પુસ્તક પરિચય કરાવવા પુસ્તક વાંચવું પડે અને વાંચવા માટે પુસ્તક મેળવવું પડે! પુસ્તક લાયબ્રેરીમાંથી જ મળે અને લાયબ્રેરીમાંથી લાવીને જ વંચાય એ મને ખબર હતી. જે.બી.પીટીટ લાયબ્રેરી-બીલીમોરા, ગઝધર લાયબ્રેરી-ગણદેવી અને સયાજી લાયબ્રેરી- નવસારીનો આજીવન સભ્ય હોવાથી હું ત્યાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી ગેરસમજ ધરાવતો હતો. પણ નવી પેઢીના મારા બાળકો વૈશાલી અને રાહુલે એ ભૂલાવ્યું. પુસ્તકમેળા – પુસ્તકોની દુકાનો અને ઘટતામાં 'એમેઝોન' દ્વારા પુસ્તક ખરીદીને પુસ્તક વંચાય એમ તેમણે બતાવ્યું. પુસ્તકો ખરીદવાનું પહેલા ચર્ચગેટના રોડ પરથી દરેક પુસ્તક સો રૂપિયામાં વેચાય ત્યાંથી શરૂ કરાવ્યું – પછી બુક સ્ટોરમાંથી ખરીદી આપ્યું અને છેલ્લે ‘એમેઝોન’માં ઓર્ડર આપી ઘરે મળતું કરાવ્યું. આમ વૈશાલી–રાહુલે પુસ્તક ન ખરીદવાની જીદ દૂર કરાવી નવી ટેવ પડી. તેમાંથી છેલ્લે ખરીદી તે "ગુર્જર રત્ન" અને "જીવતી વાર્તા" પુસ્તકો મેળવ્યા. દીક્ષા – સાદાઈ – સમાજસેવા હિન્દુ ધર્મના સિદ્ધાંતો: કદાચ વારસાગત ગરીબી અને જૈન ધર્મની દીક્ષાના સંસ્કારોએ મને ન કમાવાની, કહેવાતી સમાજસેવા કરવાની અને સાદાઈ અપનાવવાની વિચારસરણીના પાટે