સમગ્ર ભારત વિવિધ આક્રમણકારીઓનો અવારણવાર ભોગ બન્યું છે અને તેમના વિજય પછી તેઓના રાજ્ય દરમ્યાન વિવિધ પ્રકારના ત્રાસ પ્રજાએ ભોગવવા પડ્યા છે. બહુ જૂના ખીલજી – ધોરી – લોદીની લૂંટ, ખુનામરકી અને પ્રજા સાથે જુલમી વર્તનની વાતો જાણીતી છે. છેલ્લા પાંચસો વર્ષમાં 250 વર્ષ – મુગલો અને 250 વર્ષ બ્રિટિશરોના રાજયમાં થયેલા જુલમોનો ઈતિહાસ તાજો જ છે. ઈસ્લામ કે (ખ્રિસ્તી) ધર્મ અંગીકાર કરવા થયેલા વિવિધ અપમાનો – અત્યાચારો યાદ કરીએતો કંપારી છૂટે છે. રાજ્યનો વિસ્તાર વધારવા બે રાજ્યો વચ્ચે યુદ્ધો થતાં હતા. તેમાં નબળો રાજા શરણાગતિ સ્વીકારતો અથવા યુદ્ધમાં હારીને રાજ્ય ગુમાવતો. હારેલા કે શરણાગતિ સ્વીકારતા રાજાઓ સંધિકરાર–સંધિ કરતાં. સંધિની શરતો લેખિત સ્વરૂપે તૈયાર કરાતી. હાલમાં મેં મોગલયુગનો ભારતનો ઈતિહાસ વિષયક પ્રા. જશુભાઈ બી. પટેલ લિખિત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ–6 દ્વારા 1978માં પ્રકાશિત 700 થી વધારે પેજનું પુસ્તક “ભારતનો ઈતિહાસ” (મોગલયુગ) વાંચ્યું. તેમાં સંધિ સમયે મુઘલ રાજાઓ દ્વારા થતી શરતોમાં પહેલી શરત હંમેશા રાજાની દીકરી, બહેન કે પત્નિ સાથે લગ્નની વાત વાંચી હું ચોંકી ગયો. સ્ત્રીઓને પકડીને બળાત્કા...