મગજ ન ગુમાવો, વજન ગુમાવો
(Don't Lose Your Mind, Lose Your Weight)
લેખિકા: ઋજુતા દિવેકર (Rujuta Diwekar), અનુવાદ: રેખા ઉદયન
પુસ્તક પરિચય: ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
વધેલા વજનથી હતાશ અને ગભરાયેલા લોકોએ સરળ રરત્તો જાણવો હોય તો આટલું જરૂર જાણો. તંદુરસ્તી માપવા માટે વજનકાંટા કે મેઝર ટેપત્તી જરૂર પડે એવું થોડું જ છે? તમારા લગ્ન પ્રત્યે તમે ખરા દિલથી કામ કરતા હો અને ભરપૂર જિંદગી જીવતા હો, તો તમે ફિટ જ છો. આપ, પૌષ્ટિક અને યોગ્ય આહાર લેવા ઉપરાંત જીવન ભરપૂર માણતા પણ શીખવું જોઈએ, ત્યારે જ તમે ફિટ કહેવાઓ.અહીં આપેલી સૂચનાઓનો કરશો તો Compensatory Diet, Herbal Diet, Crash Diet, Fat Free, Sugar Free, Baked diet, Comfort Food, South Beach Diet, Atkin Diet અને આવા અટપટા - ભૂખમરાવાળા અને થકવનારા ખોરાક (Diet Plan)થી ચોક્કસ મુક્તિ મળશે અને ભુખા રહ્યા વગર, ખાઈ-ખાઈને વજન ઉતારી શકશો.
હા, ખોરાક-પ્રવૃત્તિ અને કસરતની નોંધ શરૂઆતમાં ત્રણ-ચાર દિવસ નીચે મુજબ કરશો તો ફાયદાકારક રહેશે.
સમય | ખોરાક અને પીણા તેની લીધેલી માત્રા સાથે | પ્રવૃત્તિની વિગત | કસરતની વિગત |
---|---|---|---|
- પગથિયું-૧: સૂર્યોદય પહેલાં ઉઠો
- પગથિયું-ર: ભોજન-૧ : ઉઠયા પછી ૧૦ મિનિટમાં (અથવા મોડામાં મોડા 30 મિનિટમાં) કંઈક પૌષ્ટિક ખોરાક ખાઈ લો. ફ્ળથી શરૂઆત કરો.
- પગથિયું-૩: ભોજન-ર : એક કલાકની અંદર ઘરનો બનાવેલ સારો નાસ્તો આરોગો. ઈડલી, ઢોસા, ઉત્તપા, ઉપમા, તવા પરાઠા, રાબ, ઈંડાની વાનગી વિગેરે સારો વિકલ્પ છે.
- પગથિયું-૪: ભોજન-૩ : ભોજન-ર પછી દર બે કલાકે ખાઓ, નારિયેળ પાણી અને તેની મલાઈ, લસ્સી, શીંગ અને ચણા, ચીઝ, દહીં, દૂધ, ગાજર, કાકડી, બાફેલા ઈંડા કે આમલેટ, પ્રોટીનબાર, પૌવા, ફણગાવેલા કઠોળ.
- પગથિયું-પ: સૂર્યાસ્ત પછીના બે કલાકની અંદર જમી લો.
- પગથિયું-૬: રોજ નિયત સમયે સૂઈ જાઓ. રાત્રે ૧૦:૩૦ આદર્શ સમય છે.
સિદ્ધાંત-૧:
- સવારે ઉઠીને તરત પહેલાં ચા/કોફી ન પીઓ. તેને બદલે વહેલી તકે પૌષ્ટિક ખોરાક લો. ચા/કોફી પીવાથી ભૂખ મરી જાય છે.
- સુંદર શરીર બનાવવાનો મુખ્ય આધાર સવારે ઉઠીને ૧૦-૧૫ મિનિટમાં શું ખાઓ કે પીઓ છો અથવા શું નથી ખાતાં કે પીતાં તેના પર રહેલો છે.
- સવારે ૭ થી ૧૦ સુધી જઠરની ખોરાક પચાવવાની વધુમાં વધુ ક્ષમતા હોય છે.
- ખાવું એટલે આપણા શરીરને પ્રેમ કરવો. અને તેને પોષણ આપવું. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું કે ન ખાવું એટલે શરીરને શિક્ષા કરવા બરાબર છે.
- દર બે કલાકે ખાવાથી ઘણી ઓછી કેલરીનું ચરબીમાં રૂપાંતર થાય છે. તેનાથી મગજને નિયમિત શર્કરા (Sugar) મળવાથી વિચાર શક્તિ સારી અને સતેજ બને છે.
- વધારે વખત ખાવાથી કાર્યક્ષમતા વધારે સારી અને ઝડપી બને છે.
- જો ખોરાકને દૂર રાખવો (ભૂખ્યા રહેવું) એ શિક્ષા છે, તો વધારે પડતું ખાવું એ ગુનો છે!
- વજન ધટાડવાનું અગત્યનું નથી, પણ તમારી જાતની સંભાળ રાખવાનું - જાત પ્રત્યે પ્રેમની લાગણી રાખવાનું વધારે અગત્યનું છે. અને તે માટે નિયમિત રોજ જ યોગ્ય આહાર લેવો જોઈએ અને કસરત કરવી જોઈએ.
- તમારું વજન તમારા સ્વાસ્થ્ય કે ફિટનેસનું ધોરણ બતાવતું નથી.
- વ્યાયામને જીવનનો એક ભાગ બનાવી દો.
- તમારે બદલે બીજા કોઈ વ્યાયામ ન કરી શકે.
- તમારી વય, મોભો, શરીરનું વજન અને આવક ગમે તે હોય, તમે સ્ત્રી હો કે પુરૂષ, દરેકને કસરતની જરૂર છે. કસરત જીંદગીભર કરતા રહો.
- કસરતના ફાયદાઓ: સ્નાયુઓ અને હાડકાંની ઘનતા વધે છે. હૃદય અને ફેફસાં કાર્યક્ષમ બને છે. વધારે ચપળ, સ્ફૂર્તિલા અને મજબૂત બનાવે છે. બી.પી. અને ડાયાલીસીસ ઘટે છે.
- કસરત ધીમે ધીમે વધારતા જાઓ.
- તમે વૅઈટ ટ્રેનિંગની કસરતથી થાકી ગયા હો તો સાયકલ ચલાવો. તે ન ગમે તો દોડવા જાઓ. ચાલો, દોડો, સાયકલ ચલાવો કે કોઈ પણ કસરત જરૂરથી કરો.
- તાજો રાંધેલો ખોરાક ખાઓ.
- ટામેટા-કાકડી-સલાડ ખાઓ.
- ફળ અને શાક સમારીને ખાવાને બદલે આખાં જ ખાઓ.
- તમારા મૂળને વફાદાર રહો. તમે નાનપણથી જે ખાતા આવ્યા છો તે ખાઓ. પંજાબી હો તો પરાઠા, તમિલીયન હો તો ઈડલી વિ. તમારા ઘરમાં જે બનતું હોય તે ખાઓ.
- બને ત્યાં સુધી જે પ્રદેશમાં રહેતા હો તે પ્રદેશમાં ઉગતું અનાજ અને શાકભાજી ઋતુ-ઋતુ પ્રમાણે ખાઓ.
- શાંત માનસિક સ્થિતિ: તણાવભરી પરિસ્થિતિમાં મોટા ભાગના આહારનું ચરબીમાં રૂપાંતર થાય છે અને વજન વધે છે.
આલ્કોહોલ:
- ચરબી વધે
- ઈસ્ટ્રોજન વધે - સ્ત્રી જેવી વર્તણૂંક કરે છે.
- બીઅરબેલી (Beerbelly) - ગોળમટોળ પેટ થાય છે.
રાંધવામાં એલ્યુમિનિયમના વાસણો ખતરનાક નુકશાન કરે છે.
રેસાતત્વ (Fibre): ખોરાકનું રેસાતત્ત્વ વધારે પડતું ખાવાથી પચપ્વે છે - કબજીયાત રોકે છે.
પોષકતત્ત્વો
- કાર્બ્સ: પૌંવા, ઉપમા, પરાઠા, ઈડલી, ઢોસા, ઢોકળા, ભાત, દાળ, રોટલી, શાક, રાજમા, છોલે, વિ. શક્તિ અને વિચારશક્તિ વધારે છે.
- પ્રોટીન્સ: ચરબી ઓગાળવાનું કામ કરે, દરરોજ ૧ ગ્રામ પ્રોટીન દર કિલોગ્રામ વજન પ્રમાણે જરૂરી છે.
- ચરબી: વિટામિન (A, D, E & K)નું પરિવહન ચરબી દ્વારા થાય છે. સાંધાઓમાં તેલ પુરવાનું અને જ્ઞાનતંતુનું આવરણ બની રક્ષણ કરવાનું કામ ચરબી કરે છે.
- વિટામીન અને ખનિજ ઘટકો
- પાણી: પાણી કેટલું પીવું જોઈએ? એટલું પાણી પીઓ જેનાથી તમારું મૂત્ર કાચ જેવું ચોખ્ખું બહાર આવે, પીળું કે લાલાશ પડતું નહીં. પાણી જીવન છે, એક-એક ઘૂંટડાને માણો!
આદર્શ જીવન: આદર્શ જગતમાં તમને મોટા ઘરની, મોટી ગાડીઓની કે શ્રેષ્ઠ પતિ/પત્નીની ઝંખના થતી નથી. તમને જે મળ્યું તેનાથી તમને સંતોષ હોય છે. લાલચ, ક્રોધ, ઈર્ષ્યા, બીજાથી અંજાઈ જવાનો સ્વભાવ હોતો નથી. આદર્શ જિંદગીમાં વધારે પડતું કમાઈ લેવાના મહત્વાકાંક્ષા હોતી નથી.
|
ચાલો, હવે થોડી સાદી મૂંઝવણોનો ઉકેલ સમજી લઈએ.
- ચીઝ, પાસ્તા, પરાઠા, શીગ-દાણા, પનીર, કેળા, કેરી, બટાકા અને ભાત ખાવા અંગે ગેરસમજ થઈ છે. ઉપર બતાવેલ આમાંથી એક પણ ખોરાકથી જાડા થવાતું નથી. ફકત તેનું પ્રમાણ અને લેવાનો સમય મહત્ત્વના છે.
- સત્રિભોજન પછી ડેઝર્ટ કે કોફી લેવું યોગ્ય નથી, ખરાબ છે.
- બેડરૂમમાંથી ટીવીને વિદાય આપો, તેનાથી સારી અને એકધારી ઊંઘ આવતી નથી. અને સવારનું વહેલું ઉઠવાનું શક્ય બનતું નથી.
- ભોજન સમયે ફોન, ટીવી અને કમ્પ્યુટર બંધ કરી દો.
- ક્યારેક વધારે ખવાય જાય, તો તેનો મન પર ભાર ન રાખો. બસ આનંદથી જીવો.
- કૃત્રિમ ગળપણ (Sweetness) શરીરને ધીમું પણ ઘાતકી નુકશાન કરે છે. લાંબેગાળે તેનાથી વિસ્મૃતિ, એસિડીટી, મેદસ્વિતા અને થાપરોઈડની બીમારી થાય છે.
- ઉપવાસ: આપણું પાચનતંત્ર હૃદયની જેમ જ સ્વતંત્ર રીતે કાર્ય કરતું અંગ છે અને એ અવિરત કાર્ય કરે છે. તેથી ઉપવાસ નુકશાનકર્તા છે. ઉપવાસ બિલકુલ જ માંડવાળ રાખવો.
- કંટાળો દૂર કરવા, આનંદ માટે ખાવું જરૂરી નથી. કંટાળો કે નકારાત્મક વિચારો ખાવાથી જતા નથી.
- એકી વખતે આપણી બે હથેળીમાં સમાય તેટલો ખોરાક જઠરને આપવો જોઈએ. વધારે નહીં. તેથી થોડા થોડા અંતરે થોડું થોડું ખાવાની સલાહ છે.
- Anti-ageing: બદામ, અખરોટ, શિંગદાણા, ચીઝ, ધી, પનીર, માછલી, વિ. ચહેરાની સ્નિગ્ધતા-સુંવાળપણું અને યૌવન જાળવે છે.
૧. સવારથી સાંજ સુધી જઠરને કઈ ન આપવું અને ડિનર વખતે ઠાંસી ઠાંસીને પેટ ભરી દેવું એ
સદંતર ખોટી જીવનશૈલી છે. વજન ઉતારવા માટે, તમારે દર બે કલાક ખાવું જરૂરી છે.
૨. તમે યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, વિવેકપૂર્વક જે કંઈ ખાઓ, તે તમારા માટે સારું જ છે.તો હવે કોની રાહ જુઓ છો? શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય હમણાં જ છે. "આજ કરે સો
અબ."
હા, શરૂઆત માટે યોગ્ય સમયનાં રાહ જોવાનું બંધ કરો. તેમાંય વચ્ચે બહાના કે કારણોને બીલકુલ આવવા ન દેશો. પછી વજનની ફીકર ભાગવાની જ છે.
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
Very useful information
ReplyDeleteThanks Dr. Bharatbhai
Thanks for appreciation
DeleteThank you, Shivani.
ReplyDeleteI'm glad you found the article to be useful. Please also share the article with your friends and colleagues who may benefit from this information.
very informative. Short but covering almost all topics .thanks
ReplyDelete