Showing posts with label Parsi. Show all posts

વારસદાર (Legal Heir)

હિન્દુ

વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે.

હિન્દુ પુરુષ મૃતક 
  1. CLASS-I LEGAL HEIRS: 
    1. પુત્ર / પુત્રી
    2. વિધવા / વિધુર
    3. મા
    4. મૃતકના પુત્રનો દીકરો / દીકરી
    5. મૃતકની પુત્રીનો દીકરો / દીકરી
    6. મૃતક પુત્રની વિધવા
    7. મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી)
    8. મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા 
  2. CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs): 
    1. પિતા 
    2. પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી 
    3. ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી
    4. દાદા (Father’s Father)
    5. દાદી (Father’s Mother) 
    6. પિતાની વિધવા
    7. પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન 
    8. માતાના પિતા (આજા) / મા (આજી) 
    9. માતાનો ભાઈ / બહેન
પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે. 


હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક

ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે. 
  1. પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી 
  2. પતિના વારસદારો 
  3. માતા, પિતા 
  4. પિતાના વારસદારો 
  5. માતાના વારસદારો 
હિન્દુ સ્ત્રીના પિયરમાં માતા-પિતા દ્વારા મળેલ મિલકતોમાં તેના પુત્ર કે પુત્રી ન હશે, તો પિયરમાં તેણીના પિતાના સગાને મિલકતમાં ભાગ મળશે અને પતિ કે સસરા તરફથી મળેલ મિલકતમાં પુત્ર કે પુત્રી નહીં હોય તો, પત્નીના સગાને ભાગ મળશે.

કુંવારી હિન્દુ મૃતક સ્ત્રી

ઉત્તરતા ક્રમમાં ગણવું.
  1. માતા પિતા 
  2. પિતાના વારસદારો 
  3. માતાના વારસદારો. 

ખ્રિસ્તી ધર્મના મૃતક


વસિયતનામું ન કર્યુ હશે, તો નીચે મુજબ મિલકતમાં ભાગ અપાશે. 
  1. વિધવા- ત્રીજા ભાગની મિલકત વિધવાને અને બાકીની મિલકત પુત્ર-પુત્રીને સરખે ભાગે વહેંચાશે. 
  2. પુત્ર-પુત્રી ન હશે તો, વિધવાને અડધી મિલકત અને બાકીની અડધી મિલકત સગાંને વહેચાશે. 
  3. વિધવા જીવિત ન હશે તો, લાઈનમાં આવતા સગાંને નીચે મુજબ મળશે. 
    1. પિતા 
    2. પિતા ન હોય તો, માતા -ભાઈ -બહેનને સરખે ભાગે 
    3. પિતા-ભાઈ –બહેનની ગેરહાજરીમાં માતાને સંપૂર્ણ મિલકત મળશે. 
    4. માતા પિતાની ગેરહાજરીમાં ભાઈઓ –બહેનો- મૃતકભાઈઓ અને મૃતક બહેનોના બાળકોને સરખે ભાગે વિધુરને વિધવાને મળતા બધા લાભો આપાશે. 
    5. માતા અને ભાઈઓનો ભાગ દીકરી કરતાં બમણો ગણાશે. 

પારસી ધર્મના મૃતક

મૃતક પુરુષની મિલકત: વિધવા- બાળકો અને માં કે બાપ જીવિત હોય તો જીવિત પિતાને મૃતકના પુત્ર કરતાં અડધી અને જીવિત માતાને મૃતકના પુત્રી કરતાં અડધી મિલકત મળશે.

મૃતક પારસી સ્ત્રીની મિલકત 
  1. વિધુર અને દરેક બાળક (પુત્ર-પુત્રીને) સરખો ભાગ મળશે.
  2. ફક્ત બાળકો જીવિત હશે તો, દરેકને સરખો ભાગ મળશે. 

ઇસ્લામ ધર્મ (કુરાનને આધારે) 
  1. એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે. 
  2. ઓલાદમાં એક જ છોકરી હોય તો, અડધી માલ મિલકત મળશે. 
    • બે છોકરીઓ હશે તો, બંને થઈ ૨/૩ ભાગ મળશે. 
    • બાળક જ ન હોય તો, માને ૧/૩ ભાગ અને બાકીનો બાપને મળશે. 
  3. જો મરનારને એકથી વધુ ભાઈ/ બહેન હોય તો, વસિયત મુજબ કર્યા ઉપરાંત દેવું ચૂકવ્યા પછી, માને છઠ્ઠો ભાગ મળશે અને બાપને બાકીનું મળશે. 
  4. જો ઓરતને કોઈ ઓલાદ ન હોય તો, તે જ મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. જો પુરુષ ઓરત વગર મરે તો ઔરતને ૧/૪ ચોથો ભાગ મળશે, ઓલાઇ હોય તો આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ આઠમો ભાગ હોય છે. 
  5. જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેકને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે. 
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનૂનો છે.