પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે.

હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે.

કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે.

કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞાન (રૂહાની), ખગોળશાસ્ત્ર અને આધ્યાત્માનો સંપૂર્ણ સમન્વય છે. કુરાન હઝરત મુહમ્મદની હયાતીમાં જ લખાય ચૂક્યું છે અને ત્યારબાદ લગાતાર પાબંદીથી સંપૂર્ણ અમાનતદારી સાથે સુરક્ષિત કરવામાં આવ્યું છે. તેથી તેની ભરોસાપાત્રતા વિષે બિલકુલ લેશમાત્ર શંકા નથી. કુરાનને ખુદાઈ સંદેશ વહી જ સમજવામાં આવે.

અહી આપેલ વિચારો “પવિત્ર કુરશ સારાંશ” પુસ્તકમાંથી લીધેલા છે અને તે પુસ્તકમાં જે પાને આ માહિતી છે તે કૌસમાં આપેલ આંકડા દ્વારા નોંધાવ્યું છે- તે ખાસ જાણખાતર નોંધ.

કુરાનના વિષયો ચાર વિષયો માં વહેંચેલા છે.


૧.      અકાઈદ = માન્યતાઓ
 • ૧) તોહીદ = એકેશ્વરવાદ
 • ૨) રિસાલત = મે.પેગમ્બરની વાતમાં વિશ્વાસ અને મે. પેગમ્બરમાં સંપૂર્ણ વિશ્વાસ.
 • ૩) આખિરત = મરણ પછી મળતા જન્નત/જહન્નમ પરલૌકિક જીવનનો વિચાર સદ્કાર્યો કર્યા હશે તો જન્નતમાં કાયમી રહેવાશે અને બુરા કર્મો કર્યા હશે તો નર્ક (જહન્નમ) ની આગમાં હંમેશા બળતો રહેશે.

૨.      અહકામ = હુકમો


જીવનમાં બધાજ ક્ષેત્રોને લગતા હુકમો કરવાના કર્મો અને ન કરવાના કર્મોની માહિતી.
 • ૧) ઈબાદતો (ઉપાસના) = અલ્લાહપાક સંબંધી નિયમો-હુકમો : નમાઝ, રોઝા, ઝકાત, હજ અને કુરબાનીની માહિતી.
 • ૨) હક્કો = વ્યવહાર સંબંધિત = વેપાર વાણિજ્ય, ન્યાયાલય, સાક્ષીઓ, અમાનત, ગીરો, વસિયત, અને વારસાની વહેંચણી તથા ખાવા-પીવાની વસ્તુઓનો વપરાશ.
 • ૩) ઈબાદતો અને વ્યવહારના ભેગા કરેલા કાયદા = નિકાહ, તલાક, સજાઓ, સોગંદ અને ભાગીદારી.

૩.      કિસ્સાઓ = આ વિષય કિસ્સાઓ અને બનાવોનું વર્ણન છે.

 • ૧) ભૂતકાળ સંબંધિત કિસ્સાઓ અને
 • ૨) ભવિષ્ય સંબંધિત કિસ્સાઓ
અહી ઈબ્રત = બોધ, તાલીમ (શિક્ષા), નસીહત, ધર્મપ્રચાર (દાવત), અડગતા (સબ્ર), સાથે ઇલમ (જ્ઞાન), સમજદારી અને ડાહ્યપણ ને લાગતું ફરમાબરદાર – આજ્ઞાંકિત.


૪.     ઉદારહણો = દાખલાઓ

લોકો વાતને જલ્દીથી સારી રીતે સમજી શકે અને વાત બુદ્ધિમાં જલ્દીથી આવી જાય. ૧૯ જાતના વિવિધ વિષયોના ઉદાહરણો આપ્યાં છે.
 • કુરાન શરીફનો બુનિયાદી હેતુ માનવઘડતર – સુધારણા અને એક અલ્લાહપાકની સાથે સંબંધો મજબૂત બનાવી તેના દરેક હુકમોનું પાલન કરવાનો છે. તે ઉચ્ચ સંસ્કાર, સદભાવ, આત્મશુદ્ધિ, અને શિષ્ટાચાર શીખવે છે.
 • કુરાન આખિરતની માન્યતાનું પુનરાવર્તન કરી અલ્લાહપાકના ખોફ અને ડરનું વર્ણન કરી દુર્ગુણો, દુષ્કાર્યો અને ગુનાહિત પ્રવૃત્તિ થી રોકે છે.

કરવાના કામો

 • બોલચાલ - ઉઠવા બેસવામાં વિનમ્રતા અને સદ્દવર્તાવ
 • બેકાર અને વ્યર્થ વાતોથી દૂર રહેવું
 • અભણ અને ઉજ્જડ લોકો સાથે નરમી
 • અમાનતદારી અને વાયદાઓનું પાલન
 • મુલાકાતમાં પ્રથમ સલામ કરવું
 • કંજુસાઈ અને ખોટા ખર્ચા બન્ને વચ્ચેની ભેદરેખા સમજી ખર્ચ કરવું
 • સ્ત્રીઓ પર વ્યાભિચારનો આક્ષેપથી દૂર રહેવું
 • બળાત્કાર, નગ્નતા અને અષ્લિલતાથી દૂર
 • પોતાની આંખ અને ગુપ્તાંગોની હિફાઝત
 • જૂઠી સાક્ષી ન આપે
 • સ્ત્રી, બાળકો, સગાસંબંધી, જેની જવાબદારી હોય તેના સંસ્કાર પર ધ્યાન
 • સફાઈનો ખ્યાલ - ગંદકી અને અસ્વચ્છતા થી દૂર
 • ભૂખ્યા - તરસ્યા મુસાફિર - મહેમાનોની કાળજી, ન્યાત-જાતના કે ધર્મના ભેદભાવ વગર
 • હસતાં આવજો ધીમેથી વાત કરવું

કોઈના ઘરમાં પ્રવેશવાના નિયમો

 • ખાવા-પીવાની વસ્તુમાં હલાલ-હરામ ના ખ્યાલ
 • બેકારી ને બિલકુલ પસંદ ન કરવી
 • ગ્રાહક સાથે નરમીનો વ્યવહાર
 • ગરીબ-જરૂરિયાતમંદની જરૂરત પૂરી કરવી
 • સુલેહ-શાંતિ રાખવી ફિત્ના કે ઝગડા થી દૂર રહેવું
 • નોકરોના હક્કોનું રક્ષણ
 • સમસ્ત માનવજગતને સારા આદેશોનું શિક્ષણ
 • સન્યાસી જીવનને ઇસ્લામ પ્રોત્સાહન નથી આપતું

ન કરવાના કામો - ૬૩

 • અપશબ્દો
 • ગોબિત = કોઈની પીઠ પાછળ બુરાઈ કરવું, જાસૂસી ગાળો ભાંડવી, ગુસ્સો કરવો લાલચ રાખવી, ધોકાબાજી, ષડયંત્ર રચી લોકોને છેતરવા, ઓટલા કે ચોરા પર બેસી બેકાર-વ્યર્થ બકવાસ અને ગપ્પાં મારવાની સખ્ત મનાઈ છે.
 • પત્થર દિલ હોવું
 • કરણી - કથનીમાં વિરોધાભાસ હોવું
 • ગફલત, સુસ્તી, આળસ કરી રોઝી-રોટી કમાવવાના પ્રયત્નો ન કરવા
 • સજાતીય સંબંધો બાંધવા
 • પોતા માટે સારી અને બીજા માટે ખરાબ વસ્તુ પસંદ કરવું
 • આતંક, ફસાદ, લૂંટફાટ, ઝૂલ્મ કે ભયભીત કરનાર વાતાવરણ સર્જવું
 • લોકોમાં વાહ-વાહ માટે કામ કરવું
 • લોકો ને તુચ્છ સમજવા
 • અપશુકન કે જ્યોતિષશાસ્ત્ર ને માનવું
 • જરૂરત વગર ફોટા પાડવા-પડાવવા
 • વ્યાજુ વ્યવહાર કરવો
 • ચોરી-ભ્રષ્ટાચાર કરવું
 • ગેરલાયક વ્યક્તિને મત આપવો
 • ગરીબોની મદદ કરી ઉપકાર જતાવવો
 • અફવાઓ ફેલાવવી
 • જાદુ મારફતે કોઈને સતાવવું
 • દ્વિમુખી વાતો કરી ઝગડો કરાવવું
 • જ્ઞાન અને શિક્ષણની વાત છુપાવવું
 • ખોટી રીતે ધર્મના નામે પૈસા પડાવવું
 • સ્વ્વર, મડદા, લોહી, તથા દારૂ વગેરે નશા અને કેફી દ્રવ્યો વેચવું

સામાજિક બાબતો –
૬૫
 • સ્ત્રીના હક્કો
 • નિકાહમાં સ્ત્રીની પસંદ અને રજામંદીનો ખ્યાલ રાખવું
 • જબરજસ્તી કરાવવામાં આવેલ નિકાહ રદ કરવાનો સ્ત્રીનો અધિકાર
 • ઓલાદની સાર-સંભાર, સારા સંસ્કાર, સારું જ્ઞાન, અને શિક્ષણ આપવું
 • વારસાઈમાં સ્ત્રીઓના હક્કો આપવાની તાકીદ
 • સ્ત્રીની મહેર આપવામાં ખોટો વિલંબ ન કરવું
 • સગા-સંબંધીઓ સમગ્ર મખ્લુક સાથે સદ્દ્વર્તાવ
 • કામના સમયે કોઈના ઘરે ન જવું- જતાં પહેલાં પરવાનગી લેવી
 • માનવીની કદર-મહત્વતા, ભાઈચારો, બંધુત્વનો અમલ કરવું
 • શત્રુ સાથે ન્યાય, દરગુજર, માફી, રહેમ, સુલેહ, સમાધાન, વગેરે બાબતમાં આગળ પડતો ભાગ ભજવવું.
 • સારા કૃત્યોમાં મદદ કરવું, ખરાબ કૃત્યોથી દૂર ભાગવું
 • પાડોશી કાયમના હોય કે સફરમાં, સદ્દવર્તાવની તાકીદ
 • દરગુઝર એટલે ભૂલથી પણ ગુનેહગાર સમક્ષ તેના આગલા ગુનાહનું વર્ણન ન કરવું
 • રસ્તામાં આવતા-જતાં નજરો નીચી રાખવું
 • પારકી સ્ત્રીઓને માં-બહેન સમજી તેમની સાથે વર્તન કરવું
 • અન્ય ધર્મીઓ પ્રત્યે આદર-માન રાખવું

જાનવરોના હક્કો – ૬૭

 • તેમનાંથી તાકાત પ્રમાણે કામલેવું
 • ખાવા પીવામાં ભૂખ્યા ન રાખવા
 • પક્ષીઓના બચ્ચઓને તેમનાથી અલગ ન કરવા
 • ઝુબહ (વધ) કરવામાં ઓછામાં ઓછી તકલીફ આપવું
 • મૂંગા જાનવરોને ખવડાવવા-પીવડાવવામાં સ્વર્ગ અને ભૂખ્યા રાખવામાં નર્કની સજા મળે છે

નિકાહ. ૯૮-૧૪૮

નિકાહ એટલે ઈસ્લામમાં લગ્નવિધિ જેમાં બન્નેની સંમતિ હોય અને તેનું લખાણ કરી સહી કરવામાં આવે છે.
 • મજબૂત બંધન-જાણે કે કોઈ સાંકળ હોય
 • મુહબ્બતનું નીમિત્ત.
 • મજબૂત કરાર
 • એક બીજા ના વસ્ત્ર- સ્ત્રી પુરુષ એકબીજાના વસ્ત્રો છે. જેમ વસ્ત્રો માણસના ગુપ્ત અંગો ઢાંકી દે છે, તેમ મિયાંબીબી એકબીજાની ગુપ્ત બાબતો ઢાંકી દે છે-જેથી બન્નેને સુરક્ષા અને સુંદરતા મળે છે.
 • લગ્નની વિધિ વખતે વર-વધુના વાલીઓ અને કન્યા લગ્નના કાગળ ઉપર સહી કરે છે.

પતિ-પત્ની દરમ્યાન શાંતિથી જીવવા માટે સમાધાન - ૧૫૨

 • પત્નીને પતિ તરફથી કજિયા-કંકાસ- બેપરવાઈનો ડર હોય તો, સુલેહ કરવી જ બહેતર છે.
 • એકથી વધુ પત્ની હોય તો, તમે એક તરફ એવા ઢળી ન જાઓ કે એક પત્નીને અદ્ધર લટકતી છોડી મૂકો. અહી પણ સમયસર સમાધાન કરી લો. તેની પર ઝૂલ્મ ન કરો.
 • અલ્લાહપાકે પુરૂષને સ્ત્રી ઉપર સ્વાભાવિક શ્રેષ્ઠતા આપી છે.
 • પુરૂષ સ્ત્રીઓ પરનો સરદાર છે. તે સ્ત્રીઓ માટે પોતાનો માલ ખર્ચ કરે છે.

સ્ત્રી પુરૂષ સંબંધો અને તલાક - ૧૪૮

જો સ્ત્રીની નાફરમાની કે ગેરવર્તન હોય તો,
 • ૧) પુરૂષે તેણીઓને નરમીથી સમજાવવી.
 • ૨) ન માને તો, બિછાનાથી જુદી કરી દો.
 • ૩) છતાં ન માને ત્યારે સહેજ મારો પછી જો માની જાય તો તેની સતામણી ન કરો.
 • ૪) અણબનાવ ચાલુ રહે તો, એક લાયક લવાદ પતિ ના કુટુંબ તરફથી અને એક લવાદ પત્નીના કુટુંબ તરફથી નક્કી કરો. બન્ને લવાદ અંત: કરણપૂર્વક સુલેહ કરાવવા ચાહશો, નહીં તો છેલ્લે તલાક કરો.

તલાક -
૯૮
 • અલ્લાહતાલાની નજરમાં સૌથી વધારે નાપસંદ ચીજ છે.
 • દાંપત્ય જીવનમાં મુશ્કેલી હોય, મેળ પડવાની કોઈ ગુંજાઈશ બચી ન હોય તો લગ્નજીવનને વેંઢારવાનો આગ્રહ રાખવો નહીં.
 • અનિવાર્ય સંજોગોમાં જ ઈસ્લામે તલાકની છૂટ આપી છે. તેથી છૂટને અનિવાર્ય સંજોગોમાં જ વાપરવું.
 • સ્ત્રીઓમાં વ્યાપકપણે જોવાતી સ્વાભાવિક ખામીઓ અને નિર્બળતાને કારણે તલાક આપવી ન જોઈએ, ટૂંકી દ્રષ્ટિ છોડી ખામીઓ છોડીને બીવીઓની ખૂબી જોવાની ક્ષમતા કેળવવી જોઈએ.
 • શૌહર (કવ્વામ) = જવાબદાર છે. તેથી બીવી સાથે સમજદારીથી કામ લેવું જોઈએ. સ્ત્રીઓ સાથે ભલાઈ પૂર્વક સદ્દવર્તન કરો.

તલાકની અસરો

 • ૧) બાળકોની સાર-સંભાળની સમસ્યા
 • ૨) બન્ને-મિયાબીબીને-માનસિક ત્રાસ
 • ૩) બીવી માટે રોજી-રોટીની સમસ્યા
 • ૪) સ્ત્રીનું બીજું લગ્ન સરળ નથી.
 • તલાક આપતાં પહેલાં કે નિર્ણય કરતાં પહેલાં સમાધાનની એક કોશિશ કેટલાક મોભાદાર વ્યક્તિઓને વચ્ચે રાખી જરૂર કરવી જોઈએ.
 • તલાકે બિદ્દઅત : ત્રણ તલાક – પતિ ગુસ્સામાં આવીને ત્રણ વખત બોલી દે છે તલાક, તલાક, તલાક,
 • એક તલાક :- મતલબ “મે તને એક તલાક આપી” એટલું જ બોલવામાં આવે.
 • ૧) ઔરત ને માત્ર એક તલાક આપો. ફક્ત એકવાર તલાક – તને તલાક – બોલે
 • ૨) તલાક બે સાક્ષીઓ સમક્ષ આપવામાં આવે.
 • ૩) માસિકમાં હોય ત્યારે કે સંભોગ કર્યો હોય તો તલાક ન અપાય.
 • ૪) ઇદ્દ્ત (ત્રણ મહિના) – એક તલાક પછી ત્રણ મહિના પૂરા કરો. ઇદ્દત દરમ્યાન મર્દે પોતાની તલાક પાછી લઈ શકે છે એ માટે “મે રૂજુઅ કરી લીધું” અથવા “મે મારી તલાક પાછી લઈ લીધી” એટલું જ બે સાક્ષીઓની હાજરીમાં બોલવું જરૂરી છે.
 • ૫) તલાકે બાઈન (જુદાઈકારક તલાક) : ઇદ્દત પૂરી થતાં સુધીમાં તલાક પાછી ન લીધી હોય તો આપમેળે જ તલાક થઈ જશે.
 • મહેર: પતિ દ્વારા પત્નીને લગ્નસમયે ફરજિયાત અપાતી ફક્ત પત્ની માટેની નાણાકીય ભેટ. મહેરની રકમ ઓછામાં ઓછી એટલી હોવી જોઈએ કે પતિના મરણ પછી કે છૂટાછેડા પછી પત્ની પોતાનું જીવન ગુજારી શકે અને જો લગ્નમાં બાળકો હોય તો, તેમનું પણ જીવન નિભાવી શકે.

 રોજા - ૧૨૧/ ૯૧

રોજા એટલે રમઝાન માસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાખવામા આવતા પ્રવાહી, ખોરાક, ધુમ્રપાન અને શરીર સંબંધનો ઉપવાસ. ઈસ્લામના પાંચ સ્તંભોમાં એક છે. રમઝાન માસમાં રોજા રાખવાનો હેતુ:
 • રોજા તમારા ઉપર ફર્જ કરવામાં આવ્યા છે.
 • રોજાને પ્રતાપે નઠારા કામોથી સદા દૂર રહો છે.
 • માનવીના નૈતિક ઘડતરમાં રોઝો ખૂબ ઉપયોગી છે.
 • રોઝાથી જે સદ્દ્ગુણો નો વિકાસ થાય છે તેને કુરાન “તકવા” શબ્દથી ઓળખે છે. રોઝા મન પર કાબૂ રાખવાની ટેવ પાડે છે. રોઝા આત્માને પવિત્ર કરે છે અને ઉચ્ચ હેતુ માટે બલિદાનની ભાવના વિકસાવે છે. રોઝા થી માણસમાં ફરિશ્તાઓના ગુણો વિકસે છે અલ્લાહપાકે કહ્યું છે રોઝા મારે માટે છે અને હું જ તેનું વળતર આપીશ.
 • રોઝા જન્નતમાં લઈ જાય છે. જન્નતમાં રટયાન નામનો દરવાજો રોઝેદારો માટે છે. રોઝેદારો દાખલ થઈ જતાં રટયાન દરવાજો જન્નતમાં બંધ થઈ જાય છે. રોઝા એક ઈબાદત છે. તેમાં (ઇખ્લાસ) = શુદ્ધતા છે. અને દેખાડો નથી.
 • રોજાનો હેતુ મનને તેની રોજિંદી ટેવોમાંથી મુક્ત કરવાનો છે.
 • રમઝાનના રોઝા ફર્ઝ થઈ ગયા પછી, દર મહિને રાખવાના ત્રણ રોઝા મરજીયાત બની ગયા છે.
 • જુઠ્ઠું બોલવું, લડાઈ-ઝગડો, ગાળાગાળી, બદબોઈ, કરવાથી રોઝાના હાર્દને નુકશાન પહોંચે છે.
 • રમઝાન મહિનો નેકી બરકતનો છે, આ માહિનામાં જેનું મન નેકીઓમાં ચોંટેલું રહેશે, તેનું મન આખું વર્ષ નેકીમાં પરોવયેલું રહેશે.
 • ફાયદા: આધ્યાત્મિક ઉપરાંત શારીરિક ફાયદાઓ પણ છે. રોઝા શરીરની ઉત્કટ ઈચ્છાઓ ઠંડી પાડે છે. શાદી ન કરી શકતા હોય તેને પણ રોઝાનું સૂચન છે. ઈમાન હોય + સવાબની નિયત હોય, ત્યાર પછી ભૂખ્યા તરસ્યા રહેવાથી રોઝો આકાર પામે છે.
 • અપવાદ: બીમાર જો રોજો રાખવા શક્તિમાન ન હોય, અને મુસાફિર (૭૮ કી.મી.) પણ રોઝો ન રાખે તો તેમણે બીજા દિવસોમાં તેની ફઝા કરવાની છે અને બીજા વધારાના દિવસોથી રોઝાની ગણતરી પૂરી કરવાની છે. રમઝાન મુબારક માસ છે, (જેમાં કુરાન શરિફ લોકોની હિદાયત માટે ઉતારવામાં આવ્યું છે.) રમઝાનમાં દરેક રોઝા અવશ્ય રાખવા જોઈએ. રોઝા વખતે અલ્લાહપાકની મોટાઈ બયાન કરતાં રહો અને તેનો આભાર માનો.
ROJA is fasting in Islam, Here, Muslims practice abstaining usually from food, drink, smoking, and sexual activity. During Ramadan, sawm is observed between dawn and nightfall when evening adhah is sounded.

મોરાજ

હઝરત મહંમદ પયગંબરે રજબ માસના અંતિમ તબક્કામાં મોરાજની ૨૭ તારીખે અમાસની સફર કરી હતી. ત્યાંથી જન્નત અને દોઝખ નો તાદ્દ્શ ચિતાર પ્રાપ્ત થયો હતો. જેનું વર્ણન કુરાને શરીફના પંદરમાં પ્રકરણમાં જોવા મળે છે.

હજ - ૧૨૧ / ૯૬

હજ એટલે દર વર્ષે મક્કા (સાઉદી અરેબીયા) માં થતો ધાર્મિક મેળાવડો, દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વખત જવું ફરજિયાત છે. હજ ઈસ્લામનો મહાન સ્તંભ (રૂકન) છે. હજ એટલે પોતાના દરેક અમલો (કાર્યો) અને ઈબાદતો સાથે આજ્ઞાપાલન-વિનાસંકોચે માની લેવું-દરેક આજ્ઞા પર મસ્તક નમાવી દેવું.
 • હાજના અમુક મહિના પ્રખ્યાત છે.
 • હજમાં સ્ત્રી મેળાપ અને કોઈપણ જાતનો ગુનો-ઝગડો-ફસાદ કરવો જોઈએ નહીં.
 • હજમાં મુસાફરીનો ખર્ચ સાથે લેવો-જેથી ભીખથી બચી જવાય.
 • હજમાં કદીક સફર તો કદીક નિવાસ, કાઇદ્ક મિલન તો કદીક જુદાઈ, ન ઈચ્છાની ગુલામી, ન અભિરુચિના કૈદી, ન તો કામવાસના સમક્ષ હથિયાર હેઠાં મૂકે છે.
 • હજ એ કોઈ ભેદભાવ નથી જાતિવાદ, ભાષાવાદ અને જુથવાદ વિરુદ્ધ બંધુત્વભાવના સમાનતા અને ઈસ્લામી એકતાનું પ્રતિક છે.
 • હજમાં જનાર ઈસ્લામનો કૌમી, પહેરવેશ-હજ-ઉમરહની-ભાષામાં “એહરામ” કહેવાય છે, તે ધારણ કરે છે.
અહી બધાજ નમ્રતા, વિનમ્રતા, લાચારી, કાકલૂદી અને રડી-રડી ને એકજ ભાષામાં એક સૂત્ર ઉચ્ચારે છે. “લબ્બયક અલ્લાહુમ્મ લબ્બયક” = અય મારા પરવાર દિગાર ! હું હાજર છું, સઘળી પ્રશંસાઓ અને નેમતો ફક્ત તને જ શોભે છે. અને સઘળી હકૂમત અને સત્તાઓ પણ. તારો કોઈ ભાગીદાર નથી. મીનામાં પણ એક સાથે રોકાણ, કુરબાની, માથું મૂંડાવવું, રમી (શેતાનને પથ્થર મારવા) બધાજ કામો એક સાથે કરવામાં આવે છે.

કાફિર - ૨૬
 • ૧) કફ્ર = ઈન્કાર કરવું, ન માનવું (ન માને તે કાફિર)
 • છુપાવવું = સંતાડવું = આવરણ નાખવું. રાત્રિ - ખેડૂત (કારણકે તે જમીનમાં બીજ સંતાડે છે) સમુદ્ર- અંધકારમય વાદળો.
 • ૨) કાફિર = ઉપકાર કરનારના ઉપકારને ભૂલી જનાર.
 • ૪) પોતાને એક સર્વશક્તિમાન અલ્લાહપાક નો ફરમાબરદાર અને આજ્ઞાંકિત નથી માનતો-તે- કાફિર
 • ૫) હિન્દુ ધર્મમાં અન્ય ધર્મીઓ માટે મલેચ્છ / ચંડાળ શબ્દો છે. તેવો શબ્દ ઈસ્લામમાં કાફિર છે. મક્કા વાસીઓ પોતાને કાફિર કહેતા- “હમો તમારી ઈસ્લામની દાવતને ઈન્કારીએ છીએ.
 • હકીકતમાં કાફિર શબ્દ અપમાનજનક નથી, ગુણવાચક છે.
 • આદેશ છે કે જો કોઈને ‘કાફિર’ શબ્દના સંબોધનથી તકલીફ પહોંચતી હોય તો તેને એ પ્રમાણે સંબોધવામાં ન આવે. અને જો તે છતાં સંબોધશે, તો ગુનેહગાર થશે.
Kaafir means unbeliever - denier - rejector of Islam or the tenets of Islam.

જિહાદ - ૨૨૦ / ૧૯૮

ધાર્મિક બાબતે વિરોધીઓને ઈસ્લામમાં લાવવા માટેનું પવિત્ર યુદ્ધને જિહાદ કહે છે.
 • જિહાદ માટે સઘળા જ મુસલમાનો નીકળી પડે તે પણ યોગ્ય નથી. એક નાનું જુથ જિહાદમાં જાય અને બાકીના લોકો દિનનું જ્ઞાન મેળવતા રહે.
 • જિહાદ દરેક યુગમાં હતો.
 • અલ્લાહપાકને વિરુદ્ધતા કરનારને કચડી-અને દબાવી દેવાના જે પ્રયાસો કરે છે, તેની સામે મરણિયા બની મુકાબલો કરી તેઓને નિષ્ફળ અને અલ્લાહપાકના બોલને ઊંચો કરવો એ જિહાદનો મૂળ હેતુ છે.
 • જિહાદ ત્રણ જાતના હોય છે.
   • ૧) પોતાની સામે
   • ૨) સેતાનની સામે અને
   • ૩) દેખીતા ખુલ્લાદુશ્મન સામે
પોતાની સામેની લડાઈને મોટું જિહાદ અને બહારના દુશ્મન સામેના જિહાદ ને નાનું જિહાદ કહ્યું છે. LOVE JIHAD ગેરમુસ્લિમ યુવતી સાથે મુસ્લિમ લગ્ન કરે અને તેને ઈસ્લામમાં લાવે તેને લવ જિહાદ કહે છે.

જિહાદનો અર્થ મુહંમ્મદ પેગંબરની શિક્ષા-કાર્ય અને કહેવામાં (TEACHINGS) હદીશમાં કહ્યા મુજબ પણ યુદ્ધ-ભલે પવિત્ર-પણ યુદ્ધ જ થાય છે.
 • Jihad means holy war (crusade) against the infidels, as a religious duty. It is a fight/battle/warfare.
 • Jihad was to continue until all mankind either embraced Islam or submitted to the authority of the Muslim state.
 • Later, Jihad became an armed struggle (war) against Western Colonial forces.
 • Jihad is a spiritual war against inner impurities - it means reforms neither violence nor bloodshed.
વિશ્વની દરેક વ્યક્તિ ઈસ્લામ ન સ્વીકારે ત્યાં સુધી, ઈસ્લામ ધર્મના લોકો દ્વારા સમજાવટ કે લશ્કરી યુદ્ધને જિહાદ કહ્યું છે.
 • હા – માબાપ ની કાળજી પણ જિહાદ છે.
 • તો – મહિલાઓની હજયાત્રા પણ જિહાદ કહેવાય છે.
 • ધર્મપરીવર્તનના કાર્યમાં-યુદ્ધમાં-મરણને પવિત્ર કહ્યું છે. મારનાર જન્નત-સ્વર્ગમાં જતાં હોવાનું કહેવાયું છે.
 • ઈસ્લામમાં સ્ત્રીઓ અને બાળકોને ન મારવાનું કહ્યું છે. પણ ધર્મગુરુઓના આ આદેશનું જિહાદી પાલન કરતાં નથી.
 • અબ્દુલ્લા આઝમ (વૈશ્વિક આધુનિક જિહાદના પિતા) પહેલા રશિયાને અફઘાનિસ્તાનમાંથી હરાવ્યા બાદ ફતવો બહાર પડી વિશ્વમાં જિહાદ ફેલાવ્યું-બોસીન્યા, ફિલિપાઈન્સ, કાશીમર, સોમાલિયા, ઈરિટ્રી, સ્પેન અને પેલેસ્ટાઈન માં આતંક ફેલાવ્યો.
 • ઓસામા-બિન-લાદેન ૯/૧૧ (૧૧ સપ્ટે.૨૦૦૧) માં વર્લ્ડટ્રેડ સેન્ટર નો નાશ કરીને અને પેન્ટાગોન ને નુકશાન પહોંચાડી-જિહાદ-ફેલાવ્યો-જિહાદી આતંકવાદ વિશ્વને બતાવ્યો.
 • આયાતોલ્લા ખૌમેની-ઈરાન-ના સ્થાપકે પણ ઈસ્લામ માટે જિહાદનો ઝંડો ફરકાવ્યો.
 • શિયા-સુન્ની- ઝગડાઓ પણ જિહાદીઓએ કર્યા અને ભાગલા પડેલ બે મુસ્લિમ કોમો પણ લડી.
 • અલ-કાયદા, ISIS- જેવા મંડળો પણ યુદ્ધ અને આતંકવાદના ફેલાવવામાં લાગ્યાં.
 • હાલમાં જિહાદ વૈશ્વિક સ્તરે ખૂબ મોટા પાયે આતંકવાદી બની ફેલાયું છે. દા.ત. રોહિંગ્યા, ઈરાન-ઈરાક યુદ્ધ, લશ્કરે તૈયબા, અને કાશ્મીર, બાંગલાદેશ, અલ્જેરિયા, સોમાલી, મોરો, અફઘાન, યેમન, નાઈજીરિયા, વિગેરે.
 • આશા રાખીએ, કોઈ ધર્મગુરુ જેહાદીઓને ઈસ્લામ ધર્મ સમજાવે.

ઈસ્લામી અર્થ વ્યવસ્થાના નિયમો - ૪૬૮
 • સમાજ છોડી સન્યાસી જીવનને ઈસ્લામ પસંદ કરતો નથી.
 • માણસની આર્થિક પ્રગતિને ઈસ્લામ પસંદ કરે છે. પણ ઇસ્લામની નજરમાં માણસનો બુનિયાદી હેતુ ફક્ત રોઝી કમાવું નથી.
 • સૌ પ્રથમ એ દર્શાવ્યું કે માલ-મિલકત દૌલત પર પહેલી અલ્લાહપાકની માલિકી છે. માલ દૌલત તમારી માલિકી નથી, બલ્કે તમારી પાસે અમાનત છે. કોઈ માણસ પોતાની જાત મહેનતથી કમાઈને જે ખાવા જાય છે, તેનાથી વધુ સારું કોઈ ખાણું નથી.
 • ૧) વ્યાજ વહેવાર માટે ઇસ્લામમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપી નથી.
 • ૨) સટ્ટો પણ ઇસ્લામમાં મોટો ગુન્હો છે.
 • ૩) જુગાર, સટ્ટો, દારૂ, સ્વાર્થ, દગો, છેતરપિંડી, શોષણ, મિલાવટ, ખોટી અફવાઓ, જુથ, સંગ્રહખોરી, ધોકાબાજી, ખિયાનત અને કબજા વગરની વસ્તુનું સીધું વેચાણ- મનાઈ ફરમાવી છે.
 • ૪) લાંચ, રૂશ્વત, ચોરી, ધાડ, લૂંટ, અત્યાચાર, મજબૂરીનો સોદો, અને અનીતિના બધા જ પ્રકારના સોદાઓથી મનાઈ ફરમાવવામાં આવી છે.
 • ૫) વ્યજ, સટ્ટો, ધોકાબાજી, તથા જુઠ ઈસ્લામના નિયમોની વિરુદ્ધ છે.
 • ૬) મજૂર વર્ગને પસીનો સુકાતા પહેલા મજૂરી અને યોગ્ય વળતર આપવાની તાકીદ કરી છે.
 • ૭) સંગ્રહખોરી પણ સખ્ત નાપસંદ ફરમાવી છે.

વકફ = નિષેધ, રોકવું કે બાંધવું.

વકફ એટલે ઈસ્લામમાં ઈમાન રાખનાર કોઈપણ વ્યક્તિ દ્વારા મુસ્લિમ વિધિ અંતર્ગત માન્ય ધાર્મિક, પવિત્ર અને દાનના ઉદ્દેશ માટે પોતાની સંપતિનું સ્થાયી ધોરણે ખુદાના નામે સમર્પણ કરવું. આમ એકવાર વકફ થયેલી સંપતિનું સ્વામીત્ત્વ ખુદાને નામે રાખવું.- એકવાર વકફ થયેલી સંપતિ પુન:પ્રાપ્ત થતી નથી. વકફ સંપતિના વહીવટમાં વકફ બોર્ડ અસ્તિત્વમાં છે.

જકાત - ૨૧૨ / ૨૧૫ / ૪૭૨

હેતુ: જકાતના સામૂહિક હેતુઓથી સમાજમાં ગરીબી દૂર થાય છે. જકાતથી ગરીબો, મોહતાજો, ગુલામો, કર્જદારો, અને મુસાફિરોની મદદ થાય છે. જકાત સંરક્ષણ, રાજકારણ, નૈતિકતા, ઈબાદતો =(ઉપાસના) સંસ્કૃતિ અને અર્થતંત્ર માટે મદદરૂપ થઈ બધી જ બાબતોએ પગભાર થવા અને સ્વાવલંબી બનવા સહયોગ આપે છે. જકાતનો આધ્યાત્મિક (રૂહાની) ફાયદો પણ છે તેનાથી:
 • ૧) ગુલામી નાબૂદ થઈ શકે.
 • ૨) વ્યક્તિ પોતાનો માલનો ખર્ચ સમાજ માટે કરવા તત્પર બને છે અને
 • ૩) માન્યતાઓ (અકીદાઓ), ઈબાદતો (ઉપાસના), અને અખલાક (નૈતિકતા), ની રક્ષા થાય છે.
આમ જકાત સમાજમાંથી ગરીબી દૂર કરી સમાજને માલદાર બનાવે છે.

જકાત ન આપનાર ની સજા

જકાત ન આપનાર અને સંગ્રહ કરનારને જહન્નમની આગ તપવામાં આવશે ત્યારે તેઓની પરેશાનીઓ, પડખાઓ, અને પીડાઓને ડામવામાં આવશે.

જકાતના પ્રકારો
 • ૧.      જકાત: ૨.૫% દરેક તે વ્યક્તિ જે સોનું, ચાંદી, પશુઓ અને વેપારનો માલ ઈસ્લામી પ્રમાણે જાયદાદ વગેરેનો માલિક હોય તેણે પોતાના માલમાંથી ૨.૫% જકાત આપવી ફર્જ છે.
 • ૨.      ઉશર: ૧૦% જમીનથી પેદા થતી વસ્તુઓની જકાત. ખેતીવાડીની કુલ પેદાઈશનો દસમો ભાગ આપવો જરૂરી છે.
 • ૩.      સદક એ ફિત્ર: શરઈ દ્રષ્ટિએ દરેક માલદાર વ્યક્તિ ૧.૭૫/- kg. ઘઉં અથવા તેની કિમત ગરીબો, બેવાઓ, યતિમો, ઉપર ખર્ચ કરે. આ રકમ પોતાના તરફથી અથવા ઔલાદ (નાના બાળક) તરફથી પણ આપવામાં આવે.
 • ૪.      કુર્બાની: કુર્બાની ના ગોસ્ત અને ચામડું ગરીબોને આપવું.
 • ૫.      કફફારો: ગુનાહિત વ્યક્તિએ દંડ તરીકે ગરીબોને, નાદારોને, રૂપિયા-ખાવાનું કે કપડાં આપવાના હોય છે તે ગુનાઓ.
   • ૧. રમજાનના રોજા તોડી નાખે,
   • ૨. ઈરાદા વગર કત્લ કરી દે,
   • ૩. પત્નીને ઝિહાર કરે – હરામ કહે,
   • ૪. સોગંદ (કસમ) ખાઈ પૂરી ન કરે.
 • ૬.      નફકહ (ખાધા ખોરાકી નો ખર્ચ): પોતાના પત્ની-બાળબર નાદાર સગા-સંબંધીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો.
 • ૭.      વારસા વહેંચણી: મૃત્યુ પામનાર (ફક્ત ૧/૩) માલની વારસદારો સિવાય માટે વસિયત કરી શકે છે. કોઈ વારિસને વંચિત નથી કરી શકતો, કોઈ વારિસ માટે ભાગ સિવાય વસિયત કરવાની મનાઈ છે.
   • દરેક સગા સંબંધીને હક મળે છે.
   • સ્ત્રીને માં, પત્ની, બહેન, પુત્રી, દાદી, તરીકે અલગ અલગ ભાગ મળે છે.
   • નાની, મોટી ઓલાદનો કોઈ ફર્ક નથી.

વારસો. ૧૪૭
 • ૧.      એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે.
 • ૨.      ઓલાદમાં એકલી છોકરી હોય તો, એક જ છોકરી હોય તો અડધી માલ મિલકત મળશે.
   • બે છોકરી હશે, તો બન્ને થઈ ૨/૩ બેતૃતિયાંશ ભાગ મળશે.
   • બાળક જ ન હોય તો, માં-બાપ જ વારીશ હોય તો માને ૧/૩ ભાગ અને બાકીનું બાપને મળશે.
 • ૩.      જો મરનારને એક થી વધુ ભાઈ/બહેન હોયતો જે વસિયત કરી હોય ને અને દેવું ચુકવ્યા પછી, માને છઠ્ઠો ૧/૬ ભાગ મળશે. બાકીનું બાપને મળશે.
 • ૪.      જો તમારી ઓરતને કઈ ઓલાદ ન હોય અને તે જે મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. (દેવું ચુકવ્યા પછી અને વસિયત પ્રમાણે વહેંચયા પછી) જો પુરુષ ઓરત વગર મરે તો, ઔરત ને ૧/૪ ચોથો ભાગ મળશે. અને ઔલાદ હોય તો ૧/૮ આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ ભાગ છે.
 • ૫.      જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેક ને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે.
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનુનો છે.

સખાવત - ખૈરાત

પોતાની કમાણી માંથી ચોખ્ખી પવિત્ર વસ્તુ અને જમીનમાંથી જે ચીજો તમારા માટે ઉત્પન્ન કરી છે, તેમાંથી નેક કામમાં આપ્યા કરો.

વ્યાજ

અલ્લાહપાકે વ્યાજ ને હરામ કહ્યું છે. જો દેણદાર નાદાર હોય તો, તેને હાથ છૂટો થતાં સુધીની મહોલત આપવું. અને જો તમે સમજતા હોય તો દેવું માફ કરવું બહેતર છે.

લેવડ-દેવડ
 • લખાણ: માહેમાહે અમુક મુદ્દત સુધીનો ઉધારનો મામલો કરો તો તેને લખી લો.
 • સાક્ષી: આ ઉપરાંત તમારામાના મુસલમાન પુરુષો બે પુરાવામાં રાખો જો પુરુષ ન મળે તો એક પુરુષ અને બે સ્ત્રીઓને સાક્ષી માં રાખો. જેનો ભરોસો કરવામાં આવ્યો છે, તેણે બીજાનો હક પૂર્ણપણે આપી દેવો જોઈએ અને પોતાના પરવરદિગાર અલ્લાહપાકથી ડરવું જોઈએ.
 • ગીરો: કોઈ જગ્યાએ સાક્ષી કે લખાણ શક્ય ન હોય તો કોઈ વસ્તુ ગીરો મૂકો. લેણ વસૂલ થતાં જ તે જ વસ્તુ માલિક ને પછી આપવી જોઈએ.

સબ્ર (ધીરજ) - ૨૦૪
 • પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો.
 • સબ્ર (ધીરજ) નપુંશક્તા નથી, સબ્ર બહાદુરી છે.
 • સબ્ર દ્વારા કમજોર પરિસ્થિતી ને મજબૂત સ્થિતિ માં ફેરવવાનો સમયગાળો મળી રહે છે.
 • સબ્ર ને કારણે કપરો સમય પસાર થઈ અનુકૂળતા મળી જાય છે. સબ્ર બહુ મોટી શક્તિ છે.
 
શાંતિ - ૨૦૫
 • શાંતિ ને ચોક્કસ કરવા ઈસ્લામે હકારાત્મક સાધનો અને યુક્તિઓ, અખત્યાર કરી છે.
 • શાંતિભંગ માટે આર્થિક અસમાનતા પણ જવાબદાર છે. તેથી જ ગરીબો માટે જકાત ફરજિયાત દાન છે.
 • ધર્મઝૂનૂન પણ શાંતિભંગ નું કારણ હોય શકે.
 • કુરાન શરિફ માટે બળજબરી કરવાનું તમારું કાર્ય નથી.

પાક મુસલમાન - ૩૩૩ / ૩૪૯
 • ઈમાનવાળા 
 • નમ્રતા
 • પોતાની નમાઝમાં ડરનાર 
 •  લડાઈ થી દૂર રહેવું
 • નકામી બાબતથી અળગા 
 • માફી
 • જકાત આપતા રહે 
 •  સદાચાર
 • શર્મગાહની સંભાળ રાખે છે 
 •  રાત્રિ ઈબાદતો
 • સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતાં નથી 
 •  ગુનાહો થી તૌબા
 • પોતાની અમાનતો અને કરારો જાળવે છે 
 •  સખાવત
 • ફર્ઝ નમાજોની કાળજી રાખે છે
 • વ્યભિચાર, ખૂન અને બેહુદા કામો થી દૂર
 • નકામો ખર્ચ કરતાં નથી
 • અલ્લાહપાક ના હુકમો ધ્યાન દઈ સાંભળે છે

આખિરત - ૬૨૫

મરણ પછીના હિસાબ-કિતાબ માટે અલ્લાહ તાલાની અદાલતની સ્થાપના કરવામાં આવશે. જે માણસ ના નેકીઓના પાલ્લા ભારે થશે, તોતે મનમાન્યા આરામમાં રહેશે. જે માણસના પલ્લાં હલકાં થશે તેનું સ્થાન દોઝખનો ખાડો છે, જ્યાં કાયમી ધગધગતી આગ છે. આખિરતમાં તમારે કાર્યોનો જવાબ આપવો પડશે. જે માણસ ધન એકઠું કરે છે, ગણીગણીને રાખે છે તે ધારે છે કે તેનો માલ તેની પાસે સદા રહેશે તો હરગિઝ રહેશે નહીં અને તે માણસને ભાંગી તોડી નાખનારી આગમાં ફેકવામાં આવશે. (૬૨૫) આમ, આખિરત માં અલ્લાહ ન્યાય કરી મરનારને જન્નત કે દોઝખ આપશે.

(Al Akhirah – a Muslim term for the afterlife in Quran, explaining fate after death as judged by Allah.)

સત્કર્મો કરનારને જન્નત મળશે – જ્યાં બગીચાઓ હશે, છોકરાઓ સેવા કરશે + સ્વ્છ શરાબના પ્યાલા આપશે, મન ચાહયા પક્ષીનું ગોશ્ત ખાવા મળશે, પસંદગીના મેળા મળશે, મોટી-મોટી આંખોવાળી સુંદરીઓ મનમોહક અદા કરતી મળશે અને વ્યક્તિ રત્નજડિત તખ્તો પર બેસશે. (૫૩૭) ગુનેહગારોને સજા અને નેક લોકોને મજા. (૫૨૫)

વ્યાભિચાર ૩૪૦ / સ્ત્રી ના પડદાના નિયમો ૩૪૩ / મુસલમાન સ્ત્રીના ગુણો ૫૪૮
 • વ્યભિચારને ફોજદારી ગુનો ઠરાવીને તેની સજા ૧૦૦ સો કોરડા ઠરાવવામાં આવી.
 • જે વ્યક્તિ બીજા પર વ્યભિચારનો આરોપ મૂકે પછી પુરાવામાં ચાર સાક્ષીઓ ન લાવે, તેની સજા ૮૦ એંસી કોરડા ઠરાવવામાં આવી.
 • એકબીજાને ધારીધારીને કે છૂપી નજરોથી જોવાની સ્ત્રીઓ કે પુરૂષોને મનાઈ કરી દેવામાં આવી છે.
 • સ્ત્રીઓને બહાર નીકળે ત્યારે પોતાના સાજ-શણગાર છુપાવે અને અવાજ ઉત્પન કરે તેવા ઘરેણાં ન પહેરે.

ફરજિયાત લગ્ન 

સમાજમાં સ્ત્રીઓ-પુરુષો-ગુલામો સર્વે ને અપરિણીત કૂંવારા રહેવા દેવામાં ન આવે. કુંવારા થી નિર્લજ્જતા પેદા થાય છે. જેમના લગ્ન ન થયા હોય તેના કરાવે.

સ્ત્રીઓના પરદાના નિયમો - ૩૪૩

પોતાની નજર નીચી રાખે, પોતાના ગુપ્ત ભાગો સંભાળે અને પોતાના શણગાર જાહેર ન થવા દે. પોતાની ઓઢણી છાતી પર નાખી રાખે. ધીમે-ધીમે ચાલે, જેથી છુપા ઘરેણાં જણાઈ ન આવે.

મુસલમાન સ્ત્રીઓના ગુણો

ન કોઈ વસ્તુને શરિક ઠેરવશે. ન ચોરી કરશે, ન વ્યભિચાર કરશે, ન જૂઠી તોહમત લાવશે ન પોતાના બાળકોની હત્યા કરશે.

કત્લનો બદલો – કિસાસનો હુકમ - ૧૨૦

ઈરાદાપૂર્વક કતલ કરવામાં આવેલ સંબંધમાં બદલો (કિસાસ) લેવો ફર્ઝ કરવામાં આવ્યો છે. એટલે,
 • ૧. દરેક આઝાદ પુરુષને બદલે આઝાદ પુરુષ
 • ૨. ગુલામને બદલે ગુલામ
 • ૩. સ્ત્રીને બદલે સ્ત્રીની
- કત્લ કરવામાં આવે.

માફી (દિય્યત): જો હત્યા કરનારને હત્યારાને માફી આપવામાં આવે તો, યોગ્ય રીતે માલની માંગણી કરવી જોઈએ. અને હત્યા કરનારે ખૂનના બદલાને ભલાઈ સાથે તે હકદારો પાસે પહોંચાડવો જોઈએ. ખૂની ને બદલે બીજાની કત્લ કરવી યોગ્ય નથી. (દિય્યત : ખૂનના બદલા તરીકે માલ-મિલકત લેવા રાજી થવું તે.)

ફત્વા

ફત્વા એટલે ધાર્મિક હુકમ કે આદેશ. ફત્વા કુરાને શરિફની આયતોના સામાજિક કે આધ્યાત્મિક અર્થઘટનો સમજવા-મસ્જિદના ઈમામ (નમાઝ પઢાવનાર વ્યક્તિ) દ્વારા કે આલીમો (જ્ઞાની) દ્વારા-બહાર પડતાં આદેશો કે હુકમોને ફત્વા કહે છે.

ફત્વા રાજકારણ કે ચોરી કે વિવિધ વર્તનો બાબત હોતા નથી. આવા આદેશો કોઈ ગૂઢ ઈસ્લામિક બાબતોનું અર્થઘટન ન હોવાથી ફત્વા કહેવાતા નથી. ઈસ્લામનો ખોટો અર્થ છે. ફત્વાનું આ રીતે અવમૂલ્યન ન કરીએ. (પ્રો, મહેબૂબ દેસાઈ)આ બધા વિષયો વિગતે વાંચ્યા પછી કહી શકાય કે કુરનનો સાર આ મુજબ છે. આ સાર સન્માનનીય ઈતિહાસકાર પ્રો. ડો. મહેબૂબ દેસાઈ એ આપણને લખી જણાવ્યો છે.


ઈસ્લામ ધર્મ ના લક્ષણો

૧. જકાત - ૨.૫%

૨. ખેરાત - મરજિયાત દાન.

૩. રમઝાન - રોજા ઉપવાસ.

૪. દીકરીનો જન્મ ખુદાની કૃપા.

૫. સ્ત્રીઓ સાથે વિવેક પૂર્ણ વ્યવહાર.

૬. વિધવા અને તેના બાળકોને મદદ

૭. ઊંચનીચના કોઈ ભેદો નથી.

૮. બીજા ધર્મી સાથે હંમેશા સદ્દવ્યવહાર.

૯. શરાબ (દારૂ) અને જુગાર ની મનાઈ.

૧૦. મજૂરનો પસીનો સુકાઈ એ પહેલાં મહેનતાણું ચૂકવો.

૧૧. ઈર્ષા અને ગીબત (કોઈની ટીકા ટિપ્પણી કરવું) મોટા ગુનાહ છે.

૧૨. તમારાથી આમિરને ન જુઓ- ગરીબને જુઓ.

૧૩. નૈતિક અર્થાત હલાલ કર્યો જ આચરણ માં મૂકો.

૧૪. પાણીનો નિર્થક વ્યય ન કરો.

૧૫. રસ્તે અડચણરૂપ વસ્તુ જાતે જ દૂર કરો.

૧૬. સ્ત્રી સન્માન. અજાણી સ્ત્રી પર નજર ન કરો.

૧૭. નાપતોલમાં બેઈમાની ન કરો.
 

પવિત્ર કુરાન સારાંશ 
 • પુસ્તકનું નામ: પવિત્ર કુરાન સારાંશ 
 • સંપાદન : (અવ.) ઈકબાલ મુહમ્મદ ટંકારવી (સા.), ઈદગાહ રોડ, ભરુચ - ૧ 
 • પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 18-Nov-2020
 • પાનાં : ૬૪૯  
 • પ્રકાશન વર્ષ : ૨૦૧૧ 

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!