Skip to main content

વહાલનું અક્ષયપાત્ર - પુસ્તક પરિચય

વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો!  

“વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે.

કોઈ જાતની કટુતા, ટીકા કે ડંખ વગર નિર્ભેળ પ્રેમ-સરળતા-લાગણી બતાવતા પત્રો અને મુલાકાતો દ્વારા પરિચય આપતી જીવનકથા વાંચવી જ રહી.

ચાલો, પહેલાં આપણે હરેશભાઈ ધોળકિયા સાહેબનો પરિચય મેળવીએ.
  • જન્મ: તા. 30 જૂન 1946
  • પિતા : ચમનલાલ 
  •  માતા : રસિકબાળા
  • મોટાભાઈ : સુધાકર 
  • નાની બહેન : દર્શના
  • પત્ની : વંદનાબહેન - લગ્ન : 1972
  • વ્યવસાય : શિક્ષક, આચાર્ય
  • નિવૃત્તિ : 45 વર્ષે 31 જુલાઈ, 1991 સ્વૈચ્છિક નિવૃત્તિ
  • પ્રિય સ્થળો : જ્યાં હોઉ ત્યાં, મહ્દ અંશે ઘર, સમુદ્રકિનારો
  • પ્રિય વ્યક્તિઓ : સમગ્ર જગતની
  • કુદરતી ઉપચાર (1983થી) અને શીવામ્બુ ચિકિત્સા (1981થી) સક્રિય
  • મુખ્ય શોખ : વાંચન, લેખન, પ્રવચનો, શિબિરો, સંગીત, વિચરવું, અનેક વિષયોમાં જિજ્ઞાસા
પુસ્તકવાંચન મિત્રો શોધી આપે છે, એવું પહેલીવાર જાણ્યું-અનુભવ્યું. મારા સ્નેહી આચાર્યા શ્રીમતી જયશ્રીબેન દેસાઈએ મને “અંગદનો પગ” પુસ્તક વાંચવા આપ્યું. મે સ્વભાવવશ વાંચીને પ્રતિભાવ એમને અને આપશ્રી ને લખી મોકલ્યો. તેનું પરિણામ તે મારા નવા મિત્ર વડીલ શ્રી હરેશભાઈ! (આવા અકસ્માતો ઓછા થતાં હોય છે. કારણ કે સાહિત્યકારો કદાચ આપના જેવા અપવાદ રૂપે જ સાદા રહેતા હોય છે. બાકી તો, થોડુંક નામ થવાથી તેઓ વાચકોના પત્રો વાંચતાં નથી - જવાબ તો બહુ દૂરની વાત થઈ.)

પુસ્તક દ્વારા આપનો પરિચય થયો, પણ ઉંમર સિવાય વધુ વિગતો ન હતી. ત્યારે આપના વિદ્યાર્થીઓ - વિરેન શેઠ અને જીના શેઠ - દ્વારા લખેલ “વ્હાલનું અક્ષયપાત્ર” પુસ્તક દ્વારા વિગતવાર અને સંપૂર્ણ પરિચય થયો.

મારા જીવનમાં ભણતર દરમ્યાન અમિટ છાપ છોડનાર પાંચ ગુરુજીઓને ટેલિગ્રામ, ટેલિફોન કે તે પહેલાં પત્ર દ્વારા હું દર ગુરુપૂર્ણિમાએ પ્રણામ પાઠવતો. તેમના પ્રતિભાવો પણ નિયમિત મળતા. તેઓ ધીરેધીરે વિદાય થયા ત્યારે આપના પુસ્તક પછી આપના વિદ્યાર્થીઓ પ્રત્યે આપે દાખવેલ પ્રેમ જોઈ મને તેમની યાદ તાજી થઈ.

ચાલો હરેશભાઈ વિષેના મંતવ્યો મમળાવીએ!
 
વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, સગા સંબંધીઓ અને સાહિત્યકારો દ્વારા હરશેભાઈના જીવનની વિશેષતા જ એ કે - એમની પોતાની આગવી શૈલીથી જીવન જીવે. એમનું જીવન બધાથી તદ્દન અલગ. એમની જીવનશૈલી ફક્ત તેમણે જાતે લીધેલા નિર્ણય પર આધારિત. કોઈની સલાહ કે કોઈના આદર્શ કે કોઈના નિર્ણયથી પ્રભાવિત નહીં. એક વખત નિર્ણય લીધો પછી એમાં કોઈ ફેરફારની શક્યતા નહીં. (૭૭, નાના બહેન ડો.દર્શના

તેમને હું ‘મિનિ ગાંધીજી’ કહું, કારણકે એમણે એમની સમાજલક્ષી પ્રવૃત્તિ, વિચાર લેખન અને શિક્ષણ, ભલે કૌટુંબિક જીવનના ભોગે પણ ચાલુ રાખી છે. અને તે પણ જિંદગીના આઠમાં દાયકા સુધી જરાપણ ચલિત થયા વિના. (૭૭

મરતી વેળા હું કશી બચત ધરાવતો ન હોઉં તેથી શું? કદાચ કફન જેટલા રૂપિયા મારી પાસે ન હોય તો તેની ઉપાધિ પણ મારે શા માટે કરવી? (૩૯૮

૪૫ વર્ષે સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારનાર હરેશભાઈ-સવેતન શાળા-શિક્ષક મટીને અવેતન લોકશિક્ષક તરીકે અનૌપચારિક શિક્ષણમાં મસ્ત. (૩૯૯

સ્વભાવે શરમાળ અને ભણતરમાં સાધારણ પણ બાળપણથી વાચન ઝનૂન એવું કે રોજની એક ચોપડી તો વાંચે જ વાંચે. (૩૯૯

અલીયાબાડાની દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિધ્યાલયમાં પ્રખર પૃચ્છક (પ્રશ્ન કરનાર) તરીકે પંકાયા. (૪૦૧

વિદ્યાર્થીઓ અને પ્રૌઢોને જાતીય શિક્ષણ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે આપ્યું. 

સ્વભાવે નાળિયેર જેવા કઠોર અને કોપરાં જેવી મીઠાસ ધરાવતા હરેશભાઈ આનંદના ભાવ ઉછળીને ન બતાવે, જેથી કોઈવાર લાગણીશૂન્ય લાગે. 

Crystal Clear Personality - પારદર્શી વ્યક્તિત્વ: એમને તમે સોંસરવા જોઈ શકો અને છતાં કહી પણ ન શકો એવા અભેધ. 

વસ્તુને અને વ્યક્તિને ખુલ્લા દિલથી સ્વીકારે, પૂર્વગ્રહ થી નહીં. તેમણે પોતાની શાલીનતા-તાજગી કદી છોડી નથી. (૭૯

એ ટોળાંના માણસ નથી, પણ one-to-one સંબંધોના માણસ છે. 

સંબંધોની વ્યાખ્યાની બહાર જીવનારો માણસ છે અને ચોકઠાની બહાર (Out of Box) વિચારનારો માણસ છે. (૭૯

હરેશભાઈ તેમની તર્કશીલ બાહ્યપ્રતિભા નીચે એક સંવેદનામય લાગણીઓ ધરાવતો વ્યક્તિ છે. (૮૨

પરિવારમાં સૌ એકબીજાને મૂક રીતે ચાહતા. કોઈ દેખાડો નહીં. બસ માત્ર ચાહવું એજ પરસ્પરનો એકમાત્ર સ્વધર્મ. ટાંચા સાધનો, આર્થિક સંક્રામણ, સંયુક્ત પરિવાર, અને જીવનની ગુંચો- આ બધા વચ્ચે અમારું બાળપણ વીત્યું. (૮૫, બહેન દર્શના)

હરેશનું જીવન તદ્દન અંતર્મુખી, નીરવ, અવધૂત સમું રહ્યું. સંસારની ભરમારોથી દૂર, એકલપંડ, પણ તેમનું શિક્ષકત્વ પ્રભાવક રહેવાથી તેનો પ્રભાવ ખૂબ વિસ્તર્યો. (૮૭

કાકા કહે કે કોઈપણ બાબત માટેનું કારણ હોય જ. એ શોધી લેવું તો કોઈ નકારાત્મક લાગણી નહીં અનુભવાય. પછી એ કોઈ બીક હોય કે કોઈ માટેનો પૂર્વગ્રહ. (૮૧, ભત્રીજી ઉત્કંઠા

હરેશભાઈ ક્યાંય બંધાતા નથી. કોઈ ગુરુની કંઠી પહેરી નથી. પણ અનેક ગુરુઓની સાધના જાણી છે – સમજી છે અને સમાજમાં લેખો દ્વારા પહોંચાડી છે. (૧૦૫

“કચ્છમિત્ર” દૈનિકમાં કચ્છ વિષે ૪૦ વર્ષથી અભ્યાસપૂર્ણ લેખોનાં લેખક. (૧૦૭

તેઓ ચિંતકની ચિત્તવૃત્તિને પણ મઠારે એવા વિચારક છે. (૧૧૦

ધર્મમાં શ્રદ્ધા માનવું-ન-માનવું વગેરેમાં ફસાયા વગર પોતાની આંતરિક વૃતિઓને જ હંમેશા ચકાસવાનુ કહે. ગમે તે કરીને મૂળ ઉદ્દેશ્ય “જાગૃતિપૂર્વક જોવું” જ હોવો જોઈએ. (૧૪૭, Awareness)

શ્રી શંકરાચાર્ય રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગાંધીજી, વિનોબાભાવે, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, જેવા અનેક મહાપુરૂષોએ હરેશભાઈને ગૃહસ્થાશ્રમી સાધુ બનાવ્યા. શિક્ષણ માટેનો ભેખ લેવડાવ્યો અને સમાજના બાળકોને જ પોતાના સંતાન બનાવ્યાં. (૧૫૧

મૌજ કરો નહીં - મોજ માં રહો! (૧૪૩

સાલું આમને આંખમાં ક્યાક વાંધો હશે કે શું? બધામાં સારું જ દેખાય છે. ખરો માણસ છે, નહીં? 

જેમના સુખનો આધાર વ્યક્તિ, ઘટના કે સ્થળ પર ન હોય તે સુખી વ્યક્તિ. 

જેનું તંત્ર “સ્વ” પર હોય તે સ્વતંત્ર. સ્વતંત્ર વ્યક્તિ જ સુખી. (૧૮૦

હરેશભાઈ એક હરતી ફરતી યુનિવર્સિટી છે, એમ કહીએ તો ખોટું નથી. તેઓ જે કામ ઉપડે તેમાં મંડ્યા રહે અને પૂર્ણતાને પ્રગટાવે. (૧૩૪

ઘણાબધા સાહિત્ય પ્રકારો એમણે ખેડયા છે, અનેક ક્ષેત્રોમાં એમની સેવાની સુગંધ પ્રસરી છે. વિવિધ વિધ્યાઓમા ચાંચ ડુબાડી છે. અને કંઈકેટલાના પથદર્શક બન્યા છે. તેથી હરફનમૌલા સાબિત થયા છે. (૧૩૬

હરેશભાઈ હંમેશા કહે, લખતા રહો. લખતા રહો, એક દિવસ તમારું નામ પણ આગળ હશે, હશે અને હશે જ. (૧૨૫

વડોદરાની બાજુના મુનિ આશ્રમ, ગોરજમાં અનુબેનને તેમના બ્રહ્મચર્ય અને સેક્સ વિષે સવાલ પૂછેલા. (૧૧૮

હવે પછીની તેમની યાત્રા - પ.પૂ.ધ.ધુ.(પરમપુજ્ય ધર્મ ધુરંધર) બનવા તરફની દેખાય રહી છે. (૧૧૮)

હરેશભાઈ ધોળકિયાનો સ્વ-પરિચય
: (પોતે આપેલો પરિચય)
  • ભણવામાં હું તદ્દન નબળો હતો. મારા બધા મિત્રો અતિ હોંશિયાર. માત્ર હું જ ભયંકર ઠોઠ. (સફળ શિક્ષક, આચાર્ય, પ્રસિદ્ધ લેખક, અને પ્રભાવશાળી વક્તા તરીકેની નામના થયા પછી હરેશભાઈની નમ્રતા જ આવું સ્વીકારી શકે.)
  • છોકરીઓ ખૂબ ગમતી. તે સન્યાસી થવા દે એમ ન હતું. એટલે લગ્ન કરવાનું નક્કી કર્યું. (પારદર્શક પ્રમાણિક્તા - નિર્દમ્ભ ખુલ્લાપણું હોય તો જ આ વાત કારણ સ્વરૂપ પ્રદર્શિત કરી શકાય.)
  • શિક્ષક તરીકે “ચારસો ટકા આનંદ”! આજનાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે એવો જ પ્રેમ તેમના પ્રત્યે ઉભરાઈ આવે છે. વિદ્યાર્થીઓ જ મારા સંતાન રહ્યા છે અને આજે પણ છે. (આદર્શ શિક્ષક અને ગુરુ-શિષ્યના સંબંધની આ ઊંચાઈ વિદ્યાર્થીઓને નસીબથી જ મળે. આવા આદર્શ શિક્ષકને રાજ્ય કે રાષ્ટ્રીય સન્માન એટલે વિદ્યાર્થીઓનો પ્રેમ.)
  • નિવૃત્તિ પછી ૨૯ વર્ષથી મોટા ભાગે ઘરે રહીને જ કામ કરેલ છે. મુખ્ય પ્રવૃત્તિ લખવું-વાંચવું જ રહી છે. ઉપરાંત પોતા સાથે સમય ગાળું છું. હરું છું. ફરું છું. મજા કરું છું. (વરિષ્ઠ નાગરિક ૭૪ માં વર્ષે આનંદપૂર્વક પ્રવુત્તિમય દિવસ અને તેથી જીવન જીવે - એજ એમનો ઉપદેશ.)
  • If You Love What You Are Doing, You Will Be Successful. તેમણે આ વાક્ય પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને નેત્રદિપક સફળતા મેળવી છે.
૪૨૨ પાનાનાં પુસ્તકનો સાર અથવા પુસ્તક પરિચય ટૂંકમાં લખીએ તો પણ લાંબો જ થઈ જાય એટલે કથાવસ્તુની વિગતો સમાવી શકાય. જીવન ઝરમરમાંથી વ્યક્તિનો પ્રાથમિક પરિચય થઈ જાય – પછી વધુ સમાવવાના લોભને મેં છોડીને કલમને વિરામ આપવાનું નક્કી કર્યું. આશા છે હરેશભાઈ ધોળકિયાનો ઓછો પરિચય મેં અહી સમજાવ્યો છે – વધુ ઉત્કંઠા જાગે તો પુસ્તક વાંચવા સિવાય છૂટકો નથી.





વહાલનું અક્ષયપાત્ર
  • પુસ્તકનું નામ: વહાલનું અક્ષયપાત્ર
  • સંપાદન : જીના શેઠ, વિરેન શેઠ
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૦૮-૦૮-૨૦૨૦
  • વર્ષ : ૨૦૧૯
  • પાનાં : ૪૨૨
  • પ્રકાશન : સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન   ૨૬ મે, ૨૦૨૪  સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા 'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો   અને   વક્તવ્યો

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.

ચાલો, માંદા સ્નેહીઓની ખબર કાઢવા

આપણે સૌ સામાજિક વ્યવહારો સાચવાની ખાસ કાળજી રાખતા હોઈએ છીએ. માંદા પડેલા આપણાં અંગત સ્નેહીજનની હોસ્પિટલમાં દાખલ થયેલ હોય ત્યારે રૂબરૂ મળી મુલાકાત કરીને “વહેલા સારા થઈ જાવ” એવું આશ્વાસન આપવાનો રિવાજ છે. આમ કરવાથી દર્દી ને ખરેખર દિલાસો મળે છે અને માંદગીની કારણે થયેલ દુ:ખ ઓછું થતું હોય છે. લાગણીથી જોડાયેલ અંગત સ્વજનને મળવા જવાનો રિવાજ ઘણીવાર ફક્ત ઔપચારિક્તામાં પરિણામતો હોય છે. આમ ફક્ત ફરજ નિભાવવાની વિધિ કરવા પૂરતું જઈને વેઠ ઉતારવાનો કોઈ ખાસ અર્થ નથી. ચાલો, કંઈક અર્થસભરતા લાવવાની હકારાત્મક કોશિષ કરીએ. આ અર્થ શબ્દ દ્વારા મને પૈસા- નાણાંની યાદ આવી. વર્તમાન સંજોગોમાં દરેક વ્યવહાર પૈસાની લેવડદેવડનો રહ્યો છે. જન્મ સમયે, જન્મદિવસે, યજ્ઞોપવિત, લગ્ન કે મરણ દરેક વિધિ પૈસાની આપ લે દ્વારા થતી હોય છે. પોતાની આર્થિક સ્થિતિ સંબંધની નિકટતા અને ભૂતકાળના વ્યવહારોની ગણતરી કરીને તે પ્રમાણે પૈસાનું કવર બનાવી આપણે આદાન-પ્રદાન કરતા હોઈએ છીએ તેમાં માંદગી સમયે આર્થિક ભેટ શરૂ કરવા જેવું છે.  હોસ્પિટલમાં દાખલ થયેલ સ્નેહીને પ્રાથમિક તપાસ, લેબોરેટરી રેડિયોલોજી તથા નિષ્ણાત ડોક્ટરની નિદાન માટેની તપાસ દરમિયાન ખૂબ મો...