વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે. મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે. મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે. સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે. આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...