બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી.

ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર્મો સ્થપાયા શુદ્ર અને નીચલા વર્ણના લોકો બુદ્ધ ધર્મ તરફ અને વૈશ્યો જૈન ધર્મ તરફ આકર્ષાયા. આમ બુદ્ધ ધર્મ એટલે ૧) લોક ભાષામાં ઉપદેશ ૨) જાતપાતના ભેદો નહીં ૩) મધ્યમ વર્ગો અતિશયતાનો વિરોધ અને ૪) ઊંચું ચરિત્ર.

ચાલો ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ધર્મની વિગતે સમજીએ…


બૌદ્ધ ધર્મ


ગૌતમ બુદ્ધ (566 BC- 483 BC)


જન્મ : 566 BC- હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નગરમાં થયો હતો
પિતા: શુદ્ધોધન
માતા: મહામાયા

માતાને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સિદ્ધ થઈ હોવાથી સિદ્ધાર્થ અને માતાનું કુળ ગૌતમ હોવાથી ગૌતમ નામ રાખ્યું.

ગૌતમના જન્મ પછી સાત દિવસમાં તેમની માતાનું મૃત્યુ થયું તેથી માસી મહાપ્રજાપતિએ તેમને ઉછેર્યા જ્યોતિષે ગૌતમ વિશ્વભરનો ચક્રવર્તી રાજા અથવા મહાન ધર્મ પ્રવર્તક બનશે એવી ભવિષ્યવાણી ભાખી. રાજા શુદ્ધોધનને પુત્ર સાધુ થાય તે પસંદ ન હોવાથી, વૈભવ વીલાસયુક્ત જીવન બાળપણમાં આપ્યું, પિતાએ 16 વર્ષે યશોધરા સાથે લગ્ન કરાવ્યા. સાધન સંપન્ન મહેલની રચના કરવામાં આવી- છતાં મન વૈરાગ્યમાં ખેંચાતું હતું. પુત્ર રાહુલને જન્મ આપ્યો.

મહાભિનિષ્ક્રમણ: ગૌતમે વૃદ્ધ, રોગી, શબ અને સંન્યાસીને નગરમાં ફરતા જોયા, રોગ વગરનું જીવન-ઘડપણ વિનાની યુવાની- અને મૃત્યુ વગરનું જીવન- શક્ય ન હોવાથી તેમણે પત્ની પુત્ર અને અઢળક સંપત્તિનો ત્યાગ કરી ભગવો ઝભ્ભો પહેરી સાધુ જીવન શરૂ કર્યું. “બહુજન હિતાય, બહુજન સુખાય”. પટના નજીક ઉરબેલા વનમાં નિરંજના નદીના તટે બોધિગયામાં તપ કર્યું. શરૂઆતના સખત તપ કર્યું પણ જંગલમાંથી સંગીતનો જલસો કરવા જતી વારંગનાને કહેતી સાંભળી કે વિણાનો તાર તું એટલો બધો તાણીશ નહીં કે તૂટી જાય અને એટલો બધો ઢીલો પણ ન રાખીશ કે સ્વરોજ ન નીકળે. ત્યારથી શરીર ટકાવી રાખવા ભોજન શરૂ કર્યું, સુજાતા ખીર ખાવાથી બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.

બુદ્ધ બોધિજ્ઞાન પ્રાપ્ત થતા બુદ્ધ થયા.

તેમને વૈશાખી પૂર્ણિમાએ દુઃખ મુક્તિનો ઈલાજ જડી ગયો.


બુદ્ધે પોતાના જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય અને સર્વજન સુખાય થાય તે માટે ધર્મચક્રપ્રવર્તનની શરૂઆત કરી- સારનાથ ખાતે પંચ વર્ગીય શિષ્યો સમક્ષ પ્રથમ ઉપદેશ આપ્યો.

સંઘ: પ્રથમ પાંચ ભિક્ષુઓ, પછી સગા સંબંધી, પત્ની યશોધરા, માતા મહાપ્રજાપતિ સહિત બધા સંઘમાં જોડાયા વૈશાલી નગરીની મહાન નૃત્યાંગના આમ્રપાલીએ પોતાનું આમ્રવન બુદ્ધને અર્પણ કર્યું મગધના રાજા બિમ્બીસાર અને કૌશલના રાજાએ તેમના ધર્મ સ્વીકાર્યો, 45 વર્ષ ભારતમાં આમ જનતાની ભાષામાં પોતાની મધ્યમ માર્ગની વિચારસરણી નો પ્રચાર કર્યો BC 483 માં 80 વર્ષે વૈશાખી પૂર્ણિમાએ કુષીનગર ખાતે નિર્વાણ પામ્યા.

ગૌતમ બુદ્ધનો ઉપદેશ


ભિક્ષુઓ પીળા ઝભ્ભો, માયે મુંડન અને ભિક્ષાપાત્ર રાખતા. સંઘમાં સ્ત્રીઓ પણ ભિક્ષુણી તરીકે જોડતી.

1) મહામંત્ર - પ્રતિજ્ઞા:

બુદ્ધમ શરણમ્ ગચ્છામી- બુદ્ધ એટલે જાતને શરણે જાઉ
ધમ્મમ્ શરણમ ગચ્છામી -ધર્મ ને શરણે જાઉ
સંગમ શરણમ ગચ્છામી સંઘ ને શરણે જાઉ

બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો: મધ્યમ માર્ગ

2) ચાર આર્ય સત્યો:

  1. દુઃખ - જગત દુઃખોથી ભરેલું છે જીવવું દુઃખ દાયક મરવું દુઃખદાયક રોગદુઃખદાયક વિયોજનની ભી ખુદા પડવું દુઃખદાયક વૃદ્ધાવસ્થા દુઃખદાયક 
  2. તૃષ્ણા - ઈચ્છાઓ દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે. 
  3. તૃષ્ણાઓનો ત્યાગથી જ દુ:ખનો નાશ થઈ શકે. 
  4. તૃષ્ણાના ત્યાગ માટે અષ્ટાંગ માર્ગ જરૂરી છે. 


૩) અષ્ટાંગ માર્ગ: સાચો જીવન માર્ગ
 

  1. RIGHT VIEW સમ્યક દ્રષ્ટિ સાચી સમજ-ચાર સત્યોનું યથાર્થ જ્ઞાન. 
  2. INTENTION સમ્યક સંકલ્પ: શુભ કાર્યનો નિશ્ચય 
  3. ACTION સમ્યક કર્મ: સારા કર્મો કરવા. ત્યાગ હિંસા, ચોરી ,વ્યભિચાર, અને મધ્યપાન નો ત્યાગ. 
  4. LIVELIHOOD સમ્યક આજીવિકા : પરસેવા પાડી જીવન માટે ધન પેદા કરવું. 
  5. SPEECH સમ્યક વાણી: સારું બોલવું- જૂઠું બોલવું કે નિંદા કરવી નહીં. 
  6. EFFORT સમ્યક પ્રયત્ન: બુરાઈ ત્યજી, સારા કામોમાં મગ્ન રહેવું. 
  7. MINDFULNESS સમ્યક સ્મૃતી: ચિત્ત શુદ્ધ રાખી, ખરાબ કાર્યોનું ભાન રાખવું. 
  8. CONCENTRATION સમ્યક સમાધિ: ચિત્તની એકાગ્રતા, આ ચાર એકાગ્રતા રાખવી, કર્મો, નિશ્ચય પુરુષાર્થ ભાવના 
આ ચાર- આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગ એ ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ કહેવાય છે.

મધ્યમ માર્ગ: અતિશય કામોપભોગ કે અતિ દેહદમન નકામાં ગણાય છે.

૪) પંચશીલ 
  1. હિંસા: મન, વચન અને કર્મથી હિંસા કરવી નહીં. VIOLENCE 
  2. ચોરી કરવી નહીં STEALING 
  3. જૂઠું બોલવું નહીં LYING + GOSSIP 
  4. બ્રહ્મચાર્ય પાળવું. SEXUAL DISCIPLINE 
  5. દારૂ પીવો નહીં. NO TO DRUGS/ ALCOHOL 

૫) ચાર ભાવના 
  1. મૈત્રી: સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ 
  2. કરુણા: દયા 
  3. મૂદીતા: આનંદવૃત્તિ (આપણા કરતાં ચઢિયાતાં જોઈને ઈર્ષા ન કરવી પણ આનંદ પામવો.) 
  4. ઉપેક્ષા: પરવા ન કરવી જડ અને પાપી પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ રાખવી.  (રાગ અને દ્વેષ ઉપજાવે તેવું કોઈપણ કાર્યની ઉપેક્ષા કરી તટસ્થ ભાવે જોવું) 


દસ મંગળ: ઉત્તમ મંગલ

ગૌતમ બુદ્ધની વાણી

૧) મૂર્ખાઓની સોબતથી દૂર રહેવું.
ઉતમ: પંડિતો એટલે જ્ઞાની પુરુષોનો સહવાસ રાખવું.

૨) યોગ્ય દેશમાં વસવાટ કરવો.
પુણ્યનો સંચય કરવો.
મનને સારા માર્ગમાં દ્રઢ કરવું.

૩) ઉત્તમ પ્રકારની વિધ્યા પ્રાપ્ત કરવું.
સદાચારની ટેવ પાડવી.
મધુર વાણી ઉચ્ચારવી.

૪) માતા-પિતાની સેવા કરવી.
સંતાનો- પત્નીનું પાલનપોષણ કરવું.

૫) દાન અને ધર્મનું આચરણ કરવું.
સગા વહાલાને મદદ કરવી.
સારા કાર્યોનું આચરણ કરવું.

૬) પાપકર્મોથી વિરક્ત રહેવું.
મધ્યપાનમાં સંયમ રાખવો.
પુણ્યકર્મ કરવામાં આળસ કરવી નહીં.

૭) સત્પુરુષોનું સન્માન કરવું.
નમ્રતાનો ભાવ રાખવો.
સંતોષ-કૃતજ્ઞ થવું.
સ્થળકાળ પ્રમાણે ધર્મ શ્રવણ કરવું

૮) સહન કરવું.
મીઠી વાણી બોલાવી.
સાધુ પુરુષોની સોબત કરવી.

૯) તપ, બ્રહ્મચાર્ય અને ચાર આર્ય સત્ય જાણવા અને નિર્વાણનો સાક્ષાત્કાર કરવું.

૧૦) લોક સ્વભાવ સાથે એટલે કે લાભ-નુકસાન, અપયશ, નિંદા-સ્તુતિ, સુખ દુ:ખ.
આ ચાર બાબતોમાં ચિત્ત શાંત, નિર્મળ અને શોક રહિત રહે.

બુદ્ધના આકર્ષક અને પ્રતિભાસંપન્ન વ્યકતીથી અનેક લોકો આકર્ષતા- તેઓ લોકબોલીમાં- નાની નાની વાર્તાઓથી ઉપદેશ આપતા. દા.ત. કિસા ગૌતમી અને રાય.


બૌદ્ધધર્મના ગ્રંથો

ત્રિપિટક:
  1.  સુત્ત પિટક- ધર્મના સિદ્ધાંતોની માહિતી 
  2. વિનય પિટક- બુદ્ધ ધર્મના સાધુઓ માટેના શિસ્તના અને બીજા સિદ્ધાંતો. 
  3. અભિધમ્મપિટક- ધર્મના વિચારોને અને પ્રથાઓને જોડી કરવાની પ્રવૃત્તિઓ. 

બૌદ્ધ ધર્મ એટલે ધર્મ સુધારણા: હિન્દુ ધર્મના સુધારણા પછી લોકોને – આમ જનતા ને સમજાય અને સ્વીકારાય એવું સ્વરૂપ.


તત્વજ્ઞાન: બૌદ્ધ ધર્મના તાત્વિક સિદ્ધાંતો 
  1. કોઈપણ બાબતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. 
  2. બધી બાબતોનું પરિવર્તન થાય છે. કોઈ સ્થાઈ નથી. 
  3. આ કારણે કોઈ સનાતન આત્માકે ઈશ્વર નથી. 
  4. વૃક્ષ પોતાના બીજ દ્વારા બીજું વૃક્ષ ઉત્પન્ન કરે છે અને પોતે નાશ પામે છે. તેમ જ બીજું માનવજીવન ઉત્પન્ન થાય છે. 

બાંધકામો
  1. સ્તૂપ- બૌદ્ધ કે બૌદ્ધધર્મના કોઈ પવિત્ર વ્યક્તિના અસ્થિને દાબડામાં મૂકી તેની ઉપર અંડાકારે રચેલી ઇમારત. 
  2. ચૈત્યગૃહ- સ્થંભોનિ રચનવાળું અર્ધ વર્તુળાકારે રચાયેલી મંદિર જેવુ સ્થાન. 
  3. વિહાર- બૌદ્ધ શ્રમણોને રહેવાનું નિવાસ સ્થાન. 
મહરાષ્ટ્રમાં કાર્લા, કન્હેરી, ભાની, અજંટા અને ઇલોરાની ગુફાઓ આવેલી છે.

ધર્મના પંથો


1) હિન યાન:

યાન એટલે સાધના – હિન એટલે નાનું.
જીવનના અંતિમ લક્ષ્યાંક નિર્વાણ સુધી જવાના સાધન તરીકે ફક્ત બુદ્ધે આપેલા ઉપદેશને અને ફક્ત “ત્રિપિટક” માં જ માને છે.
બુદ્ધને માનવ તરીકે જ માને છે. તેથી તેની પૂજા કરતાં નથી. પરંતુ બુદ્ધના અવશેષો સ્તૂપોમાં મૂકી પુંજે છે.
સંઘને વધુ મહત્વનું ગણે છે.
ગૃહસ્થો કરતાં ભિક્ષુકોને મહત્વના માને છે. કારણ કે ભિક્ષુક થયા વિના મોક્ષ (નિર્વાણ) ન મળે એવું માને છે.
સિલોન, બ્રહ્મદેશ, શિયામમાં મળે છે.

2) મહાયાન:

નિર્વાણ પ્રાપ્તિનું મોટું (મહા) વાહન (યાન) થાપણ આચાર્ય નાગાર્જુન અને અસંગે કરી.
સમય પ્રમાણે યોગ્ય ફેરફાર કરવામાં માને છે. ચીન મોંગોલિયા, જાપાન, કોરીયા, તિબેટ, નેપાળમાં જોવા મળે છે.
ભગવાન બુદ્ધને “ઈશ્વર” માની તેની પૂજા કરે છે.
હિન્દુ ધર્મના ક્રિયાકાંડ બૌદ્ધ ધર્મમાં દાખલ કર્યા. બૌદ્ધ ભિખ્ખુઓએ ‘પુરોહિત’ નું સ્થાન લીધું.

મુખ્ય ગ્રંથ સંદર્ભ પુંડરીક:

3) મંત્રયાન: આઠમા સૌકામાં યા શાખા વિકસી તંત્ર-મંત્રની વિશેષ અસર હતી. 

4) વ્રજયાન : તંત્ર-મંત્ર, યમ-નિયમ અને મહાસુખની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરે છે. વ્રજયાનમાં સાધના માટે મૈથુનને ફરજિયાત ગણે છે.

બુદ્ધના મહા પ્રયાણ પછી તેમનો ઉપદેશ સંગ્રહાય અને સમાજમાં જળવાય રહે તે માટે ચાર મહાસભાઓ થયેલી, જેમાં મોટા પ્રમાણમાં બુદ્ધધર્મના ઉપદેશકોને ભેગા કરેલા. તેની વિગતો જાણવી જરૂરી છે.

 

સભાનો સમય

સભા સ્થળ

સભાપતિ

દાનદાતા રાજા

પરિણામ

I 483 BC

રાજગૃહ

મહાકશ્યપ

અજાતશત્રુ

બુદ્ધ ભગવાનના નિર્વાણ પછી તેમનો ઉપદેશ અને નિયમો સમજાવી દીધા.

II 383 BC

વૈશાલી

સબ્બકામી

કાલશોકા

-

III 250 BC

પાટલીપુત્ર

મોગલીપુત્રટીસ્સા

અશોક

-

IV 98 AD

કાશ્મીર

વસુમિત્ર અને અશ્વઘોષ

કનિષ્ક

ધર્મના મહાયન- હિનયાન બે ભાગ પડ્યા


સંઘ: બુદ્ધ ધર્મમાં સંઘ- પોતાને સદાઈથી રાખી, બુદ્ધ ધર્મના નિયમો પાળનાર સાધુઓનો સમૂહને સંઘ કહે છે.

ઇતિહાસની જૂનામાં જૂની પ્રાર્થના સભા સ્થળને સંઘ કહે છે. ત્યાં ગુલામો, દેવાળીયા અને રોગીઓને પ્રવેશ કરવાની મનાઈ હતી. પથીમોક્ષ નામના ૬૪ જાતના ગુના કરવાની બંધી હતી. સંઘમાં મહિલાઓને આવકારાતી હતી.

બુદ્ધના જીવનના મહાન પ્રસંગો:

  1. અવક્રાંતિ- ગર્ભધાન 
  2. જતિ-જન્મ 
  3. મહાભિનિષ્ક્રમણ- જ્ઞાન માટે સંસાર ત્યાગ
  4. નિર્વાણ / સંબોધીનિ- જ્ઞાન થવું.- Enlightenment 
  5. ધર્મચક્ર પરિવર્તન-પ્રથમ પ્રવચન 
  6. મહાપરી નિર્વાણ- મૃત્યુ 
ભારતમાં 0.7% એટલેકે લગભગ 80 લાખ લોકો બુદ્ધ ધર્મ પાળે છે. તો 0.4 % વસ્તી એટલે કે લગભગ 45 લાખ લોકો જૈન ધર્મ પાળે છે.

બુદ્ધ ધર્મ ભારતમાં સ્થપાયો હોવા છતાં, ચીન, જાપાન, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા દેશોમાં મોટા પ્રમાણમાં ફેલાયો છે. પરંતુ ભારતમાં ખાસ જોવા મળતો નથી.

જૈન ધર્મમાં અહિંસા અને તપને મહત્વના ગણ્યા છે, તો બુદ્ધ ધર્મમાં- મધ્યમમાર્ગ-એટલે કે અતિશય કામભોગ વિલાસ કે અતિશય દેહદમન ટાળવાનું કહી પંચશીલને મહત્વના ગણાવ્યા છે. 

મહામંત્ર:

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ,
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ,
સંઘમ્ શરણમ્ ગચ્છામિ

જેવો મહામંત્ર આપ્યો છે.

જી હા, જગત દુ:ખો થી ભરેલું છે.

આર્યસત્ય:

દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્



ડૉ. ભરતચંદ્ર દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

મુઘલ યુગમાં સંધિ સમયે સ્ત્રીઓની માંગણી (1526 – 1757)

સમગ્ર ભારત વિવિધ આક્રમણકારીઓનો અવારણવાર ભોગ બન્યું છે અને તેમના વિજય પછી તેઓના રાજ્ય દરમ્યાન વિવિધ પ્રકારના ત્રાસ પ્રજાએ ભોગવવા પડ્યા છે. બહુ જૂના ખીલજી – ધોરી – લોદીની લૂંટ, ખુનામરકી અને પ્રજા સાથે જુલમી વર્તનની વાતો જાણીતી છે. છેલ્લા પાંચસો વર્ષમાં 250 વર્ષ – મુગલો અને 250 વર્ષ બ્રિટિશરોના રાજયમાં થયેલા જુલમોનો ઈતિહાસ તાજો જ છે. ઈસ્લામ કે (ખ્રિસ્તી) ધર્મ અંગીકાર કરવા થયેલા વિવિધ અપમાનો – અત્યાચારો યાદ કરીએતો કંપારી છૂટે છે.

રાજ્યનો વિસ્તાર વધારવા બે રાજ્યો વચ્ચે યુદ્ધો થતાં હતા. તેમાં નબળો રાજા શરણાગતિ સ્વીકારતો અથવા યુદ્ધમાં હારીને રાજ્ય ગુમાવતો. હારેલા કે શરણાગતિ સ્વીકારતા રાજાઓ સંધિકરાર–સંધિ કરતાં. સંધિની શરતો લેખિત સ્વરૂપે તૈયાર કરાતી. હાલમાં મેં મોગલયુગનો ભારતનો ઈતિહાસ વિષયક પ્રા. જશુભાઈ બી. પટેલ લિખિત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ–6 દ્વારા 1978માં પ્રકાશિત 700 થી વધારે પેજનું પુસ્તક “ભારતનો ઈતિહાસ” (મોગલયુગ) વાંચ્યું. તેમાં સંધિ સમયે મુઘલ રાજાઓ દ્વારા થતી શરતોમાં પહેલી શરત હંમેશા રાજાની દીકરી, બહેન કે પત્નિ સાથે લગ્નની વાત વાંચી હું ચોંકી ગયો. સ્ત્રીઓને પકડીને બળાત્કાર કરાતો અથવા લગ્નસંબંધ બંધાતો–પુરૂષોની અવદશાની તો વાત જ ન કરશો–રાજા સહિત પકડેલા પુરૂષોને નપુંશક બનાવીને ગુલામી કરાવાતી. આ વાત કદાચ ધારીએ તેટલી સહેલી નથી. પોતાની પત્ની–દીકરી કે બહેનને બળજબરીથી લગ્ન માટે લઈ જતો મુઘલ રાજાની કલ્પના પણ ક્રોધ અને અજંપો જન્માળે છે. કદાચ આ ઘટના ઈતિહાસનો બારીકાઈથી અભ્યાસ ન કરીએ તો ધ્યાન પર ન આવે તે સ્વાભાવિક છે. ચાલો ત્યારે, ઉદાહરણ માટે વિગતવાર આઠ ઘટનાનું આલેખન જોઈએ.

(1) 1564 ગોંડવાના વિજય: અકબર રાજાએ ગોંડવા વિજય મેળવ્યો. ગોંડવાની રાણી દુર્ગાવતીએ સતીત્વની રક્ષા માટે છાતીમાં ખંજર મારી આપઘાત કર્યો. રાજા વીરનારાયણ વીરગતિને પામ્યો. બાકીની સ્ત્રીઓએ જૌહર કર્યો, પણ રાણીની બહેન કમલાવતી મુઘલોને હાથે પકડાઈ જતાં અકબરે તેની સાથે લગ્ન કર્યા.

(2) 1570 : રાજસ્થાનના રાજાઓ અકબરને સરણે આવ્યા.
- બિકાનેરના રાજા રાયકલ્યાણમલે પોતની સુપુત્રી અકબર વેરે પરણાવી.
- જેસલમેરનો રાજા રાવળ હરરાય સમ્રાટને શરણે આવ્યો અતે તેણે પોતાની પુત્રી સમ્રાટને પરણાવી.

(3) 1615 : મેવાડના રાણા અમરસિંહ (રાણા પ્રતાપનો પુત્ર) અને અકબર વચ્ચે સંધિ થઈ. અપવાદરૂપે અહીં કન્યાઓને લગ્ન માટે વિવશ ન કરવાની સન્માનનીય શરત રાખી!

(4) 1627–1658 શાહજહાં: ઓરછા નરેશ જુઝારસિંહના રાણીવાસની કેટલીક સ્ત્રીઓએ મુસ્લિમ અત્યાચારમાંથી બચવા આત્મહત્યા કરી. પણ જુઝરસિંહની રાણી પાર્વતી સહિત ઘણી બુંદેલા સ્ત્રીઓને શાહી જનાંખાનામાં બંદી તરીકે રોકવામાં આવી.

(5) 1637: ઉજજેનિયાના જમીનદાર પ્રતાપને હરાવી મારી નાખ્યા બાદ તેની પત્નીને મુસ્લિમ બનાવી ફિરોજજંગના પૌત્ર સાથે પરણાવી દીધી.

(6) 1662: આસામના અહોમ રાજા જયધ્વજે ઔરંઝેબ સાથે સંધિ કરી. સંધિની પહેલી શરત “મુઘલ જનાનામાં પોતાની પુત્રી મોકલી આપવાની” હતી.

(7) 1698–1701 ઔરંગઝેબ: દુર્ગાદાસ (ભરવાડ) સંધિ–1701 સમજૂતીની શરતો દુર્ગાદાસે શાહજાદા અકબરની પુત્રી શકીયત–ઉન્નીસા અને પુત્ર બુલંદ અખતર ઔરંગઝેબને સોંપી દેવા.

(8) 1677: બીજાપુરના દિલેરખાં–ઔરંગઝેબ સમજૂતીની શરતો મહુર્મ અલી આદિલશાહ બીજાની પુત્રી શાહબાનું ઉર્ફે બાદશાહબીબીનું લગ્ન શાહજાદા આઝમ સાથે કરવું.


જૌહર

યુદ્ધમાં હાર્યા પછી, સ્ત્રીઓ ક્યાતો સામૂહિક રીતે બળતી અગ્નિને પોતાને હવાલે કરી મોતને વહાલું કરતી–અથવા વ્યક્તિગત રીતે કટારી દ્વારા આપઘાત કરતી–નહીં તો મુઘલ અત્યાચાર ફરજિયાત હતો. આમ, નારી સ્વતંત્રતા કે નારી મુક્તિની વાતો વિશાળ સભામાં ચર્ચા કરતાં સમાજસુધારકો ત્યારે ક્યાં હતા. ફરજિયાત ધર્મપરિવર્તન અને ફરજિયાત (હારેલા રાજાની) સ્ત્રીઓ સાથે શરીર સંબંધ (બળાત્કાર) અને બહુપત્નીમાંથી લગ્ન દ્વારા સંખ્યામાં ઉમેરો–વિચારો, હારેલા રાજાઓ કેટલા અસહાય–નિર્માલ્ય કે ભીરુ બન્યા હશે કે આવો અત્યાચાર શાંતિથી સ્વીકાર્યો હશે. ભારત દેશ આક્રમણકારીઓને આમંત્રણ આપી લાવનાર દેશદ્રોહીથી ખદબદતો હોય–રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતાનો સંપૂર્ણ અભાવ હોય ત્યારે ગુલામી સિવાય શું મળે?
ચાલો, આપણે વ્યક્તિગત રીતે સુધરીએ–સ્ત્રી સન્માનની શરૂઆત આપણાથી કરીએ. નિર્ભય બની સ્ત્રીઓનું રક્ષણ કરીએ–નહીં તો–વર્તમાન કઈ જુદો નથી.
ડો.ભરત દેસાઈ
બીલીમોરા

વિજયનગરનું સામ્રાજ્ય

હરીહર અને બુકકા નામના બે યાદવવંશી ભાઈઓ વરંગલના રાજા પ્રતાપરુદ્ર કાક્તિયા રાજ્યમાં નોકરી કરતા હતા. 1323 માં મુસલમાનોએ વિનાશ સર્જાતા હૈદરાબાદ રાજ્યમાં રાયચૂર જિલ્લામાં તુંગભદ્રા નદીને કિનારે આવેલું ગુંદીના હિન્દુ રાજ્યમાં પહોંચ્યા- ત્યાં ધીરે ધીરે પ્રધાનો બનવા સુધી પહોંચ્યા-1327 માં સુલતાન મોહમ્મદ તુઘલકે તે જીત્યું ત્યારે, બંનેને કેદી તરીકે દિલ્હી લઈ ગયો.

- દિલ્હીની મહંમદ તુઘલકની જેલમાં તેમણે જોયું કે “બહારથી આવેલ તેમના માલિક થઈ બેઠા છે અને ઘરના મૂળ માલિકોએ તેમની દયા પર જીવવું પડે છે.” ત્યારે હિન્દુઓની આ દશા માંથી મુક્તિ માટે અનેક યોજનાઓ તેમણે વિચારી. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરતા મહમદ તુઘલકે તેમને મુક્ત કરી, ગુંદીના ખંડિયા શાસક તરીકે વહીવટ સોપ્યો.

- ત્યારે તેમને શંકરાચાર્યના સૂંગેરી મઠના અધિપતિ વિધ્વાન સન્યાસી માધવ વિદ્યારણ્ય મળ્યા – પરદેશીઓની ઘુંસરી નીચે છુંદાતા, હડધૂત તથા ક્ષીણ થતા હિન્દુઓ માટે વિદ્યારણ્યે દેશને પરદેશીઓની ઘુંસરીમાંથી મુક્ત કરવાની પ્રેરણા આપી.

1336 માં વિદ્યારણ્યે બંને ભાઈઓ હરીહર અને બુકકાને ધર્મ પલટો કરવી હિન્દુ ધર્મમાં પાછા લેવાની વિધિ કરાવી. તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે ગૂંદી કિલ્લાની સામે વિજયનગરની સ્થાપનાનો પાયો નાખ્યો. તેનું નિર્માણકાર્ય 1343માં પૂર્ણ થયું. વિજયનગર નામે ઓળખાવ્યું 60 માઈલનો ઘેરાવો ધરાવતું નગર સ્થપાતા નવા શાસકવંશ સંગમ વંશનો હરીહર પ્રથમ સ્થાપક બન્યો. ( 1336- 1357 ) ભાઈ બુકકાને યુવરાજ અને સહસ્થાપક નીમ્યો.

વિજયનગરનું સામ્રાજ્ય –કૃષ્ણદેવ રાય (૧૩૩૬-૧૫૬૭) 
(Vijaynagar Empire)

સંગમવંશ

યાદવવંશનો કોઈ એક સંગમના પુત્રો હોવાથી હરિહર અને બુક્કાએ સ્થાપેલ વંશ-સંગમ વંશ કહેવાયો.

૧. હરિહર પહેલો ૧૩૩૬-૧૩૫૭
રાજ્ય વિસ્તાર વિજયનગર –તુંગભદ્રાની ખીણ- કોકણ-મલબાર.
ઉત્તરે કૃષ્ણાનદીથી દક્ષિણમાં કાવેરી નદી સુધીનો અને પૂર્વ-પશ્ચિમમાં સમુદ્રતટ સુધી.
મિત્રસંઘ: વરંગલના પ્રતાપ રૂદ્રદેવના પુત્ર કૃષ્ણનાયકે દક્ષિણમાંથી મુસલમાનોને હાંકી કાઢવા રચેલ મિત્રસંઘમાં હરિહર જોડાયો હતો (૧૩૪૪)

૨. બુક્ક પહેલો (૧૩૫૭-૧૩૭૭)
તામિલ પ્રદેશ જીત્યો .
બહમની સુલતાન મોહમ્મદ શાહ પહેલાં સાથે લડ્યો અને જીત્યો પછી સંધિ કરી.
મદુરા (માબર) વિજય ૧૩૭૦
પુત્ર કમ્પન ભરયુવાની માં મૃત્યુ પામ્યો
બુક્ક પહેલો: મહાન રાજા –વિજયનગર રાજ્યનો સ્થપતિ, વેદમાર્ગ પ્રતિષ્ઠાપક અને વૈદિક ધર્મનું પુનર્જીવન કરનાર તરીકે ઓળખાયો.

૩. હરિહર બીજો (૧૩૭૭-૧૪૦૪)- મહાધિરાજ-રાજરાજેશ્વર
રાજ્યવિસ્તાર: ગોવા , સપ્તકોકણ (સાત કોકણો)
ગુંડે કેરલ, ત્રિચિનાપલ્લી, કાંચી ઉમેરી વધાર્યો.

૪. વિરુપાક્ષ પહેલો (૧૪૦૪-૫)

૫. બુક્ક બીજો (૧૪૦૫-૬)

૬. દેવરાય પહેલો (૧૪૦૬-૨૨) 
તેણે તુંગભદ્રા નદી પર બંધ બાંધીને નહેરોનું નિર્માણ કર્યું હતું.
સુલતાન તાજુદ્દીન ફિરોઝશાહ સાથે શાંતિ માટે સંધિ કરી. તેમાં કેટલાક પ્રદેશો ઉપરાંત પોતાની રાજકુમારી પરણાવીને અપમાનિત થવું પડ્યું.
લશ્કરમાં ઈરાન –અરબસ્તાનના ઘોડા અને તુર્ક તીરંદાજોની ભરતી કરી.

૭. રામચંદ્ર (૧૪૨૨-થોડા મહિના)

૮. વિજયરાય પહેલો (વીર વિજય) (૧૪૨૨-૧૪૨૬)

૯. દેવરાય બીજો (૧૪૨૬-૧૪૪૬)
ઇન્દ્રનો અવતાર માનવામાં આવતો.
છ લાખ (૬૦૦૦૦૦) તીરંદાજ મુસલમાન ઘોડેસવારોનું લશ્કર ઊભું કરાવ્યું.
મહાન શાસક – એક હજાર લડાયક હાથી અને નૌકાખાતું સાથે –અગિયાર લાખનું સૈન્ય હતું.

૧૦. મલ્લિકાર્જુન (૧૪૪૬-૬૫)

૧૧. વિરુપાક્ષ બીજો (૧૪૬૫-૮૫) સંગમ વંશનો અંતિમ શાસક

સંગમ વંશનો અંત

સાલુવ વંશ

૧૨. વીરનરસિંહ નામનો સાવંત સાલુવ (૧૪૮૬-૯૧)

૧૩. નરસ નાયક સેનાપતિ રાજરક્ષક બન્યો(૧૪૯૧-૧૫૦૫) અને પછીથી શાસક (૧૫૦૫-૯) બન્યો

૧૪. તિમ્મ

૧૫. ઈમ્માડે નરસિંહ (૧૪૯૧-૧૫૦૫) 
અંતિમ શાસક

તુલુવ વંશ

૧૬. સ્થાપક વીરનરસિંહ (૧૫૦૫-૧૫૦૯)

૧૭. કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)- સર્વશ્રેષ્ઠ શાસક

૧૮. અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨)

૧૯. વેંકટ પહેલો (૧૫૪૨)

૨૦. સદાશિવ (૧૫૪૨-૬૭) વિજયનગર સામ્રાજ્યનો અંતિમ શાસક હતો.તેને કઠપુતલી બનાવી પ્રધાનમંત્રી રામરાય સંપૂર્ણ શાસન સંભાળતો હતો. તાલીકોટાનું યુદ્ધ વિજયનગરના શાનદાર સામ્રાજ્યનો અંત લાવનારું ગણાય છે.

કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)
શ્રી કૃષ્ણ દેવરાય 

તુલુવ વંશનો સૌથી શક્તિશાળી- નામાંકિત શાસક હતો.

તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ દેખાવથી સંપર્કમાં આવનાર પ્રતિભાથી અંજાઈ જતા.

તેઓ યુદ્ધમેદાનમાં લશ્કરી વ્યૂહ રચનામાં કુશળ –વિશાળ સેનાનું સંચાલન જાતે કરતો.

તેઓ આંધ્રભોજ તરીકે ઓળખતો-કવિ હતા.

બાંધકામ – નવી રાજધાની બનાવવા શ્રી કૃષ્ણદેવરાયે નાગલાપુરનું નવું નગર વિજયનગર નજીક બંધાવ્યું. 
  • દક્ષિણ ભારતમાં સહસ્ત્ર –સ્તંભિ મંડપો, હઝારા રામસ્વામી મંદિર અને રાય-ગોપુરમો બંધાવ્યા. 
  • સામ્રાજ્યની વ્યવસ્થા ધર્મ અનુસાર કરતો. 
  • સામ્રાજ્ય છ પ્રાંતોમાં વિભક્તિ –મોટા થતા એકમો તે –પરુ- સ્થળ –ગ્રામ –નાડું –વેઠે-પ્રાંત તરીકે ઓળખાયા. 
  • ન્યાયતંત્ર –રાજા ન્યાયાધીશોની નિમણુક કરતો અને રાજા પોતે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. 
  • અર્થવ્યવસ્થા- આવકનું સાધન જમીન મહેસુલ. 
જમીન મહેસુલ આવકના છટ્ઠા ભાગ કરતા થોડું વધારે હતું.

ગોચરવેરો ,લગ્નકર, જકાત, ઉદ્યાન, પર અને ઉદ્યોગો પર પણ કર હતા. 
  • સામાજિક જીવન – સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચસ્થાન- રાજમહેલમાં સ્ત્રી હિસાબનીસ, કર્મચારી, અંગરક્ષક પહેલવાન અને જ્યોતિષની નોકરી કરતી હતી. બ્રાહ્મણોનું વહીવટી અને રાજકીય બાબતોમાં વધારે મહત્વ હતું. ધનવાન લોકો બહુપત્ની ધરાવતા –બાળલગ્નો હતા. 
વેશ્યાઓની સંસ્થાનું બાહુલ્ય હતું- સતીપ્રથા અમલમાં હતી.

વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયને ૧૨૦૦૦ પત્ની હતી. જેમાં ૩૦૦૦ સતી થવા તૈયાર હતી – “નિકોલો કોન્ટી”.

વિજયનગર શહેર પહાડોની ટોચે સાત કોટોથી સુરક્ષિત હતું. 
  • ચાંદી, તાંબુ, અને સોનાના સિક્કા પ્રચિલત હતા.
  • વિજયનગર દુનિયાનું સૌથી સાધન સંપન્ન નગર ગણાતું. 
  • (ઈરાનનો એલચી અબ્દુલરઝાક) એક જ ધંધાના લોકો એક જ લત્તામાં વસે છે. 
  • વેપાર- જમીનમાર્ગે અને સમુદ્રમાર્ગે સિલોનના મોતી, ચીનનું રેશમ, મલબારના દેશી હીરા, પેગુ, કપૂર, કસ્તુરી, પીપર અને સુખડનો રક્તપારદનો ધિકતો વેપાર હતો 

કલા સંસ્કૃતિ: વેદોના મહાન ભાષ્યવેત્તા સાયણ અને વિદ્યારણ્ય સંગીત, નૃત્યકળા, ઈતિહાસ, આકાશ વિજ્ઞાન, નાટક, વ્યાકરણ, હેતુવિદ્યા અને દર્શનના વિષયોના ગ્રંથો હતા અને ભણાવાતા હતા. સ્થાપત્યકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ વિજયનગરમાં “હઝારા રામસ્વામી મંદિર” હતું.

ચાર ભાષાઓ સંસ્કૃત, તેલુગુ, તામિલ અને કન્નડા ભાષાના વિદ્વાનો હતા અને ભાષાનું સાહિત્ય રચાયું હતું.

કૃષ્ણ દેવરાયના દરબારમાં આઠ પ્રસિદ્ધ વિદ્યાનો હતા –તે “અષ્ટ દિગ્ગજ” તરીકે ઓળખાતા.

રાજ્યનો વિસ્તાર: લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત 
  • કર્ણાટક, તેલંગાણા(થોડો ભાગ), આંધ્રપ્રદેશ, તામિલનાડુ ,કેરાલા, ગોવા, મહારાષ્ટ્ર(થોડો ભાગ) 
  • ઉમ્મતુર (દક્ષિણ માયસોર) 
  • ઓરિસ્સા- ઉદય ગિરિનાર કિલ્લો 
  • ઓરિસ્સા –કોંડવીડું કિલ્લો 
  • કોંડપલ્લીદુર્ગ 
  • બીજાપુર –રાયચુરનો કિલ્લો

પશ્ચિમમાં કોકણ સુધી –પૂર્વમાં વિશાખાપટ્ટનમ સુધી, દક્ષિણમાં કન્યાકુમારી સુધી ઉપરાંત હિંદ મહાસાગર કેટલાક ટાપુઓ લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત –કારણ કે બંગાળથી-મલબાર અને સરદ્વીપથી ગુલબર્ગનો સંપૂર્ણ વિસ્તારનો રાજ્યમાં સમાવેશ હતો.

દક્ષિણ ભારતને એકતાંતણે બાંધી હિંદુ રાજ્ય ફેલાવનાર આવા મહાન રાજા કૃષ્ણ દેવરાયની ભવ્યતા જાણ્યા પછી એટલા પ્રભાવશાળી નહી અને નિર્બળ રાજા વારસદારો ની વિગતો વાચકોને હતાશ કરશે –પણ ઈતિહાસ તો હકીકતોનું વર્ણન છે –તેમાં લાગણીશીલ થવું ન પાલવે. ચાર મુસ્લિમ રાજાઓ એક થઇ એક વિજયનગરનું પતન કરી શકતા હોય તો, ચાર હિંદુ રાજાઓ હુંસાતુંસી, અભિમાન અને વિસ્તારવાદથી ઉપર આવી એકતા કેમ ન કરી શક્યા? ઉલટું આપણામાંથી અમુકે તો તેમનો સહકાર લીધો, તેમને આમંત્રણ આપી મિત્રોને હરાવ્યા- તો પછી ગુલામી-પતન- ધર્મપરિવર્તન અને અપમાન સિવાય બીજું શું બચે? સલ્તનત –મોગલ સામ્રાજ્ય અને બ્રિટીશ રાજ આપણી બુદ્ધિહીનતાનું પરિણામ નથી શું? 



વિજયનગરનો અસ્ત

ઈ.સ. ૧૫૬૫ માં ચાર મુસ્લિમ સુલતાનો વિજયનગર સામ્રાજ્ય સામે લડવા એક થયા. 
  1. બીજાપુર –આદિલ ખાન (તુર્ક) =આદિલ શાહી વંશ 
  2. અહમદનગર –નિઝામશાહી વંશ 
  3. ગોવલકોંડા- કુત્બશાહ(તુર્ક)= કુત્બશાહી વંશ 
  4. બીડર –મોહમ્મદશાહ કાસિમ બરીદ (તુર્ક ગુલામ)=બરીદશાહી વંશ 

કૃષ્ણા નદીની ઉત્તરે આવેલ તાલિકોટા પાસે રાક્ષસી તંગડી ખાતે યુદ્ધ થયું – કૃષ્ણ દેવરાયના મૃત્યુ (૧૫૨૯) પછી બિનઆવડતવાળા રાજા અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨) 

વેંકટ પહેલો (૧૫૪૨) અને સદાશિવરાય (૧૫૪૨-૬૭) ગાદીએ આવ્યા.

તેનો લાભ લેવા ચાર મુસ્લિમ રાજાઓ એક થયા –ભયંકર યુદ્ધમાં જીત મેળવી – પ્રધાનમંત્રી રામરાયે વીરતાપૂર્વક તેમનો સામનો કર્યો –પરંતુ અહમદનગરના સુલતાને તેની કતલ કરી. 
  1. એ યુદ્ધમાં ૧૦૦૦૦૦ (એક લાખ) હિન્દુઓ મરાયા. 
  2. વિજયનગરની અઢળક સંપત્તિ લુંટાઈ ગઈ. 

વૈભવશાળી નગરનો એકાએક સદંતર વિનાશ થયો –અને દક્ષિણમાં હિન્દુ સામ્રાજ્યનો મૃત્યુઘંટ વાગ્યો –જીતેલા મુસ્લિમો અંદરોઅંદર ઝગડવા લાગ્યા અને મોગલ સલ્તનત નો ભોગ બન્યા. 

બસો સવા બસો વર્ષના વિજયનગરનો ઈતિહાસ આપણને આપણી શક્તિનો નમુનો આપે છે અને છેલ્લે નિર્માલ્યતા કેવી પડતી લાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કદાચ ગુલામી આપણને ખૂબ ફાવે છે શું? 

જય હિંદ! 

ડૉ. ભરત દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૨૩/૦૬/૨૩  

[Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન

સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય, 7 જૂન 2023) 

વરિષ્ઠ નાગરિકનો જીવનધ્યેય
IKIGAI – Purpose Of Life

ઓશો પૂછે છે, આમ તમે આખી જિંદગી કરો છો શું? વસ્તુઓ ભેગી કરો છો – મોટું મકાન બનાવો છો – તિજોરી ભરી લો છો અને છેલ્લે બધુ અહીં જ છોડીને, પોતાને પણ ગુમાવીને વિદાય લો છો.

શું આ જીવન છે? જન્મ, વૃદ્ધિ અને વિનાશ – તો પછી જીવન જીવવાનો અર્થ શું છે? હેતુ શું છે? આ સવાલનો જવાબ શોધવાના પ્રયત્નને જાપાનમાં IKIGAI (ઇકિગાઈ) કહે છે. જીવનનો હેતુ શું? તમારા પોતાની ઈચ્છા શું કરવાની છે અને સમાજની જરૂરિયાતો તમે કઈ રીતે પુરી પાડશો–તે શોધવાનો વ્યક્તિગત માર્ગ તે ઇકિગાઈ.

વયસ્કો – વરિષ્ઠ નાગરિકો સાથે નિવૃત્તિની વાતો શોભે. નિવૃત્તિ એટલે સ્વ તરફનું પ્રયાણ જે છેલ્લે આધ્યાત્મિક માર્ગે ભગવાન તરફ દોરી જાય છે.

આપણાં જીવન બાબતે મેસ્લો નામના વ્યક્તિએ પાંચ પગથિયા બતાવ્યા છે –

મેસ્લોનો નિયમ
  1. મૂળભૂત જરૂરિયાતો – રોટી, કપડાં અને મકાન આ બાબતે ઘટતું આયોજન ફરજિયાત છે. 
  2. બીજી બાબત છે - જીવનની અને સંપત્તિની સુરક્ષા – સલામતી. આ પ્રાથમિક જરૂરિયાતો પૈસાથી પુરી થઈ શકે છે. 
  3. પ્રેમ, હુંફ, પોતાપણું જેવી માનસિક જરૂરિયાતો સગાં-સંબંધી અને મિત્રો જ પુરી પાડી શકે. 
  4. આત્મસન્માન (Self Respect)
  5. જીવનધ્યેય સમાન અંતિમ પગલું આત્મબોધ–સંસારમાં રહીને સન્યાસ્તાશ્રમ–અપેક્ષા ઘટાડીને, ભૌતિક સુખોનો ત્યાગ કર્યા પછી કુદરત સાથે તાદાત્મય સાધવાની, એકરૂપ થવાની ઈચ્છા–પ્રક્રિયા અહીં છે. ઈશ્વર સાથે અનુસંધાન–મંત્રજાપ–મેડિટેશન અને નિસ્વાર્થ સમાજ સેવાથી જ મળે. 
નિવૃતિમાં પ્રવુત્તિ
  1. વ્યવસાયિક પ્રવુત્તિ 
    • જરૂરિયાત અથવા ઈચ્છા અનુસાર પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નોકરી કે સ્વયં રોજગાર વિચારી શકાય. તેમાં માર્કેટિંગ ટ્યુશન કે કન્સલ્ટન્ટ જેવા સ્વયં રોજગાર પણ છે. 
  2. સર્જનાત્મક – રચનાત્મક વ્યક્તિગત પ્રવુત્તિઓમાં જોડાવું.
    • સ્વૈછિક સંસ્થાઓ – હોસ્પિટલ, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ ખાતે મુલાકાત–દાન–સેવા. બાળકો/ પ્રૌઢોને ભણાવવા.
    • વ્યક્તિગત પ્રવૃત્તિઓ– બાગ–બગીચા, દરિયાકિનારો, નદીકિનારો કે પર્વત જેવા કુદરતી સ્થળોની મુલાકાત – વેકેશન –પ્રવાસ–નાટક–સિનેમા જોવા જવું–મેડિટેશન–વાંચન– સંગીત સાંભળવું–ટીવી જોવું–ચાલવું–કસરત કરવું–મિત્રો સાથે મુલાકાત– રમત-ગમત.
જીવનસાથીનો સાથ ઘૂંટવું

પરિસ્થિતીનો સ્વીકાર એકમાત્ર માર્ગ છે.
  • પરિવાર મિત્રો અને સમાજના સધિયારે અનુકૂલન સાધવું.
  • બીજું લગ્ન પણ વિચારી શકાય.
  • રોતલપણું કે કરુણાતા કોઈને ગમતા નથી. 
  • સંતાનો પર નિર્ભરતા
કોઈને પણ સંતાનો પર નિર્ભર રહેવું ગમતું નથી. તેથી લઘુતાગ્રંથિ આવે છે. દરેક વ્યક્તિએ પોતાની રીતે માર્ગ કાઢવો.

વસિયતનામું

વસિયતનામું અનિવાર્ય છે, તે તાત્કાલિક ધોરણે બનાવવું – વસિયતમાં સરળ ભાષા વાપરો. વહેંચવાની જમીન કે ઘરેણાંની કિંમત જણાવો, જેથી રોકડમાં ભાગ વહેંચી શકાય. લખતી વખતે ન્યાયી અને વિરક્ત બનો.

મેડિકલ વિલ (લિવિંગ વિલ)

અંત સમયની માંદગી વખતે:
  1. હ્રદય અટકી જાયતો, કૃતિમ રીતે ચલાવવું કે નહીં?
  2. ઓક્સિજન વેન્ટિલેટર લગાવવું કે નહીં ? કેટલા દિવસ ?
  3. ખાઈ ન શકાય તેવી સ્થિતિમાં જઠરમાં નળી મૂકવી કે નહીં ? નસમાં પ્રવાહી આપવું કે નહીં?
  4. હોસ્પિટલ લઈ જવું કે નહીં ? આ બાબતોની સ્પષ્ટતાનું લખાણ કરવું.
મૃત્યુ પછી અંગદાન–ચક્ષુદાન અને દેહદાન વિષે સંમતિ કે નાસંમતિ જણાવવી.

આ બધી ચર્ચાનો સાર, વરિષ્ઠ નાગરિક જીવન સુખેથી અને આનંદપૂર્વક જીવવા હસતાં રહો – વ્યસ્ત રહો – સત્કાર્યો કરતાં રહો.

ડો. ભરત એમ. દેસાઈ 
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય
7 જૂન 2023

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે.

આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે.

ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે.

સીમંત વિધિ (ખોળો ભરવો – गोद भराई – Baby Shower)

શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અને દીર્ધજીવી હોવાની કામના સાથે મારી ગર્ભવતી પત્નીના સીમંતોન્નયન સંસ્કાર કરું છું”.

બ્રાહ્મણ ગણેશ પૂજા કરાવે છે. ગર્ભવતી સ્ત્રીના ખોળામાં ફળો અને સુકોમેવોથી ભરવામાં આવે છે, જે ખાવાથી બાળક અને માને યોગ્ય પોષણ મળે છે. ખોળો ભરવા પહેલા ખાસ સ્નાનવિધિ કરાવ્યા પછી સ્ત્રીને પગલાં પૂંજીને ચલાવવામાં આવે છે. નણંદ ફૂલ–ચોખા–રોકડા પૈસા દ્વારા ભાભી માટે રસ્તો બનાવે છે.

વિધિના અંતમાં સ્ત્રીને પર્યાપ્ત માત્રમાં ઘી નાખેલ ખિચડી ખવડાવવામાં આવે છે. નણંદ ભાભીને રક્ષા સૂત્ર (રાખડી) બાંધે છે. હાજર રહેલ સ્ત્રીઓ–(બહેન–ભાભી–કાકી–ફોઈ અને માસી) પૂજા કરી આશીર્વચનો આપે છે. અને આવનાર બાળક ના સારા સ્વાસ્થયની પ્રાર્થના કરે છે.

આ ઉત્સવમાં સાધારણ રીતે ફકતા સ્ત્રીઓજ હાજર રહે છે. તેમણે – પિયરપક્ષ તરફથી સાસરાપક્ષની સ્ત્રીઓને – વસ્ત્રો, વાસણો કે પૈસાની ભેટ સોગાદ આપવામાં આવે છે. આ શુભ પ્રસંગને અંતે સૌ પ્રેમપૂર્વક ભોજન કરી છૂટા પડે છે.

આમ સીમંત વિધિ ગર્ભમાં ઉછરી રહેલ બાળકને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. પ્રથમ સુવાવડને મહત્વની ગણી આ વિધિ કરવામાં આવે છે, ત્યારપછીની સુવાવડમાં સીમંતવિધિ કરાતી નથી. આમ માતાનું મહત્વ સ્વીકારી તેને યોગ્ય સન્માન આપી પ્રસન્નતા બક્ષવાની આ એક વિધિ છે. 



ડો. ખુશ્બુ પાર્થ દેસાઈની સીમંતવિધિ પ્રસંગે
સાંઈધામ, મજીગામ
રવિવાર, ૦૯-૦૪-૨૩

ડો. ભરત દેસાઈ
બીલીમોરા

અનાવિલ સમાજ અને લગ્નો

લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ.

દેખીતાં કારણો:

1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ:40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે.

2. અભિપ્રાયોમાં નિરસતા: લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો.

3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન: દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે લગ્નની સમસ્યા ભારી બને છે.

4. વિરોધાભાષ (Paradox): આપણી અપેક્ષાઓમાં વિચિત્ર વિરોધાભાસ (Paradox) છે જેમકે, (1) માબાપ મોટી જમીનના માલિક હોવા જરૂરી છે, પણ યોગ્ય હોવા છતાં ખેતીવાડી વાળો ગામડાનો મુરતિયો ન ચાલે. (2) પૈસાદાર કુટુંબનો છોકરો જોઈએ, પણ વેપાર–ધંધાવાળો ન ચાલે–નોકરીવાળો જ જોઈએ. (3) કમાણી તો ઘણાબધા વ્યવસાયમાં છે, પણ ઉમેદવાર ડોક્ટર – એંજિનિયર જ જોઈએ. (4) મધ્યમ દેખાવનો બીજી રીતે યોગ્ય ઉમેદવાર ન ચાલે, દેખાવડો આકર્ષક વ્યક્તિત્વવાળો રૂપાળો જ જોઈએ.

5. આદર્શ યુવાનો છોકરીઓ સાથે મર્યાદા જાળવી રાખતા હોવાથી પોતાની પસંદગીની કે પ્રેમની વાત અવ્યક્ત જ રાખે છે–છોકરી પહેલની રાહ જોતી હોય ત્યારે પણ અસમંજસમાં રહી સ્પષ્ટ રજૂઆત કરતાં નથી, આથી નિષ્ફળ રહે છે ત્યારે અભણ તોફાની–અવિવેકી અને નફ્ફટ છોકરાઓ કન્યાઓને ફોસલાવી પોતાની લગ્નની ઈચ્છા બતાવી ફસાવી શકે છે અને છોકરીઓ એને પ્રેમ સમજી તૈયાર થાય છે,પછી પસ્તાય છે.


મા-બાપ દ્વારા ગોઠવાયેલ લગ્નોની પ્રથા યોગ્ય છે, પરંતુ તે એકદમ ચોક્કસ કે સંપૂર્ણ (Fullproof) નથી. માણસોને ઓળખવા–પારખવા સહેલા નથી–ત્યારે ભૂલનો અવકાશ હંમેશા રહે જ છે. લાંબા સામના ગાઢ મિત્રોના બાળકો વચ્ચે લગ્ન પણ નિષ્ફળ ગયા છે. તેવી જ રીતે બાળપણથી મિત્રતાવાળા પાત્રોના લગ્ન છ માહિનામાં તૂટતાં મેં જોયા છે. 

આમ, લગ્નની સફળતાની કોઈ ગુરૂચાવી નથી. પરસ્પર અનુકૂળ (Adjustment) અને બાંધછોડ (Compromise) દ્વારા લગ્ન સફળ બનાવી શકાય. ઓછી સહનશક્તિ અને વધારે પડતી અપેક્ષાઓ હાલના છૂટાછેડાના અગત્યના કારણો છે.

વાતનો સાર:

અંતે, લગ્નઉત્સુક આપ સૌને એક છેલ્લી અગત્યની વાત કહેવી છે. સમજશો–વિચારશો એવી નાની અપેક્ષા છે. 

મિત્રો, તમે યોગ્ય જ છો – લગ્ન માટે શક્તિમાન છો ત્યારે નાસીપાસ થવાની જરૂર નથી. લગ્નની આતુરતા જ હોય તો, કુંવારા રહેવાના, લગ્ન સિવાય, લગ્ન બાહ્ય શરીર સંબંધો કે લગ્ન વિના સાથે રહેવાના (Live-in-Relationship) વિચારો ન કરશો.


આપના સંપર્કમાં આવતા આડોશ-પડોશના, મિત્રમંડળના, આવજાવમાં મળતા કે વ્યવસાયના સ્થળે મળતા વિજાતીય પાત્રમાંથી કોઈ એકને પસંદ કરો – સંપર્ક વધારો – મિત્રતા બનાવો અને લગ્નની સહમતી બનાવો. મિત્રો ધારો એટલું ભારી નથી. તમારા લગ્ન આ વર્ષે થવાના જ છે.

મારી શુભેચ્છાઓ – આશીર્વાદ.

ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

સીનિયર સીટીઝન ક્લબ, બીલીમોરા પ્રમુખ ડો. ભરત દેસાઈનું વિદાય પ્રવચન

માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો,

સાદર વંદન.

બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું.

મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું.

કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ.

1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન આપસર્વનો પ્રેમ, ભાઈચારો અને લાગણીનો હ્રદયસ્પર્શી અનુભવ માટે મને યોગ્ય શબ્દો મળતા નથી. આપ સૌએ મને સાચવ્યો છે.

2. મંત્રિશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ, સહખજાનચીશ્રી અને ક્લબના આધારસ્તંભ ગિરીશભાઈ દેસાઈ, સંગીત વિભાગના અધ્યક્ષ મારા ખાસમિત્ર સુરેન્દ્રભાઈ પારેખ, અશોકભાઈ રાય, અનંતભાઈ દેસાઈ, ગીતાબેન મહેતા અને કલ્પનાબેન વ્યાસ. ૯૩ વર્ષે સક્રિય પ્રમુખ માર્ગદર્શક પ્રો.બી.એચ.પટેલ, શ્રી બચુભાઈ જોશી, શ્રી બાબુભાઇ જોશી, દયાળજીભાઈ–ઈન્દુબેન, મારા બહેન કુસુમબેન ભગત, અરુણા, કૌશિકભાઈ, અવિનાસભાઈ ઉપાધ્યાય ઝવેરભાઈ કેવત, બલરામ છટવાણી, ભગવાનદાસ વટવાણી, કેશવભાઈ અને ઝીણાભાઈ અરુણાબેન વશી, રક્ષાબેન બક્ષી, પ્રિ. કુસુમબેન દેસાઈ - મેં કહ્યું તેમ “આપ સૌ મારુ કાર્યબળ છો – માનસબળ છો.” હા, શ્રીમતી સાવિત્રીબેન વશીનું અનાવિલ જાજરમાન વ્યક્તિત્વ મને હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. છેલ્લા રૂ. 25,000 ઉમેરતા રૂ. 71,000 દાન કોણ આપે? એવા જ બીજા વડીલ સુશિલાબેન નાયક દર વર્ષે તેજસ્વી તરલાઓને ઉપયોગી ભેટો અને પુસ્તકો આપે છે, જે તેમની દરિયાદિલી બતાવે છે.

ઘણા બધા સભ્યોનો આગ્રહ હતો કે, હું પ્રમુખપદે ચાલું રહું. આ તેમનો મારે માટેનો પ્રેમ–આદર અને કાર્યપ્રણાલી માટેની પ્રશંસા દર્શાવે છે. આ માટે આપ સૌનો હું ઋણી છું. પરંતુ મેં મેડિકલ એસો., લાયન્સ ક્લબ, ભારતીય વિચાર મંચ, એલાયન્સ ક્લબ, જેવી ઘણી સંસ્થાઓમાંથી આજ રીતે પ્રમુખ તરીકે સન્માનનિય કાર્યો કરીને યોગ્ય સમયે વિદાય લીધી જ છે. કારણ, પરીવર્તન – Change – અનિવાર્ય અને ફરજિયાત છે.


નવા પ્રમુખો, મંત્રીઓ, કાર્યકર્તા નવા વિચારો – નવા કાર્યક્રમો અને સંસ્થાનો વિકાસ તેમની મનનીય રીતે કરતાં જ હોય છે. અને તે આશાવાદ – ખાત્રી સાથે પ્રમુખપદ છોડું છું. આમ પણ હું તમારી સાથે અને બિલકુલ સક્રિય જ છું. હા, નવા પ્રમુખ અને તેમની ટીમની મર્યાદા અને સન્માન ની ખાસ કાળજી રાખીશ. ચાલો, ઊર્મિલાબેન, સુરેન્દ્ર્ભાઈ, બલરામભાઈ, ડો.ભાવના, પી.એ.પટેલ સાહેબ, અને પ્રો.બી.એચ.પટેલને બિરદાવીએ. 

કુટુંબનો સમય ક્લબને ફાળવવાની છૂટ આપવા પત્નીશ્રી ડો.ભાવનાબેનનો ખાસ ઋણસ્વીકાર કરું છું. મારા સાહસોનું એ પ્રેરણાબળ છે. 

આનંદી – સુખમય ભવિષ્યની પ્રાર્થના સાથે, જય હિંદ. વંદે માતરમ!

ડો. ભરત દેસાઈ
૧૯/૦૩/૨૦૨૩

મહાન અકબર?

Akbar - The Great (1556 – 1605)
જલાલુદ્દીન મુહમ્મદ અકબર 

લગભગ 250 વર્ષના મુગલયુગનો ઈતિહાસ વાંચતા અકબર સૌથી મહાન હોય એવી છાપ ઊપસે તે સ્વભાવિક છે, કારણ લગભગ પચાસથી વધારે વર્ષ તેણુ રાજ કર્યું છે. અને તેણે લગભગ આખા ભારત ઉપર મુઘલ ઝંડો ફરકાવ્યો છે. 

  • જન્મ: 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે
  • રાજ્યાભિષેક: 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે
  • મૃત્યુ: 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે

63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું.

અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી રાજ્યો તેની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવે. સેનાને પણ હંમેશા યુદ્ધમાં રોકાયેલી રાખવી જોઈએ કારણ યુદ્ધોની તાલીમ વગર સૈનિકો વિલાસી અને પ્રમાદી બને છે.”

ભારતનો ઈતિહાસ (મોગલયુગ 1526–1707) (લેખક : જશુભાઈ બી. પટેલ) દ્વારા 1978માં લગભગ 700+ પાનાંના પુસ્તકમાં અકબરને 220 પાના ફાળવ્યા છે, તેમાંથી સારરૂપે અકબરની છબી મારે ટૂંકાણમાં ઉપસાવવું છે. 

ઇતિહાસના અભ્યાસીએ યુદ્ધોનો ચિતાર તો આપવો જ પડે અને રાજા દ્વારા થયેલા કાર્યોની નોંધ લેવી જ પડે અને પોતાની છાપ–સારાંશ રજૂ કરવું પડે. હું આટલું તો કરીશ જ.

ચારિત્ર્ય અને વ્યક્તિત્વ

અકબર વિષે લેખક કહે છે તે હિન્દુનું એકીકરણ કરનાર મુત્સદ્દી સમ્રાટ હતો. અક્ષરજ્ઞાનની રીતે અભણ હોવા છતાં પ્રભાવશાળી અને રૂઆબદાર હતો. તેને પરિવારપ્રેમી અને આનંદી કહી શકાય, પણ રાણીવાસમાં 500 થી વધારે સ્ત્રીઓ રાખતો હોવાથી વ્યભિચારી અને ભોગવિલાસી તો કહેવો જ પડે.

વહીવટીતંત્ર

રાજ્ય વહીવટ ‘મધ્યસ્થ’ અને ‘પ્રાંતિય’ એમ ભાગ પાડીને કરતો. મધ્યસ્થ અધિકારીઓમાં રાજા, પ્રધાનમંત્રી, દીવાન, મિરબક્ષી, અને કાઝી વિગેરેનો સમાવેશ થતો. પ્રાંતિય વહીવટ જિલ્લા–પરગણા–નગર અને ગામ એમ ઉતરતા ક્રમના એકમો દ્વારા થતો.

ન્યાયતંત્રની દંડ વ્યવસ્થા ચાર વિભાગોમાં હતી. 
  • હદ: કુરાનના નિયમો પ્રમાણે સજા જેવી કે હાથ કે પગ કાપવા, કોરડા કે પથ્થર મારવો અથવા મૃત્યુદંડ કરવો 
  • કિસાસ: બદલાની માંગણી કરાવવી – Retaliation
  • તાજીર: ન્યાયાધીશ પોતાની રીતે નક્કી કરે તે સજા
  • તશહિર: સાર્વજનિક અપમાન કે નિંદાની સજા

અકબરની હિન્દુઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ નીતિ
  • 1563: યાત્રાવેરો નાબુદી 
  • 1564: જજિયાવેરો નાબુદી–ઈસ્લામ ધર્મ સ્વીકારવા ઈનકાર કરનાર હિન્દુ પાસે લેવાતો વેરો
  • 1591: ગૌવધ નિષેધ 
  • 1562: રાજ્યના વિવિધ પદો ઉપર ભેદભાવ વિના હિન્દુઓની નિમણૂંક 
  • ધાર્મિક સ્વતંત્રતા: બળજબરીથી મુસ્લિમ બનાવેલ હિન્દુઓને ફરીથી ધર્માંતરણ કરવાની છૂટ
  • સામાજિક સુધારા: સતીપ્રથા નાબુદી, બાળલગ્ન પ્રતિબંધ વિધવાવિવાહ કરાવ્યા ને ઘરડી સ્ત્રી સાથે યુવાના લગ્ન રોક્યા

સાહિત્ય

  • અકબરનામા પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં
  • ગ્રંથો અનુવાદિત: આઈન – એ – અકબરી – કરાવ્યાં, હિન્દી, સંસ્કૃત, ફારસી, 
  • તારીખે – એ – અલફી – સાહિત્યને પ્રોત્સાહન 
  • તનકાત – એ અકબરી 

સ્થાપત્યો
  • દિલ્હી હુમાયુનો મકબરો
  • અજમેર, આગ્રા, લાહોર, અલાહાબાદ, ખાતે કિલ્લા નિર્માણ
  • ફતેપુરસિક્રી ખાતે વિશાળ કિલ્લો ઉપરાંત 55 મીટર ઊંચાઈનો બુલંદ દરવાજો, જામા મસ્જિદ, શેખ સલિમ ચિષ્ટિનો મકબરો, જોધાબાઈ – મરિયમ શેખ અને સુલતાના મહેલ, હવામહલ, બિરબલની કોઠી જેવા અસંખ્ય નમૂનેદાર બાંધકામો

યુદ્ધો


અકબરે રાજયકાળ દરમિયાન શાંતિથી બેસવા કરતાં યુદ્ધમાં વ્યસ્ત રહી સામ્રાજ્ય વિસ્તાર વધારવાનું જરૂરી માન્યુ હોવાથી 50–60 થી વધારે યુદ્ધો લડ્યો છે. તેમાંથી થોડા યુદ્ધો હાર્યો છે, ઘણી વખત વિજયી થયો છે અને ગભરાટિયા–નમાલા રાજાઓએ વગર યુદ્ધે શરણગતિ સ્વીકારી નાલેશીભરી સંધિ સ્વીકારી છે. દિલ્હી–આગ્રા, મેવાડ, પંજાબ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, કંધહાર, કાબુલ, સિંધ, કશ્મીર,અહમદનગર, જેવા દરેક યુદ્ધોની વિગતો લખીને ફક્ત શૈક્ષણિક (academic – theoretical) ચર્ચા કરવાનું અહીં ટાળ્યું છે. હા, અકબરે વિશાળ સામ્રાજ્ય જહાંગીરને સોંપ્યું હતું, એટલુ જ જાણવું યોગ્ય છે.

દિને – ઈલાહી ધર્મ (1582) 

અકબરની વાત તેના દ્વારા સ્થાપિત ધર્મ દિને-ઈલાહી વિષે વાત ના કરીએ તો અધૂરી લાગે. બધાજ ધર્મો શીખ, હિન્દુ, ખ્રિસ્તી, જૈન, ના સારા તત્વો સમાવીને બનાવેલ નવો ધર્મ ‘સર્વેસ્વર વાદી’ હતો. ધર્મ સ્વીકારનારને અકબર અંગૂઠી જેવી સોનાની વસ્તુનું પ્રતિક ‘શસ્ત’ આપી દિને ઈલાહી ધર્મનો ‘મુરાદ’ (શિષ્ય) બનાવતો અને શરત સ્વીકારનાર ઈશ્વરની સેવામાં આધ્યાત્મિક કાર્ય કરનાર કાર્યકર્તા બનતો.

હકીકતમાં અકબર વ્યક્તિગત જીવનમાં કટ્ટર સુન્ની મુસ્લિમ રહ્યો હતો અને કોઈ પરીવર્તન કર્યું નહોતું. દાખલા તરીકે બનારસનું પ્રાચીન મંદિર તોડી તેણે મસ્જિદ બાંધવી હતી. (1572)


દિને ઈલાહી ધર્મના સિદ્ધાંતો:

  • જીવનમાં ઉદારતા અને દાનશીલતનું પાલન કરવું
  • દુષ્કર્મો કરનારને માફ કરવું
  • દુન્યવી ઇચ્છાઓથી દૂર રહેવું
  • પરલોક માટે શાશ્વત અને પુણ્ય કાર્યો સંચિત કરવા
  • કાર્યના પરિણામો ઉપર ગહન ચિંતન–મનન કરવું
  • ઉત્કૃષ્ટ કાર્યો કરવાની ઈચ્છા રાખવી
  • બધા માટે નમ્ર અવાજ, મૃદુ વ્યવહાર, ઉમદા શબ્દો, અને આનંદદાયક વાણી વાપરો
  • બિરાદરો સાથે સારો વ્યવહાર કરવો
  • પ્રભુ તરફ અભિમુખ થવું. જીવોમાંથી સંપૂર્ણ વિરક્ત થવું
  • એકેશ્વરવાદ માં વિશ્વાસ કરવું. પ્રભુપ્યારમાં આત્મા પરોવવો. પ્રભુ સાથે આત્માનું ઐક્વ સાધવું

હિન્દુ–મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને આ ધર્મ પસંદ ન આવ્યો. વાસ્તવમાં યુગથી બસો વર્ષ આગળ હોવાને કારણે–રાજ્યાશ્રય અને જોરજુલમના અભાવે, રાજ્યવ્યાપી પ્રચારના અભાવે અને ઉદારતાને કારણે આ ધર્મ ફેલાયો નહીં અને નિષ્ફળ રહ્યો.

આમ અકબરને મહાન કહેવું કે નહીં એ વિષયને ઉપરોકત વર્ણન પછી વાચક ઉપર છોડું છું.

ધર્માંધતા–કામુકતા–અપમાનજનક વર્તન અને લૂંટફાટ તો દરેક મુઘલ રાજામાં ટેવો હતી. ભારતની હિન્દુ પ્રજામાંથી ઘણાએ ધર્માંતરણ કર્યું, ઉપરાંત ગુલામી અને જુલમો સહન કર્યા ત્યારે, આપણે ઈતિહાસમાં બોધપાઠ લઈ બળવાન – હિંમતવાન અને નિર્ભય ક્યારે બનીશું?
 



મહાન અકબર? (Akbar the great?)

અકબરના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની છણાવટ બીજી દ્રષ્ટિએ જોઈએ.
  • મહાન: “અકબર શ્રેષ્ઠ” આમ અકબરનો અર્થ જ શ્રેષ્ઠ હોય તો “અકબર The great” કહેવું યોગ્ય નથી. 
  • વારસો: અકબરના પિતૃપક્ષે સાતમી પેઢી એ તૈમુરલંગ અને માતૃપક્ષે ચંગેઝ ખાનના વરસ હતા. સ્વાભાવિક છે અતિક્રૂર, રાક્ષસીપ્રકૃતિના અને વ્યભિચારીના વારસો તેવા જ હોય. અકબરને દારૂ પીવાની અને અફીણ ખાવાની કુટેવો પણ હતી. દારૂ–તાડી અને અફીણનો વ્યસની અકબર મુલાકાત આવનાર સાથે વાતચીત દરમ્યાન ઊંઘી જતો હતો. 
  • અભણ: અકબર અભણ હતો. તેને વાંચતાં – લખતાં આવડતું નહીં, પણ વિદ્વાન હોવાના ડોળ કરતો હતો. 
  • વ્યભિચારી: અકબર વ્યભિચારી હતો તેના હરમમાં 5000 થી વધારે સ્ત્રીઓ હતી. ઉમરાવ અને દરબારીઓની પત્નિઓનું કહેવાતું સન્માન કામુક્વૃતિના ભાગરૂપે હતું. બહેરામખાંની પત્નીને ભોગવવા, બહેરામખાં જેવા વડીલ માર્ગદર્શક નું ખૂન કરીને તેની પત્ની સાથે લગ્ન કર્યું હતું. માંડવખડકના શાસક બાજબહાદુરની પત્ની અને પરિવારની સ્ત્રીઓ મેળવવા કામુક અકબરે 27-04-1561 આક્રમણ કરી હરાવ્યો. રાજા ભગવનદાસના સંબંધી જયમાલને દૂર વિસ્તારની ફરજ સોંપી મારી નાખ્યો અને તેની વિધવા પત્નીનો કબ્જો કર્યો. આમ મહિલાઓ ઉપભોગનું સાધનમાત્ર હતી. ઇન્દ્રિય લોલુપ અકબર યુદ્ધમાં હારેલા રાજાને તેની સ્ત્રીઓ, પત્ની – દીકરી, કે બહેન ને પોતાને સોંપવા ફરજ પાડતો. અકબર પોતાના રાજ્યને જનનખાનું માનતો હતો. આક્રમણ પછી હારેલા રાજાની પત્ની અને બીજી સારી દેખાતી સ્ત્રીઓથી પોતાનું જનનખાનું ભરી દેતો. સંધિ દ્વારા કે બળજબરીથી સ્ત્રીઓને પોતાને આધીન કરતો. જયપુરના રાજા ભારમેલના ત્રણ ભત્રીજાઓને રાજકુમારી આપવાની શરતે છોડ્યા હતા. 
  • ક્રૂરતા: શત્રુ ઉપર ક્રૂરતા પૂર્વક નિર્દયી રીતે પ્રહાર કરનાર 1565 ગ્વાલિયરમાં કાકા કામરાનના પુત્રને અકબરે જાતે મારી નાખ્યો. 1556માં 14 વર્ષના અકબરેપાણીપતના યુદ્ધ પછી અર્ધબેભાન હેમુનું ગર્દન પર તલવારથી ખૂન કર્યું ત્યાર પછી તેના વૃદ્ધપિતા અને કુટુંબીઓની હત્યા કરી ખોપરીનો સ્તંભ બનાવ્યો. મોહમ્મદ મીરક જેવા અંગત માણસને પાંચ દિવસ ભયંકર ત્રાસ આપીને માર્યો. ચિતોરગઢ વિજય બાદ કીલ્લામાં રહેલા લશ્કર અને પ્રજાજનોને નિર્દયી અને ક્રૂર રીતે માર્યા. કત્લેઆમના આદેશને કારણે 30,000 લોકો મરી ગયા. 1572માં  અમદાવાદનાં શાસક મુઝફરશાહને હરાવ્યા બાદ હાથીના પગતળે ચકદિને મરાવ્યા. વિરોધ કરનાર અકબરનો સગો મસુદહુસેન મિર્ઝાની આંખો સોયથી સિવિ દીધી. અમદાવાદ યુદ્ધના 2000 વિદ્રોહીઓને મારીને તેમની ખોપરીનો સ્તૂપ બનાવ્યો. હાથ કાપવાની સજા અને કોરડા મારવાની સજા અવારનવાર કરતો. મૃત્યુદંડ સુળીએ લટકાવીને હાથીના પગતળે દબાવીને કે ગર્દન તલવારથી કાપીનેક્રુરતથી આપતો. 
  • મૂર્તિભંજક: ચિત્તોડમાં એકલિંગજી (રાજપુતોના પિતૃદેવ) મહાદેવની મુર્તિ તોડી અને ત્યાં કુરાન વાંચવાનું આસન બાનવ્યું.
  • ધાર્મિકતાનો દંભ: અકબર પોતાને સર્વોચ્ચ લૌકિક તથા આધ્યાત્મિક સત્તામાનતો હતો. તેથી બીજા કોઈ તરફ સન્માન કે પૂજ્યભાવ બતાવવાનો વિરોધી હતો. “દિને – ઈલાહી” ધર્મની સ્થાપના પોતાની સત્તા બીજા ધર્મો પર અને લોકો પર પ્રદર્શિત કરવાની એકમાત્ર ચાલ હતી. અકબર પોતાને જ અલ્લાહ – ભગવાન માનતો. તેથી ‘અલ્લા–હો–અકબર’ = ઈશ્વર શક્તિમાન છે – બોલવાની મનાઈ ફરમાવી હતી. આવા મિથ્યાભિમાની અને નિરંકુશ અકબર દ્વારા સ્થાપેલાં “દિને – ઈલાહી” બધી રીતે નિષ્ફળ રહ્યો અને પોતાને ભગવાન બનાવવાની યોજના હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ નીવડી.
  • દુકાળ: 1555-56માં દિલ્હી ખાતે અને 1573-74માં ગુજરાત ખાતે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યાર પછી રોગચાળો ફેલાયો હતો. માણસો, માણસોને મારીને ખાતા હતા. લોકો પ્રદેશ છોડીને બીજે ભાગતા હતા. અકબર દુકાળમાં મદદરૂપ થયો ન હતો. 
  • ગુલામ: રુસી, અંગ્રેજ સહિત વિભિન્ન રાષ્ટ્રના અસંખ્ય લોકોને પોતાના ગુલામ તરીકે રાખતો હતો.
  • સર્વનાશ: અકબરે પ્રયાગ (અલહાબાદ) અને કાશી (બનારસ) ખાતે આખા શહેરોનો નાશ કરાવ્યો હતો અને એકદમ ઉજ્જડ બનાવ્યા હતા. 
  • વિદ્રોહ: અકબરના વિચિત્ર સ્વભાવથી ત્રાસેલા તેના સગાઓએ જેવા કે, બૈરામખાં, ખાનજમન, આસફ્ખાં (નાણાં મંત્રી), શાહ મન્સૂર તથા મિર્ઝા, ઘૃણા પૂર્વક અકબર વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. 

આમ, અકબર સૌથી વધુ તિરસ્કારને લાયક વ્યક્તિ હતો. અકબર મહાન તો કઈ રીતે ન હતો ફકત નિંદનીય, ક્રૂર, પાપી હતો. 

અનુસંધાન: Some Blunders of Indian Historical Research by P N Oak (2010)
અનુવાદ: ‘ભારતીય ઈતિહાસની ભયંકર ભૂલો’ લે. પુરુષોત્તમ નાગેશ ઓક

અકબર વિષયક ઈતિહાસના બે પુસ્તકો વાંચી લખેલા બે લેખો આપની વિચારશીલતા અને સત્ય સમજવાની શક્તિ ઝંઝોળવા માટે છે. કારણ કે ઈતિહાસના અભ્યાસીએ પોતાની વિવેકબુદ્ધિ તીક્ષ્ણ રાખવું ફરજિયાત છે. ઈતિહાસલેખકો તદ્દન જુટ્ઠી માહિતીથી કોઈને મહાન–કે– કોઈને નાલાયક ચીતરી શકે છે. 75 વર્ષની આસપાસ ઉમરના વ્યક્તિઓએ પોતે ભારતની આઝાદી, 1962 ચીનનું યુદ્ધ, 1965 પાકિસ્તાન યુદ્ધ,1971 બાંગ્લાદેશ વિજય, 1975 કટોકટી, 1985 દિલ્હી શીખ હત્યાઓ, 1992 બાબરી મસ્જિદ, અને 2002 ગોધરા ટ્રેન કાંડ, આ ઈતિહાસ જોયો છે તેઓ ઈતિહાસના સાક્ષી છે ત્યારે આ બાબતે ઈતિહાસના પુસ્તકોમાં જૂઠાણું અને અર્ધ સત્ય વાંચવા છતાં તેઓ મૌન રહે છે અને તેથી વિકૃત ઈતિહાસ સ્થાપિત થઈ રહે છે. 

સમાજનો મોટોભાગ ‘બહુક્ષૃત’ સાંભળનાર બનીને અટકી ગયો છે. અધોગતિને પંથે લઈ જઈ સર્વનાશ કરનાર બળોનો વિરોધ કરતો નથી. અધ્યયનશીલ બની સક્રિય રચનાત્મક પુરૂષાર્થની અપેક્ષા તદ્દન અસ્થાને છે. ત્યારે ઈતિહાસ વિવેચન કે ઈતિહાસ લેખન તો બહુ દૂર ની વાત છે. 


સત્ય સક્રિયતા માંગે છે. 
નહીં તો અકબર મહાન જ છે.


ડો. ભરત દેસાઈ
બીલીમોરા

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

સ્નેહી-સ્વજનો,
મહાન સૃષ્ટિના સર્જનહાર,
સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા,
ત્રિએક પરમેશ્વર,
બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા,
સ્તુતિની આરાધના કરતાં કરતાં, 
આનંદ અને આનંદ,
ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું.

અનાદિકાળથી,
સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ, 
અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક, 
તથા
તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે.

આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના. 
આમેન... આમેન... અર્થાત તથાસ્તુ. 

મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણહારના આશીર્વાદોથી ઊભો થયો-હિંમતથી ઊભો થયો અને સર્વશક્તિમાન જેને મેં જોયો નથી પણ અનુભવ્યા છે તેની કૃપાથી તમારી સમક્ષ ઊભો છું. 

મારા માતા-પિતાની શિખામણ પ્રમાણે બાયબલના જૂના કરાર અને ત્યાર પછી પ્રભુ-ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત નવા કરારને અનુસરી મારૂ જીવન વિતાવી રહ્યો છું. કોઈક તજજ્ઞે લખ્યું છે:

Behind every successful man stands a woman telling him that you are wrong.

મારા જીવનની કોઈ પણ અર્થાત તમામ સફળતાનો યશ મારી સ્વ. માતાશ્રી અને ત્યાર પછી મારી વહાલી પત્ની ડોલીને જાય છે.




આજે મારા પરિવારના વટવૃક્ષને તમામ ક્ષેત્રે પોષણ આપનાર અમારા - મારા અને મારી વહાલી પત્નીના માતા અને પિતા, માસા અને માસી, અમારા તમામ ભાઈઓ અને બહેનો સરકારી પરિવાર અમદાવાદ અને વલસાડના સોલંકી પરીવાર તથા શાહ પરિવાર છે. 

ત્યાર પછી સમયાંતરે વડીલો અને મિત્રો 
- સ્વ. શિવાજી રાવ 
- સ્વ. મધુભાઈ મિસ્ત્રી 
- સ્વ. નાનુભાઈ દેસાઈ 
- સ્વ. પ્રમોદભાઈ પટેલ વગેરે  

વળી વડીલોમાં મુખ્યત્વે સર્વશ્રી કમુબેન લાકડાવાળા અને ડોલીબેન વાસણીયા વગેરે,

તદુપરાંત, તમામ સ્થાનિક, જિલ્લા તથા અમદાવાદની કોર્ટના કેશો દરમિયાન ચટ્ટાનની જેમ-આજે પણ ઊભા રહેનાર વી. વકીલ શ્રી અનિલભાઈ (ક્રિશ્ચિયન) સુરત, શ્રી હલદીવાલા, શ્રી ભાવિનભાઈ તથા શ્રીમતી મારથા હતા, છે, અને રહેશે. 

અને, તમામ ક્ષેત્રે સર્વશ્રી દિલીપભાઈ, દમયંતિબેન, અજીતભાઈ દીક્ષિત, સ્મિતાબેન, ચંદ્ર્ભાન ગુપ્તા, શશિ મિસ્ત્રી, અનિશ મેમન વગેરે...

અને......અને.... વ્યક્તિ વિશેષ ડો. ભાવનાબેન, ડો. ભરતભાઈ દેસાઈ તથા જાલનગર સોસાયટીના પ્રમુખશ્રી હર્ષદભાઈ દેસાઈ તથા અન્ય નામી-અનામી વ્યક્તિઓ તમામ આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત થયા માટે આપ સૌના આભાર....આભાર. 

જય હિન્દ.   જય ભારત.

આભાર દર્શન - પુત્રી શીતલ સોલંકી

મારા પાપા પરિમલ ૮૦ વર્ષ પૂરા ૮૧ વર્ષમાં પ્રવેશે છે તે નિમિત્તે આ આયોજન છે. સૌ પહેલા પિતા પરમેશ્વરને માન, મહિમા અને ગૌરવ મળે માટે મારા મમ્મી ડોલીબેન બાઈબલમાં થી ઈશ્વરના વચનો વાંચશે; જેનો મુખયાંશ છે :

“હું અને મારા ઘરના તો ઈશ્વરની જ સેવા કરીશું, કારણ કે તે પેઢી દર પેઢી અમારો આશ્રય તહયો છે, તે માટે પ્રભુના સ્ત્રોતો ગાવાં તે સારું છે.”

બાઈબલ વાંચન પછી ગીતો/સ્ત્રોત્રો ગાવામાં આવ્યા જેના શબ્દો હતા: 
  1. આશીર્વાદો ઘણા મળે નિત નિત માટે આભાર માનતા ગાઓ હોશથી ગીત, શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી; સાંભળે છે તમને શાંતિમાં સ્થાયી, આશીર્વાદો મળ્યા તમને સાંભળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજયલ બહુ લાગશે, થશે મન ખુશી વગેરે.
  2. ખુશી ખુશી માનવ, ખુશી ખુશી બુલાવ બોલો બોલો સહિયાકિ જય,જય,જય... વેગેરે સંક્ષિપ્તમાં 



દીકરી શીતલ દ્વારા પરિચય

મારા પપ્પા, strict પપ્પા, અમારું ખોટું ચલાવી ન લે. આટલા મોટા થઈ ગયા મારે પણ બાળકો છે તેમનું પણ ખોટું ચલાવી ન લે. પપ્પાનું આ વાક્યને હું હંમેશા યાદ રાખીશ, ને એ છે “દીકરી કોઇનું સારું ન થાય તો ના કરીશ પણ ખરાબ ન કરીશ” આ શિખામણને જીવનભર નિભાવીશ. 

પપ્પાએ તો અમને ભણાવ્યા, મારા બાળકોને પણ ભણાવ્યા. નિર્મલના બાળકોને પણ ભણાવે છે અને ભણાવશે. અને તમે જાણતા હશો કે તમારા બાળકોને કે તમને પણ ગમે ત્યારે ભણવામાં કે ભણાવવામાં સહાયરૂપ થઈ પ્રેરણા આપી હશે : “ચલ દીકરા બરાબર ભણે છે ને, ભણશે તો તું આગળ વધશે કાઇપણ જરૂર પડે તો મને કહેજે.”

અમારા માટે ઘરનું કે બહારનું કોઈપણ કામ હોય, હંમેશા પપ્પા અમારી પાસે જ રહ્યા છે. શિખામણ આપવાની હોય તો પણ મારી અને નિર્મલની સાથે અને અમોને એકલા અટુલા ન પાડવા દઈ અમોને સપોર્ટ કરતાં હતા, કરે છે અને કરતાં રહેશે એની મને ખાત્રી છે.

મારા પપ્પાની નીતિ દૂરંદેશી છે. આ આયોજન, અમે તો થોડુક જ કર્યું છે, બીજું બધે જે જુઓ છો તે પપ્પાએ કર્યું છે. પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું પપ્પાને કહું છું તમરી ઉંમરની હું થઈશ ત્યારે ચાલી શકીશ કે કેમ?

અહીં હાજર બધાં જ તમો જોતાં હશો, મારા પપ્પા બધુજ કામ સરસ અને વ્યવસ્થિત કરે છે. પ્રભુનો આભાર, તેઓ પોતાનું કામ તો કરેજ પણ બીજાને હંમેશા મદદરૂપ થાય છે.

મારી આપ સૌને એક જ વિનંતી કે મારા પપ્પા અને મમ્મીને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો અને ફરી પપ્પાને આ સમયે જન્મદિનની શુભેચ્છા પાઠવું છું. અને દીકરી બાપને આલિંગન આપે છે.

વ્યક્તિ ૮૦ વર્ષ પુરા કર્યા પછી કેવા વિચારો ધરાવે છે તેનો અરીસો બતાવતો આ લેખ વાંચવાથી ધન્ય ન થવાય તો જ નવાઈ.

ગુજરાત રાજયમાં ધાર્મિક વ્યવહારો

ધર્મ બાબતે સૌ નાગરિકો ખાસ સંવેદનશીલ હોય છે અને પોતાના ધર્મની ગરિમા જળવાય રહે તે માટે ખાસ સક્રિય હોય છે. તેથી પોતાના ધર્મની મહાનતા સિદ્ધ કરવા તત્પર અને સક્રિય રીતે પ્રયત્નશીલ હોય છે. એટલે ઈસ્લામ – ખ્રિસ્તી – જરથોસ્તી કે હિન્દુ ધર્મની કોઈ સરખામણી શક્ય નથી. દરેક ધર્મ પોતાની રીતે અને પોતાની માન્યતા મુજબ મહાન છે.

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ગુજરાતમાં બહુમતી ધરાવે છે - ત્યારે તકલીફ સૌ હિન્દુઓની એકતાનો અભાવ છે. ઘણા બધા ભગવાનો શિવ - માતાઓ (અંબિકા, ઉમિયા, ચામુંડા, સરસ્વતી, લક્ષ્મી, વિગેરે) - શ્રી ક્રુષ્ણ - રાધા, શ્રી રામ - સીતા છે. રામાયણ, ચાર વેદો, મહાભારત, ભગવદ્દગીતા જેવા ધર્મગ્રંથો છે. આથી દરેકમાંથી કોઈ એક ભગવાન કે કોઈ એક ધર્મગ્રંથ પ્રત્યે વધારે આસ્થા હોવાથી એકરૂપતા નથી. આ બાબતે સૌએ સાથે મળીને સક્રિય બની એકતા લાવવી અનિવાર્ય છે. આ અશક્ય નથી.

હિન્દુઓ બુદ્ધિશાળી અને વિચારશીલ હોવાથી પોતે ધર્મનો અર્થ સમજી અને પોતાની રીતે ધાર્મિક જીવન જીવવા સક્ષમ હોવા છતાં વિવિધ વિચારશરણી અને આચાર શીખવતા ગુરુઓનું અનુસરણ કરવાની તેમને વધારે ફાવટ છે. એટલે ધર્મગુરૂઓ પોતાનો રસ્તો માનતા ઘણાબધા લોકોને ભેગા કરી વિશિષ્ટ આચરણ-માન્યતાઓ વાળો એક વિશાળ સંપ્રદાય બનાવે છે.

શ્રી રામ શર્મા પ્રેરિત ગાયત્રી પરિવાર, શ્રી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્યસમાજ, શ્રી પાંડુરંગ આઠવલેનો સ્વાધ્યાય પરિવાર, શ્રી શ્રી રવિશંકર દ્વારા ચલાવાતો “આર્ટ ઓફ લિવિંગ” (Art of Living), સત્ય સાંઈ બાબા પરિવાર, શિવબાળા સ્થાપિત પ્રજાપિતા બ્રહમાકુમારી પરિવાર, હરે રામ હરે ક્રુષ્ણ (ISKCON) ઇસ્કોન માર્ગ જેવા અહીં આપેલ અસંખ્ય વિચાર પ્રવાહો ગુજરાતમાં સક્રિય રીતે ચાલે છે.

૧. ગુજરાતમાં વિવિધ ધર્મો:
  1. હિન્દુ ધર્મ: સનાતન ધર્મ (વૈદિક ધર્મ)
    • જૈન: શ્વેતાંબર , દિગંબર , સ્થાનકવાસી , વિસા પંથી , તેરા પંથી
    • બૌદ્ધ ધર્મ : હીનયાન, મહાયાન
    • શીખ ધર્મ
  2. ઈસ્લામ: સુન્ની, શિયા, વહોરા, પિરાણા (હિન્દુ મુસ્લિમ મિશ્ર)
  3. ખ્રિસ્તી ધર્મ: કેથલિક , પ્રોટેસ્ટંટ
  4. જરથોસ્તી ધર્મ
  5. બહાઈ ધર્મ - જગતમાં એકજ ધર્મ છે અને જગતમાં એક જ ઈશ્વર છે.

Photo Courtesy: ndtv.com

૨. હિન્દુ ધર્મના તેંત્રિસ કોટીમાંથી મુખ્ય ભગવાનો:
  • શિવ: 12 જ્યોતિલિંગો - શિવ – પાર્વતિ
  • શક્તિ માતા: અંબિકા, ઉમિયા, ભદ્રકાલી, ખોડિયાર, હરસિદ્ધ, ચામુંડા, સરસ્વતી, કમલા
  • શ્રી રામ-સીતા
  • શ્રી કૃષ્ણ-રાધા

૩. ગુજરાતમાં ચાલતા સંપ્રદાયો:

  • વૈષ્ણવ – શ્રી કૃષ્ણ ભક્ત
  • પુષ્ટિ માર્ગ – શ્રી કૃષ્ણ
  • સ્વામિ નારાયણ સંપ્રદાય
  • રાધા સ્વામી
  • શ્રી રામ શર્મા – ગાયત્રી પરિવાર
  • સંતોષી મા
  • દશા મા
  • સ્માર્ત સંપ્રદાય – શિવ ભક્તિ
  • (નાના-મોટાના ભેદભાવ વગર સૌને પ્રણામ કરતો) શ્રી ક્રુષ્ણ પ્રણામી સંપ્રદાય
  • આર્ટ ઓફ લિવિંગ - શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રંગ અવધૂત પરિવાર
  • કુબેર પંથ - સારસા ઉપરાંત ડેરા મંદિરો
  • રામદેવ પીર - રેણુજા
  • સત્ય સાઈ બાબા
  • આર્ય સમાજ - સ્વામી દયાનંદ સરસ્વતી
  • ઓશો – રજનીશ

  • આનંદમયી મા સંઘ
  • શ્રી અરવિંદ કેન્દ્રો
  • ચિન્મયાનંદ મિશન
  • સદ્વિચાર પરિવાર - સંત પુનિત મહારાજ
  • સ્વાધ્યાય મંડળ - પાંડુરંગ આઠવલે
  • અક્રમ વિજ્ઞાન - દાદા ભગવાન
  • કબીર પંથ - સંત કબીર
  • ISKCON
  • રામકૃષ્ણ મિશન
  • દિવ્યજીવન સંઘ – શિવાનંદ
  • રાધા વલ્લભ સંપ્રદાય
  • ઉદાસી સંપ્રદાય
  • પૂજ્ય મોટાની સંસ્થા
  • શિરડી - સાઈ બાબા
  • બ્રહ્મો સમાજ
  • પ્રજાપિતા બ્રહ્મા કુમારી
  • અહીં આ ધાર્મિક પ્રવુતિની માહિતી આપી ટીકા કરવાનો કોઈ ઉપક્રમ નથી. પરંતુ આવા માર્ગે જવાથી હિન્દુ એકતા જોખમાય છે એવું લાગે છે. આસ્તિક અને નાસ્તિક વર્ગીકરણ પ્રમાણે આ વર્ગ આસ્તિક જ ગણાય છે - પણ દરેક ફાંટામાં માનનાર વિશાળવર્ગ પોતાની મહાનતા સ્થાપિત કરવાના કારણે કદાચ બીજી વિચારશરણી ધરાવતા વર્ગોથી જુદો પડે છે.

    “વિવિધતામાં એકતા” સૂત્ર ખોટું નથી – છેલ્લે તો આ બધા હિન્દુઓ જ છે એમ કહેવું અર્ધસત્ય છે. શ્રી શ્રી રવિશંકર, શ્રી અરવિંદ, શ્રી રામ શર્મા કે સત્ય સાઈ બાબા જેવા ઘણા બધા વિચારકોના શિષ્યો વેશભૂષા–આચરણ–ધાર્મિક વલણો અને ઉત્સવો જુદી–જુદી રીતે ઉજવે છે. આમ કદાચ ધર્મમાં વિવિધ ફાંટા–ભાગલા પડે છે.

    ભગવાને દરેક મનુષ્યને બુધ્ધિ શક્તિ, વિવેક અને વિચાર સાથે મોકલ્યો છે. ત્યારે પોતાનો જીવનમાર્ગ જાતે જ નક્કી કરી શકાય અને તે માટે ગુરૂ બનાવવું કે ખોટા વિધિવિધાન જરૂરી નથી.

    આ ખોટી ઘેલછા નથી તો શું? શ્રધ્ધાળુઓ, ભક્તો, આસ્તિકોનું ઝૂંડ દલીલ, શંકા, ટીકા, સવાલ વગર, આંખ બંધ કરી, બુધ્ધિ બંધ કરી ગુરૂ જે કહે તે સ્વીકારવા તૈયાર હોય તો ધર્મોના વેપારીઓ ન વધે તો શું?
    રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતા ન જોખમાય એવું કઈ “સર્વસ્વીકાર્ય” ધાર્મિક સરખું (Uniform) વલણ જરૂરી નથી શું?


    ડો. ભરત દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

    અનાવિલ સાહિત્ય

    વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે. 

    બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે.

    ‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ તેમની રીતે ફાળો આપે જ છે. ચાલો, મારી પાસેના અનાવિલ સાહિત્યના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ.


    અનાવિલ સાહિત્યના મુખ્ય પુસ્તકો
    1. કન્યાદાન દાતા પ્રતિગ્રાહિતા - ડો. ક્લાસ ડબ્લ્યુવાન ડરવિન - ગુજરાતી અનુવાદક : મગનદાસ નાયક (૧૯૮૭) 
    2. અનાવિલ દર્શન - લે. અંબેલાલ ગોપાળજી દેસાઈ (૧૯૯૦) 
    3. Anavils of South Gujrat 2000 - Harish Desai & Hakumar Desai (1995) (ગુજરાતી મૂળ પુસ્તક: 1968 નો અંગ્રેજી અનુવાદ) 
    4. Cradle to Crematorium - Translation in English Harish Desai, Ranjan Desai (ગુજરાતી મૂળ પુસ્તક : પારણાથી પાલખી લે. બકુલા ઘાસવાલા) 
    5. દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રાહ્મણો (૨૦૦૧) - લેખક: અંબેલાલ ગોપાળજી દેસાઈ - સંકલન: ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ 
    6. સંભારણું – ૧ (૨૦૦૪) 
    7. સંભારણું – ૨ (૨૦૦૮) ગત સદીનું શ્રી શુકલેશ્વર અને અનાવિલો - ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
    8. અનાવિલ ઓળખ – ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (૨૦૦૪) 
    9. ઉજાસ – અનાવિલ – ૨૦૦૮ (મેગેઝીન) 
    10. Anavils (Then, Now and …) 
    11. અનાવિલ ધરોહર - સંકલન: હિના દેસાઈ (૨૦૧૯) 
    12. અનાવિલ ધરોહર (નવી આવૃત્તિ) - સંકલન: હિના દેસાઈ ૨૦૨૦ 
    13. અનાવિલ અસ્મિતા અને ગામડાનો વારસો - લે. શ્રીમતી મમતા તેજસ નાયક (૨૦૨૨) 
    14. History of Anavil Brahmins - Dinkar M. Desai (૨૦૦૭) 
    અનાવિલોનો પરિચય આપતાં પુસ્તકો
    1. વાપીથી તાપીની વિભૂતિઓ (૧૯૮૭) - ૫૨૮ પેજિસમાં ૧૧૪ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
    2. વાપીથી તાપીની વિરાસત (૧૯૯૯) - ૫૬૨ પેજિસમાં ૧૦૦ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
    3. અનાવિલ પરિચય ગ્રંથ (૨૦૦૮) - સાહિત્ય સંગમ પ્રકાશન (૬૭૩ પેજિસ) – ૫૦૦+ અનાવિલોનો સચિત્ર પારિચય - રીમા જ્વલંત નાયક અને ચિંતન નાયક - તમે જાણતા હોય એવા લગભગ બધાજ અનાવિલોની વિગતો સમાવતું પુસ્તક. 
    4. શ્રી પારડી – ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ (૨૦૦૯) ૩૩૪ મોટા પાનામાં પારડી તાલુકાનાં અનાવિલોના કુટુંબની વંશવાળી –અનાવિલ મંડળો, જાણીતા મંદિરો સાથે અનાવિલ મહાનુભાવોનો પરિચય આપતું પુસ્તક
    5. Anavil Samaj of Canada Directory (2016) 
    6. અનાવિલ સાહિત્યકારો (૨૦૨૦) - ડો. પ્રફુલ્લભાઈ દેસાઈ (સુરત) 
    7. ગણદેવી તાલુકા અનાવિલ ડિરેક્ટરી - દોલતભાઈ વી. નાયક
    8. ‘સાથી’ વિશેષાંક (૧૯૯૬) - અનાવિલ સમાજ, નવસારી
    અનાવિલોની આત્મકથાઓ / જીવનચરિત્ર 
    1. મારૂ જીવનવૃતાંત – મોરારજી દેસાઈ (૨૦૧૪) 
    2. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – મહાદેવભાઈ નું જીવનચરિત્ર - લેખક : નારાયણ દેસાઈ (૧૯૯૨) 
    3. મુકસેવક અને બોલતાં હૈયા (૧૯૮૪) - કાન્તિદર્શી ડો. મણિભાઈ દેસાઈ (૨૦૧૪) 
    4. વિદ્યા-સ્મૃતિ (૨૦૦૮) - વિદ્યાબેન ઈશ્વરભાઈ નાયક 
    5. શ્રી દયાળજી સ્મૃતિગ્રંથ (૧૯૭૮) 
    6. કલાવીદ્દ (જશુભાઈ નાયક કળા વિશેષાંક) 
    7. દિલનું સ્મિત – એક સફર 
    8. પરાગજી નાયક – એક સમર્પિત અનાવિલ લે. રમેશ તન્ના (૨૦૧૬) 
    9. પ્રેમિલાબેન ભુપેન્દ્ર નાયક (૨૦૦૫) 
    10. શ્રી યોગેન્દ્ર 
    11. શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (૨૦૦૯) 
    12. કલાગુરુ શ્રી જશુભાઈ નાયક સ્મૃતિઅંક (જય શુકલેશ્વર) ૨૦૧૪ 
    13. પ્રો. ડી.જી વશી – ઊંચું ધ્યેય અને પ્રચંડ પુરૂષાર્થ ૧૯૯૯ 
    14. શહીદ બાપુભાઈ વશી 
    15. કર્મયોગી કિકુભાઈ ગુલાબભાઈ નાયક 
    16. શ્રી મોરારજી દેસાઈ – યશવંત દોશી (૧૯૯૭) 
    17. મારી શિક્ષણ યાત્રા. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ નાયક (૨૦૦૫) 
    18. મારા સંસ્મરણો ડો. જે.હી.દેસાઈ (૨૦૨૦) 
    19. શ્રી સુરેશભાઈ દેસાઈ (નવસારી) 
    20. ડો. બી.જી.નાયક – વેગામ મોરી માવડી - આર.ડી.દેસાઈ
    21. ભારતરત્ન શ્રી મોરારજી દેસાઈ ડો. મોહનભાઈ પાંચાલ (૧૯૯૫) 
    22. માનવરત્ન શ્રી મોરારજી દેસાઈ 
    23. રાજપુરુષ મોરારજી દેસાઈ, દિપક બી.વશી. (૨૦૧૬) 
    24. યોગાનંદ સરસ્વતી મહારાજ (ગાંડા મહારાજ) 
    મને આશા છે કે આ વિગતો જાણીને અને વાંચીને આપસૌ અનાવિલ સાહિત્ય નું મહત્વ સ્વીકારશો. આ બધા પુસ્તકો હું અનાવલ જય શુકલેશ્વર ધામમાં (મારા ગયા પછી) આપનાર છું – તે સહેજ જાણ ખાતર.

    નમ્ર અપીલ: વાંચકોમાંથી દરેકને અનાવિલ સાહિત્યના પુસ્તકો અને અનાવિલોની આત્મકથા મને પહોંચાડવા નમ્ર અરજ કરું છું. મહેરબાની કરીને અનાવિલોને લગતા દરેક પુસ્તકો મને ડો. ભરત દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફિડર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૮૦ સરનામે અચૂક મોકલશો.

    ડો. ભરત દેસાઈ 
    બીલીમોરા
    ૨૮/૦૧/૨૩

    Brain Power Sharpeners

    Windy Suzuki (Professor of Neural Science at New York University), 55, did research on the brain and found out that you can grow a bigger and happier brain with meditation and exercise. This neuroplasticity of new brain cells sprouting new connections and new blood vessels feeding more oxygen (fuel) to neurons could be done with food, exercise, focus, sleep care, games, and meditation at any age from childhood to even the elderly. Using advanced brain imaging techniques, researchers found out how wonders are done with the above six factors in improving memory, thinking skills, creativity, and reducing the risk of dementia. Avoid brain toxic agents like reduction in sleep hours, lack of activity, and multitasks. Nutritional Supplements and electrical stimulation of brain training programs are hardly of any help.

    Simple techniques to build a better brain.


    Food 

    Eating the right food and skipping the wrongs increases memory and thinking skills.
    • Right Food: Fruits, plant-based diets – Green leafy vegetables – Salad – Spinach, Grilled fish, Carrot, kale, or Collards
    • Wrong Food: Fried food – Potato chips – burgers – soft drinks – red meat and sausage
    Exercise

    Activeness / Move improves the birth and growth of new brain cells increasing memory and alertness. A daily walk of 7500+ steps is a minimum. Doing housework like shopping, gardening, and walking the dog are worth trying. Sedentary life reduces memory.

    Sleep

    It is the watchman cleaning the brain at night and washing away toxins of overthinking. VIII (eight) hours of sleep is a must. Try to stick to eight hours. Regular sleep schedule with sleep quality. Sleep deprivation leads to a decrease in mental focus, recall, and reaction time. They do not forgive each other. Make eight hours regular sleep schedule.

    Activeness

    Don’t do things you don’t like. Pick something you love. Keep learning about it and doing it. People who keep their minds active have slower declines in memory and thinking.

    Playing old-fashioned games like cards, bingo, and chess several times a week, sharpen memory skills and thinking.

    Arts and crafts such as sewing, woodworking, and painting improve brain power.

    Focus

    Focus counts too. Allow yourself to focus on just one thing and go deep. Multitasking and switching your attention from one thing to another disrupts your memory.

    Meditation and Countdown

    Do yoga daily – sit still, breathe deeply, and do Hatha Yoga – Shavasan & Pranayam.

    Yes, the brain can be built to be stronger without dementia at any age.

    Ref. Article: Build a better brain – by Sari Harrar (Reader’s Digest) 

    Dr. Bharat Desai, Bilimora 
    07-Dec-2022