Skip to main content

અનાવિલ સાહિત્ય

વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે. 

બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે.

‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ તેમની રીતે ફાળો આપે જ છે. ચાલો, મારી પાસેના અનાવિલ સાહિત્યના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ.


અનાવિલ સાહિત્યના મુખ્ય પુસ્તકો
  1. કન્યાદાન દાતા પ્રતિગ્રાહિતા - ડો. ક્લાસ ડબ્લ્યુવાન ડરવિન - ગુજરાતી અનુવાદક : મગનદાસ નાયક (૧૯૮૭) 
  2. અનાવિલ દર્શન - લે. અંબેલાલ ગોપાળજી દેસાઈ (૧૯૯૦) 
  3. Anavils of South Gujrat 2000 - Harish Desai & Hakumar Desai (1995) (ગુજરાતી મૂળ પુસ્તક: 1968 નો અંગ્રેજી અનુવાદ) 
  4. Cradle to Crematorium - Translation in English Harish Desai, Ranjan Desai (ગુજરાતી મૂળ પુસ્તક : પારણાથી પાલખી લે. બકુલા ઘાસવાલા) 
  5. દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રાહ્મણો (૨૦૦૧) - લેખક: અંબેલાલ ગોપાળજી દેસાઈ - સંકલન: ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ 
  6. સંભારણું – ૧ (૨૦૦૪) 
  7. સંભારણું – ૨ (૨૦૦૮) ગત સદીનું શ્રી શુકલેશ્વર અને અનાવિલો - ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
  8. અનાવિલ ઓળખ – ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (૨૦૦૪) 
  9. ઉજાસ – અનાવિલ – ૨૦૦૮ (મેગેઝીન) 
  10. Anavils (Then, Now and …) 
  11. અનાવિલ ધરોહર - સંકલન: હિના દેસાઈ (૨૦૧૯) 
  12. અનાવિલ ધરોહર (નવી આવૃત્તિ) - સંકલન: હિના દેસાઈ ૨૦૨૦ 
  13. અનાવિલ અસ્મિતા અને ગામડાનો વારસો - લે. શ્રીમતી મમતા તેજસ નાયક (૨૦૨૨) 
  14. History of Anavil Brahmins - Dinkar M. Desai (૨૦૦૭) 
અનાવિલોનો પરિચય આપતાં પુસ્તકો
  1. વાપીથી તાપીની વિભૂતિઓ (૧૯૮૭) - ૫૨૮ પેજિસમાં ૧૧૪ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
  2. વાપીથી તાપીની વિરાસત (૧૯૯૯) - ૫૬૨ પેજિસમાં ૧૦૦ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
  3. અનાવિલ પરિચય ગ્રંથ (૨૦૦૮) - સાહિત્ય સંગમ પ્રકાશન (૬૭૩ પેજિસ) – ૫૦૦+ અનાવિલોનો સચિત્ર પારિચય - રીમા જ્વલંત નાયક અને ચિંતન નાયક - તમે જાણતા હોય એવા લગભગ બધાજ અનાવિલોની વિગતો સમાવતું પુસ્તક. 
  4. શ્રી પારડી – ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ (૨૦૦૯) ૩૩૪ મોટા પાનામાં પારડી તાલુકાનાં અનાવિલોના કુટુંબની વંશવાળી –અનાવિલ મંડળો, જાણીતા મંદિરો સાથે અનાવિલ મહાનુભાવોનો પરિચય આપતું પુસ્તક
  5. Anavil Samaj of Canada Directory (2016) 
  6. અનાવિલ સાહિત્યકારો (૨૦૨૦) - ડો. પ્રફુલ્લભાઈ દેસાઈ (સુરત) 
  7. ગણદેવી તાલુકા અનાવિલ ડિરેક્ટરી - દોલતભાઈ વી. નાયક
  8. ‘સાથી’ વિશેષાંક (૧૯૯૬) - અનાવિલ સમાજ, નવસારી
અનાવિલોની આત્મકથાઓ / જીવનચરિત્ર 
  1. મારૂ જીવનવૃતાંત – મોરારજી દેસાઈ (૨૦૧૪) 
  2. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – મહાદેવભાઈ નું જીવનચરિત્ર - લેખક : નારાયણ દેસાઈ (૧૯૯૨) 
  3. મુકસેવક અને બોલતાં હૈયા (૧૯૮૪) - કાન્તિદર્શી ડો. મણિભાઈ દેસાઈ (૨૦૧૪) 
  4. વિદ્યા-સ્મૃતિ (૨૦૦૮) - વિદ્યાબેન ઈશ્વરભાઈ નાયક 
  5. શ્રી દયાળજી સ્મૃતિગ્રંથ (૧૯૭૮) 
  6. કલાવીદ્દ (જશુભાઈ નાયક કળા વિશેષાંક) 
  7. દિલનું સ્મિત – એક સફર 
  8. પરાગજી નાયક – એક સમર્પિત અનાવિલ લે. રમેશ તન્ના (૨૦૧૬) 
  9. પ્રેમિલાબેન ભુપેન્દ્ર નાયક (૨૦૦૫) 
  10. શ્રી યોગેન્દ્ર 
  11. શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (૨૦૦૯) 
  12. કલાગુરુ શ્રી જશુભાઈ નાયક સ્મૃતિઅંક (જય શુકલેશ્વર) ૨૦૧૪ 
  13. પ્રો. ડી.જી વશી – ઊંચું ધ્યેય અને પ્રચંડ પુરૂષાર્થ ૧૯૯૯ 
  14. શહીદ બાપુભાઈ વશી 
  15. કર્મયોગી કિકુભાઈ ગુલાબભાઈ નાયક 
  16. શ્રી મોરારજી દેસાઈ – યશવંત દોશી (૧૯૯૭) 
  17. મારી શિક્ષણ યાત્રા. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ નાયક (૨૦૦૫) 
  18. મારા સંસ્મરણો ડો. જે.હી.દેસાઈ (૨૦૨૦) 
  19. શ્રી સુરેશભાઈ દેસાઈ (નવસારી) 
  20. ડો. બી.જી.નાયક – વેગામ મોરી માવડી - આર.ડી.દેસાઈ
  21. ભારતરત્ન શ્રી મોરારજી દેસાઈ ડો. મોહનભાઈ પાંચાલ (૧૯૯૫) 
  22. માનવરત્ન શ્રી મોરારજી દેસાઈ 
  23. રાજપુરુષ મોરારજી દેસાઈ, દિપક બી.વશી. (૨૦૧૬) 
  24. યોગાનંદ સરસ્વતી મહારાજ (ગાંડા મહારાજ) 
મને આશા છે કે આ વિગતો જાણીને અને વાંચીને આપસૌ અનાવિલ સાહિત્ય નું મહત્વ સ્વીકારશો. આ બધા પુસ્તકો હું અનાવલ જય શુકલેશ્વર ધામમાં (મારા ગયા પછી) આપનાર છું – તે સહેજ જાણ ખાતર.

નમ્ર અપીલ: વાંચકોમાંથી દરેકને અનાવિલ સાહિત્યના પુસ્તકો અને અનાવિલોની આત્મકથા મને પહોંચાડવા નમ્ર અરજ કરું છું. મહેરબાની કરીને અનાવિલોને લગતા દરેક પુસ્તકો મને ડો. ભરત દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફિડર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૮૦ સરનામે અચૂક મોકલશો.

ડો. ભરત દેસાઈ 
બીલીમોરા
૨૮/૦૧/૨૩

Comments

  1. ભરતભાઈ તમે આ પુસ્તકો વિશે ની માહિતી આપી અનાવિલ સમાજ પર ઉપકાર કર્યો છે. ખુબ ખુબ આભાર 🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. Thank you, Mamataben. Bharatbhai

      Delete
  2. Dr. ભરતભાઈ ,ખૂબ ખૂબ આભાર.. અનાવિલ પુસ્તકોની માહિતી આપવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ

    ReplyDelete
  3. કલ્પેશ દેસાઈ - કુકોWednesday, 01 March, 2023

    અનાવિલ પુસ્તકોની માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, ભરતભાઈ.

    ReplyDelete
  4. Thank you very much for providing the information about Anavil Books

    ReplyDelete
  5. ખૂબ સરસ આભાર સાહેબ. આપેલા લિસ્ટમાં ઉમારસાડીનાં "મોનજી રૂદર" પુસ્તક જણાતું નથી..

    ReplyDelete
    Replies
    1. Send me the book on MONJI RUDAR to add to my collection!

      Delete

Post a Comment

Thank you for your comment!

Popular This Week

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth.

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.

લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો

છૂટાછેડા (Divorce) : છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage) Without marriage, there is no divorce Marriage can be easily done but not divorce Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life. કારણો Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ Lack of Love: પરસ્પર પ્રેમ Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ આ પરંપરાગત કારણો સિવાયના હાલનાં કારણો ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં અને છેલ્

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય   પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

વહાલનું અક્ષયપાત્ર - પુસ્તક પરિચય

વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો!   “વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે. કોઈ જાતની કટુતા, ટી

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બ