ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦) મૌર્ય યુગ પૂર્વે નો સમય ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...