Skip to main content

Posts

Showing posts with the label legal

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  માતા, પિતા  પિતાના વારસદારો  માતાના વારસદારો  હિન્દુ સ્ત્રીના પિ

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ – રખરખાવ.  કલમ-૫ મુજબ, પોતાની આવક અથવા મિલ્ક

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession Act, 1923 Section 2