Skip to main content

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.

આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

  1. એકવીસમી સદીના બાળકોની નવી પેઢીને ઈલેક્ટ્રોનીક માધ્યમો – મોબાઇલ – ઈન્ટરનેટ,લેપટોપ, અને ટેલીવીઝન ભેટમાં મળેલ છે. એટલે તેમની હોશિયારી, સમજ, જ્ઞાન આકાશ આંબે તેટલાં ઉંચા ગયા છે. એટલે તેઓ પોતાને ખૂબ હોશિયાર અને માબાપને મૂર્ખ માને છે.
  2. માબાપને એક જ બાળક હોય છે. બે બાળકો તો ખૂબ ઓછા મા બાપને નસીબ હોય છે. તેથી ખૂબ વધારે પડતા લાડ લડાવે છે. ,આ બાપ બાળક માંગે તે બધી માગણીઓ મુજબ વસ્તુ લાવી આપે છે. (એમને પરવડે કે નહિ તો પણ) આમ બાળકને જોઈતી દરેક ચીજ- સાઈકલ, મોપેડ, મોબાઈલ, કપડાં, બૂટ મેળવીને જ જંપે છે. આ રીતે ત્યારે ના સાંભળવા ન ટેવાયેલું બાળક, લગ્નમાં પણ પોતાની મરજી મુજબ જ કરે છે.
  3. પુખ્ત લોકોને જોવાના ચલચિત્રો, ઈનટરનેટના શરીર સંબંધ દર્શાવતા પ્રસંગો અને ટેલીવીઝનમાં શીખવાને લીધે શારીરિક ઈચ્છાઓ વહેલી ઉમરે જાગૃત થાય છે. સંસ્કારી ભણવામાં મશગુલ અને વિવેક બુદ્ધિવાળો છોકરો છોકરી સાથે આ બાબતે ભેગો થતો નથી. ત્યારે બીનસંસ્કારી, નાલાયક, છોકરા શરીર સંબંધ બાંધવાની હરકત કરે છે. જેના શરીરની જાતિય ઇચ્છાથી આકર્ષાયને ખોટા પાત્ર સાથે ખોટી રીતે લગ્ન કરવાની ભૂલ કરી બેસે છે.
  4. માધ્યમિક શાળા : ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજોમાં ભણતી કન્યાઓ પુરુષમિત્ર (Boyfriend) હોવો ફરજીયાત ગણે છે અને તે ન હોવાને નાનમ સમજે છે, હીણપત અનુભવે છે ત્યારે, સામે આવેલા કોઈપણ નાલાયક છોકરા સાથે જોડી બનાવી દે છે. જેનો અંત ખોટા લગ્નમાં આવે છે.
આમ, માં બાપનું એકમાત્ર બાળક પોતે માં બાપને જણાવ્યા વગર, માં બાપની જાણબહાર અને એકદમ વહેલી ઉમરે લગ્નનો નિર્ણય લઈ લે છે. છોકરો ભલે અભણ હોય, કમાવવા સક્ષમ ન હોય,મોટો હોય કે જે હોય તે, છોકરી લગ્ન કરીને રહે છે. ત્યારે માં બાપે શું કરવું ?


મા બાપનો પ્રાતિભાવ

પુત્રીના લગ્નની જાણ મા બાપને સૌથી મોડી, છેલ્લે થતી હોય છે. જાણ થતાં તરત જ ખૂબ તીવ્ર પ્રત્યાઘાત મા બાપ આપતા હોય છે. ખૂબ ઊંડા આઘાત, હતાશા અને પીડાની લાગણી કદાચ સ્વાભાવિક છે. માનસિક અનુભૂતિ અને સામાજીક ભય તેમને અપમાન જનક અને નિરાશાની ખૂબ ઊંડી પરાકાષ્ઠાએ પહોંચાડે છે. તેમને ખૂબ ખરાબ લાગે છે કે અસામાજીક પ્રવુતિ કે સામાજીક રીતે અસ્વીકાર્ય વાત તેમના પોતાના ઘરમાં બની છે. એટલે આ વાત – સમાચાર, શક્ય હોય ત્યાં સુધી છુપાવવા માથે છે. અને તેથી તેઓ

  1. શાંત, આઘાતમય, મૂઢ બની જાય છે.
  2. મૂક-મૌન કે મૂંગાપણું જાળવે છે.
  3. આંસુ સારે છે. રડે છે.
  4. દિવસો – મહિનાઓ સુધી નિસાસો નાંખે છે.
  5. નિંદ્રાહીન – ઊંઘતા નથી.
  6. ચિંતાતુર – ખૂબ ભારે ચિંતામાં પડે છે.
  7. ભૂખ્યા રહે છે – ખાતા નથી – ખાવાનું ભાવતું નથી.
  8. કામકાજ નોકરી – વેપારધંધો કરતા નથી.

આ બધા લક્ષણોને સાથે કહીએ તો, તેઓ ખૂબ મોટી મનોવૈજ્ઞાનિક હતાશામાં પડી જાય છે. આ પછી દિલાશો, આશ્વાસન કે મદદ માટે સગાસંબંધી અને મિત્રો ઝંપલાવે છે. તેઓને લીધે – ઘણીવાર મા બાપ અવિવેકી – બુદ્ધિ વગરનું કે અકુદરતી પગલું ભરી બેસે છે. તેઓ દીકરીનો સંપર્ક છોડી દે છે, ધમકી આપે છે અથવા મારી મારીને દીકરીને શારિરીક પીડા આપે છે – કોઈ વાર મોત પણ લાવે છે. (સ્વમાન માટે હત્યા Honour Killing)

મા બાપ એટલેથી અટકતા નથી. થયેલા જમાઈને,

  • ચરિત્રહીન,
  • અભણ-ઓછું ભણેલો,
  • ઓછો દેખાવડો-કદરૂપો,
  • ગરીબ-ઓછું કમાતો-ગરીબ કુટુંબનો,
  • સિદ્ધાંત વગરનો અને શું શું ?

જમાઈ વિષે ન કહેવાનું - સાચું ખોટું - બધું જ ગાઈ વગાડીને, ઢંઢેરો પીટી-પીટીને જાહેર કરે છે.

  • વસિયત નામું: નવેસરથી વસિયત (Will) બનાવી લાભકર્તા તરીકે કન્યાનું નામ કાઢી નાંખે છે.
  • ઘરબાર, જમીન વેચીને બીજે ગામ કે શહેર રહેવા જાય છે.
  • પોતાના વિસ્તારમાં આવતા સમાચારપત્રોમાં જાહેરાત આપી પુત્રી સાથે સંબંધ નથી, એમ છપાવી સંબંધનો અંત આણે છે.
  • લગ્ન ભાગીને થવાથી પૈસા બચ્યા હોવાનો કરુણ આનંદ અનુભવે છે.
આ અને ઘણી બાબતો આપે જોઈ હશે તો તે જણાવશો.

આમ વધારે પડતી ઘૃણા - તિરસ્કાર અને નકારાત્મક લાગણીથી આઘાત પામેલા માં બાપ પુત્રી ના સંબંધ વખત જતાં એટલા ખરાબ રહેતા નથી. સુધરે છે. સમાધાન થાય છે. તે સારું પણ છે. અને આવકાર્ય પણ છે. આમ તો, જન્મથી પ્રેમ પામેલી દીકરીને ભૂલવું સહેલું પણ નથી અને જરૂરી પણ નથી. ખરું ને?

ચાલો, હવે આપણે નક્કી કરીએ, હવે શું કરીશું?

સંક્ષિપ્તમાં અમલમાં મુકવા જેવાં સૂચનો કહીશ.

  1. ધીરજ ધરો, ઉતાવળા ન થાવ. આવી ગંભીર પરિસ્થિતિમાં અકળાટ ન અનુભવો. વધારે પડતા આકરા પ્રતિભાવો ન આપો.
  2. ખાસ કરીને દિકરી અને જમાઈ વિષે બીન જરૂરી ખરાબ ટીકાથી દૂર રહો. તે અનિવાર્ય છે. તમારા અનિચ્છીય વિચારો પ્રગટ ન કરો.
  3. મૌન રહો. શાંતિ જાળવો. શાંત થાવ.
  4. ના, બિલકુલ શોકાતુર ન બનો. કદીપણ જાત માટે ખોટું ન વિચારો.
  5. સમયને સમયનું કામ કરવા દો.

દિવસો, સપ્તાહો, વર્ષો, રસ્તો તૈયાર જ છે. કહેવાયું છે દુ:ખનું ઓસડ દહાડા.

દીકરીના પક્ષકાર બનો

  1. દિકરી-પુત્રીને તમારા અણગમાના કારણો ભયસ્થાનો તમારી આ લગ્નના કારણો થતી લાગણી જણાવો. ગુસ્સો, અહંકાર, અણગમો કે સામાજીક ભયને ઓગાળીને પ્રેમથી તમારા વિચારો ફક્ત પ્રદર્શિત કરો. સલાહ સૂચનો કે આગ્રહથી દૂર રહો.
  2. સંપર્ક જાળવી રાખો. રૂબરૂ, ફોનથી કે મોબાઈલ જેમ ઠીક લાગે તેમ, પુત્રીના સંપર્કમા રહો. આ ફરજીયાત છે.
  3. પુત્રીના દુશ્મન બનીને અણઘટતો વ્યવહાર અચુક ન કરો. તેની જીવનની એકમાત્ર ભૂલને કારણે માતપિતા અને પુત્રીના સંબંધનોનો અંત ન આણો. ભૂલ એ ભૂલ છે. ફક્ત ભૂલ જીવનનો અંત નથી. આ ભૂલને બાદ કરો તો બાકીનું બધુ જ યથાવત છે અને રાખો.
  4. આ ઘટના મા બાપ પુત્રી પુરતી મર્યાદિત છે. તેનો રસ્તો પણ તમારે ત્રણે ભેગા જ કાઢવો પડશે. ધીમા પડો, ધીરજ રાખો, સારો રસ્તો ચોક્કસ નીકળશે.

આ વાતમાં તમારા પોતાની ઈચ્છા-શક્તિ પોતાની લાગણીના માર્ગદર્શન મુજબ કામ કરો-મિત્રો, સગાસંબંધી, વકીલોની વાતોથી ગેરમાર્ગ દોરાશો નહિ. તેમને તમારી લાગણીની વાતો કરશો તો ચાલશે. તેમની ખોટી વાતથી ગેરમાર્ગે દોરાશો નહિ. કારણ કે ખરો-યોગ્ય રસ્તો તમને જ દેખાશે. તે મુજબ જ અનુસરો.
મારી બધી જ શુભેચ્છાઓ, આશીર્વાદો અને પ્રાથનાઓ આપ સૌ માં-બાપો-પુત્રી માટે છે. શુભ દિવસો આવવાના જ છે. ફક્ત થોડી ધીરજ, પ્રેમ જરૂરી છે.

ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
bharat@desaieyehospital.com


Read this article in English: 

Comments

  1. Salute to writer respected Desai Saheb.
    Best article I ever read for any touring place. Expression of words fom observations made minutely. with perfection that too from bottom of the heart reaching to heart of readers. Covering each day's every activity with remembering every member in respectful language.

    ReplyDelete
  2. Impressive thinking.
    Sign of maturity to understand the piece of our own blood and support her.
    . Heard of honour killing and an unnecessary waste of precious life for ego’ s sake.
    Admire your article.

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન   ૨૬ મે, ૨૦૨૪  સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા 'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો   અને   વક્તવ્યો

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...