જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓ ને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારત થી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાન ની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમો ને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું. ૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા. મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું. ૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પ...