“ આઝાદીનો અમૃત મહોત્સવ ” પ્રવચક: ડો. ભાસ્કર આચાર્ય, સુરત બીલીમોરા વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ અને મારા અત્યંત નજીકના સ્નેહલ મિત્ર ડો. ભરતભાઈ દેસાઈ, મંત્રીશ્રી ઉર્મિલાબેન દેસાઈ અને વરિષ્ઠ નાગરિક મંડળના સજ્જનો અને સન્નારીઓ. શુભ સવાર. સૌને નમસ્કાર. આઝાદીના અમૃતમહોત્સવ વિશે ઘણાં બધાં પાસાંઓને આવરીને હું માટું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરીશ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવ ઉપરાંત ભારતની આઝાદીના સંઘર્ષમાં ગાંધી, જવાહરલાલ નહેડું, વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ગોપાળકૃષ્ણ ગોખલે, ખાન અબ્દુલગફાર જેવા લડવૈયાઓને યાદ કરવા જ પડે. સાથે ૧૮૫૭નાં પ્રથમ બળવાના નાયક મંગળ પાંડે, ભગતસિંહ, સુખવીર અને રાજબીર જેવા નવલોહિયા શહીદોએ એમના પ્રાણની આહુતિ આપી છે. તેમને પણ શ્રદ્ધાંજાલે આપવી ઘટે. બ્રિટીશરો સામે લડવામાં ગાંધીજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. સત્ય, અહિંસા, ઉપવાસ, અસહકાર જેવાં આયુધો લઈને ભારતને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો હતો. કદાચ મોહંમદઅલી જિન્હા ન હોત અને ધ્રિટીશરોની ભાગલા પાડો અને લડો એવી નીતિ ન હોત તો દેશ કદાચ વહેલો આઝાદી પામ્યો હોત. એક મુઠીભર ધ્રિટીશરો...