Skip to main content

Posts

Showing posts with the label society

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ

અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો.  એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

અનાવિલ સમાજ અને લગ્નો

લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ. દેખીતાં કારણો : 1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ :40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે. 2. અભિપ્રાયોમાં નિરસતા : લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો. 3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન : દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્...

Doctor Patient Relationship

An individual professionally trained to treat an ill and suffering person (patient) is a doctor. And their natural relationship is a bilateral one. When a doctor is sincere, focused, patient, persistent with ethical conduct, a continuous learner, and doing keen observation – it is certain that doctor–patient relationship is the most enduring and satisfying relationship where the doctor learns to hear and see with heart and mind. This healthy and strong relationship will survive forever. (A) Doctors and patients are the two sides of the same coin fighting their common enemy: disease. In fact, medicine is not a mere profession, it is a calling, a mission, or perhaps even devotion. (C) During sickness, the patient and his entire family look up to only one person after God and that is the doctor. In the old days, when doctors relied more on their clinical skills than on investigation, patients trusted them with full faith. In those old days doctor was a healthcare giver, philosopher, guide...

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બ...

Pains And Pleasures Of Ageing

At the age of 71, I am looking back and see my thoughts recorded in the article Life at 60  years back and find out whether all I said then continues to be true even today. I am happy to say my conclusions proved to be true. In one of them, I wrote 'I can proudly tell myself I can rely on my offspring for whatever I need - a great satisfaction any parent can have.' In the other sentence, I wrote 'my pillars of living are my wife Dr Bhavna, daughter Vaishali and son Rahul .' Yes, the same truth prevails. I concluded the article stating 'I am happy. I have no regrets. I am ready to face whatever situation arises and do what I think right at that moment.' Well, certainly 'all is well!'  I said at 60 and continue to believe the same at 70+ that, 'I am sure I have no expectation whatsoever before, during and after my death.' Once this mental attitude is reached, I think all the spirituality one needs is at the maximum. One needs not be a 'Sanyaas...