Skip to main content

ગણપતિ ભગવાન

ભગવાન ગણપતિનો જન્મ

વિનાયક: નાયક (પુરુષ)ના સંબંધ વિના-વગર જન્મેલા તે ગણપતિ

  1. જ્યારે શિવ-પાર્વતી ને ગર્ભવતી બનાવવાનો ઇન્કાર કરે છે, ત્યારે પાર્વતિ શરીર ઉપર હળદળ અને તેલનો લેપ લાગવે છે તે સુકાઈ જાય છે ત્યારે શરીર પર થી ઘસી કાઢીને હળદળ-તેલ અને પોતાના પરસેવા યુક્ત ભૂકો ભેગો કરી ને ઢીંગલી બનાવી તેમાં પ્રાણ ફુકે છે જેથી પુત્ર ઉત્પન થાય છે આમ માણસની મદદ વગર પુત્ર થયો હોવાથી વિનાયક તરીકે ઓળખાય છે.
  2. શિવ અને શક્તિ પાર્વતિ હાથી સ્વરૂપે બનીને સવંનન કરે છે તેમાથી ઉત્પન્ન થતો પુત્ર ગણેશ કહેવાય.
  3. એક ત્રીજી વાયકા પ્રમાણે શિવ પાર્વતિ ને પ્રસન્ન કરવા પુત્ર ઉત્પન્ન કરે છે પણ તે ફકત પિતા જેવા વધારે પડતો દેખાતો હોવાથી પાર્વતિ તેનું માથું હાથી સાથે બદલી દે છે.
  4. ગણેશ પુરાણ અને ગણેશ ઉપનિષદ માં ગણેશને પોતાની જાતે જ ઉત્પન્ન થયેલ માનવમાં આવે છે.

ગણેશ મસ્તક વીચ્છેદન અને પુન:સ્થાપન

ગણપતિ પાર્વતિ નું રક્ષણ કરવાના ઇરાદે ભગવાન શિવને કૈલાશ ઘરમાં આવતા રોકે છે, ત્યારે શિવ ત્રિશુળ વડે વિનાયક નું મસ્તક છેદન કરે છે. શિવ લોહીવાળું વિનાયક નું મસ્તક લઈ ઘરમાં પાર્વતિ પાસે જાય છે, ત્યારે દૂ:ખી થઈ પાર્વતિ “મારો પુત્ર” એમ કહી ગુસ્સે થઈ જાય છે અને નરમ પ્રકૃતિની ગૌરી માથી કાળી અને ભયાનક “કાલી” નું સ્વરૂપ ધારણ કરે છે આ જોઈ ને શિવ ધ્રૂજવા લાગે છે તેમના સહાયકગણોને પ્રથમ સામે જે મળે તેનું મસ્તક લાવવા કહે છે આમ હાથી નું મસ્તક આરોપી ગણેશને જીવીત કરે છે.


ગણેશ ના લગ્ન

મોટા ભાગે ગણપતિ ને બ્રહમચારી સમજવામાં આવે છે, તેઓ આ કારણોસર લગ્ન કરતાં નથી.

  1. ગણપતિ ને પરણવા લાયક કોઈ સ્ત્રી માતા જેટલી સારી અને સુંદર લગતી નથી, તેથી લગ્ન કરતાં નથી.
  2. ગણપતિની કરૂપતા ને કારણે અને હાથીના મસ્તક ને લીધે કોઈ સ્ત્રી પરણવા રાજી થતી નથી. આથી પાર્વતિ આશ્વાસન રૂપે ગણેશ ના લગ્ન કેળના થડ ને સાળી પહેરાવી કેળના થડ સાથે કરાવે છે.
  3. જો કે આમ છતાં પણ ગણપતિ ની પત્ની તરીકે બન્ને રિદ્ધિ (ભૌતિક સમૃદ્ધિ) અને સિદ્ધિ(અધ્યાત્મિક વિકાસ) ઓળખવામાં આવે છે. ગણેશ પુત્ર તરીકે શુભ અને લાભ (શુભ = પવિત્ર) અને (લાભ = નફો, ફાયદો) તેમજ પુત્રી તરીકે સંતોષી જણાવાય છે.

ગણેશ ની પુજા

ગણેશચતુર્થી થી આનંદ ચૌદસ સુધી, દસ દિવસ સુધી જીવન ને મરણના ચક્રના પુરાવા રૂપે પ્રકૃતિ ના કુદરતી ચક્ર સમજાવવા ગણેશ સ્થાપના માટીમાંથી કરવામાં આવે છે. ગણેશ મુર્તિ ફરતે જવારા ઉગાડવામાં આવે છે જેને માતા પાર્વતિ-ગૌરી માનવવામાં આવે છે. દસ દિવસ પછી પાણીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે.


ગણપતિ ના હાથી દાંત

ગણેશના બે હાથી દાંત ગણેશજી તોડી નાખે છે, તેના કારણો આમ છે.

  1. વ્યાસ મુનિ બૌધિક વાતો ગણપતિ ને કહે છે તેને લખવાની કલમ તરીકે ગણેશ હાથીદાંતો વાપરે છે.
  2. ગણપતિના મોટાપણાનો ઉપહાસ-કટાક્ષ કરતાં ચંદ્રને મારવા માટે હાથીદાંત તોડે છે.
  3. પરશુરામ કે બલરામ ની સાથે લડવા હાથીદાંત નો ઉપયોગ કરે છે.
  4. શક્તિ નો ઉપયોગ પોષણ અને રક્ષણ માટે કરવાનો છે નહીં કે મોટાઈ માટે તે બનાવવા ગણેશજી દેખાડવાના હાથીદાંત તોડે છે.


  • પેટ ખૂબ મોટું હોવાથી તેમને લંબોધરા કહે છે.
  • ગણપતિ ના શરીરે સાપ વિટળાયેલ છે અને પગ આગળ ઉંદર બેઠેલ છે.

ભગવાન ગણપતિ ના બે સ્વરૂપો જાણીતા છે એક માં તેઓ હાથ માં કુહાડી લઈ જીવનની ભૌતિક સુવિધાઓ થી દૂર થવાનું સુચન કરે છે અને બીજા હાથ માં દોરડાનો ગાળિયો બનાવી વિરોધાભાસી તત્વોને જોડાવાની વાત સમજાવે છે અને શિવ-પાર્વતિ એક છે એમ સમજાવે છે.

જ્યારે બીજા સ્વરૂપ માં એક હાથમાં અંકુશ દ્વારા યમ ના બંધન અને મૃત્યુ પર કાબૂ મેળવે છે અને બીજા હાથમાં શેરડી લઈ કામ-અપેક્ષા-કામનાથી મુક્તિ મેળવવાનું કહે છે.

કુબેર ગણેશ નું જમવા આમંત્રણ

ધન વૈભવના અભિમાનમાં ગણપતિને તારા પિતા તારે માટે ભોજન નહીં આપી શકે એમ કહીને કુબેર ગણપતિને જમવા આમંત્ર છે ત્યારે ગણપતિ ખાવાનું અને ધન ખુટાડી દે છે. કુબેરને અભિમાન તોડી જણાવે છેકે તમે ભૂખ માટે ખોરાક લાવો છે અને સંગ્રહો છે, પણ શિવ મારા પિતા ભૂખ પર વિજય મેળવવાનું શીખવે છે.
ભગવાન શિવ – ગણપતિ ને ગણના નેતા બનાવે છે અને ભય થી મુક્તિ આપવાનો રસ્તો બતાવે છે ભયથી મુક્તિ હશે તો જ સંગ્રહ ની લાલચ છોડાશે.

Comments

  1. Twelve different names of GANAPATI:
    1. Vakratund: Having curved nose of elephant.."SUNDH"
    2 .Ekadant: One having only one tooth out of his two.
    3. Krushnapingax: One having black and yellow tinged eyes
    4. Gajavakatra : One having face of an elephant
    5. Sambodar: Alias LAMBODAR : One having big abdomen full of wisdom and/or due to
    over-eating of LADDU.
    6. Vikat: one who gives/showers desired thing
    7. Vignaraj: One who solves problem ..."VIGNA"...also Vignaharta.
    8.Dhumravarna: Smoke like colored
    9. Bhalchandra: one having moon on forehead
    10. Vinayak: A leader having special status
    11.Ganapati: Owner/head o a group..
    12.Gajanan: One having face of an elephant

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે. મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1)  ભગવદ્દગીતામા...

અનાવિલ સમાજ અને લગ્નો

લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ. દેખીતાં કારણો : 1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ :40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે. 2. અભિપ્રાયોમાં નિરસતા : લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો. 3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન : દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્...

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...