ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...