આપણે સૌ સામાજિક વ્યવહારો સાચવાની ખાસ કાળજી રાખતા હોઈએ છીએ. માંદા પડેલા આપણાં અંગત સ્નેહીજનની હોસ્પિટલમાં દાખલ થયેલ હોય ત્યારે રૂબરૂ મળી મુલાકાત કરીને “વહેલા સારા થઈ જાવ” એવું આશ્વાસન આપવાનો રિવાજ છે. આમ કરવાથી દર્દી ને ખરેખર દિલાસો મળે છે અને માંદગીની કારણે થયેલ દુ:ખ ઓછું થતું હોય છે. લાગણીથી જોડાયેલ અંગત સ્વજનને મળવા જવાનો રિવાજ ઘણીવાર ફક્ત ઔપચારિક્તામાં પરિણામતો હોય છે. આમ ફક્ત ફરજ નિભાવવાની વિધિ કરવા પૂરતું જઈને વેઠ ઉતારવાનો કોઈ ખાસ અર્થ નથી. ચાલો, કંઈક અર્થસભરતા લાવવાની હકારાત્મક કોશિષ કરીએ. આ અર્થ શબ્દ દ્વારા મને પૈસા- નાણાંની યાદ આવી. વર્તમાન સંજોગોમાં દરેક વ્યવહાર પૈસાની લેવડદેવડનો રહ્યો છે. જન્મ સમયે, જન્મદિવસે, યજ્ઞોપવિત, લગ્ન કે મરણ દરેક વિધિ પૈસાની આપ લે દ્વારા થતી હોય છે. પોતાની આર્થિક સ્થિતિ સંબંધની નિકટતા અને ભૂતકાળના વ્યવહારોની ગણતરી કરીને તે પ્રમાણે પૈસાનું કવર બનાવી આપણે આદાન-પ્રદાન કરતા હોઈએ છીએ તેમાં માંદગી સમયે આર્થિક ભેટ શરૂ કરવા જેવું છે. હોસ્પિટલમાં દાખલ થયેલ સ્નેહીને પ્રાથમિક તપાસ, લેબોરેટરી રેડિયોલોજી તથા નિષ્ણાત ડોક્ટરની નિદાન માટેની તપાસ દરમિયાન ખૂબ મો...