Skip to main content

Posts

Showing posts with the label shiva

કાર્તિકેય

કાર્તિકેયના જન્મની વાત તારક નામ ના અસૂરે દાનવે દેવોને હરાવ્યા હતા. તેને મારવા માટે દેવોએ શું-કરવું તે વિચાર્યું તેને તારક ને મળેલા વરદાન મુજબ તેને ફક્ત નાનું બાળક દ્વારા બનેલું અને માર્ગદર્શિત લશ્કર જ મારી શકે એમ હોવાથી તેઓએ બ્રમ્હાનો સંપર્ક કર્યો. બ્રમ્હાના કહેવા મુજબ ફક્ત શિવ -પુરુષ દ્વારા ફક્ત એકલાથી પેદા થયેલ બાળક – ફક્ત ભગવાન શંકર જ આપી શકે ભગવાન શંકર ને મોહિત કરવા “કામ” ને મોકલ્યો પરંતુ શિવ તેને “ત્રીજી આંખ” ખોલી ને ભશ્મ બનાવી દીધો. ત્યારે તેમણે શક્તિ પાર્વતિ ને આજીજી કરી. પરંતુ આ ભગવાન શિવને પાર્વતિ મનાવી શક્તિ નથી. પરંતુ પછીથી દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે. આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એ...

ગણપતિ ભગવાન

ભગવાન ગણપતિનો જન્મ વિનાયક: નાયક (પુરુષ)ના સંબંધ વિના-વગર જન્મેલા તે ગણપતિ જ્યારે શિવ-પાર્વતી ને ગર્ભવતી બનાવવાનો ઇન્કાર કરે છે, ત્યારે પાર્વતિ શરીર ઉપર હળદળ અને તેલનો લેપ લાગવે છે તે સુકાઈ જાય છે ત્યારે શરીર પર થી ઘસી કાઢીને હળદળ-તેલ અને પોતાના પરસેવા યુક્ત ભૂકો ભેગો કરી ને ઢીંગલી બનાવી તેમાં પ્રાણ ફુકે છે જેથી પુત્ર ઉત્પન થાય છે આમ માણસની મદદ વગર પુત્ર થયો હોવાથી વિનાયક તરીકે ઓળખાય છે. શિવ અને શક્તિ પાર્વતિ હાથી સ્વરૂપે બનીને સવંનન કરે છે તેમાથી ઉત્પન્ન થતો પુત્ર ગણેશ કહેવાય. એક ત્રીજી વાયકા પ્રમાણે શિવ પાર્વતિ ને પ્રસન્ન કરવા પુત્ર ઉત્પન્ન કરે છે પણ તે ફકત પિતા જેવા વધારે પડતો દેખાતો હોવાથી પાર્વતિ તેનું માથું હાથી સાથે બદલી દે છે. ગણેશ પુરાણ અને ગણેશ ઉપનિષદ માં ગણેશને પોતાની જાતે જ ઉત્પન્ન થયેલ માનવમાં આવે છે. ગણેશ મસ્તક વીચ્છેદન અને પુન:સ્થાપન ગણપતિ પાર્વતિ નું રક્ષણ કરવાના ઇરાદે ભગવાન શિવને કૈલાશ ઘરમાં આવતા રોકે છે, ત્યારે શિવ ત્રિશુળ વડે વિનાયક નું મસ્તક છેદન કરે છે. શિવ લોહીવાળું વિનાયક નું મસ્તક લઈ ઘરમાં પાર્વતિ પાસે જાય છે, ત્યારે દૂ:ખી થઈ પાર્વતિ “મારો પુત્ર” એ...

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય   પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.