વિદ્યાર્થીઓને માર્ગદર્શન - શાંતાબા વિદ્યાલય, કુકેરી
વ્હાલા વિદ્યાર્થીમિર્ત્રો,લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) ના પ્રમુખશ્રી લા. મીનાબેન દેસાઈ અને અમે સૌ સભ્યો આપની સાથે થોડી આત્મીયતા કેળવવા આવ્યા છે ત્યારે મારે થોડી વાતો દિલ ખોલી કરવું છે.
વહાલા બાળકો, ખાસ તો અમે તમારી ભણવાની ધગશને બિરદાવવા અહી આવ્યા છીએ. મારે સ્વીકારવું છે કે તમને નવાઈ લાગશે પણ ખરેખર હકીકતમાં ૬૦ વર્ષ પહેલા તમારા જેવડો હું હતો ત્યારે જેટલો હોંશિયાર હતો તેના કરતાં તમે સૌ-ગણા વધારે હોંશિયાર છો. તેથી તમારે ફક્ત ધ્યાનથી અને ખંતથી અભ્યાસ કરવાની જરૂર છે. ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ બેઠું છે!
મારે તમને માર્ગદર્શન એકાગ્રતા, સ્વ સાથે સંવાદ, સમયવ્યવસ્થાપન, અને આરોગ્ય બાબતે આપવું છે.
એકાગ્રતા (Mindfulness)
થીચ-ના-હાન નામના વિયેટનામિ બુદ્ધ સંપ્રદાયના વિચારક–શિક્ષક અને સમાજસેવક તેમના પુસ્તક ‘આર્ટ ઓફ પાવર’ ('Art of Power' by Thich Nhat Hanh) માં એકાગ્રતા વિષે સરસ સમજ આપે છે. તેઓ કહે છે: અભ્યાસ જેવી કોઈપણ પ્રવુતિ કરતી વખતે (૧) આપણે જે કઈં કાર્ય કરીએ છીએ તેજ બાબતે ધ્યાન–વિચાર–પ્રવૃત્તિ સંપૂર્ણપણે ૧૦૦% ધ્યાન કેન્દ્રિત કરીને કરવાની છે. (૨) ત્યારે ભૂતકાળ કે ભવિષ્યના વિચારોમાં ખોવાવાને બદલે પૂર્ણપણે વર્તમાનમાં રહેવાનું છે. (૩) જે કોઈ સ્થળે છો તે જ સ્થળે રહેવાનું છે અને બીજા સ્થળોને યાદ કરવાના નથી. અને આમ એકજ કામ દા.ત. અભ્યાસમાં ૧૦૦% પરોવાઈ જવાનું છે. પરિણામ ચોક્કસ મળશે. કારણ, તમે એક સાથે ઘણા બધા કાર્યો કરવાને બદલે એક કામ કરો છો. (Instead of multitasking, restrict to unitask.)
સ્વ સાથે સંવાદ (Monologue)
લેખક (Paul Dupuis) પોલ તેમના પુસ્તક ‘ધી રૂલ ઓફ 5’ (The Rule of Five) માં સ્વ સાથે સંવાદ કરવાનું સૂચવે છે. તમારા કાર્યો અને વિચારો વિષયક જાતે મનોમંથન કરો. તમને સમજાશે કે તમે કાર્ય બરાબર કર્યું છેકે હજી વધારે સારી રીતે કરી શકત ? તે પ્રમાણે સુધરો. Have I done the best or I would have done better ?
સમય (Time)
સમય વ્યવસ્થા (Time Management) જન્મથી મરણ સુધીનો નક્કી સમય મર્યાદિત છે. તે પાછો લાવી શકાતો નથી – જે સમય ગયો તે કાયમ માટે ગયો! What is gone is gone, forever! સફળતાની એકમાત્ર ચાવી ‘સમય’ ની મહત્તા સમજો – સ્વીકારો અને પ્રવૃત્તિઓ સમયમર્યાદામાં કરો અને પૂર્ણ કરો. સવારે વહેલા ઊઠો – પાંચ વાગ્યે આદર્શ. મોડામાં મોડા રાત્રે વહેલા સુઓ – નવ વાગ્યે આદર્શ, મોડામાં મોડા દસ. Early to bed, early to rise leads a long life. દિવસે કરેલા અભ્યાસનું રાત્રે મનન કરી જશો, તો મગજને વિષયની માહિતી સંગ્રહ કરવાની અનુકૂળતા રહેશે. (Reflection Time)
આરોગ્ય (Health)
છેલ્લે, પણ ખૂબ મહત્વની વાત. દર વર્ષે એકવાર, આરોગ્યની પ્રાથમિક તપાસ નિયમિત કરાવો. વજન – ઊંચાઈ – પોષણ – દ્રષ્ટિ – ડાયાબિટિશ – વિગેરે માહિતી આપતી તપાસ ફરજિયાત છે – અભ્યાસને અવરોધક રોગો પ્રાથમિક અવસ્થામાં જાણી લેવાથી વધારે નુકશાન રોકી શકાય છે. શરીરની સ્વસ્થતા આગળ વધવા માટે અનિવાર્ય છે.
માનસિક સ્વાસ્થય માટે જરુરી સૂચનાઓ (Mental Health)
- મિત્રતા કેળવો
- મિત્રો અને સગા – સંબંધીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવો
- સ્વભાવે આનંદી બનો. સ્મિત કરતાં રહો. Keep Smiling.
- આશાવાદી બનો
- પોતાને મૂંઝવતી વાતોની મિત્રો સાથે ખુલ્લામને ચર્ચા કરી ઉકેલ લાવો. મગજમાં રાખી ખોટી હતાશા ન અનુભવો.
ચાલો, થોડી બીજી વાતો કરીએ.
આપણી સુરખાઈ શાળાના સ્વપ્નદ્રષ્ટા પરિમલભાઈના સાસુજી ડાહીબેન પી. પરમાર નિવૃત શિક્ષિકાને લેખક બીરેનભાઈ કોઠારીએ ગુજરાતનાં વિશિષ્ઠ વ્યક્તિઓને સમાવતું પુસ્તક “ગુર્જર રત્ન” (એક આદર્શ વાચક હોવાને નાતે) અર્પણ કર્યું ત્યારે લેખકોની ડાહીબેન સાથે આત્મીયતા જાણી બીરેનભાઈ અને રાજનીભાઈ પંડ્યા તેમણે બિરદાવવા કુકેરી સુધી આવ્યા. ડાહીબેન આપણને બે બોધપાઠ આપ્યા.
૨૨-૦૬-૨૦૦૨ શાંતાબા વિદ્યાલય, કુકેરી
સુરખાઈ કુકેરી મારા રૂમ પાર્ટનર ડો. બી.જી.કોડિયા (મોંઘા)નું ગામ, મારા ૧૯૬૩ ના અબ્રામા હાઈસ્કૂલના શિક્ષક શ્રી અભેસિંહ એચ પરમારનું ગામ, મારા બીજા રૂમ પાર્ટનર ડો. લક્ષ્મણસિંહ સોલંકીના સાળા ચંદ્રસિંહ આર. ડોડિયાનું ગામ અને છેલ્લા વીસ વરસથી મારા પત્ની ડો. ભાવનાના સહકર્મી ડો. પ્રથમેશ પરમારનું ગામ, મને એટલી ખબર કે અહી રજપૂત સમાજના સોથી વધારે વ્યક્તિઓ શિક્ષક – કે શિક્ષિકાઓ છે. ઘણા વખતથી શાંતાબા વિદ્યાલય, કુકેરી વિષે વાંચેલું અને પરિમલભાઈ પરમાર વિષે ખાસ અહોભાવ જાગેલો – પણ આ વિદ્યાલયની પ્રથમ મુલાકાત, ૧૭-૧૦-૨૦૨૧ના રક્તદાન યજ્ઞમાં આવેલા મારા પત્ની ડો. ભાવનાને લીધે, મારી પુત્રી વૈશાલી સાથે થઈ – જોગાનુજોગ મારી ૭૧મી જ્ન્મ તારીખ આ શાળામાં ઉજવાઈ ગઈ!
આપણી સુરખાઈ શાળાના સ્વપ્નદ્રષ્ટા પરિમલભાઈના સાસુજી ડાહીબેન પી. પરમાર નિવૃત શિક્ષિકાને લેખક બીરેનભાઈ કોઠારીએ ગુજરાતનાં વિશિષ્ઠ વ્યક્તિઓને સમાવતું પુસ્તક “ગુર્જર રત્ન” (એક આદર્શ વાચક હોવાને નાતે) અર્પણ કર્યું ત્યારે લેખકોની ડાહીબેન સાથે આત્મીયતા જાણી બીરેનભાઈ અને રાજનીભાઈ પંડ્યા તેમણે બિરદાવવા કુકેરી સુધી આવ્યા. ડાહીબેન આપણને બે બોધપાઠ આપ્યા.
- નિયમિત નવા નવા પુસ્તકો વાંચતાં રહો. પુસ્તકોથી વિશેષ કોઈ મિત્ર નથી.
- પુસ્તકો ખરીદતા રહો અને સારા લગતા પુસ્તકો ખરીદીને મિત્રો – સગાસંબધીઓને ભેટ આપતા રહો.
સુરખાઈ કુકેરી મારા રૂમ પાર્ટનર ડો. બી.જી.કોડિયા (મોંઘા)નું ગામ, મારા ૧૯૬૩ ના અબ્રામા હાઈસ્કૂલના શિક્ષક શ્રી અભેસિંહ એચ પરમારનું ગામ, મારા બીજા રૂમ પાર્ટનર ડો. લક્ષ્મણસિંહ સોલંકીના સાળા ચંદ્રસિંહ આર. ડોડિયાનું ગામ અને છેલ્લા વીસ વરસથી મારા પત્ની ડો. ભાવનાના સહકર્મી ડો. પ્રથમેશ પરમારનું ગામ, મને એટલી ખબર કે અહી રજપૂત સમાજના સોથી વધારે વ્યક્તિઓ શિક્ષક – કે શિક્ષિકાઓ છે. ઘણા વખતથી શાંતાબા વિદ્યાલય, કુકેરી વિષે વાંચેલું અને પરિમલભાઈ પરમાર વિષે ખાસ અહોભાવ જાગેલો – પણ આ વિદ્યાલયની પ્રથમ મુલાકાત, ૧૭-૧૦-૨૦૨૧ના રક્તદાન યજ્ઞમાં આવેલા મારા પત્ની ડો. ભાવનાને લીધે, મારી પુત્રી વૈશાલી સાથે થઈ – જોગાનુજોગ મારી ૭૧મી જ્ન્મ તારીખ આ શાળામાં ઉજવાઈ ગઈ!
0 comments:
Thank you for your comment!