જમ્મુ-કાશ્મીરનો અજાણ્યો ઈતિહાસ

આપણે સમાચાર તરીકે જમ્મુ-કાશ્મીરની વાતો રોજ સાંભળીએ છીએ, પણ વિગતવાર ઊંડાણપૂર્વકની માહિતીના અભાવે વાત ખાસ સમજાતી નથી. ચાલો, પહેલાં મૂળ વાતો બરાબર સમજીયે.

જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ
  • ૧૮૨૨: મહારાજા ગુલાબસિંહ જમ્મુની ગાદીએ બેઠા.
  • ૧૮૪૬: જમ્મુ અને કાશ્મીર બન્ને એક રાજ્ય બન્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાજા ગુલાબસિંહ વચ્ચે અમૃતસર સંધિ થઈ.
  • ૧૮૫૭: સ્વતંત્રતાની પહેલી લડાઈ… મહારાજા ગુલાબસિંહનું મરણ.
  • ૧૯૪૭: ભારત વિભાજન સાથે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં સ્વતંત્ર થયું.
  • રર-૧૦-૪૭: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને કબાલીયો વડે આક્રમણ કર્યું અને ૧/૩ ભાગ કબજે કર્યો.
  • ૨૬-૧૦-૪૭: મહારાજા હરિસિંહ ભારત જોડાણ પત્ર પર સહી કરી… જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ.
  • ૩9-૧૦-૪૭: શેખ અબ્દુલ્લા આપાત પશાસક નીમાયા.
  • ૧૭-૧૧-૪૭: પ્રજા પરિષદ પક્ષની સ્થાપના.
  1. લોર્ડ માઉન્ટબેટને ૧૭-૦૭-૪૭ શ્રીનગર જઈ રાજા હરિસિંહને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા સમજાવ્યા.
  2. મહારાજા હરિસિંહના પ્રધાનમંત્રી રામચંદ્ર કાકે બ્રીટીશ પત્ની સાથે લગ્ન કર્યા હતાં. આથી તેઓ બ્રીટીશ ષડયંત્રના ભાગ બનીને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા પ્રયત્નશીલ હતા.
  3. અંગ્રેજો કાશ્મીરનો જેટલો ભાગ પાકિસ્તાનમાં જોડાય તે જોવા ઉત્સુક હતા. આથી તે સમયની ભારત-પાકિસ્તાનની સંયુક્ત સેનાના વડા કમાન્ડર-ઈન-ચીફ્ જનરલ લોક હાર્ટ તથા ફીલ્ડમાર્શલ ઓકનલેક કાશ્મીરમાં આક્રમણ થયુ હોવા છતાં લશ્કર મોકલતા ન હતા.
  4. જવાહરલાલ નહેરુ, ભારતદેશના હિત કરતાં શેખ અબ્દુલ્લા સાથે મિત્રતાને વધારે મહત્ત્વ આપતા હોવાથી રાજા હરિસિંહ સત્તા શેખ અબ્દુલ્લાને સોંપે તો જ ભારત સાથે જોડાણ માટે તૈયાર હતા.
  5. બ્રીટન-અમેરિકાની ધરી કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાના મતની હતી. કારણ, (૧) પાકિસ્તાન એમની કૂટનીતિ ચલાવતી ખાંધીયો દેશ બને એમ હતુ. (ર) ચીન, તીબેટ, રશિયા અને અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવતો હોવાથી રશિયાના પ્રભાવમાં ભારત આવવાની શકયતા હતી. (૩) ચીન-રશિયાના વિસ્તારવાદ રોકવા માટે પણ કાશ્મીર પાકિસ્તાનમાં જોડવું જરૂરી લાગતું હતુ. (૪) પખ્તુનિસ્તાન સ્વતંત્ર થવા માંગે તેવો ભય હતો. (પ) પેશાવર, સિયાલકોટ, રાવલપિંડી-પ૦ કિ.મી. દૂર હતા. (૬) પાકિસ્તાનની નદીઓ કારમીરથી શરૂ થતી હોવાથી પાણીની સમસ્યા હતી.



૦૧-૦૧-૧૯૪૮:
  • કાશ્મીર મુદ્દો, જવાહરલાલ નહેરુ “યુનો” (United Nations)માં લઈ ગયા
  • ગાંધીજી અને સરદારનો વિરોધ હતો.
  • જવાહરલાલ માઉન્ટબેટનના પ્રભાવ, દબાવ કે સુઝાવમાં આવીને આ રીતે વર્ત્યા હતા.
૧૩-૦૮-૧૯૪૮: સુરક્ષા પસ્પિદે નીચેનો ઠરાવ પસાર કર્યો.
  1. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ કરે
  2. પાકિસ્તાન કબ્જાવાળું કાશ્મીર પાકિસ્તાની સૈનિકો અને કબાઈલી ખાલી કરે… ભારતીય સ્થાનિક પ્રશાસન વહીવટ સંભાળે.
  3. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ લોકમતને આધારે નક્કી થશે.
૦૫-૦૧-૧૯૪૯: સુરક્ષા પરિષદે ભારતને કહ્યું:
  1. જમ્મુ-કાશ્મીરનું રક્ષણ ભારત કરશો.
  2. ભારતની સત્તા કે કબજા વિષે સવાલ રહેતો નથી.
  3. આઝાદ કાશ્મીરની સરકારને કોઈ માન્યતા મળશે નહિ.
  4. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના મુદ્દે લોકમત બાબતે કોઈ હસ્તક્ષેપ ન કરે.
  5. જો પાકિસ્તાન ૧૩-૮-૧૯૪૮ પ્રસ્તાવ મુજબ કાશ્મીર ખાલી ન કરે તો ભારતને જનમત લેવો જરૂરી.
૧૫-૦૯-૧૯૫૦
  • ઓસ્ટ્રેલિયાના ન્યાયાધીશ ઑવ ડિકસને સુરક્ષા પરિષદ તરફથી શ્રીનગર આવીને ‘સંપૂર્ણ જમ્મુ-કાશ્મીરનો કબજો સંયુકત રાષ્ટ્ર પશાસનને સોંપવાનો રિપોર્ટ આપ્યો.' જેનો ભારતે વિરોધ કર્યો.
શેખ અબ્દુલ્લા પાસે ભારત સાથે જોડાવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો કારણકે,
  1. પાકિસ્તાનના મુસ્લિમ લીગ અને તેના નેશનલ કૉંફરન્સ વચ્ચે ભારી દુશ્મનાવટ હતી.
  2. પાકિસ્તાનમાં બંગાળી, કાશ્મીરી કે મુહાઝીરો માટે કોઈ સ્થાન નહોતું. તેઓ હંમેશા દ્વિતીય દરજ્જાના નાગરિકો ગણાયા.
  3. ‘સ્વતંત્ર કાશ્મીર’ બનાવીને ભારતની સેના હટાવે તો, પાકિસ્તાન શેખ અબ્દુલ્લાને ઠેકાણે પાડી દે અને કાશ્મિરનો કબજો તરત જ લઈ લે, તે શેખને ખબર હતી.
આમ, ભારતમાં જોડાવું એ તેની મજબૂરી હતી, તે વાપરવામાં આપણે થાપ ખાધી અને ખોટી શરતો સ્વીકારી.
  • ૧૯૩૨: શેખ અબ્દુલ્લાએ ‘મુસ્લિમ કોન્ફરન્સ’ ની સ્થાપના કરી. પોતે અધ્યક્ષ બન્યા. તેમનો હેતુ કાશ્મીરમાંથી ડોંગરોને ખદેડવાનો હતો. ‘ડોંગરો કાશ્મીર છોડો.’
  • ૧૯૪૬: શેખ અબ્દુલ્લાએ ‘નેશનલ કોન્ફરન્સ’ દ્વારા ‘કાશ્મીર છોડો’ આંદોલન છેડયું અને રાજા હરિસિંહની સરકારે એમની ધરપકડ કરી.
  • ૩૦-૧૦-૪૭: શેખ અબ્દુલ્લાને ૧૮૪૬ની અમૃતસર સંધિનો ફાયદો થયો અને કાશ્મીર સાથે-સાથે જમ્મુ અને લડાખના વડાની સત્તા વગર મહેનતે મળી ગઈ.
  • ૧૭-૧૧-૪૭: પં. પ્રેમનાથ ડોગરાના વડપણ હેઠળ ‘પ્રજા પરિષદ’ પક્ષની જમ્મુમાં સ્થાપના હેતુ: (૧) જમ્મુ-કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાને કબજે લીધો છે, તે સરકાર લશ્કરની મદદથી છોડાવવું. (ર) પશ્ચિમ પંજાબના શરણાર્થીઓને પુનર્વાસ. (૩) કુદ, બટોર, સનાસર, પતનીટોપ, ભદ્રવાહ, કિંશીવાડ, બનિહાલ જેવા રમણીય સ્થળોએ પર્યટનનો વિકાસ. મીરપુર, કોટલી, ભિબર, પુંછ, વિગેરે પંજાબ ભાષી હતા પણ મુસ્લિમ પ્રભાવશાળી હતા.
  • ૨-૧૧-૪૭: નહેરુ અને શેખ અબ્દુલ્લા કાશ્મીરમાંથી આક્રમણકારીઓને હટાવવા પગલાં લેતા હતા. પણ જમ્મુના મીરપુર, કોટલી, પુંછ અને નૌશહેરોમાં ઘેરાયેલી સેના માટે કંઈ જ કરતા નહોતા.




૨૧-૧૧-૪૭: મીરપુરનું પતન થયુ….

  • હિંદુઓને ગાજ઼ર-મૂળકાની જેમ કાપી નાંખ્યા.
  • અનેક સ્ત્રીઓએ આત્મહત્યા કરી લીધી.
  • ૫૦૦૦ જેટલી સ્ત્રીઓને પકડીને પાકિસ્તાન લઈ ગયા.
  • થોડાક બચેલા હિન્દુઓ જમ્મુ ભાગી શકયા.
૧૯૪૮
  • મુસ્લિમ જીલ્લો ડોડા: જમ્મુ જીલ્લા પછીના ક્રમે વસ્તીમાં આવતા ઉધપપુર જિલ્લામાંથી મુસ્લિમ વધારે વસ્તીવાળા વિસ્તારો જોડીને નવો ડોડા જીલ્લો બનાવ્યો. તેમાં ચૈનાનીના થોડા ભાગને જોડી દીધો.
  • ૨૮-૪-૪૯: મહારાજા હરિસિંહને જમ્મુથી કાઢીને દિલ્હી કાયમ માટે રવાના.
  • ૨૦-૬-૪૬: કર્ણસિંહને રિજેન્ટ બનાવીને જમ્મુ બોલાવ્યા.
શેખ અબ્દુલ્ના અને નેશનલ કોન્ફરન્સ
  1. મહારાજા હરિસિંહ સંસ્કૃતિના અભ્યાસ અને શોધને પ્રોત્સાહન આપતા હતા. શેખે તે બંધ કરાવીને ‘અરબી’ ભાષા શીખવા દારુલ ઉલુમની સ્થાપના કરી.
  2. હિન્દુ નિર્વાસિતોને વસવા માટે જમ્મુને બદલે ભોપાલ, ભરતપુર અને ગંગાનગર રવાના કર્યા. પરંતુ કેટલાક મુસ્મિલ ચીની તુકિંસ્તાનથી આવ્યા તેમને ત્યાં આશ્રય આપ્યો.
  3. રેશનકાર્ડ બનાવવા, તીર્થમાત્રા કે શ્રાદ્ધ માટે જવાની પરાવાનગી કે બીજા કોઈપણ કામ માટે નેશનલ કોન્ફરન્સ કાર્યકર્તાની લાગવગ લેવી ફરજીયાત હતી.
  4. તાનાશાહી: રાજનૈતિક અપરાધીઓને જેલમાં બીજા સાથે અપ્રાકૃતિક શરીર સંબંધ કરાવાતો અને તેના બદલે સજા ઓછી કરાતી.
  5. Big Land Abolition Act: જમીન અથિગ્રહ્રણ કાયદો બનાવી ૨૦ એકરથી વઘારેની જમીન કોઈપણ મફતમાં પડાવી લઈ, બીજાને દાનમાં અપાતી.
  6. મુસલમાન શેખ વિરૂદ્ધ બોલે તો ‘લી ગી’ અને હિન્દુ વિરૂદ્ધ બોલે તો ‘સંધી’ કહેતા.
રાજકીય પક્ષો
  1. જમ્મુ અને કાશ્મીરમાં એક જ પાર્ટી નેશનલ કોન્ફરન્સ હતી. કોંગ્રેસ નેશનલ પાર્ટીને પોતાની સહયોગી માનતી હોવાથી પોતાની શાખા ખોલી નહોતી અને સામ્યવાદી પાર્ટી નેશનલ કોંગ્રેસમાં જ હતી.
  2. તેવા સમયે જમ્મુમાં લોકપ્રિય પક્ષ તરીકે પ્રજા પરિષદ પક્ષ શરૂ થયો હતો. તેના અધ્યક્ષ પં. પ્રેમનાથ ડોગરા હતા. પરંતુ શેખ અબ્દુલ્લાને વિપક્ષ બિલકુલ ખપતો ન હતો. તેથી તેને કચળી નાંખવાના બધા પ્રયત્નો તેઓ કરતા.
શેખ અબ્દુલ્નાનું સ્વપ્ન
  • “કોઈ મોટી તાકાતવાળો દેશ સુરક્ષાની ખાત્રી આપે તો, કાશ્મીર સ્વીત્ઝરલેન્ડની માફક આઝાદ દેશ થઈ શકે, પર્યટન માટે દુનિયાભરના લોકો આવે તે આવક દ્વારા દેશ ચાલી શકે…”
પોતે કાશ્મીરના એકમાત્ર નિર્વિવાદ નેતા તો હતા જ.

દિલ્હીમાં મિર્જા અફ્જલ બેગ, ડી. પી. ધર અને મિરકાસિમ નેશનલ કોન્ફરન્સ વતી ચર્ચા કરવા આવ્યા. તેમણે જવાહરલાલ નહેરુ, ગૃહમંત્રી ડો. કૈલાશનાથ કાત્જુ અને રક્ષામંત્રી ગોપાલસ્વામી ઐયર સાથે વાતચીત કરી. તેમાં જમ્મુ અને લડાખ પ્રાંતનું મહત્ત્વ સ્વીકારાતું નહોતું. તો પછી ત્યારે કેન્દ્ર સરકાર ફકત રક્ષા, વિદેશો અને સંચાર મામલાની સત્તાના બદલામાં શા માટે કાશ્મીરને ખાદ્ય પદાર્થો સહિત કરોડો ખર્ચતા હતા, તે સમજાતું નહોતું.
    ૧૧-૧-૫૩ હીરાનગર, લોહીડીનો જલિયાંવાલા કાંડ

    ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કાશ્મીરને સંપૂર્ણપણે ભારતમાં જ જોડવું જોઈએ એવા પ્રસ્તાવનો ઠરાવ ઉપપ્રધાન મંત્રી બકશી ગુલામ મહંમદને આપવા આવ્યા હતા. તેની સામે પોલીસે લાઠીચાર્જ, અશ્રુગેસ અને ૨૦૦ ગોળી સ્ટેનગન દ્વારા છોડી. પરિણામ સ્વરૂપ બે ના મોત, ૭૭ ઘાયલ અને ૮ ગંભીર રીતે ઘાયલ થયા. તેમની સારવાર પણ ન કરાવી અને બે વિદ્યાર્થીઓના શબને પેટ્રોલથી અર્ઘ સળગાવી છોડી દઈ ત્રાસ ફેલાવ્યો.
    • ૩૦-૦૧-૫૩: ગોંડિંયા ખાતે પણ ૩૦૦૦ વિદ્યાર્થીઓ સાથે આવું જ થયુ….
    • ૦૮-૦૮-૫૩: ડો. કર્ણસિંહે (સદરે-રિંયાસત) શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી પદેથી છૂટા કર્યા અને તેમની પધાનમંડળીને બરખાસ્ત કર્યું.
    • ૦૯-૦૮-૫૩: શેખ અબ્દુલ્લાની ધરપકડ કરી ઉધમપુર જેલમાં રાખ્યા.
    • ૩9-૧૨-૬૩: પ્રજા પરિષદનો ભારતીય જનસંધમાં વિલય.
    સાર

    ૧૯૪૭માં પાકિસ્તાન દ્વારા આક્રમણ કરી કાશ્મીરના ગિલગીટ, બલ્ટીસ્તાન અને જમ્મુના ક્ષેત્રો મુક્ત કરવાને બદલે યુદ્ધવિરામ જાહેર કરી, સંયુક્ત રાષ્ટ્રસંધને જવાબદારી સોંપી ભારત સરકારે ગુનાહીત ઉદાસીનતા બતાવી હતી.

    એટલું જ નહીં, ૧૯૬૫-૧૯૭૧ના યુદ્ધ વખતે કબજે કરેલા આ પ્રદેશો યુદ્ધ પછી સમજૂતી કરીને પાકિસ્તાનને પરત કર્યા હતા.
    1. ખરેખર જો હિન્દુ-મુસલમાન સાથે ન રહી શકવાને કારણે ભારત-પાકિસ્તાન બન્યા હોત તો, બન્ને દેશોના બધા જ હિન્દુ અને મુસ્લિમોના અદલાબદલી થતે. પણ તેવુ નથી થયું.

    2. પાકિસ્તાનના અફઘાની ખૈબર-પખ્તુન્વા પ્રાંતના મુસ્લિમો સરહદના ગાંધી ખાન-અબ્દુલગફાર ખાનના વડપણ હેઠળ ભારતમાં જ જોડાવા ઈચ્છતા હતા. તેઓ પાકિસ્તાનીને ‘કસાઈઓ’ કહી વિરોધ કરતા.

    3. પાકિસ્તાન બન્યા પછી ‘મુસ્લિમ લીગે’ ભારતના બધા મુસલમાનોને આપણા દેશ પાકિસ્તાનમાં આવી જવા અપીલ કરી અને દેશમાં આવી જવા કહ્યું. તો પણ ખૂબ ઓછા મુસલમાનો ત્યાં ગયા.

    -----------------------------------

    જમ્મુ-કાશ્મીરની ન કહેવાયેલ વાતો

    લેખક : કુલદીપચંદ્ર અગ્નિહોત્રી
    જન્મ તારીખ : ૨૬-૫-૧૯૫૧
    અભ્યાસ : બી.એસસી., એમ.એ., પીએચ.ડી.

    • કોલેજમાં આચાર્ય, પ્રદયાપક અને નિર્દેશક
    • પંજાબમાં જનસંધ કાર્યકર્તા
    • કટોકટીમાં જેલયાત્રા
    • પત્રકાર : જનસત્તા, હિન્દુસ્તાન સમાચાર
    • પંદરથી વઘુ પુસ્તકોના લેખક
    • બે ડઝનથી વઘુ દેશોના પ્રવાસી


    ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

    Also read: Who Is At Fault: India, Pakistan, Or Both?

    Post a Comment

    2 Comments

    1. This is very useful information with many unknown facts. Can you also provide some information on the background of Article 370?

      ReplyDelete

    Thank you for your comment!