એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે. ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે. ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે. પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...