Skip to main content

Posts

Showing posts with the label taoism

તાઓ ધર્મ

વિશ્વના ધર્મોનો અભ્યાસ મેં ભારતના ધર્મો-હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, અને બુદ્ધ-ના અભ્યાસથી શરૂ કર્યો. ને ત્યાર પછી ચીનના ધર્મની ઉત્કંઠા જાગી. ત્યાં તાઓ ધર્મ મળ્યો. ચીનમાં ત્રણ ધર્મોના અનુયાયીઓ છે : કન્ફ્યુશિયસ, તાઓ અને બુદ્ધ. તાઓ ધર્મના સ્થાપક લાઓ ત્સે ચીનના ‘ચૂ’ રાજ્યના ‘કૂ’ પ્રાંતમાં લી પ્રદેશમાં ઇ.પૂ.૬૦૪માં જન્મ્યા હતા. તેમણે સ્થાપેલ ધર્મનું નામ “તાઓ” TAO – તેનો અર્થ સ્વર્ગનો માર્ગ કે અમર આત્મા થાય છે. લાઓ-ત્સે કહે છે : તાઓ એક જ છે. તે અનાદિ અને અનંત છે. તે અપૌરુષેય, અનંત, અજેય, અશરીરી અને અભૌતિક છે. તાઓ સર્વત્ર છે. સગુણ ઈશ્વરને તેણે પેદા કર્યો છે. તાઓ ધર્મમાં સાધુ-સાધ્વીઓ હોય છે. તેઓ પીળી ટોપીઓ ધારણ કરે છે અને જગતનો ત્યાગ કરીને ગુફા, જંગલ અને પહાડોના એકાંતમાં વસે છે. તાઓ ધર્મના મુખ્ય સિદ્ધાંતો સાદાઈ – Simplicity - Patience and Compassion  અકર્મણ્યતા – Inaction  સંવાદીતા – Harmony  મુક્ત કરો – Let-goતાઓ આખા ધર્મના સિદ્ધાંતો સરળભાષામાં અહીં આપેલ વિગતો દ્વારા આપવાનો હું નમ્ર પ્રયાસ કરું છું.  તાઓ   જેને કહી શકાય તે પરમ તાઓ નથી. સામાન્ય બનવું, ખરેખર સાચું અસામાન્યપણું છે-સાધારણપણ