સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય, 7 જૂન 2023) વરિષ્ઠ નાગરિકનો જીવનધ્યેય IKIGAI – Purpose Of Life ઓશો પૂછે છે, આમ તમે આખી જિંદગી કરો છો શું? વસ્તુઓ ભેગી કરો છો – મોટું મકાન બનાવો છો – તિજોરી ભરી લો છો અને છેલ્લે બધુ અહીં જ છોડીને, પોતાને પણ ગુમાવીને વિદાય લો છો. શું આ જીવન છે? જન્મ, વૃદ્ધિ અને વિનાશ – તો પછી જીવન જીવવાનો અર્થ શું છે? હેતુ શું છે? આ સવાલનો જવાબ શોધવાના પ્રયત્નને જાપાનમાં IKIGAI (ઇકિગાઈ) કહે છે. જીવનનો હેતુ શું? તમારા પોતાની ઈચ્છા શું કરવાની છે અને સમાજની જરૂરિયાતો તમે કઈ રીતે પુરી પાડશો–તે શોધવાનો વ્યક્તિગત માર્ગ તે ઇકિગાઈ . વયસ્કો – વરિષ્ઠ નાગરિકો સાથે નિવૃત્તિની વાતો શોભે. નિવૃત્તિ એટલે સ્વ તરફનું પ્રયાણ જે છેલ્લે આધ્યાત્મિક માર્ગે ભગવાન તરફ દોરી જાય છે. આપણાં જીવન બાબતે મેસ્લો નામના વ્યક્તિએ પાંચ પગથિયા બતાવ્યા છે – મેસ્લોનો નિયમ મૂળભૂત જરૂરિયાતો – રોટી, કપડાં અને મકાન આ બાબતે ઘટતું આયોજન ફરજિયાત છે. બીજી બાબત છે - જીવનની અને સંપત્તિની ...