શિવ – શંકર – ભોલેનાથ તરીકે
ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ.
ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.
લગ્ન
એમના લગ્નની જાન લઈ આવેલ શંકર નંદી (ઘોડે સવારી ને બદલે) નંદી - બળદ ની સવારી કરે છે. શરીર ઉપર ભસ્મ લગાવેલ છે અને પ્રાણીનું ચામડું પહેરીને શરીર ઢાંકેલ છે. ગાળામાં ફુલમાળા હાર પહેરવાને બદલે સાપ લટકાવેલ છે અને હાથમાં ક્લગીને બદલે ત્રિશુળ લીધેલ છે અને સંગીત માટે બેંડવાજા ને બદલે ડમરુ વગાડે છે આવું જંગલી સ્વરૂપ ભયજનક અને બિવડાવનારું છે તેથી તેમણે કાલભૈરવ કહે છે, તેને મધપાન કરાવાતું હોય છે.
આ જોઈને પાર્વતિ ને ચિંતા થાય છે કે તેના પિતા દક્ષ અને માતા મેના આ ઉપરાંત સખીઓ અને બીજા શું કહેશે ત્યારે ભગવાન ને બરાબર તેયાર થવાનું કહે છે. ભગવાન વિનંતી ને માન આપીને આકર્ષક – રૂપવાન બને છે જેને ગોરા-ભૈરવ તરીકે ઓળખાય છે. જે હજૂપણ ભોલેનાથ જ છે. તેઓ ચંદ્ર જેવા દેખાવડા-રૂપાળા હોવાથી સોમ-સુંદર પણ કહેવાય છે. તેઓ સાપ, પ્રાણીના ચામડી નું વસ્ત્ર અને ભભૂતિ દૂર કરી સ્નાન કરીને તૈયાર થાય છે. અને સુંદર રેશમી વસ્ત્રો ધારણ કરે છે. શરીરને અત્તર થી સુગંધિત કરે છે. આવા સૌજન્યશીલ અને મુલાયમ શિવ ભગવાન નવા અવતારમાં જાન લાવી લગ્ન કરે છે.
ઘર
લગ્ન પછી પાર્વતિમાતા ઘર માટે વિનવે છે ત્યારે ભોલેનાથ શું જરૂરી છે એમ જવાબ આપે છે. માં કહે છે ઉનાળામાં તાપથી રક્ષણ કરવા ત્યારે તેઓ વડનું ઝાડ બતાવી ત્યાં આશરો લેવાનું કહે છે. પછીથી શિયાળાની ટાઢકની વાત કરે છે તેના ઉપાયમાં સ્મશાનમાં રહેવાનુ સમજાવે છે કારણ ત્યાં અગ્નિદાહ થતો હોવાથી ગરમી મળે છે કારણ ત્યાં અગ્નિદાહ થતો હોવાથી ગરમી મળે છે. છેલ્લે વરસાદની વાતના ઉપાય તરીકે તેઓ વાદળોની ઉપર લઈ જઈ,ત્યાં વરસાદ જ વરસતો નથી એમ કહે છે આમ શિયાળો, ઉનાળો, કે ચોમાસાનો ઉપાય બતાવે છે, પણ લગ્ન પછી ગૃહસ્થ જીવન જીવવામાટે ઘર જરૂરી હોય છે, તે બિલકુલ સમજતા નથી. ઘર ને જંજાળ કે ભાર માનતા ભોલેનાથ છેવટે ઘર માટે રાજી થાય છે.
આમ રાજી થાઈ ને શિવ પોતાના ભક્ત રાવણ ને ઘર બનાવવા કહે છે. રાવણ હોંશિયાર ભક્ત છે.તેની રાક્ષસ મંડળી અને પોતાના વાસ્તુ-શાસ્ત્ર જ્ઞાનને આધારે ભવ્ય મહેલ બનાવે છે. અને ભગવાન ને અર્પણ કરે છે. ભગવાન રાવણને મહેલ બનાવવા બદલ ઈનામ-બક્ષિસ માંગવાનુ કહેતા – લુચ્ચો રાવણ મહેલ જ માંગી લે છે અને ભોળા ભગવાન આપી પણ દે છે. પાર્વતિ ને ખૂબ ગુસ્સો ચડે છે, પણ તે ભગવાન ને જેવા ભોળા સ્વભાવ ના છે તેવા સ્વીકારી રાજી રહે છે.
આ વંઠેલ (સુધરી ના શકે એટલો બગડેલો) રાવણ એકવાર ભગવાન શિવ પાસે પાર્વતી માંગે છે. કહે છે. આપની પત્નીને મારે મારી પત્ની બનાવવી એમ કહે છે. લગ્ન જીવન કે સામાજિક જ્ઞાન વગરના ભોળા શંકર રાવણને હા પાડી દે છે. ત્યારે પાર્વતિ લુચ્ચા રાવણ ને પાઠ ભણાવવા દેડકી માથી સુંદર દેખાવડી અને રૂપાળી મંદોદરી ઘડી કડે છે તેના રૂપમાં મોહિત તે મંદોદરીને પાર્વતિ સમજી પોતાની રાણી બનાવે છે.
ચોર ને વરદાન
આવા ભોળા ભગવાન ના અનેક રૂપકો છે. એકવાર ચોર અને ખૂની બીલીના ઝાડઉપર છુપાયા હોય છે, ત્યારે બીલીપત્રો નીચેના શિવલિંગને ભૂલમાં નાખે છે પણ પ્રસન્ન થયેલા ભોલેનાથ તેને માફ કરી દે છે.
દ્રૌપદીને વરરાજાઓનું વરદાન
એકવાર દ્રૌપદી ભગવાન શિવ પાસે પ્રમાણિક, શક્તિશાળી, હોશિયાર,દેખાવડો, અને વ્યવસ્થિત રહેતા એવા પાંચ લક્ષણો ધરાવતો પતિ માંગે છે. તો ભોળા ભગવાન શંકર તેને દરેક એક લક્ષણ ધરાવતા પાંચ પતિ વરદાન માં આપે છે.
અસુરોનું કપટ અને ભોલેનાથ
અસુરોએ શિવજીને જ મારવા માટે, પોતે જેના માથે હાથ મૂકે તે રાખ બની જાય એવું વરદાન માંગ્યું. ભોળા ભગવાને તે આપ્યું, ત્યારે અસુરોએ શિવજીના માથે હાથ મુકી મારવાની કોશિષ કરી. આ જોઈ વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લઈ તેમને આકાર્ષ્યા તેની શાથે નૃત્ય કરવા લાગ્યા. મોહિનીએ લાગ જોઈ અસુરોનો હાથ તેમના જ માથે મુક્યો અને તેને ભષ્મ કરી દીધા. આવા હતા ભોળા ભગવાન.
સમુદ્ર મંથન અને નીલકંઠ
દેવો-દાનવો સમુદ્રમાંથી જીવન બચાવવા અમૃત્ય કરનાર અમૃત શોધવા સમુદ્રમંથન કર્યું. ત્યારે અમ્રુત અને સુંદર વસ્તુઓ મળી તે દેવ-દાનવો એ વહેંચી લીધી. પણ તેજ વખતે મળેલ સમુદ્ર માંથી નીકળેલ ઝેર હલાહલ નો સ્વીકાર કોઈએ ન કર્યો. યોગ શક્તિ ધરાવતા શિવને જ આ પચાવવાની શક્તિ હતી-તેથી શિવને પીવા આપ્યું. શિવ પીતા હતા ત્યારે પાર્વતીએ તેને ગળા આગળ જ રોકી લીધું આને કારણે શિવનું ગળું ભૂરાશ પડતો રંગ પકડી લીધો આથી તેઓ નીલકંઠ અને વિષધર કહેવાયા.
મત્સ્યેન્દ્નનાથ
માછલી એ એકવાર શિવ-પાર્વતિ ની ચર્ચા સાંભળી તેને જ્ઞાન થયું. આ જ્ઞાન થી માછલીઓ માનવ સ્વરૂપ ધારણ કર્યું તે મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા.
શિવજી નો ત્રીજો પુત્ર અંધકા
ગમ્મત કરતાં આનંદિત પાર્વતિ એકવાર શિવજીની બન્ને આંખો હાથથી ઢાંકે છે. તેનાથી વિશ્વમાં અંધારું થઈ જાય છે. શંકર ભગવાન સૂર્ય ને પ્રકાશિત કરી અજવાળું કરવા ત્રીજી આંખ ખોલે છે આ પ્રકાશ અને ગરમીથી માં પાર્વતિ ના હાથ માં પરસેવો થાય છે જે માંથી બાળક પ્રસવે છે, જેને અંધકા કહેવાય છે. વંધ્ય અસૂરોને અંધકા દત્તક આપે છે. અંધકા મોટો થઈને બ્રમ્હા પાસે વચન માંગે છે કે તેને યુદ્ધમાં કોઈ હરાવી ન શકે, સિવાય કે પોતાની માં સામે વાસનાભરી દ્રષ્ટિ થી જુએ. પોતાના માં બાપ વિષે અજ્ઞાન અંધકા એકવાર અચાનક કૈલાશ પર્વત ઉપર પહોંચે છે અને પાર્વતિને ભગવાન શિવની પાસે બેઠેલા જોઈ છે ત્યારે એને પાર્વતિ પ્રત્યે શારીરિક આકર્ષણ થાય છે પાર્વતી જ્યારે ભગવાન ને આ વાત કહે છે ત્યારે શિવજી ત્રિશુળ વડે અંધકા ને કાયમી રીતે ઇજાગ્રસ્ત અને અપંગ બનાવે છે.
ગંગા અવતરણ અને ગંગા ધારા શિવ
ભાગીરથના મૃત્યુ પૂર્વે જેને જીવંત કરવા ગંગાનું પાણી જરૂરી હતું આકાશમાં દૂધ જેવા સફેદ રંગના પાણી થીવહેતી ગંગા પૃથ્વી પર સીધી પડે તો પૃથ્વી નો વિનાશ થાય એમ હોવાથી તે રોકવા ગંગાના અવતરણ માટે શિવજીને તૈયાર કરે છે ભગવાન ના માથાના વાળ માં ઊતરતી ગંગા શાંત થઈ જાય છે. અને ત્યાથી પૃથ્વી ઉપર અવતરણ કરે છે. આથી જ ભગવાન શિવ ને ગંગાધરા પણ કહે છે.
યોગેશ્વર શિવ
કુદરતમાં કોઈ પક્ષપાત નથી. જે જન્મે છે તેણે મારવાનું છે. આ જીવનનું કુદરતીચક્ર છે, જે નિરંતર ચાલ્યા કરે છે. તેથી પ્રાણીમાત્રને મૃત્યુનો દર રહે છે. ખોરાક માટે પ્રાણીઓમાં મોટાપ્રાણીઓ શિકારી બને છે અને નાના પ્રાણીઓનો શિકાર કરે છે. તેથી પ્રાણીઓમાં શિકારના ડર થી બચવા એ લોકો પોતાની નિર્ધારિત સીમા-વિસ્તાર બાંધી તેમાં વિચરે છે. આ પ્રાણીઓની શિકારીવૃત્તિ માણસોમાં મગજશક્તિની હાજરીથી તોડવાનું કામ ભગવાન શિવ કરે છે, તેથી પશુપતિ કહેવાયા છે.
યોગેશ્વર (ધનુધારી યોગેશ્વર)
ભગવાન શિવ ના હાથ માં ધનુષબાણ છે, જે સ્થિરતા અને ધ્યાનનું પ્રતિક છે. અસ્થિર-અસ્વસ્થ-ગુસ્સાવાળા મગજ ને સ્થિર કરવાનું કામ યોગ દ્વારા થાય છે. યોગ મગજની એકરૂપતા-સ્થિરતા-કુદરતીપણું સ્થાપે છે. આવી યોગરૂપી પ્રકૃતિ-મુદ્રામાં સ્થિર ભગવાન શિવને યોગેશ્વર કહેવાયા છે.
સાપ
શિવ ભગવાનના ગાળામાં નાગ સાપ વિટાળેલ છે તે સ્થિર મુદ્રામાં ફેણ પ્રસારીને ગળામાં હોય છે. પતંજલિનું યોગ વિષયક પુસ્તક યોગમુદ્રા આ નાગે લખ્યું હોવાનું મનાય છે.
રુદ્ર -શિવ
બ્રમ્હાને શતરુપાની સાથે દોડાદોડી કરતાં જોઈને ભગવાન શિવ ગુસ્સે ભરાઈને ચીખ પાડે છે અને તેથી એમને રુદ્ર કહેવાયા છે, તે રુદ્ર સ્વરૂપના દર્શન કરાવે છે.
ક્પાલિકા શિવ
પાંચ મસ્તકવાળા બ્રહમા પોતાને પ્રકૃતિ-કુદરતના માલિક ગણાવે છે, ત્યારે શિવ આ બ્રમણાથી બ્રહમા ને અપમાનિત કરવા સજા તરીકે તેમનું પાંચમું મસ્તક તોડી પાડે છે, આવા હાથમાં ખોપરી ધારક શિવને “કપાલિકા” કહ્યા છે, શિવ આ રીતે બ્રમ્હાને પ્રકૃતિની યર્થથતા સમજાવે છે.
ડમરુ
વાંદરાને કેળવવા ડમરુ વગાડાય છે, તેજ રીતે માણસને મગજનો ગુસ્સો અને અસ્વસ્થપણાથી મુક્ત કરવા શિવ ડમરુ વગાડે છે
કાલ ભૈરવ
શિવ ભગવાનને અનેક નામે ઓળખાવાય છે, તેમાં કાળ-ભૈરવનો અર્થ મરણ (કાળ) ના ભય થી મુક્તિ અપાવનાર શિવ ભગવાન તે છે.
દત્ત
ભગવાન શિવ નું સૌમ્ય સ્વરૂપ દત્ત તરીકે ઓળખાય છે અને ફરતે ચાર કૂતરા અને તેમની પાછળ એક ગાય હોય છે. દત્ત ભગવાન ના ત્રણ બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ નું પ્રતિક છે. ભવિષ્યની રચના, વર્તમાનની જાળવણી અને ભૂતકાળનો નાશ અહી અપેક્ષિત છે. ચાર કૂતરા આપણાં ચાર ભય દર્શાવે છે.
આદિ-નાથ
દત્ત સ્વરૂપના શિવ ભગવાન ને આદિનાથ પણ કહે છે, તેઓ દરેક માંગનાર- અપેક્ષા રાખનાર કે ભિખારીના શિક્ષણનું શિક્ષક તરીકે કાર્ય કરે છે.
નટરાજ - દક્ષિણામૂર્તિ શિવ
ભગવાન શંકર ઈચ્છા, મૃત્યુ અને વિશ્વના સંહારક હોવાથી તેમને અનુક્રમે કામાન્તક, યમન્તક અને ત્રિપુરન્તક તરીકે પણ ઓળખાવાય છે. ભગવાન અહમનો નાશ કરે છે, જેથી આત્માની અનુભૂતિ થઈ શકે અને જેથી આપણું પશુમાંથી પુરુષમાં પરિવર્તન થાય. એ તો આપણને ખબર જ છે કે શિવ-લિંગ-ઉત્થાન પામેલ પુરુષ અંગ-સ્વયંભૂ છે- સ્વયં બનાવેલ અને સ્વયં સંતોષી છે, જેને ઉત્થાન માટે બહારના પરિબળો કે ઉત્તેજકોની જરૂર નથી. વળી શિવ-લિંગ હકીકતમાં શક્તિ-યોનિથી ફરતેથી રક્ષાયેલ છે, જેથી શિવલિંગ ની ઉપર પાણી ની ધાર ઉપરના ઘડામાંથી કાયમ પડતી રખાય છે, જેથી ભગવાન આંખો ખુલ્લી રાખે અને માણસો ઉપર કૃપા દ્રષ્ટિ થી ભયમુકત કરે.
શિવ દક્ષિણ તરફ મોં રાખીને બેઠા હોવાથી દક્ષિણા મૂર્તિ કહેવાય છે. દક્ષિણ દિશા મૃત્યુ-યમ-ની દિશા છે, ત્યાંથી મૃત્યુ અને તેથી પરિવર્તન થાય છે.
આનંદ – તાંડવ નૃત્ય
દક્ષિણ ભારતમાં ભગવાન શિવ – નૃત્ય કરતા- નૃત્ય દ્વારા જ્ઞાન આપતા નટરાજ તરીકે ઓળખાયા. ભગવાન શિવ નગ્ન દેહે, નૃત્ય કરતા હતા, તે જોઈને યજ્ઞ કરતા મિમાંસિકો (જીવનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતા ઋષિઓને) ભય લાગ્યો કે જેને ધન,જ્ઞાન કે શક્તિની કોઈ પડી નથી, કારણ કે જેઓ સ્વયં સંતોષી, ભરેલા અને પોતાની ખત્રીવાળા છે તેવા ભગવાન શિવ તેમની પત્નીઓને નૃત્ય દ્વારા આકર્ષી જશે. તેમણે યજ્ઞ દ્વારા વાઘ, સાપ,અને દૈત્ય પ્રસ્થાપિત કર્યા, જેથી ભગવાન શિવ નો નાશ થાય. પણ આ નિરાલા નૃત્ય કરતા ભગવાને વાઘને મારીને તેની ચામડી શરીર ફરતે વિટાળી, જીવતા સાપને ગળા ફરતે વિટાળી લીધો અને ડમરુ ના અવાજથી નૃત્ય કરતા ભગવાને દૈત્યની ઉપર ચઢી ને તેનો નાશ કર્યો.
નૃત્ય વખતે ભગવાન શિવનાં હાથ, પગ અને શરીર પ્રમાણસર અને યોગ્ય રીતે હલનચલન કરતા હતા, નૃત્ય વખતે તેમના વાળ આકાશ તરફ પ્રસરેલા હતા. તેમના આંગળા, હાથ અને પગ નૃત્યની વિશિષ્ટ શૈલીમાં શોભતા હતા- મન નાં ભાવો, હાથની મુદ્રાઓ, ભાવ અને રસ ભરેલા નૃત્યથી શરીર ની નૃત્યમય અંગીકાઓથી પાર્વતી પ્રભાવિત થઈને ખૂબ આનંદિત થયા. આવા ભાવવિભોર આનંદ-તાંડવ કરતા નટરાજ નૃત્યની ખાસ મુદ્રા મા પ્રખ્યાત થયા. અહિ (૧) તેમનો જમણા હાથની હથેળી ઉભેલી છે અને તે ભયમુક્ત નિર્ભય દર્શાવે છે.(૨) ડાબો પગ ઉંચો અને વળાકવાળો છે તે સંસાર નાં દર્શન કરાવે છે અને (૩) જમીન ઉપર એક પગ- જમણો પગ ટેકવેલો હોવાથી એકપગા ભગવાન એકપદા શિવ તરીકે ઓળખાયા. આ જમીનને અડેલો જમણો પગ આધ્યાત્મનું જ્ઞાન આપે છે. નૃત્ય કરતા ભગવાન નટરાજ ભયમુકત કરે છે અને મુક્તિ-મોક્ષ નો માર્ગ દોરે છે.
લિંગેશ્વર
વનસ્પતિએ કુદરતી રીતે ફળ અને બીજ આપવું પડે છે. પ્રાણીઓએ પરસ્પર શરીર સંબંધ બાંધવો પડે-બાળક આપવું પડે. જ્યારે ફક્ત માણસ પોતાની ઈચ્છા શક્તિ મુજબ મૈથુન કે બાળજન્મ કરાવી કે ન કરવી શકે છે. એટલે કે ફક્ત માનવી જ પ્રકૃતિ ના નિયમો થી વિરુદ્ધ જઈ શકે, તેનાથી દૂર રહી શકે અથવા પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે આચરણ કરીને સામાજિક જીવનમાથી મુક્તિ લઈ મોક્ષ પામી શકે.
સિદ્ધ પુરુષ તે છે જેણે પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે મેળવવાની શક્તિ પ્રાપ્ત કરી છે.
તપસ્વી પુરુષે દૂ:ખ, પીડા, અવાજ, સુગંધ કે દ્રશ્ય જોવામાથી મુક્તિ મેળવી છે. તે પ્રકૃતીથી વિમુકત છે. તે ચીજવસ્તુઓથી અલિપ્ત-મુક્ત છે, તે લાગણી, બુદ્ધિ અને શરીર ની મોહમાયાથી નિર્વાણ પામ્યો છે.
ભગવાન શિવ એટલે પવિત્ર, શુદ્ધ, આકારવિહીન, સમય કે સ્થળ ના તત્વથી મુક્ત સર્વોત્તમ જીવ. આ નિરાકાર ભગવાન શિવ ને પુરુષનું અંગ – “લિંગ” ના આકારથી ઓળખવામાં આવે છે, તેથી લિંગેશ્વર પણ કહે છે. ત્રણ સ્વરૂપમાં ભગવાનની ત્રિમૂર્તિ માં બ્રમ્હા-સર્જક, વિષ્ણુ-રક્ષક, અને શિવ-સંહારક તરીકે કાર્ય કરે છે.
ભગવાન શિવ અચલ ધ્રુવ તારાનીચે, કૈલાશ પર્વતમાં અને વડના ઝાડ નીચે રહે છે. અહી ધ્રુવ તારો એક જ સ્થાનમાં રહેતો, અચલ-ફ્રેરફાર, ઘડપણ કે મૃત્યુ થી મુક્ત છે- કૈલાશ પર્વત પણ સ્થિર અને અચલ છે અને વડનું ઝાડ પણ અમત્ય જેવુ લાંબુ જીવન ધરાવતું હોવાથી, આ ત્રણે પ્રતિકોના સથવારે અને આ પ્રતીકો વચ્ચે ભગવાન રહે છે.
ભગવાન શિવ ના હાથ માં દંડક (લાઠી) હોવાથી લકુલેશ તરીકે પણ ઓળખાયા. ટટ્ટાર લિંગ અને-બંધ આંખો સાથે લકુલેશને અંતરમનથી જીવતા બતાવ્યા છે. તેમના મગજને – મનને બાહ્ય સંજ્ઞાઓથી જરાપણ અસર થતી નથી.
શિવ ભગવાનના વિવિધ નામો - શંકર ભોલેનાથ નો પરિચય
- કાળ ભૈરવ: કાળ એટલે સમય, ભય એટલે બીક, સમય ની બીક ભાંગતા ભગવાન શિવ તે કાલભૈરવ
- પ્રકૃત: પ્રકૃતિ કુદરતને કોઈ અકારો કે વહાલો હોતો નથી – તેને બધા જ સરખા છે, તેથી દરેક જીવન-મૃત્યુ ના ચક્રમાં રહેવું પડે છે. પ્રાણીને જીવન અને મૃત્યુ બન્ને સાથે જ મળેલા છે. તેથી જ તે કોઈ નો શિકાર કરે છે – તો પોતે કોઈના શિકાર – ખોરાક પણ બને છે.
- પશુપતિ: શિવ ભગવાન પ્રાણીજન્ય સ્વભાવ ને જીતીને ભય-મુક્ત બની ગયા હોવાથી તેમણે પશુ-પતિ કહ્યા છે.
- કમાનતક: ઈચ્છા નો નાશ કરનાર – શિવ
- યમાંન્તક: શિવ ભગવાન માર્કેન્ડેયને મારવા આવે આટલે યમને પોતાના લિંગમાથી માનવ સ્વરૂપ લઈ હરાવે છે અને માર્કેન્ડેયને અમર બનાવે છે, તેથી યમનો અંત લાવનાર યમન્તક પણ કહેવાયા છે.
- મહાદેવ: દેવોમાથી સૌથી મોટા – સૌથી મહાન
- ભોલેનાથ: કોઈ જાતની વૈરવૃત્તિ વગરના, ભોળા, નિષ્પક્ષ દેવ
- વિરભદ્ર: ભય પમાડે તેવા બહાદુર યોદ્ધા
- કામાક્ષી: જેમની આંખો જોવાથી કામ ઉત્તપન્ન થાય તેવા
- સોમસુંદર: ચંદ્ર જેવા સુંદર દેખાતા
- ખીમુતા-વાહન: વાદળો ઉપર વાહનમાં બિરાજતા
- નીલકંઠ: ભૂરા ગળાવાળા ભગવાન. (ઝેર પીવાથી)
- ગજંતક: હાથી નો સંહાર કરનાર
- ગણેશ નેતા: ગણપતિ સમુહ ના પ્રથમ – ગણ ના માલિક
- દક્ષિણમૂર્તિ: દક્ષિણ તરફ (મુખ) મોં રાખીને બેઠેલા
- આદિનનાથ: વિશ્વના માલિક – ગુરુ
- શિવ: ભયનો નાશ કરનાર, ગુસ્સાવાળા ભગવાન
- લકુલેશ: હાથ માં દંડક ધરાવનાર
- ગોરા ભૈરવ: રુપળા – સફેદ ભગવાન
- કાળ ભૈરવ: કાળા રંગ ના ભગવાન
- મૃત્યુંજય: મૃત્યુના ભય થી વિજય પામનાર
- શતરૂપા: સો-હજાર- વિવિધ સ્વરૂપવાળા
- યોગેશ્વર: યોગ કરનાર, યોગિક બળ ધરાવનાર- ભગવાન શિવ
- રુદ્ર: ગુસ્સાથી ગર્જના કરતાં સ્વરૂપવાળા ગુસ્સે થયેલ શિવ
- બટુક ભૈરવ: બાળ સ્વરૂપ શિવ
- ત્રિપુરાંન્તક: ત્રણ શહેરોના નાશ કરનાર
- હર હર મહાદેવ: ભય થી મુક્ત કરતાં મહાદેવ
- કપૂર ગૌરાંગા: કપૂરના રંગ જેવા રૂપાળા-સફેદ ભગવાન
- શંકરા: ગૃહસ્થી જીવન જીવતા- અનુકંપા અને ધીરજ ધરાવતા શિવ ભગવાન
- ચંદ્રશેખર: માથાઉપર વાળમાં ચંદ્ર ધારણ કરનાર ભગવાન શિવ
- શંકર–શંભુ: માયાળું, દયાળુ, અને સમાધાનકારી શિવ
- નટરાજ: તાંડવ-કે-આનંદ થી નાચતા નૃત્ય કરતાં ભગવા.
- એક્પદા: એક પગે ઉભેલા ભગવાન શિવ
- ગંગાધરા: ગંગા નદીને માથા ઉપર ઉતારતા ભગવાન શિવ
ભગવાન શંકર ભોલેનાથ ને પ્રિય અંક - ત્રણ ( ૩ )
- ત્રિશૂલ: એમનું શસ્ત્ર ત્રણ પંખિયાવાળું ત્રિશૂલ છે.
- બિલિપત્ર: એમનો પુજા ત્રણ પાંદડા ના સમુહવાળું બિલિપત્ર થી થાય છે.
- ત્રિદેવ: તેઓ બ્રમ્હા, વિષ્ણુ, અને મહેશ (પોતે) ના ત્રણ ભગવાનના સમુહનું અંગ છે. એમાં બ્રમ્હા સર્જક, વિષ્ણુ રક્ષક, અને મહાદેવ સંહારક છે.
- ત્રિપુરા: એમના કપાળ ઉપર સ્મશાનની રાખથી ત્રણ આડી લીટી દોરાય છે.
- ત્રણ-વસ્તુ: તેઓ સાપ, ધનુષ અને ડમરુ જેવી ત્રણ વસ્તુઓ શરીર ઉપર ધારણ કરે છે.
- ત્રિપુરા: ત્રણ જગત – ધરતી, આકાશ,અને પાતાળ નો તેમણે સંહાર કર્યો છે.
- જે શરીર પોતે છે તે માલિકી, મોંભ્ભો, અને મનનું પ્રતિક છે.
- જે પોતાનું કુટુંબ છે તે જ્ઞાન નું પ્રતિક છે.
- બાકીનું જે પોતાનું નથી તે.
- પ્રાર્થના: ત્રાણવાર શાંતિ, શાંતિ, શાંતિ બોલીને પૂર્ણ કરાય છે.
ત્રણ શરીર
- સ્થૂળ: દેહ, શરીર
- શૂક્ષ્મ: મગજ, વિચાર
- કારણ: મૃત્યુ થી પર, મૃત્યુ પછી વૈતરણા નદી પસાર કરી પિતૃલોક માં જાય છે અને મૃત પિતૃ સાથે મળી જાય છે.
મસ્તક છેદન: બ્રમ્હા, દક્ષ, ગણેશ
પિતૃ ઋણ - માનવને પિતાનું ઋણ ચુકવવાનું હોવાથી ઘર ગૃહસ્થી વસાવે છે અને સામાજિક બની સંતાનો પેદા કરે છે.
ડો. ભરત એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
This comment has been removed by a blog administrator.
ReplyDelete