ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.