કાર્તિકેયના જન્મની વાત તારક નામ ના અસૂરે દાનવે દેવોને હરાવ્યા હતા. તેને મારવા માટે દેવોએ શું-કરવું તે વિચાર્યું તેને તારક ને મળેલા વરદાન મુજબ તેને ફક્ત નાનું બાળક દ્વારા બનેલું અને માર્ગદર્શિત લશ્કર જ મારી શકે એમ હોવાથી તેઓએ બ્રમ્હાનો સંપર્ક કર્યો. બ્રમ્હાના કહેવા મુજબ ફક્ત શિવ -પુરુષ દ્વારા ફક્ત એકલાથી પેદા થયેલ બાળક – ફક્ત ભગવાન શંકર જ આપી શકે ભગવાન શંકર ને મોહિત કરવા “કામ” ને મોકલ્યો પરંતુ શિવ તેને “ત્રીજી આંખ” ખોલી ને ભશ્મ બનાવી દીધો. ત્યારે તેમણે શક્તિ પાર્વતિ ને આજીજી કરી. પરંતુ આ ભગવાન શિવને પાર્વતિ મનાવી શક્તિ નથી. પરંતુ પછીથી દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે. આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એ...