વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો! “વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે. કોઈ જાતની કટુતા, ટી