આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.