હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...