દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...