Skip to main content

Posts

Showing posts with the label speech

[Video] શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન “સુખનું સરનામું”

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ - દ્વિવાર્ષિક મહાસંમેલનના અવસરે મુખ્ય વક્તા પ્રિન્સિપલ શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન  “ સુખનું સરનામું ”  ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ બીલીમોરા વૃદ્ધાવસ્થા શ્રેણીના બીજા વ્યક્તવ્યો : દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય   વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય

તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન  આજના સમારંભમાં યજમાન સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરાના પ્રમુખશ્રી ડૉ.પ્રી. નલીનીબેન, આજના પ્રસંગના મુખ્ય વક્તા પ્રિ. દક્ષેશભાઈ ઠાકર, તત્કાલીન પૂર્વ પ્રમુખ અને પેટ્રન શ્રી દિનેશભાઈ, પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ તથા શ્રી નટુભાઈ, મારા ત્રણ ટેકઓ-આધારસ્તંભો ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ, હરીશભાઈ અને જતીનભાઈ, મારા ડાબા-જમણા હાથ જેવા મંત્રીશ્રી હરીશભાઈ તથા ખજાનચીશ્રી અનંતભાઈ સહમંત્રી પ્રફુલ્લાબેન સંગઠનમંત્રી કિરણભાઈ સહખજાનચી ગિરીશભાઈ મિસ્ત્રી, સક્રિય કારોબારી સભ્યો-પ્રો. જયેશભાઈ પ્રિ. જીતેન્દ્રભાઈ, નલીનીબેન, કિરીટભાઈ આર.જે.પટેલ, રાજેન્દ્રભાઈ, અજીતભાઈ તથા ભાણાભાઈ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનો અને જેમનો હું પ્રમુખ છું એવા 12000 સભ્યો અને 35 ક્લબોનું દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના 700 થી વધારે મારા સન્માનનીય સભ્યો, ધર્મપત્ની ડૉ. ભાવના, પુત્રી વૈશાલી, બહેનો અરુણા- કુમુદબેન, મિત્ર દેવવ્રત, કૌશિકભાઈ, ભત્રીજો દેવલ અને વહુ શિવાની. સાદર વંદન. આપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ. આપણ...

[Video]: વૃદ્ધાવસ્થામાં જીવન

મને ખબર છે હું જેમની સાથે વાર્તાલાપ કરું છું તેઓ - વડીલ (Elderly) વરિષ્ઠ (Seniors) અને વયસ્કો (Aged) છે. મને ખબર છે તેઓ જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા, અનુભવસિદ્ધ અને પ્રબુદ્ધ શિક્ષિત છે. ત્યારે સલાહ કે માર્ગદર્શનનો કોઈ અવકાશ નથી. હું ફક્ત વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુનું મનોમંથન રજૂ કરીશ અને આ વિષયક મારા વિચારો અને પ્રશ્નો રજૂ કરીશ. આથી તમારી વૈચારિક પ્રક્રિયાને ધક્કો લાગશે અને જવાબ તો મને ખબર જ છે! સમૂહજીવન બહુ લાંબે ન જતા, કદાચ ૫૦-૬૦ વર્ષો પહેલા ફક્ત આપણા બાળપણમાં, આપણે સૌ આઠ-દસ-પંદર વ્યક્તિઓ જેમાં દાદા-દાદી, મા-બાપ, ભાઈ-બહેન, કાકા-કાકી જેવા સૌ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સમૂહજીવન આપણે માણ્યું છે. પરંતુ હવે પોતાના બાળકોથી જુદા રહેતા વૃદ્ધ માં બાપો હવે એકાકી જીવન જીવે છે. ત્યારે, એકલતા (Loneliness) હતાશા (Depression) અને દુ:ખની લાગણી (Unhappiness) સ્વાભાવિક છે. વર્તમાનમાં પોતાનાને પારકા માનવાની ટેવે આપણને એકલપેટા અને સ્વાર્થી બનાવી દીધા છે. શું આપણે કુટુંબના સભ્યોને કુદરતે આપેલ અણમોલ ભેટ માબાપ-ભાઈબહેન-સંતાનો સાથે એકરૂપ ન થઈ શકીએ શું? શું આપણે આડોશી-પડોશીઓને પ્રેમભાવ, ઉદારતા અને પ્...

[Video]: ગાંધીજીના જીવનની અજાણી વાતો

ગાંધી જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાના અવસરે  શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ મેહતા રૉટરી હાયર સેકંડરી સ્કૂલ, બીલીમોરા, ૨૯/૦૯/૨૦૨૩

[Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન

સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય, 7 જૂન 2023)  વરિષ્ઠ નાગરિકનો જીવનધ્યેય IKIGAI – Purpose Of Life ઓશો પૂછે છે, આમ તમે આખી જિંદગી કરો છો શું? વસ્તુઓ ભેગી કરો છો – મોટું મકાન બનાવો છો – તિજોરી ભરી લો છો અને છેલ્લે બધુ અહીં જ છોડીને, પોતાને પણ ગુમાવીને વિદાય લો છો. શું આ જીવન છે? જન્મ, વૃદ્ધિ અને વિનાશ – તો પછી જીવન જીવવાનો અર્થ શું છે? હેતુ શું છે? આ સવાલનો જવાબ શોધવાના પ્રયત્નને જાપાનમાં IKIGAI (ઇકિગાઈ) કહે છે. જીવનનો હેતુ શું? તમારા પોતાની ઈચ્છા શું કરવાની છે અને સમાજની જરૂરિયાતો તમે કઈ રીતે પુરી પાડશો–તે શોધવાનો વ્યક્તિગત માર્ગ તે ઇકિગાઈ . વયસ્કો – વરિષ્ઠ નાગરિકો સાથે નિવૃત્તિની વાતો શોભે. નિવૃત્તિ એટલે સ્વ તરફનું પ્રયાણ જે છેલ્લે આધ્યાત્મિક માર્ગે ભગવાન તરફ દોરી જાય છે. આપણાં જીવન બાબતે મેસ્લો નામના વ્યક્તિએ પાંચ પગથિયા બતાવ્યા છે – મેસ્લોનો નિયમ મૂળભૂત જરૂરિયાતો – રોટી, કપડાં અને મકાન આ બાબતે ઘટતું આયોજન ફરજિયાત છે.  બીજી બાબત છે - જીવનની અને સંપત્તિની ...

સીનિયર સીટીઝન ક્લબ, બીલીમોરા પ્રમુખ ડો. ભરત દેસાઈનું વિદાય પ્રવચન

માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો, સાદર વંદન. બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું. મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું. કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ. 1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ ...

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન સ્નેહી-સ્વજનો, મહાન સૃષ્ટિના સર્જનહાર, સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા, ત્રિએક પરમેશ્વર, બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા, સ્તુતિની આરાધના કરતાં કરતાં,  આનંદ અને આનંદ, ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું. અનાદિકાળથી, સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ,  અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક,  તથા તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે. આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના.  આમેન... આમેન... અર્થાત તથાસ્તુ.  મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણ...

આઝાદીનો અમૃત મહોત્સવ

“ આઝાદીનો અમૃત મહોત્સવ ” પ્રવચક: ડો. ભાસ્કર આચાર્ય, સુરત બીલીમોરા વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ અને મારા અત્યંત નજીકના સ્નેહલ મિત્ર ડો. ભરતભાઈ દેસાઈ, મંત્રીશ્રી ઉર્મિલાબેન દેસાઈ અને વરિષ્ઠ નાગરિક મંડળના સજ્જનો અને સન્‍નારીઓ. શુભ સવાર. સૌને નમસ્કાર. આઝાદીના અમૃતમહોત્સવ વિશે ઘણાં બધાં પાસાંઓને આવરીને હું માટું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરીશ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવ ઉપરાંત ભારતની આઝાદીના સંઘર્ષમાં ગાંધી, જવાહરલાલ નહેડું, વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ગોપાળકૃષ્ણ ગોખલે, ખાન અબ્દુલગફાર જેવા લડવૈયાઓને યાદ કરવા જ પડે. સાથે ૧૮૫૭નાં પ્રથમ બળવાના નાયક મંગળ પાંડે, ભગતસિંહ, સુખવીર અને રાજબીર જેવા નવલોહિયા શહીદોએ એમના પ્રાણની આહુતિ આપી છે. તેમને પણ શ્રદ્ધાંજાલે આપવી ઘટે. બ્રિટીશરો સામે લડવામાં ગાંધીજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. સત્ય, અહિંસા, ઉપવાસ, અસહકાર જેવાં આયુધો લઈને ભારતને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો હતો. કદાચ મોહંમદઅલી જિન્હા ન હોત અને ધ્રિટીશરોની ભાગલા પાડો અને લડો એવી નીતિ ન હોત તો દેશ કદાચ વહેલો આઝાદી પામ્યો હોત. એક મુઠીભર ધ્રિટીશરો...

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બ...

મને ગર્વ છે કે હું અનાવિલ છું!

ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ |  યદ્દભદ્રં તન્ન આસુવ || હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.   જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે...