથે સાથે એલર્જી કરતા પદાર્થો પણ લખવા પડે છે. આ માટે તેમને પોતાના ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સાથે આ ડીસપ્લે હોય તે ચકાસવું પડે છે. આ ડીસ્પલે સ્પષ્ટ વંચાય તેવા હોવા જોઈએ. હવે આપણે જોઈએ કે આપણે ક્યાં માર ખાઈ જઈએ છીએ :
ઘરે બનતું ભોજન, તેના કાચા સામાનથી લઈ તેની તાજગી, તેમાં ઉમેરાતા મસાલા તથા બીજા પદાર્થો આપણા હાથમાં અને આપણી જાણમાં હોય છે. હું મારી રસોઈમાં હાનિકારક પદાર્થો તો ન જ નાખું પરંતુ એવો પ્રયત્ન કરું કે તે તાજું ખવાઈ જાય,વધુ સમય ફીજમાં રાખવું ન પડે અને તેની કોઈ ચીજ બગડેલી ન નીકળે. નીચેની કેટલીક રીતો અપનાવીને આપણે ઘરના જ ખોરાકને વધારે પૌષ્ટિક બનાવી શકીએ:
આ વિષે માત્ર સ્ત્રી અથવા ગૃહિણી જ જાગૃત બની શકે. વિમેન્સ ડેદ ની ઉજવણી માત્રથી જ આપણે શક્તિ પ્રદર્શિત કરી શકતા નથી. બલકે ઘરમાં શક્ય તેટલું ખોરાક અને પોષણનું ધ્યાન રાખીને આપણે અને આપણા કુટુંબના સભ્યો પણ Empoweredબની શકે છે.
આભાર સહ.
- સારામાં સારું પોષણ ધરાવતી ચીજ પણ જે તે હોટલમાં કેટલા સમય પહેલા બની છે તે આપણને ખબર તથી. તેને કલેક્ટ કર્યા પછી તે ઝડપથી આવી તો જાય છે પણ તે કેટલું ફેશ છે તે શંકાસ્પદ છે.
- સ્વીગી કે અન્ય સર્વિસીસ પોતે રસોઈ બનાવતી નથી. લેબલ પરની માહિતીમાં તેમાં કેટલા સંરક્ષકો, કુત્રિમ રંગો કે બીજા હાનિકારક તત્ત્વો હોય છે તેની આપણને ખબર હોતી તથી. ફૂડ કંપની કે રેસ્ટોરન્ટ તેમાં બીજું શું ઉમેરે છે તે કોઈ જાણી શકતું નથી.
- આપણા ઘેર આવતા પહેલા કેટલો સમય લાગશે તે નક્કી હોતું નથી. તે ઈસ્યુલેટેડ ટાઈપના કન્ટેનરમાં આવે એટલે આપણને એમ લાગે કે તાજું છે. ખરેખર તો વધારે સમય ગરમ રહેતો ખોરાક ઝડપથી પોષણ ગુમાવે છે અને વધેલો ખોરાક જલદી બગડી જાય છે. આપણે ઘરનો ખોરાક ટીકીનમાં ભરતા પહેલા થોડોઠંડો પાડીએ છીએ જેથી તે ઉનાળામાં કે ગરમીની ૠતુમાં બગડી ન જાય. સામાન્ય રીતે ખોરાક રંધાય પછી તે જેટલો જલદી ખવાય તેટલો વધુ સારો કારણકે રંધાયાના ૩ કે ૪ કલાક તેમાં પોષણ રહે છે પછી તેનું સ્તર ઓછું થતું જાય છે.
- આ ખોરાક જે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઈલમાં આવે તેના માઈક્રોપાર્ટીકલ્સ આપણા શરીરમાં પ્રવેશે છે. બધા પ્લાસ્ટિક ડબ્બા ફૂડ ગ્રેડ હોતાં નથી. ઘણીવાર આપણે તે જ ડબ્બો માઈક્રોવેવમાં મુકીફરી ગરમ કરીએ છીએ એટલે હાનિકારક તત્વો વધતા જાય છે.
ઘરે બનતું ભોજન, તેના કાચા સામાનથી લઈ તેની તાજગી, તેમાં ઉમેરાતા મસાલા તથા બીજા પદાર્થો આપણા હાથમાં અને આપણી જાણમાં હોય છે. હું મારી રસોઈમાં હાનિકારક પદાર્થો તો ન જ નાખું પરંતુ એવો પ્રયત્ન કરું કે તે તાજું ખવાઈ જાય,વધુ સમય ફીજમાં રાખવું ન પડે અને તેની કોઈ ચીજ બગડેલી ન નીકળે. નીચેની કેટલીક રીતો અપનાવીને આપણે ઘરના જ ખોરાકને વધારે પૌષ્ટિક બનાવી શકીએ:
- લીલાં શાક પહેલા પાણીમાં બોળી રાખવા જેથી તેની પરના પેસ્ટીસાઈડ નીકળી જાય. શક્ય હોય તો મીઠાના પાણીમાં ડુબાડવા, પાણી નિતારીને પછી સમારવા. તેને કાપીને પાણીમાં નાંખવાથી તેના પાણીદ્રાવ્ય વિટામીન્સ તે પાણીમાં જતા રહે છે. આદુને પણ ટુકડા કરી બે વખત પ્પાણીમાં બોળવાથી તેના ખૂણે ચોંટેલી માટી કે કચરો નીકળી જાય છે.
- ગાજર, બટાકા, કારેલા વગેરે વધારે પડતા ન છોલવા કારણકે તેની છાલની એકદમ તીચે વધારે પોષકતત્વો હોય છે. ફલાવર, મૂળાના પાન જોખરાબ ન હોય તો ફેકવા નહીં. મૂળાની ભાજીનું શાક બની શકે, ફલાવરની કુમળી ડાંડી પાન ઝીણા સમારીને શાકમાં નાંખી શકાય કેમકે તેમાં વિટામીન કેદ, ઘણું હોય છે. તૂરિયાની છાલને સરસ ધોઈને ઝીણી સમારીને તેનો સંભારો પણ બને.
- કોઈ પણ લોટ બાંધવામાં પાલખ ક્રશ કરી તેનાથી લોટ બાંધી શકાય અથવા પનીરના પાણીથી પણ લોટ બાંધીશકાય. આનાથી રોટલી, પરોઠાની ગુણવત્તા વધે છે. વધેલી દાળથી લોટ બાંધી શકાય અથવા આપણે તેનો ઉપયોગ દાળઢોકળીમાં પણ કરીએ જ છીએ.
- અનાજ અને દૂધના મિશ્રણથી અથવા અનાજ અને દાળના મિશ્રણથી પ્રોટીનની ગુણવત્તા વધે છે જેમ કે,
- ફાડા, સોજી કે ઘઉંની સેવની ખીર
- મિક્ષ દાળ, ચોખાના મિશ્રણમાંથી બનતા ઢોકળા, ઈડલી, ચિલ્લા
- મિલેટના લોટને મિક્ષ કરીને બનતી રોટલી, ભાખરી અથવા મિલેટને આખા રાંધીને તેમાંથી ખીચડી, ઉપમા કે પુલાવ જેમ કે કાંગ-જુવારની ખીચડી, કીન્ના કે કોદારીની ખીચડી અથવા પુલાવ.
- ફણગાવેલા મગ,મઠ ઉપરાંત ફણગાવેલા જવ, જુવાર, તલ અને મેથી.
- રસોઈમાં ખાવાનો સોડા શક્ય તેટલો ટાળવો કારણકે તે ખોરાકના વિટામીનનો નાશ કરી દે છે.
- જ્યારે ઘરના કોઈ સભ્ય બિમાર હોય અને તેમને વધારે કેલરી કે ખાસ પોષકતત્ત્વની જરૂર હોય ત્યારે તે આપણે ઘરના ખોરકામાંથી જ આપી શકીએ.
- શાકભાજીના ડાંડા ઉકાળાનેસૂપ બનાવી શકાય અને પછી તેનું પોષણ વધારવા માટે તેમાં પનીરનું પાણી, મગનું પાણી, પ્રોટીન પાવડર કે થોડું ચીઝ ઉમેરીને સૂપને ખૂબ જ પૌષ્ટિક બનાવી શકાય.
- જો કેલરી વધારવાની જરૂર હોય તો ફળના રસમાં મધ અથવા ફ્લેવર વગરનો પ્રોટીન પાવડર ઉમેરીને સ્વાદ અથવા કેલરી-પ્રોટીન વધારી શકાય.
- દાળના વઘારમાં મેથીનો પાવડર, શાકમાં તલ અથવા શીંગનો ભૂકો નાંખવાથી સ્વાદ સારો થાય છે અને થોડું પોષણ મળે છે.
- ખીચડીમાં મિક્સ દાળ અને ચોખા લેવાથી, ઘઉંના ફાડાની જેમ બાજરીના ફાડા, જુવારના ફાડા, ઓટ્સ ઉમેરવાથી વિવિધતા અને જુદાજુદા પોષકતત્વો ઉમેરાય છે.
- શક્ય એટલું આખું અનાજ જેમકે થૂલું, ફાડા, ઓટ્સ વગેરે લેવા કેમ કે તેમાં ફાઈબર અને પોષણ બહુ હોય છે.
- આપણા વડીલો તો વધેલા ખોરાકને ફીજમાં ભરવા કરતા બીજા જ ટંકે તેનીજુદી વાનગી બનાવીને વાપરતા. વધેલા ભાત કે ખીચડીના મૂઠિયા અથવા શેકેલા, વધેલા મૂઠિયાનું રસાવાળું શાક, વધેલી કઢીમાં થોડો લોટ ઉમેરી તેના પૂડા...
આ વિષે માત્ર સ્ત્રી અથવા ગૃહિણી જ જાગૃત બની શકે. વિમેન્સ ડેદ ની ઉજવણી માત્રથી જ આપણે શક્તિ પ્રદર્શિત કરી શકતા નથી. બલકે ઘરમાં શક્ય તેટલું ખોરાક અને પોષણનું ધ્યાન રાખીને આપણે અને આપણા કુટુંબના સભ્યો પણ Empoweredબની શકે છે.
આભાર સહ.
લેખિકા - ડો. જાનકી પરીખ
"આપણું વિચારવલોણું" માસિક
એપ્રિલ, ૨૦૨૫


