વ્હાલા વિદ્યાર્થીમિર્ત્રો, લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) ના પ્રમુખશ્રી લા. મીનાબેન દેસાઈ અને અમે સૌ સભ્યો આપની સાથે થોડી આત્મીયતા કેળવવા આવ્યા છે ત્યારે મારે થોડી વાતો દિલ ખોલી કરવું છે. વહાલા બાળકો, ખાસ તો અમે તમારી ભણવાની ધગશને બિરદાવવા અહી આવ્યા છીએ. મારે સ્વીકારવું છે કે તમને નવાઈ લાગશે પણ ખરેખર હકીકતમાં ૬૦ વર્ષ પહેલા તમારા જેવડો હું હતો ત્યારે જેટલો હોંશિયાર હતો તેના કરતાં તમે સૌ-ગણા વધારે હોંશિયાર છો. તેથી તમારે ફક્ત ધ્યાનથી અને ખંતથી અભ્યાસ કરવાની જરૂર છે. ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ બેઠું છે! મારે તમને માર્ગદર્શન એકાગ્રતા, સ્વ સાથે સંવાદ, સમયવ્યવસ્થાપન, અને આરોગ્ય બાબતે આપવું છે. એકાગ્રતા (Mindfulness) થીચ-ના-હાન નામના વિયેટનામિ બુદ્ધ સંપ્રદાયના વિચારક–શિક્ષક અને સમાજસેવક તેમના પુસ્તક ‘આર્ટ ઓફ પાવર’ ('Art of Power' by Thich Nhat Hanh) માં એકાગ્રતા વિષે સરસ સમજ આપે છે. તેઓ કહે છે: અભ્યાસ જેવી કોઈપણ પ્રવુતિ કરતી વખતે (૧) આપણે જે કઈં કાર્ય કરીએ છીએ તેજ બાબતે ધ્યાન–વિચાર–પ્રવૃત્તિ સંપૂર્ણપણે ૧૦૦% ધ્યાન કેન્દ્રિત કરીને કરવાની છે. (૨) ત્યારે ભૂતકાળ કે ભવિષ્યના વિચારોમાં