માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બ...