આઝાદીનો અમૃત મહોત્સવ

આઝાદીનો અમૃત મહોત્સવ
પ્રવચક: ડો. ભાસ્કર આચાર્ય, સુરત

બીલીમોરા વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ અને મારા અત્યંત નજીકના સ્નેહલ મિત્ર ડો. ભરતભાઈ દેસાઈ, મંત્રીશ્રી ઉર્મિલાબેન દેસાઈ અને વરિષ્ઠ નાગરિક મંડળના સજ્જનો અને સન્‍નારીઓ.

શુભ સવાર. સૌને નમસ્કાર.


આઝાદીના અમૃતમહોત્સવ વિશે ઘણાં બધાં પાસાંઓને આવરીને હું માટું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરીશ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવ ઉપરાંત ભારતની આઝાદીના સંઘર્ષમાં ગાંધી, જવાહરલાલ નહેડું, વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ગોપાળકૃષ્ણ ગોખલે, ખાન અબ્દુલગફાર જેવા લડવૈયાઓને યાદ કરવા જ પડે. સાથે ૧૮૫૭નાં પ્રથમ બળવાના નાયક મંગળ પાંડે, ભગતસિંહ, સુખવીર અને રાજબીર જેવા નવલોહિયા શહીદોએ એમના પ્રાણની આહુતિ આપી છે. તેમને પણ શ્રદ્ધાંજાલે આપવી ઘટે. બ્રિટીશરો સામે લડવામાં ગાંધીજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. સત્ય, અહિંસા, ઉપવાસ, અસહકાર જેવાં આયુધો લઈને ભારતને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો હતો.

કદાચ મોહંમદઅલી જિન્હા ન હોત અને ધ્રિટીશરોની ભાગલા પાડો અને લડો એવી નીતિ ન હોત તો દેશ કદાચ વહેલો આઝાદી પામ્યો હોત.

એક મુઠીભર ધ્રિટીશરો સામે તે વખતના ભારતના લોકો ભેગા «ન થયા તે લડત ના આપી, પરિણામ અંગ્રેજોએ ફૂટનીતિ વાપરીને દેશને દુર્દશની ગતિમાં ધકેલી દીધો. દેશનું અમૂલ્ય નાણું, સંપત્તિ તેમજ યુદ્ધમાં વાપરવામાં આવતાં માનવધનનો ધ્રિટીશરોએ ખૂબ જ દુરુપયોગ કર્યો.

અહીં સામે ઉપસ્થિત વરિષ્ઠ મિત્રો, અભ્યાસુ, તજૂજ્ઞ અને અનુભવથી ઘડાયેલા છે. તેમની સમક્ષ હું આઝાદીનો ઈતિહાસ, ભારતની સિદ્ધિઓ, ભારતની નાલેશીઓ અને ભારતના આજના પડકારો વિશે થોડી વાતો કરીશ.

આ ઇતિહાસ અને તેની ઘટનાઓને તમે પાછા યાદ કરશો અને માણશો. આ બધી સાચી માહિતીઓ અને સત્ય કથાઓ પર આધારિત પ્રવચન છે. એમાં કદાચ રોમાંચ ના પ્રકટે, રસ ન પડે, પણ માહિતીનું આદાનપ્રદાન જરૂર થશે.

'દે દો હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ' એવું કવિ પ્રદીપજી ગાંધીજીની અહિંસાને અંજલિઆપવા લખે, એ બરાબર છે. પરંતુ આઝાદી માટે દાયકાઓથી ચાલતો સંઘર્ષ પૂર્ણાહૂતિ સુધી શી રીતે પહોંચ્યો તે સમજવા કવિતાઓ કે દંતકથાઓ કામ ન લાગે, કારણ કે તે પ્રક્રિયામાં સંકળાયેલા છે : અણગમતાં સમાધાન, કારમા આઘાત, ભોગ-બલિદાન, વ્યૂહ રચના, શતરંજ, દેશપ્રેમ સાથે કુનેહની આકરી કસોટી, વાટાઘાટો અને આઝાદીને ગજવામાં ગણતાં લોકોને અંદાજ પણ ન આવે એવા પડકાર.

૧૪ ઓગષ્ટ ૧૯૪૭ની મધરાતે ભારત પરથી અંગ્રેજ સત્તાનો સકંજો દૂર થયો, ત્યાર પહેલાંનો સમય ફિલ્મી લાગે એવાં વળાંકો - પ્રસંગોથી ભરપૂર છે, પણ તે મોટાભાગના લોકોથી મહદઅંશે અજાણ્યો રહ્યો છે.

૧૯૧૫માં ગાંધીજી ફિનિક્સ-સાઉથ આફ્રિકાથી તેમના પંદર શિષ્યોને લઈને મુંબઈ બંદરે ઉતરે છે. ત્યાંથી થોડોક સમય કાંગડી ગુરૂકુલ જઈ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા અને કાર્યપ્રણાલિઓનો અભ્યાસ કરી ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિન્તિકેતન કલકત્તા જાય છે.

રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીથી ૮ વર્ષ મોટા હતા. રવિન્દ્રનાથના 'એકલો જાને રે, તરી હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને રે! ગીતથી ગાંધીજી બહુ જ પ્રભાવિત થયા હતા. રવિન્દ્રનાથનાં બીજા બંગાલી ગીતો અને 'ગીતાંજલિ'નાં ભાવવાહી ગીતો ગાંધીજીને ગમ્યાં હતાં. રવિન્દ્રનાથના શાંતિનિકેતનમાં થોડાક મહિના ત્યાંનુ માળખું અને બીજું ઘણું બધું શીખવા રહેવા માટેની ફિનિકસથી પરવાનગી માંગી હતી.

રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજીના ફિનિક્સનાં કામોથી ન્યૂઝ પેપરતાં અહેવાલોથી જાણીતા હતા. વળી તે બંને વચ્ચે ઘણાં પત્રવ્યવહાર પણ થતા હતા. રવિન્દ્રનાથ ગાંધીજીને “મહાત્મા નાં સંબોધનથી બોલાવતા હતા અને ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોરને 'ગુરૂદેવ' કહી સંબોધતા હતા.

ગાંધીજી એમના શિષ્યવૃંદ સાથે શાંતિનિકેતન જાય છે. ત્યાં રવિન્દ્રનાથને ત્યાં રહેતા તેમના એક ચાહક કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મળે છે.

ગાંધીજીની અહિંસાથી આઝાદી મેળવવાની વાતોથી કાકાસાહેબ પ્રભાવિત થતા નથી. "મને  તમારી અહિંસાના આંદોલનથી આઝાદી મેળવી શકાય એ બાબતનો વિશ્વાસ નથી."

ગાંધીજી કહે, "હમણાં થોડોક સમય હું અહીં રહેવાનો છું. થોડાક મહિના પછી હું નવો આશ્રમ ચાલુ કરવાનો છું. ત્યાં તમે મારી સાથે રહો. ફાવે તો ઠીક, નહીં તો પાછા ચાલ્યા જવાનું."

ગાંધીજીની સાદગી, સુતરાઉ જાડાં કપડાં, કાઠિયાવાડી જેવો ફળિયાવાળો ડ્રેસ, જાતે મહેનત કરી બીજાની વાત ધ્યાનથી સાંભળવી એ કાકાસાહેબને ગમ્યું. એમણે મુઝફરનગરમાં રહેતા એમના એક પ્રોફેસર મિત્ર કૃપલાણીને તાર કર્યો “તમે અહી કલકત્તા શાંતિનિકેતનમાં આવી જાઓ. મોહનદાસ ગાંઘી કરીને એક આદર્શવાદી વ્યક્તિને તમને મળવાનો આનંદ થશે. દેશ માટે મરી કીટે અને અહિંસામાં માનનારો આવો વ્યક્તિ જોવા નહીં મળે.

કુપલાણી શાંતિનિકેતન આવે છે. તેઓ ગાંધીજી માથે ચર્ચા કરે છે. ગાંધીજીને કહે છે "મેં કોલેજમાં ઇતિહાસ ભણાવ્યો છે અને ભણાવું છું. કોઈ પણ દેશની કાંતિ અને આઝાદી માટે હિંસા વગર કશું શક્ય નથી. હું તમારી વાત કેવી રીતે માનું?”

ગાંધીજી કહે, "તમે ભાઈ, ઈીતેહાસ ભણાવો છો, હું તો ભારતની આઝાદી માટે ઈીતેહાસ રચવાનો છું, કે જેમાં અહિંસક આંદોલન, અસહકાર, અન્યાય સાથે ઝઝુમવાનું, સત્યનું આચરણ કરવાનું, ને ઉપવાસથી સામેવાળાનું મનોબળ તોડી નાંખવાનું, એવું કરીશ."

કૃપલાણી આ વાતો થોડા સમય દરારોજ સાંભળે છે. અને ગાંધીજીની સાદગી, શ્રમ, જાતમહેત્તત, વગેરે જોઈને, તેમના અનુયાયી થઈ જાય છે. કાકાસાહેબ કાલેલકરે આ વાત તેમની સ્મરણકથામાં લખી છે. થોડાંક મહિનાઓ પછી, આખા ભારતમાં થોડીક થોડીક જગ્યાઓએ ફરી, લોકોની સાથે ગાંધીજી વાત-ચીતો કરે છે.

પછી, અમદાવાદમાં સાબરમતીમાં કોચરવ આશ્રમમાં ગાંધીજી એક એવો આશ્રમ સ્થાપે છે જ્યાં કોઈ પણ વ્યવસ્થા ન હોય, જ્યાં જાતે જ બધું કામ કરવાનું હોય, જ્યાં એક જ રસોડું હોય, જ્યાં સાદગી હોય, જ્યાં અહિંસાનું આચરણ થતું હોય, જ્યાં હંમેશાં સત્યની જય થતી હોય.

સાબરમતીમાં આશ્રમ સ્થાપવાનું અને ગુજરાતમાં રહેવાનું સૌથી મોટું કારણ ગાંધીજી ગુજરાતીના મતે ગુજરાતી ભાષામાં પહેલા મારા ગુજરાતી બંધુઓને મારા આ આંદોલનને સમજાવું, તેમના પ્રશ્નો સમજું, બીજું ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ છે. તે માટે પૈસાની જરૂર પડે તો મદદ કરે. અને ગાંધીજીની આ વાત સાચી જ રહી.

થોડા જ વર્ષોમાં સાબરમતી આશ્રમમાં ગાંઘીજીને એક-એકથી ચઢિયાતા માનવરત્નો મળે છે. વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવ દેસાઈ, ત્તરહરિભાઈ, રાજેન્દ્રપ્રસાદ, આચાર્ય કૃપલાણી, ઠક્કરબાપા, અને પ્યારેલાલ ભાઈ. આ બધાઓ સાથે ગાંધીજીનું સરસ મજાનું ટયુનિંગ થઈ જાય છે.

૧૯૧૮માં ચંપારણમાં ગળી પકવતા ખેડૂતોનાં આંદોલનમાં ગાંધીજી જોડાયા. આચાર્ય કૃપલાણીનો તેમને સાથ મળ્યો. રાજેન્દ્ર પ્રસાદનો પણ સાથ મળ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટનને ગળીની બહુ જ જરૂર પડી. બિહારમાં ચંપારણમાં ગળીનું ખાસ્સું વાવેતર થતું હતું. પણ બ્રિટેશ અમલદારો, જબરદસ્તી ખેડૂતોને ગળીનું વાવેતર કરવા ફરજ પાડવા માંડયા. અને જે પાક ઉતરે તેની કિંમત પણ જીવી રાખતા, પરિણામે અમલદારોને ઝાઝો નફો થતો અને ખેડૂતોને નુકશાન થતું હતું આના વિરોધમાં ચંપારણમાં ગાંધીજીએ આંદોલન કર્યું. લાંબી લડતને અંતે ગાંધીજીની અને ગળી પકવતા ખેડૂતોની જીત થઈ.

૧૯૧૮માં આવું જ ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં ખેડામાં થયું. આ આંદોલનમાં પણ ગાંધીજી જોડાઈ ગયા. અને તેમણે ખેડૂતોને જીત અપાવી. આ આંદોલન થકી વલ્લભભાઈ પટેલની શોધ થઈ. ગાંધીજીએ તેમને 'સરદાર'નું નામ આપ્યું.

૧૯૧૮ના ચોમાસામાં ખેડામાં ૭૦ ઈચ વરસાદ પડયો. ખેડૂતોને ઝારું નુકશાન થયું. બ્રિટિશ સરકાર આ તોફાની ખેડૂતો કે જેમણે તેમની સામે આંદોલન કર્યું હતું, તેમને મદદ કરવાની ના પાડી. ગાંધીજી બ્રિટિશ સરકાર સામે લડયાને ખેડૂતોને મદદ અપાવી.

૧૯૧૯માં વિશ્વભરમાં ચાલી રહેલા ખિલાફત આંદોલનમાં ભારતીય મુસ્લિમોને ટેકો આપ્યો. બ્રિટન અને તુર્કીના ઝઘડામાં તુર્કીવાદી જતાં તુર્કીના અમુક વિસ્તારો બ્રિટને કબજે કર્યા. અને તુર્કીના ખલીફાની મદદમાં આરંભાયેલા ખિલાફત આંદોલનમાં ગાંધીજીએ ભારતીય મુસ્લ્મોને ટેકો આપ્યો. એક બિન મુસ્લિમ નેતા તરીકેનું ગાંધીનું કામ બ્રિટીશ અખબારો અને પત્રકારોએ વખાણ્યું.

૧૯૨૦ થી ૧૯રર અસહકારના આંદોલનમાં ગાંધીજીએ અસહકારની લડત ચાલુ કરી. બ્રિટીશ સરકારના કામકાજમાં સહકાર આપ્યો નહીં. લોકોએ સરકારી નોકરીમાંથી રાજીનામાં આપ્યાં. પોતાનાં બાળકોને અંગ્રેજી સરકારની શાળામાંથી ઉઠાડી મુક્યાં. સરકારી કચેરીઓમાં લોકાએ કામકાજ માટે જવાનું બંધ કર્યું. આમ, અસહકારના આંદોલનની ભારતભરમાં એક હવા ઊભી થઈ. એક મુઠ્ઠીભર અંગ્રેજો ભારતને કાબૂમાં ના રાખી શકે, તેવી અસર આવી ભારતમાંથી.

માર્ચ-ર૦, ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચની ચળવળ ચાલુ કરી. બ્રિટીશ સરકારને મીઠા પરથી ટેક્સ હટાવવા ર૪ દિવસની ર૪૦ માઈલની ૭૯ પદયાત્રીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી દરિયાકીત્તારા સુધીની કૂચ કરી. આ દાંડીકૂચની બ્રિટીશરો પર ખૂબ અસર થઈ.

૧૯૪૨માં “ભારત છોડો' આંદોલન અને કરેંગે યા મરૅંગે' આંદોલનમાં ભારતની પ્રજા સામૂહિક રીતે જોડાઈ અને બ્રિટીશ સલ્તનત હચ-મચી ગઈ. ગાંધીજી બ્રિટીશ લેખક આલ્ડસ હકસણે અન્ય અજ્ઞાની અંગ્રેજોની માફક લખ્યું હતું કે મહાત્મા ગાંધી પોતડી પહેરીને સાધુનું નાટક કરે છે' પરંતુ જેમજેમ એમને સમજવાનો પ્રયત્ન કર્યો પછી ૧૯૪૫માં લખેલી એમની એક કિતાબ સાયન્સ લિબર્ટી અને પીસમાં લખ્યું હતું કે, ગાંધીજીના સામાજિક અને આર્થિક વિચારો વ્યવહારું છે અને માનવ સ્વભાવને અનુડૂળ છે. વૈજ્ઞાનિકોએ હવા પાણી જેવી પ્રાકૃતિક સંપદા પર સહકારી ધોરણે કામ કરવું જોઈએ.

૧૯૩૧માં ગાંઘીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા ત્યારે રોઈટર સમાચાર સંસ્થાના પ્રતિનિધિએ પૂછયું હતું કે “તમારો શું પ્રોગ્રામ છે?” ત્યારે અળવીતરા ગાંધીએ કાગળમાં લખીને જવાબ આપ્યો હતો 'ભારા સ્વપ્નનું ભારત, જે સ્વતંત્ર હોય, જે લોકોનું હોય, જ્યાં ઊંચ-નીચ જાત « હોય, જ્યાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ «ત હોય, જ્યાં નશીલી ચીજો ન હોય, જ્યાં નાનામાં નાનું લશ્કર હોય.

૧૯૪૭ની ૧૪ ઓષ્ટની મધરાતે વડાપ્રધાન નહેરુ સંસદમાં એમાના ખાસ મિત્રો સાથે પ્રવચન આપી સમજાવતા ત્યારે ગાંધીજી- નોઆબલીમાં તોફાનો અટકાવવા ઉપવાસ પર ઉતર્યા હતા. ગાંધીજીને સત્તાનો કે પદ મેળવવા કોઈ લોભ કે મોહ ન હતા. ગાંધીજીમાં ગ્રામસ્વરાજ્ય કેન્દ્રિત બંધારણની બે યોજનાઓ ૧૯૪૬ અંને ૧૯૪૭માં પેશ કરી હતી.

બીજી દરખાસ્ત તો એ જ દિવસે કરી હતી, જે દિવસે એમને ગોળી મારવામાં આવી હતી. કોંગ્રેસને વિખરી નાંખવામાં ગાંધીનો 'પ્રસિદ્ધ' વિચાર આ બીજી પેશકશમાં હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે રાજકીય વેશભૂષા ત્યજીને સામાજિક સંગઠન બની જવું જોઈએ અને પંચાયતોના દેશવ્યાપી તેટવર્કનું સંચાલન કરવું જોઈએ. કોંગ્રેસી નેતાઓએ આ સૂચન ફગાવી દીધું હતું.

ગાંઘીજી ૧૯૪૨માં કરેંગે યા મરેંગે વખતે દેશવ્યાપિ ખ્યાતિ મેળવીને લોકપ્રિય થઈ ગયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન જર્મની સાથે યુદ્ધમાં માર ખાઈ ગયું હતું. હિટલરના આક્રમક વલણ સામે બ્રિટનના ચર્ચિલ બ્રિટનના લોકાને જાંઘ ચઢાવતા એ કહેતા હવે યુદ્ધના અંતિમ તબક્કામાં છીએ, અને આપણે યુદ્ધમો જીતી જવાના છીએ. તમે બધા મને મદદ કરો. તે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનો પરાજય થયો. પત્રકારોએ જ્યારે ચર્ચિલને કહ્યું કે, તમે વિશ્વયુદ્ધમાં હિટલરથી ગભરાતા હતા ! તયારે ચર્ચિલે કહ્યું, દુનિયામાં હું માત્ર એક જ માણસથી ગભરાઉં છું, તે ભારતના મિ. ગાંધી. એમની સાથે વાત કરતાં મને તકલીફ થાય છે. તે અહિંસાના પૂજારી છે ને ભારતની આમજતતાનું સારું પ્રતિનિધિત્વ કરે છે.

આઝાદીનાં આંદોલન વખતે ભાવિભારતની જે કલ્પના કરવામાં આવી હતી તેનો બહુબધાએ વિરોધ કર્યો હતો. લોકમાન્ય તિલક જેવા અનુયાયીઓએ ક્યું હતું કે હવે માત્ર બે વિકલ્પ બચ્યાં છે કાં ગાંધીને સ્વીકારો કાં જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. તેમણે કહ્યું કે આપણે બધાંએ ગાંધીજીને સાથ આપવો જોઈએ. આ માણસ જ આપણને આઝાદી અપાવી શકે છે.

૧૯૧૯માં બ્રિટનની સંસદે ભારતને થોડા વહીવટી સુધારા આપ્યા, તેના દસ વર્ષ પછી ૧૯૨૯માં કેટલાક વધુ સુધારાઓ આપવા માટે બ્રિટનની સરકારે 'સાયમન કમિશન'ની નિમણૂંક કરી. પણ તેનો વિરોધ થયો. કારણ કે એમાં એક પણ ભારતીય સભ્ય « હતો. અંગ્રેજ સરકારને લાગતું હતું કે ભારતીયો પોતાનું બંધારણ જાતે બનાવી શકે તેમ તથી. જવાબમાં મોતીલાલ ગહેરુતા વડપણ હેઠળ રચાયેલી સમિતિએ નહેરુ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો. તેમાં સંપૂર્ણ સ્વતંત્રતાને બદલે ડોમિનિયિમ સ્ટેટ્સની માંગણી કરવામાં આવી હતી. આનો અર્થ થતો હતો કે ભારતને ઘણી બધી બાબતોમાં સ્વતંત્રતા મળે પણ તેની વફાદારી બ્રિટીશ તાજ પ્રત્યે છે.

નહેરુ સમિતિની જોગવાઈ જવાહર અને સુભાષચંદ્ર બોઝ જેવા નવી પેઢીના નેતાઓને મંજૂર ન હતી. એટલે કોંગ્રેસના ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરૂના અધ્યક્ષપણામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો. એમાં બ્રિટીશરો પ્રત્યે કોઈ વફાદારી પ્રકટ કરવાની ન હતી.

ત્યારથી આઝાદી આંદોલનના બીજા તબક્કામાં દાંડીકૂચથી સત્યાગહને આંદોલનનો જુસ્સો વ્યાપી ગયો.

૧. દાંડીકૂચ પછી ગાંધીજી જેલમાં હતા ત્યારે બ્રિટનમાં પહેલી ગોળમેજી પરિષય યોજાઈ. તેનો હેતુ ભારતને કેવું બંધારણ આપવું, તેની ચર્ચા કરવાનો હતો. પણ ગાંધીજી જેલમાં હોવાથી કોંગ્રેસે પરિષદમાં ભાગ લીધો નહીં.
ર. બીજી ગોળમેજી પરિષદમાં અંગ્રેજ સરકાર ગાંધી અને કોંગ્રેસને બરાબરનો દરજ્જો આપીને કરાર કરે છે. પણ બંધારણના સુધારા તેમજ ભારતની અલગ અલગ કામોમાં અલગ પ્રતિનિધિત્વ જેવા મહત્વના મુદ્દે સમજૂતી થઈ નહી. આ વખતથી ઝીણાએ ઈંગ્લેન્ડમાં વકીલાત ચાલુ કરીને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં ભાંગફોડ ચાલુ કરી.
૩. ૧૯૩૫માં ભારતના જુદા જુદા પ્રાંતોની ચૂંટણીમાં, ગાંધીજીવી આભા અને પ્રચંડ લોકપ્રિયતા ઉપરાંત સરદાર પટેલના પ્રબળ આયોજનથી ચૂંટણીમાં કોંગ્રેસનું પલ્લુ ભારે થયું. આ તબક્કે ૧૯૩૦માં બ્રિટનથી પાછા આવીને ઝીણાએ ભારતમાં મુસ્લિમ લીગની તેતાગીરી સંભાળી.
૪. ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ૧૧ માંથી પાંચ પ્રાંતમાં કોંગ્રેસને ચોખ્ખી બહુમતિ અને ચાર પ્રાંતમાં સૌથી વધારે બેઠકો મળી. મુસ્લિમ લીગને ક્યાંય બહુમતિ મળી નહી. આઠ પ્રાંતમાં

જવાહરલાલ નહેરૂ આપણા સૌ પ્રથમ વડાપ્રધાન બન્યા.

આઝાદી મળ્યા પછીના થોડા સમય પછી બાદ લાલકિલ્લા પરથી સંબોધના જવાહરલાલ નહેરૂ વક્તવ્યના થોડા અંશ સાંભળવા ગમશે.

તુઝે હિન્દુસ્તાન સે યકીન હૈ, ઔર મુઝે ઈસ ભારત કે ભવિષ્ય સે ભરોસા હૈ કિ આઈન્દા ઈસ કી શક્તિ બઢેગી ઔર શક્તિ ખાલી ઈસ તરહસે નહીં બઢેગી કિ વહ શક્તિ એક ફોજી શક્તિ હો. ઠીક હૈ, એક બડે દેશ કી ફૌજી શક્તિ ભી હોની ચાહિયે. લેકિન અસલ તાકત હોતી હૈ ઉસકી કામ કરનેકી શક્તિ, ઉસ કી મહેત્તત કરતે કી શક્તિ, અગર હમ ઈસ દેશ કી ગરીબી કો દૂર કરેંગે, તો કાનૂનો સે નહીં, શોરગૂલ મચાકે નહી. શિકાયત કરકે નહીં બલ્કે મહેનત કરકે. એક એક આદમી-બડા ઔર છોટા, મર્દ-ઓરત ઔર બચ્ચા મહેનત કરેગા.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.




૭૫ વર્ષની સિદ્ધિઓ પર એક નજર
  • - ૧૯૪૦માં ૫૦૭ થી વધારે દેશી રજવાડાંઓનું વિલનીકરણ એ સરદાર વલ્લભભાઈ પટેલની મહાત સિદ્ધિ હતી.
  • - ૧૯૫૦માં ૨૪મી જાન્યુઆરી બંધારણ લાગુ થયું અને મહિલાઓએ પ્રથમવાર મતાધિકાર મળવો શરૂ થયો.
  • - ૧૯૫૧ લોકસભાની પ્રથમ ચૂંટણી ખડગપુરમાં હવેથી પ્રથમ આઈ.આઈ.ટી.ની સ્થાપના
  • - ૧૯૫૨ રાજ્યસભાની સ્થાપના. ગૃહનું પ્રથમ સત્ર.
  • - ૧૯૫૩ ઈન્ડિયન એરલાઈઝસની સ્થાપના થઈ.
  • - ૧૯૫૪ સ્ટેટ બેંક ઓફ ઈીન્ડયાની સ્થાપના થઈ.
  • - ૧૯૫૬ એલઆઈસીની સ્થાપના થઈ.
  • - ૧૯૫૭ માં “મધર છીન્ડિયા' પ્રથમ હિન્દી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઈ.
  • - ૧૯૬૩ ભાખરાતાંગલ બંદા તૈયાર થયો.
  • - ૧૯૬૫ હિન્દી દેશની સત્તાવાર ભાષા બની.
  • - ૧૯૭૧ બાંગલાદેશને ભારતે આઝાદ કર્યું.
  • - ૧૯૭૪ પોખરણ સફળ પરમાણું પરીક્ષણ
  • - ૧૯૮૩ ટીમ છીન્ડિયા કપિલદેવના કેપ્ટનશીપ હેઠળ વિશ્વવિજેતા ટીમ બની.
  • - ૧૯૯૦ કુવૈતમાંથી સૌથી મોટુ એર લિફ્ટ થયું
  • - ૧૯૯૨ સત્યજીત રાયને ઓસ્કારનો લાઈફટાઈમ એચ્ડીવમેન્ટ એવોર્ડ મળ્યો.
  • - ૨૦૧૪ દેશ પોલિયો મુક્ત થયો.
  • - ૨૦૧૭ વન નેશન વન ટેક્સ અંતર્ગત જીએસટી લાગુ કરાયો.
  • - ૨૦૧૮ સ્ટેચ્યુ ઓફ યુનિટિ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ
  • - ૨૦૧૯ ૩૭૦ મી કલમ નાબૂદી
  • - ૨૦૨૦ અયોધ્યા રામમંદિરનો પાયો નંખાયો
  • - ૨૦૨૧ સ્વદેશી કોરોના વેક્સીન ર૦૦ કરોડ લોકોને ડોઝ અપાયા.
  • - ૨૦૨? સૌપ્રથમ પ્રાઈવેટ ટ્રેન કોઈમ્બતૂરથી શીરડી વચ્ચે ચાલુ થઈ.
૭૫ વર્ષની કેટલીક ભારેખમ યાદો

સ્વતંત્રતા ના ૭૫ વર્ષની ર૪ ઘટના જેની છાપ દેશના માનસ પર હજી ભૂલાઈ તથી.
  • ૧) ૧૯૪૭ ભારત-પાકિસ્તાન ભાગલા - ૨ કરોડ લોકો એક દેશમાંથી બીજા દેશમાં ગયા. ૧૦ લાખ લોકોના મોત થયા.
  • ૨) ૧૯૬ર ભારત-ચીન યુદ્ધ. ભારતને યુદ્ધમાં ખાસુ નુકશાન થયું. ભારતીય સેનાની ભારે ખુવારી થઈ.
  • ૩) ૧૯૬૫ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું બન્ને પક્ષે ખાસી ખુવારી થઈ. ભારત યુદ્ધ જીત્યું.
  • ૪) ૧૯૭૧ બાંગ્લાદેશની પ્રજાને સમર્થન આપવા ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યુ. ૨૪ માર્ચ ૧૯૭૧માં બાંગ્લાદેશની સ્થાપના થઈ.
  • પ) ૧૯૭૪ જયનારાયણની છીદેરાગાંધી સરકાર સામે પ્રજાએ ગુસ્સો બતાવ્યો.
  • ૬) ૧૯૭૫ છીદેરાગાંધીએ ર૫ જુન ૧૯૭૫ના રોજ કટોકટી નાંખી
  • ૭) ૧૯૮૪ ઓપરેશન બ્લ્યુ સ્ટાર : અલગ ખાલિસ્તાની માંગ કરનાર આતંકિઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી.
  • ૮) ૧૯૮૪ ૧ નવેમ્બર ૧૯૮૪માં ઈીદેરાગાંધીની હત્યા થઈ. બીજા દિવસ શીખ વિરોધી રમખાણો થયાં. ૧૫૦૦૦ લોકો માર્યા ગયા.
  • ૯) ૧૯૮૪ ભોપાલ ગેસ દુર્ઘટના- યુનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી ર૫ હજાર લોકો મરી ગયા.
  • ૧૦) ૧૯૮૫ શાહબાનો કેસ: પચ બાળકોની માતા શાહબાનોને છૂટાછેડા પછી પતિ પાસે ભરણપોષણનો ચુકાદો આપ્યો. સુપ્રિમકોર્ટના ચુકાદાને અવગણીને પતિને સરકારે કાયદો બનાવી જવાબદારીમાંથી મુક્ત કર્યા. ખરેખર ખોટું પગલું ભરવામાં આવ્યું.
  • ૧૧) ૧૯૯૨ રાજીવગાંધીની હત્યા
  • ૧ર) ૧૯૯ર બાબરી મસ્જિદ ધ્વંસ
  • ૧૩) ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ
  • ૧૪) ૧૯૯૯ કારગીલ યુદ્ધ ભારતની જીત
  • ૧૫) ૧૯૯૯ કંઘહાર હાઈજેકીંગ
  • ૧૬) ર૦૦૦ મોહંમદ અઝરૂદીન અને અજય જાડેજા મેચ ફિક્સીંગમાં ગુનેગાર થયા. ભારતીય ક્રિકેટનું કાળું કૌભાંડ
  • ૧૭) ૨૦૦૧ ગુજરાતમાં કચ્છમાં ભૂકંપ
  • ૧૮) ર૦૦૧ સંસદ પર હૂમલો
  • ૧૯) ૨૦૦૧ ગોધરાકાંડ એક હજાર લોકોના મોત
  • ૨૦) ર૦૦૪ દક્ષિણ ભારતમાં 'સુનામી' ૧૬,ર૭૯ લોકોએ જાન ગુમાવ્યા.
  • ૨૧) ૨૦૦૮ મુંબઈમાં તાજ હોટલ પર આતંકવાદી હુમલો
  • રર) ર૦૧૦ દંતેવાડા હત્યાકાંડ નકસલવાદી હુમલો
  • ૨૩) ર૦૧૨ તિર્ભયા ગેંગ રેપ કેસ
  • ર૪) ૨૦૧૩ ઉત્તરાખંડમાં પુર પૌચ હજાર લોકો મૃત્યુ પામ્યા
  • ૨૫) ર૦૨૦ કોરોના : લાખો લોકો કારોનામાં મોતને શરણ થયાં.

ભારતના આજના પ્રશ્વો
  • ૧. વસ્તીવધારો
  • ૨. હિન્દુ મુસ્લીમ તણાવ
  • ૩. ભારતના પડોશી ચીન અને પાકિસ્તાન સાથે વારેઘડી છમકલાં
  • ૪. નિરક્ષરતા
  • પ. બેકારી, અભ્યાસક્રમ પછી જીવન જીવવાનું શીખાડવાતું નથી.
  • ૬. ન્નોકરી અને ધંઘો મેળવાની તિષ્ફળતા
  • ૭. ડ્રગ્સ અને દારૂનું સેવન
  • ૮. આપઘાત અને માનસિક રોગોના આક્રમણ
  • ૯. મોબાઈલનું વળગણ- કલાકો મોબાઈલ સાથે જોડાઈ રહેવું અને અણગમતી સાઈટ જોઈ મગજ બગાડવું.
  • ૧૦. બળાત્કાર અને સ્ત્રી હત્યા
  • ૧૧. આર્થિક લેવડ-દેવડના ગુનાઓ વધી રહ્યા છે.
  • ૧ર. હરામનું અને મફતનું ખાવાવાળા લોકોની વધતી સંખ્યા.
  • ૧૩. કામચોરી અને અપ્રમાણિકતાથી જીવન ગુજારવું.
  • ૧૪. ૨૧મી સદીમાં પાણીનો સૌથી મોટો પડકાર- આ દેશમાં થયો. એના માટે રમખાણો થશે.
  • ૧૫. એટલા બધાં વ્ડીકીલ થઈ ગયાં છે કે પાર્કિંગ માટે જગ્યા મળશે નહી. બીલીમોરાની અંદર આવવું હશે તો ચીખલી આગળ ગાડી પાર્કિંગ કરવું પડશે.
આઝાદીના ૭૫ વર્ષમાં પત્રકારત્વ, સાહિત્ય, નાટક, કવિતા, નવલકથા, ફિલ્મો રમતગમતોમાં પણ ઘણો નવો અને સરસ વળાંક આવ્યો.

રવિન્દ્રનાથ ટાગોરની 'ગીતાંજલી' અને સત્યજીત રાયની ફિલ્મો એ કદાચ એક જમાનામાં ભારતની ઓળખ હતી.

પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન, દેશપાંડે, ઉમાશંકરભાઈ જોષી, કનૈયાલાલ મુન્શી, કાકા કાલેલકર જેવા અસંખ્ય લેખકોએ વિશ્વભરમાં તેમના સમકાલીન બીજી વિદેશી ભણતા લેખકો સાથે બરાબરી કરી.

શાસ્ત્રીય સંગીતકારોમાં પંડિત રવિશંકર, બિસ્મિલ્લાખાન, ઝાકિર હુસેન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ આખા યુરોપ - અમેરિકાને મંત્રમુગ્ધ કરી દીધા.

આ આપણી સાંસ્કૃતિ ભવ્યતાની એક કહાની છે.

આઝાદીના ૭૫ વર્ષના મહોત્સવમાં ભારતીય ફિલ્મોમાં દેશભક્તિ વિશે તમારી સાથે વાત ન કરીએ તો આજનું વક્તવ્ય જરાક ફિકું લાગે.
  • દેશભક્તિની ભાવના જગાડતી ફિલ્મો આઝાદી મળ્યાં અને પછી અઢળક બની. આઝાદી પહેલાં લોકાને એક્ઝૂટ કરવા માટે તથા વિશ્વાસ ટકાવી રાખવામાં આ ફિલ્મો મદદરૂપ બની. તો બાદમાં દેશ પ્રત્યેનું ગૌરવ ધરાવતી ફિલ્મો બની છે.
  • ભારતમાં આઝાદી સાથે ગીત-સંગીતથી કેવો નાતો હતો, તેવી શ્રેષ્ઠ મનાતી હિન્દી ફિલ્મોમાં મળે છે. ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ વર્ષમાં એવા બે દિવસ છે, જ્યારે દેશના શહેર-શહેર કે ગામડે-ગામડે દેશભક્તિનાં ગીતો વાગે છે. જો કે, આ હિન્દી ફિલોમોનાં દેશભક્તિનો પાનો ચઢાવે તેવા ગીત ગાવાથી દેશભક્તિની ખરેખર કોઈ લાગણી વહેતી નથી. કદાચ આ દંભ છે.
  • સૌપ્રથમ ૧૯૪૩માં અશોકકુમાર અને મુમતાઝ અભિનીત ફિલ્મ 'કિસ્મત'માં દૂર હટો યે દુનિયાવાલો, યે હિન્દુસ્તાન હમારા હે! ગીત લખીને એક તરખાટ મચાવી દીધો હતો. કવિ પ્રદીપે અંગ્રેજી અક્ષરથી બચવા બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને તેના સાથી દેશોની જોરે જબરાઈ સામે આ ગીત લખ્યું હતું. પણ તેમાં અદ્રશ્ય દેખો ભારતીય સ્વાતંત્ર્ય અંગે લોકોમાં પાનો ચઢાવવાનો હતો. જો કે ર૦૨રમાં પણ આ ગીત કેમ જાણે એટલું જ લોકપ્રિય છે.
  • આઝાદી પછી ૧૯૪૮માં દિલીપકુમારની 'શહીદ' ફિલ્મ આવી હતી. મોહંમદ રફીએ રાજા મહેંદીઅલી ના શબ્દોમાં ગાયેલું વતન કી રાહમેં વતન કે નૌ જવાન શહીદ હો' દિલીપકુમાર સુભાષચંદ્ર બોઝના ઈન્ડિયન નેશનલ આર્મીમાં ભરતી થાય છે ને સંદર્ભમાં ફિલ્મની કથા હતી.
  • ૧૯૫૭માં બી.આર. ચોપરાની “નયા દોર' બની. તેમાં તેમણે નહેરૂ અને ગાંધીજીના ભારતનો હદ બતાવ્યો હતો. તેનો નાયક દિલીપકુમાર આઝાદ ભારતના યુવાન હતાં. પણ હૈયે ગાંધીના ભારતનો પ્રેમ હતો. સાથી હાથ બઢાના, એક અકોલા થક જાયેગા' આ થે દેશ હૈ વીર જવાનોં કા' આજે પણ આ ગીતો એટલા જ લોકપ્રિય છે.
  • યશ ચોપરાએ ૧૯૬૧માં શશીકપુર-માલાસિંહા સાથે ધર્મપુત્ર' ફિલ્મ બનાવી તેમાં 'સારે જહાં સે અચ્છ હિન્દોસ્તા હમારાં' ગીત હતું.
  • ૧૯૬૨માં મહેબુબખાનની (સન ઓફ છીન્ડિયા' ફિલ્મ આવી હતી. ફિલ્મમાં આઝાદી સંબંધી કોઈ વાત ન હોતી પણ “નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જયહિંદ, જયહિં, જયહિંદ!" ગીત આજે પણ આઝાદીની ઉજવણીમાં રંગેચંગે ગવાય છે.
  • ૧૯૬૪માં ફિલ્મ લીડરમાં અપની આઝાદી કો હમ હરગિઝ મીટા સકતેનહી' ગત દર્શકોમાં જોશ ભરી દીધો હતો. આજ સમયગાળામાં ૧૯૬૨-૬૩માં ભારતે ચીનના હાથે સિયાચીનમાં હાર ભોગવવી પડી હતી.
  • ૧૬૯૪માં ચીન સાથે યુદ્ધ પછી ફિલ્મે હકીકતે (કર ચલે હમ ફો જાન-ઓ-તન સાથિયો ગીત મોહંમદ રફીએ ગાઈને કમાલ કરી દીધી. કેફી આઝમી મરતે દમ સુધી લડતા સૈનિકોના ગોરવ અને પીડાને યાદગાર રીતે દર્શાવી હતી.
  • ૧૯૬૫માં મહેન્દ્રકુમારની શહીદ ભેરા રંગ દે બસંતી ચોલા' ગીતે ધૂમ મચાવી દીધી. આ ગીતમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના પાત્ર સાથે અઘતન ગીત વણી લેવાનું કે લોકોએ હસું ખાઈ લીધું.
  • ૧૯૬૭માં મહેન્દ્રકુમારની “ઉપકાર' ભેરે દેશકી ઘરતી સોના ઉગલે' ગીતે દેશભરમાં ડંકો બજાવી દીધો.
તો આ હતી ૧૯૭૦ની ફિલ્મો અને દેશપ્રેમની કહાની. ૧૯૭૦ થી ર૦૨૨ સુધીમાં બીજી ઘણી ફિલ્મો આવી. એમાં ગદર અને લગાન નોંઘપાત્ર હતી.

ગુલામીમાંથી કેટકેટલા સંઘર્ષ બાદ દેશને આઝાદી મળી હોય અને એ આઝાદીને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં હોય ત્યારે આવી આ ભવ્ય ઉજવણી કરી, એમાં કશું ખોટું નથી. ઉજવણી કરવી જ જોઈએ અને કરી પણ ખરી. રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાનો આનાથી બીજો કોઈ રૂડો અવસર ના જ હોઈ શકે. દેશના યુવાનોમાં દેશપ્રેમનું પ્રાકટય થાય એ જરૂરી છે. જે દેશમાં રહીએ એ દેશને પ્રેમ કરવો જ જોઈએ. અને આ પ્રેમ નક્કર હોવો જોઈએ. માતૃભૂમિનો દરજ્જો મા થી પણ વિશેષ હોય છે, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. માણસના જીવનમાં મા અને માતૃભૂમિનું એક વિશેષ સ્થાન હોય છે.

ભક્તિ એ તો આંતરિક અનુભૂતિનો વિષય છે. એ પછી દેશભક્તિ હોય કે ઈશ્વરની ભક્તિ હોય. એમ પણ માતૃભૂમિ અને ઈશ્વર એ બંન્ને જણાં એકબીજાથી જુદા છે ? જ્યાં ભક્તિ હોય ત્યાં દંભ અને દેખાડો ઓછો અને હૃદયની સાત્વિક અનુભૂતિ વધુ હોય છે. પણ આપણી વાત સાવ અલગ છે. આપણે

ભલે વાત દરિયાની કરતા હોઈએ, પણ આપણી દેશભક્તિ ચમચીમાં સમાઈ જાય તેટલી ના હોવી જોઈએ.

૧૫ ઓગષ્ટ કે ર૬મી જાન્યુઆરી આવે ત્યારે આપણી અંદર દેશભક્તિનો જુવાળ ઉછળે છે અને બીજા દિવસે પાછું શમી જાય છે. ભ્રષ્ટાચાર કરતો માણસ ભ્રષ્ટાચાર કરતો જ રહે છે અને કરચોરી કરનાર કરચોરી કરતો જ રહે છે. યાદ રહે, ઘરે ઘરે ત્રિરંગા રાખવાથી કે વોટ્સએપ સ્ટેટ્સ કે ફેસબુક સ્ટેટ્સ ઉપર ત્રિરંગો ચોંટાડી દેવાથી દેશ પ્રત્યેની આપણી ફરજ પૂરી થતી નથી. દેશ પ્રત્યે આપણા સૌની અપ્રતિમ ફરજો છે. દેશપ્રેમ એ એક ફેશન બની જાય એ ૪ ચાલે, દેશ પ્રેમ એક પેશન-જુસ્સાભરી લાગણી-બનવી જોઈએ.

સરકારી કર્મચારી પોતાની નિષ્ઠાથી કામ બજાવે, ડૉક્ટરો અને શિક્ષક કે ઈજનેર પોતાના કામને રાષ્ટ્રધર્મ સાથે જોડીને કરે. જ્યારે દેશનો દરેક નાગરિક ઈમાનદારીથી ટેક્સ ભરે, દેશનો દરેક વિધાર્થી કોઈપણ પરીક્ષા ઈમાનદારીથી આપે, દેશમાં દારૂ મળતો બંધ થઈ જાય, ડ્રગ્સનું બેફામ સેવન થતું અટકે, બળાત્કારને સ્ત્રી હત્યાના કિસ્સાઓ દેખાતા બંધ થઈ જાય ત્યારે આઝાદીનું ખરેખર અમૃત પ્રકટ્યું હોય તેવું કડી શકાય. આપણને સૌને ઈમાનદારી અને નિષ્ઠાનું વળગણ ચોંટેલું રહે તે જ ખરેખર આ મહોત્સની ફળશ્રુતિ છે.

ટૂંકમાં દરેક વ્યક્તિ પોતાની ફરજને વફાદાર બનીને કામ કરતો રહે, એટલે આપોઆપ ત્રિરંગો લહેરાતો થઈ જશે. રાષ્ટ્રપ્રેમ એ કોઈ પ્રોજેક્ટ તાથી. રાષ્ટ્રપ્રેમ એ વ્યવસ્થા છે. દેશના નાગરિકને નાગરિક ધર્મ અને ફરજની સમજણ પડવી જોઈએ. દેશને કઈ રીતે વફાદાર થઈ શકાય, તેનો પ્રોટોકોલ દરેક માણસે જાતે જ પાળવો જોઈએ.

રાષ્ટ્રીય ચેતના માટે અત્યંત ઉચ્ચકોટિની સંવેદનશીલતાની જરૂર હોય છે. આ ત્યાં સુધી આવતી નથી જ્યાં સુધી વ્યક્તિ નૈતિકતાના સોપાનની પ્રથમ સીડી ચઢતો નથી. આથી દેશપ્રેમના પ્રતિક તરીકે ત્રિરંગો ભલે લહેરાવજો, એમાં કશો વાંધો નથી, પણ તમે દેશ માટે એક આદર્શ પરિણામ મેળવી શકશો નહીં. જ્યાં સુધી ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવાનું અભિયાન શરૂ «ત થઈ જાય ત્યાં સુધી કશું નૈતિક રીતે મળવાનું થી.
મોટાભાગના આપણા નાગરિકોના દિલમાં ભરેલી દેશદાઝ દિમાગ સુધી પહોંચતી નથી. ભારતીયતા આપણી લાગણીઓમાં છે, પરંતુ વિચારોમાં નથી. રાષ્ટ્રભાવના પ્રદર્શન કે ભાષણબાજીનો વિષય નથી. એ એક આદર્શ જીવનશૈલી છે.
મહર્ષિ અરવિંદના પાંચ સપનાઓ હતા,
  1. સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું.
  2. ભારતની પ્રજાની જાગૃતિનું સંવર્ધન કરવું.
  3. ભારત પૂરા વિશ્વમાં વસુધૈવ કુટુંમ્બકમ્‌ની ભાવના દ્રઢ કરે.
  4. ભારત વિશ્વને આધ્યાત્મિક ભેટ આપે.
  5. ભારતમાં રહેતા પ્રત્યેક માનવમાં તેની આંતર ચેતનાનો વિકાસ થાય.

આઝાદીના પંચોતેર વર્ષ માટે મહર્ષિ અરવિંદના સપનાઓ પુરાં થાય ત્યારે લોકાએ, પ્રજાએ તેમની પ્રમાણિકતા અને એક અદ્દભૂત નવી પ્રણાલિ અને કાર્યશૈલીમાં જોડાવું જોઈએ. આશા છે આપને આ વક્તવ્ય ગમ્યું હશે.

કરે કોઈ આઝાદીની ચર્ચા,
કરે કોઈ ઉત્સવોની ચર્ચા,
ઉજવણી તો પુરી થઈ
બાકી રહી બેકારની ચર્ચા
ભૂખે મરતાઓને કહી દો,
જરા થોભે ને રાહ જોએ
હજી ચાલે છે એ પ્રશ્નો ઉપર
સરકારતી ચર્ચા
હતા જે ભાર ઉજવણીત્ના માથા પર
એ “નો? તુ થાકનું કારણ,
ગયા થાકી હકીકતમાં કરીએ ઉજવણીના ભારની ચર્ચા.
ગરીબી ભ્રષ્ટાચાર હટી જાશે તો
નેતાઓનું શું થશે ?
પછી કોણ કરશે અહીં
કૌના ભલા ઉદ્ધારની ચર્ચા?
વહે છે દંભ, આડંબર અને છલનાઓ
દેશભક્તિના પ્રવચનોથી
અમે કરતા રહ્યા કાયમ
ફક્ત માર્ગદર્શન-ઉપચારની ચર્ચા.

જય હિંદ!


ડો. ભાસ્કર આચાર્ય, સુરત
તા. : ર૮-૦૮-રર

Nashik Tour

My daughter Vaishali invited us to join her on the Nashik tour for three days. We happily accepted her invitation and three of us – Vaishali, my wife Dr. Bhavna and myself began for the Nashik Tour. Vaishali and I had prepared the timetable after studying Google – Wikipedia and whatnot. We had already visited Nashik four times. So our expectations were clear. 


Nashik is known as one of the most religious cities in India related to Ramayana time around 5000 years back Treta yug. Nowadays, it can boast of being the big Industrial Estate and Indian Capital of wine manufacturers. Shirdi - home of the revered Saint Sai Baba, Trimbakeshwar temple at Trimbak, and Saptashringi are important tourist attractions nearby. From Bilimora one can go to Nashik via Saputara or Dharampur. We choose Dharampur – Kaparada route. During the rainy season, the forests were in a great mood with greenery all around with hills and valleys making a great scenery worth enjoying. The road was shown by google-map-so there was hardly any confusion. Yes, after Dharampur you do not have any restaurants or rent rooms till Kaparada. And same is the story after Kaparada to Nashik. So keep this in mind. We could enjoy the tour full of natural glory and be in no hurry to reach, so speed was slow enough to make the maximum pleasure.


I am not writing this essay for essay competition so I will not be academically perfect. I will not tell about all the places worth visiting but I will restrict only to my experience of Nashik.


The word Nashik is derived from the Sanskrit word ‘Nashika’ meaning nose. It is more relevant because the story of cutting the nose of Suparnakha by Laxman in her attempt to seduce Rama prevails. Nashika (Nose) ultimately became Nashik.


Well, there is ‘Kumbh Mela’ every twelve years with holistic dipping in tiver Gadovari at Panchavati by Lakhs of Sadhus and the Public of India, you cannot even imagine how stay, food and taking bath (Snan) by lakhs of people at one place is managed by Governor machinery!


Panchvati, Nashik

  • Panchvati is a place having five (Panch) huge banyan trees (at Vati = “Vad” tree) on the bank of river Godavari. 
  • Lord Rama stayed here for fourteen years after exile. He stayed here with his wife Sita and brother Laxman. Kidnapping of Sita (Sitaharan) by Ravana took place here. 
  • Dr. V. R. Rao (Professor of Anthropology) says: Definitely, the events described in Ramayan occurred here in reality. 
  • Panchavati is an area on the bank of a river. It is comparable to Har-ki-Paudi Ghat of Haridwar. 


Ramkund:


27x12 sq. mt. bathing tank on the bank of River Godavari is known as Ramkund because Lord Ram is said to have bathed here during 14 years of exile. This was built in 1696 AD by Chitrarao Khatarkar. Ashti Visarjan Tirth (Ashes of bones of dead immersion spot) Lord Rama performed his father King Dasharath’s funeral rights here by doing bone immersion. According to popular belief it ashes of a dead relative immersed here he attains Salvation. ‘Dip’ in this tank is believed to fulfill one’s desires/wishes and free oneself from one’s sins.


Sita Caves (Sita Gufa):


A temple near Kalaram temple is surrounded by five banyan trees. Ravan kidnapped Sita from this place (Sitaharan). Sita worshipped Lord Shiva – ancient Shivlinga still exists in the cave. The cave has idols of Ram–Sita and Laxman. A narrow small staircase entry is the only way to go inside.


Shri Kalaram Temple:


Situated just nearby (500 mts.) Ramkund is this old Hindu Shrine in the Panchvati area. Because the idol of Lord Rama is made of black stone, it is known as Kalaram (the black-colored Lord Rama). The architectural design of Trimbakeshwar. The summit of this temple is made up of 32 tons of Gold. The temple is surrounded by an enclosure that comprises 96 pillars. The black body of Vishnu turned white while taking a bath here in river Godavari.


Tapovan:


Tapovan is a forest place (van) where Ram, Laxman, and Sita (Tap) the religious prayers. It is a Sangam (confluence) of Rivers Kapila and Godavari. They spent maximum time here. The place is dedicated to Lord Shri Ram as a founder. Laxman temple is a place where he met Ravan’s Sister Suparnakha and Laxman cut her nose when she tried to seduce Rama. There are Mahalaxmi, Lambe Hanuman, and many other temples.


You can find a place known as Laxman Rekha (the line drawn by Lakshman asking Sita not to cross one), but she ignores this and crosses Laxman Rekha when Ravan kidnaps (Sitaharan). While in Tapovan, do see:

  • Sita Agni Kund
  • Kapila Godavari Sangam
  • Suparnakha Temple
  • Sarva Dharma temple
  • Laxman Rekha and


Ramji Vanvas Kutir (Ram’s Forest Residence):

So, Nashik is a place where (5000 years back) Lord Ram–Sita and Laxman stayed for fourteen years of exile. Panchavati is a holy place near the river bank of Godavari where they took baths and Tapovan is a place where they stayed and did prayers. So do not miss Panchavati and Tapovani.

Hotel Stay:

Good hotels of higher stars have a staff of pleasing manners – respecting you all the while – smiling and they are well dressed to make you feel comfortable and happy.

The rooms have clear drapes on the bed with eye-pleasing cleanliness of the room and washrooms.

We are supplied with soaps, shampoos, shaving kits, sugar, tea, coffee & milk sachets for preparing tea coffee. After paying high bills, some of us are tempted to carry home all such disposables. They are not costly items nor they are of much use at home, so such greediness is controlled.

American breakfast offers multiple items – like fruits, fruit juices, tea-coffee-biscuits, bread, cakes & pastries – with Dosas, idlis, poha, and upama. All in all, you see more than 50 items to eat. Be cautious here, you are a disciplined controlled diet-eating person. Do not think of money spent and overeat, you may get ill. The same is the story of dinner serving 99 items – Limit yourself to a few choicest items needed to satisfy hunger or you will be in trouble and make others also irritated.

Pandava Caves (alias Trirashmi Buddha Caves):

The name is misleading because the place has nothing to do with the five brothers of Mahabharata Pandava. 3 km away from Nahik these 25 caves are on the hill situated at 3004 feet height above the sea level. You have to climb around 300+ steps to reach the place. The steps are scientifically, placed not more than 9” in height, and their feet flat walk after each step making your climbing easy! 2000 years old caves were built by Queen Badamp mother of Satavahana king Satakarni. Caves are meant for Buddhist monks to provide them shelter, and do religious meetings with discourses and prayers. One of the caves – cave no eleven is a Jainism cave having cells inside for stay and religious activity. Queen’s Cave or Gantamniputra Vihara.

The largest of all is cave no. 3 – three known st having 41’ wide x 46’ deep hall with 18 cells of 9’x7’ for monk’s prayers. The carvings on the entrance show a picture of two men and a woman. The entrance has six pillars. The inscriptions tell the history of King Vashisthaputra Pulumavi 120 BCE. A Chaitya is carved on the back wall of the cave side wall and has the Dhammachakra and Bodhi tree carved. The second largest named Nahapada Vihara is 4.3’ wide & 45’ deep.

You can have glimpses of the industrial city Nashik from the height showing the round dome of the Buddha stupa and multi-storeyed buildings with roads and railway. The name of the hill ‘Trirashmi” means three rays of sunlight. If you have seen Ajanta – Elora caves, these caves have hardly anything to see. If you are not a trekker by nature, you can skip the trouble of climbing up. Well, ultimately the choice is yours.

Trirashmi Buddha Smarak:

Stupa 8 km away from Nahik near the hill for Pandava Caves, is a must-visit place. The shrine has a big dome-shaped circular hall echoing even the most feeble sounds. It can be called a stupa possessing a golden statue of Lord Buddha in the Abhaya Mudra (fearlessness pose). It is a silent zone to maintain silence for meditation. Whether Buddhist or not, inner peace and a sense of calmness are certainly gained here by just sitting for a while and doing meditation. Seeing is believing.

Trambak:

Stinking! If you understand the meaning of this word you would avoid visiting such a place. Its poor cleanliness with dirty waste, smelling unbearably bad from gutters that makes such a bad scene – no one can hardly bear and tolerate it – even for a small while. Unfortunately, this is true for all religious places – I do not know even one exception be it Trimbakeshwar, Dakor, Somnath, Bhimashankar, or Nashik for example.

However religious you are long walk with bare foot in a queue for an hour or more crossing three / four specially made halls for queuing for visitors before reaching the central part of the temple will reduce your faith in God to be seen to zero! So, either you raise your dirt tolerance or cancel the visit.

With this foreword, let me tell you about Trimbak, situated 30 km away from Nashik. It has a temple of Lord Shiva named Trimbakeshwar. It was built by Nanasaheb Peshawa in black stone between 1755-86 AD. It is believed that Lord Ganesha was born here. Revered sage Gautama worshipped Lord Shiva here to get relief from sin following the killing of a cow (Gauhatya). This temple is one of the twelve Jyotirlinga temples of India. God is seated in the depression on the floor. River Godavari begins at Brahmagiri mountain at 1298 meters height. Despite my strong faith in Hinduism, I am hardly ever ready to visit such a place!

Shravan:

Nashik is full of history related to Ramayana telling about fourteen years of Ram-Lakshman-Sita's stay during exile. Shravan is also a part of Ramayan because he was killed by King Dasharatha while he was fetching water for his parents on the riverbank. The most important part of his life is to care for his parents, carrying them in one basket on each side of a stick (kavad) generally used to carry water from the river. Parents were debilitated-blind and old- but this son took all the pains to travel holy places carrying them on his shoulders on a stick - kavad. So, old and senior parents remember ‘Shravan’ when they are treated with extraordinary care by their offspring. They call them ‘Shravan; when children make them travel to holy places.

Coins & History Museum, Trambak:



I have a hobby of coin collection, so I was curious to visit this place. Though less than 10-15 people visit this place every day, I would advise you to go. They have presented all types of coins with stories and histories related to them. The physical presentation of stone, metal, and paper money is certainly worth seeing. The second part deals with the history of India with pictures and stories related to India. Do spare as much time as possible and see the coins.

Sula Wines Visit:

Derived name ‘Sula’ from mother’s name ‘Sulabha’ by the owner's son, Sula Vineyard, was the first of its kind to start preparing different wines only twenty-one years back. And now Nahisk is a famous city for wines with 300+ wine manufacturers like York Winery, Vallone Vineyouds, Soma Vivegard, and many others. To know the details, you have to visit the place within at least three hours. They show the process of preparing wines first and then seat us for tasting six different wines. The guide gives 10-15 ml of wine after telling about the method of holding a glass, the effects of wines, and the characteristics with alcohol contents of each. Generally, wines do not cross 15% alcohol. Then you can sit in a restaurant to enjoy the food you like. They have prepared photo-shooting points all around. Visit each with your photo as a selfie or otherwise.

If you have your vehicle, better drive with it or Rixavalas will ask for an unimaginable charge like 600 Rs. or more for a return journey of less than 10 km.

We had a long time spared to be there. My daughter Vaishali, my wife Dr. Bhavana, and I went there. We enjoyed the visit to the vineyard and “Wine tasting Session” with 20 more people. The photo session will mark a lifetime memory!

The return journey from Nashik was via Trambak – Vikramgadh – Manor to Mumbai. Curved Hilly area road, with height at places with rainy season greenery and raining off & on. A worthwhile experience one should ever have – we had! Though driving is not easy – a good vehicle and slow driving by an experienced driver make the journey safe and pleasant. Have you ever traveled in a big vehicle with only three people inside without any hurry whatsoever and enjoyed the nature-only goal? Do try.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન - શાંતાબા વિદ્યાલય, કુકેરી

વ્હાલા વિદ્યાર્થીમિર્ત્રો,

લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) ના પ્રમુખશ્રી લા. મીનાબેન દેસાઈ અને અમે સૌ સભ્યો આપની સાથે થોડી આત્મીયતા કેળવવા આવ્યા છે ત્યારે મારે થોડી વાતો દિલ ખોલી કરવું છે.

વહાલા બાળકો, ખાસ તો અમે તમારી ભણવાની ધગશને બિરદાવવા અહી આવ્યા છીએ. મારે સ્વીકારવું છે કે તમને નવાઈ લાગશે પણ ખરેખર હકીકતમાં ૬૦ વર્ષ પહેલા તમારા જેવડો હું હતો ત્યારે જેટલો હોંશિયાર હતો તેના કરતાં તમે સૌ-ગણા વધારે હોંશિયાર છો. તેથી તમારે ફક્ત ધ્યાનથી અને ખંતથી અભ્યાસ કરવાની જરૂર છે. ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ બેઠું છે!



મારે તમને માર્ગદર્શન એકાગ્રતા, સ્વ સાથે સંવાદ, સમયવ્યવસ્થાપન, અને આરોગ્ય બાબતે આપવું છે.

એકાગ્રતા (Mindfulness)

થીચ-ના-હાન નામના વિયેટનામિ બુદ્ધ સંપ્રદાયના વિચારક–શિક્ષક અને સમાજસેવક તેમના પુસ્તક ‘આર્ટ ઓફ પાવર’ ('Art of Power' by Thich Nhat Hanh) માં એકાગ્રતા વિષે સરસ સમજ આપે છે. તેઓ કહે છે: અભ્યાસ જેવી કોઈપણ પ્રવુતિ કરતી વખતે (૧) આપણે જે કઈં કાર્ય કરીએ છીએ તેજ બાબતે ધ્યાન–વિચાર–પ્રવૃત્તિ સંપૂર્ણપણે ૧૦૦% ધ્યાન કેન્દ્રિત કરીને કરવાની છે. (૨) ત્યારે ભૂતકાળ કે ભવિષ્યના વિચારોમાં ખોવાવાને બદલે પૂર્ણપણે વર્તમાનમાં રહેવાનું છે. (૩) જે કોઈ સ્થળે છો તે જ સ્થળે રહેવાનું છે અને બીજા સ્થળોને યાદ કરવાના નથી. અને આમ એકજ કામ દા.ત. અભ્યાસમાં ૧૦૦% પરોવાઈ જવાનું છે. પરિણામ ચોક્કસ મળશે. કારણ, તમે એક સાથે ઘણા બધા કાર્યો કરવાને બદલે એક કામ કરો છો. (Instead of multitasking, restrict to unitask.)

સ્વ સાથે સંવાદ (Monologue)

લેખક (Paul Dupuis) પોલ તેમના પુસ્તક ‘ધી રૂલ ઓફ 5’ (The Rule of Five) માં સ્વ સાથે સંવાદ કરવાનું સૂચવે છે. તમારા કાર્યો અને વિચારો વિષયક જાતે મનોમંથન કરો. તમને સમજાશે કે તમે કાર્ય બરાબર કર્યું છેકે હજી વધારે સારી રીતે કરી શકત ? તે પ્રમાણે સુધરો. Have I done the best or I would have done better ?

સમય (Time)

સમય વ્યવસ્થા (Time Management) જન્મથી મરણ સુધીનો નક્કી સમય મર્યાદિત છે. તે પાછો લાવી શકાતો નથી – જે સમય ગયો તે કાયમ માટે ગયો! What is gone is gone, forever! સફળતાની એકમાત્ર ચાવી ‘સમય’ ની મહત્તા સમજો – સ્વીકારો અને પ્રવૃત્તિઓ સમયમર્યાદામાં કરો અને પૂર્ણ કરો. સવારે વહેલા ઊઠો – પાંચ વાગ્યે આદર્શ. મોડામાં મોડા રાત્રે વહેલા સુઓ – નવ વાગ્યે આદર્શ, મોડામાં મોડા દસ. Early to bed, early to rise leads a long life. દિવસે કરેલા અભ્યાસનું રાત્રે મનન કરી જશો, તો મગજને વિષયની માહિતી સંગ્રહ કરવાની અનુકૂળતા રહેશે. (Reflection Time)

આરોગ્ય (Health)

છેલ્લે, પણ ખૂબ મહત્વની વાત. દર વર્ષે એકવાર, આરોગ્યની પ્રાથમિક તપાસ નિયમિત કરાવો. વજન – ઊંચાઈ – પોષણ – દ્રષ્ટિ – ડાયાબિટિશ – વિગેરે માહિતી આપતી તપાસ ફરજિયાત છે – અભ્યાસને અવરોધક રોગો પ્રાથમિક અવસ્થામાં જાણી લેવાથી વધારે નુકશાન રોકી શકાય છે. શરીરની સ્વસ્થતા આગળ વધવા માટે અનિવાર્ય છે.

માનસિક સ્વાસ્થય માટે જરુરી સૂચનાઓ (Mental Health)
  • મિત્રતા કેળવો
  • મિત્રો અને સગા – સંબંધીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવો 
  • સ્વભાવે આનંદી બનો. સ્મિત કરતાં રહો. Keep Smiling.
  • આશાવાદી બનો 
  • પોતાને મૂંઝવતી વાતોની મિત્રો સાથે ખુલ્લામને ચર્ચા કરી ઉકેલ લાવો. મગજમાં રાખી ખોટી હતાશા ન અનુભવો. 
આશા છે વિદ્યાથીઓ, આપણે મારી વાતો દ્વારા કઇંક નવું શીખવાનું મળ્યું હશે.

ચાલો, થોડી બીજી વાતો કરીએ.

આપણી સુરખાઈ શાળાના સ્વપ્નદ્રષ્ટા પરિમલભાઈના સાસુજી ડાહીબેન પી. પરમાર નિવૃત શિક્ષિકાને લેખક બીરેનભાઈ કોઠારીએ ગુજરાતનાં વિશિષ્ઠ વ્યક્તિઓને સમાવતું પુસ્તક “ગુર્જર રત્ન” (એક આદર્શ વાચક હોવાને નાતે) અર્પણ કર્યું ત્યારે લેખકોની ડાહીબેન સાથે આત્મીયતા જાણી બીરેનભાઈ અને રાજનીભાઈ પંડ્યા તેમણે બિરદાવવા કુકેરી સુધી આવ્યા. ડાહીબેન આપણને બે બોધપાઠ આપ્યા.
  1. નિયમિત નવા નવા પુસ્તકો વાંચતાં રહો. પુસ્તકોથી વિશેષ કોઈ મિત્ર નથી.
  2. પુસ્તકો ખરીદતા રહો અને સારા લગતા પુસ્તકો ખરીદીને મિત્રો – સગાસંબધીઓને ભેટ આપતા રહો.


૨૨-૦૬-૨૦૦૨ શાંતાબા વિદ્યાલય, કુકેરી

સુરખાઈ કુકેરી મારા રૂમ પાર્ટનર ડો. બી.જી.કોડિયા (મોંઘા)નું  ગામ, મારા ૧૯૬૩ ના અબ્રામા હાઈસ્કૂલના શિક્ષક શ્રી અભેસિંહ એચ પરમારનું ગામ, મારા બીજા રૂમ પાર્ટનર ડો. લક્ષ્મણસિંહ સોલંકીના સાળા ચંદ્રસિંહ આર. ડોડિયાનું ગામ અને છેલ્લા વીસ વરસથી મારા પત્ની ડો. ભાવનાના સહકર્મી ડો. પ્રથમેશ પરમારનું ગામ, મને એટલી ખબર કે અહી રજપૂત સમાજના સોથી વધારે વ્યક્તિઓ શિક્ષક – કે શિક્ષિકાઓ છે. ઘણા વખતથી શાંતાબા વિદ્યાલય, કુકેરી વિષે વાંચેલું અને પરિમલભાઈ પરમાર વિષે ખાસ અહોભાવ જાગેલો – પણ આ વિદ્યાલયની પ્રથમ મુલાકાત, ૧૭-૧૦-૨૦૨૧ના રક્તદાન યજ્ઞમાં આવેલા મારા પત્ની ડો. ભાવનાને લીધે, મારી પુત્રી વૈશાલી સાથે થઈ – જોગાનુજોગ મારી ૭૧મી જ્ન્મ તારીખ આ શાળામાં ઉજવાઈ ગઈ!

મૃત્યુનું મનોમંથન

ભારતમાં જન્મને શુભ અને મૃત્યુને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે.


ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે!

કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ્પીટલમાં રિબાઈ રિબાઈને મારે છે.

કુદરતી ક્રમ મુજબ, જ્ન્મ, યુવાવસ્થા અને ઘડપણ આવે છે. ત્યાર પછી ઘડપણની દુર્બળતા અને મૃત્યુ નિશ્ચિત છે. આપણે મર્ત્ય છીએ, તો આપણે સમજવું રહ્યું કે વૃદ્ધત્વ નો કોઈ પણ ઈલાજ નથી. તેથી મૃત્યુથી ભાગી શકવાના નથી. તો ચાલો, મૃત્યુને સમજીએ, જાગીએ, તૈયાર થઈએ અને નક્કી કરીએ કે મૃત્યુને કઈ રીતે સ્વીકાર્ય અને બહેતર બનાવી શકાય. Being mortal is the truth.

વૃદ્ધત્વને કોઈ ઈલાજ નથી - ઘડપણમાં બહેરાશ આવે, દ્રષ્ટિ અને સૂંઘવાની શક્તિ ઘટે, કરચલી પડે, યાદશક્તિ-વિચાર શક્તિ ઘટે (Dementia), દાંત પડી જાય, સ્નાયુઓ પાતળા થાય કે સાંધાઓ સખત થાય જેવી ઘટનાઓ વહેલી-મોડી બને જ છે. અને છેલ્લે મૃત્યુ અવશ્યંભાવિ બને છે. Death can not be prevented. ત્યારે દરેક વ્યક્તિએ વૃદ્ધત્વની વિભાવના સમજી જાતે અંત સમયે કઈ રીતે વર્તવું તે સમજવાની જરૂર છે. હકીકતમાં ડૉક્ટરો પણ મરણાસન્ન વ્યક્તિને શું કહેવું કે કઈ રીતે કહેવું તે બાબતે સ્પષ્ટ નથી.

જીવનનો હવે કેટલો વખત બચ્યો છે? કે પછી હવે મરવાની કેટલી વાર છે? તે તદ્દન અનિશ્ચિત છે અને કોઈપણ કહી શકતું નથી.
વર્તમાન આધુનિક સમાજવ્યવસ્થામાં, મા-બાપ અને સંતાનો જુદા જુદા રહે છે – સાથે રહેતા નથી પણ બન્ને સ્વનિર્ભર છે અને સ્વતંત્ર છે અને બન્ને ને પરસ્પર જુદાઇ – એકલાપણું ફાવી ગયા હોય છે, ત્યારે કદાચ વૃદ્ધાવસ્થાની માંદગી જો સંતાન સાથે રહેવાની ફરજ પાડે તો, તે વૃદ્ધોની સ્વતંત્રતા અને મનપસંદ એકાકીપણાનો અનિવાર્યપણે ભોગ લે છે.
ડોક્ટરો અને હોસ્પિટલની સારવાર

મરણાસન્ન માંદગી (terminal illness)થી ગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિની સારવાર હોસ્પિટલના વોર્ડમાં, ઘનિષ્ટ સારવાર કેન્દ્ર (ICU – intensive care unit) ખાતે કે ઘરે થઈ શકે છે.

હોસ્પીટલમાં દાખલ કરીને ઓપરેશન, રેડિઓથેરાપી કે કિમોથેરાપી જેવી રોગોને અનુલક્ષીને જરૂરી સારવાર કરી શકાય છે ત્યાર પછી, છેલ્લી સ્થિતિમાં (ICU) ઘનિષ્ટ સારવાર વિભાગમાં રાખી ઑક્સીજન, વેન્ટિલેટર કે ડીફિબ્રિલેટર જેવી વિવિધ સારવાર અપાતી હોય છે અને તે સિવાય દુખાવો દૂર કરી શકાય તેવા ઘરગથ્થું ઈલાજ સાથે ઘરે રાખી શકાય છે. આમ, 1) Hospitalk Nursing Home - હોસ્પિટલ, 2) ICU (ઘનિષ્ટ સારવાર વિભાગ) કે 3) ઘર વચ્ચે પસંદગી કરવાની હોય છે. છેલ્લા તબક્કામાં, સારવાર છતાં સારા થવાની શક્યતા ન હોય ત્યારે, ઘરે જ રહીને બચેલું જીવનના અંતિમ તબક્કામાં, સગાં સ્નેહી-મિત્રો સાથે રહે, પીડામુક્ત, માનસિક જાગૃતિ સાથે સામાજિક વાતાવરણ વચ્ચે રહી શકાય છે. ઘરે રાખવાના સાધનોમાં, પંપ (pain pump), નેબ્યુલાઈઝર (શ્વાસમાં લેવાની દવાયુક્ત સાધન), ઓક્સિજન અને દુખાવાનાશક દવાઓ (medicine box) છે. ઘરે ઈલેક્ટ્રિકલ બેડ રાખી ડૉક્ટર અને નર્સને જરૂરી સમયે બોલાવવાથી આવીને મદદરૂપ થાય (Doctor-on-call) એવી વ્યવસ્થા પણ કરી શકાય (Hospice pallaiative care). 

ડોક્ટરની ફરજ દર્દી માટે ત્રણ રીતે વહેંચી શકાય:
  1. વાલીપણું: ડોક્ટરને દર્દી માટે જે સારવાર યોગ્ય લાગી હોય તે દર્દી એ સ્વીકારવાની. વૃદ્ધ દર્દી નબળા હોય, ગરીબ હોય કે સ્વભાવે ડોકટરમાં વિશ્વાસ ધરાવતા હોય ત્યારે વાલીપણાનો સંબંધ ઝડપથી બંધાઈ જતો હોય છે. 
  2. માહિતી આપનાર: ટેકનિકલ એક્સપર્ટ તરીકે ડૉક્ટર બધું જ જણાવી દે છે. પછીથી દર્દીએ જાતે-પોતે સારવારનો નિર્ણય લેવાનો હોય છે. તમે ગ્રાહક છો, ડૉક્ટર સારવારને લગતી બધી શક્યતાઓ સમજાવી દે પછી વિગતો-વિકલ્પો જાણી સમજીને દર્દીએ પોતે નક્કી કરવાનું હોય છે. 
  3. માર્ગદર્શન: ડૉક્ટર અને દર્દી રોગ અને તેની સારવારની વિગતોની ચર્ચા કર્યા પછી ડૉક્ટર દર્દીને શું યોગ્ય રહેશે તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે. આમ દર્દી અને નિષ્ણાત સહિયારો નિર્ણય લે છે. 
ડૉક્ટરો સારવાર ન કરાવવાથી થતી સ્થિતિ વિષે દર્દીને ભયભીત કરી મુક્તા હોય છે, પણ જે ખાસ જરૂરી છે તે સારવાર આગળ વધારવાથી આવનાર ભયાનક સ્થિતિનું ચિત્ર સ્પષ્ટપણે જણાવતા નથી.
ઓપરેશન, રેડીએશન કે કિમોથરપી જેવી સારવાર કરવાથી કે નહીં કરવાથી થતી તકલીફો-થનાર સ્થિતિની વિગતો દર્દીને વિગતવાર સમજાવવાની ખાસ જરૂર હોય છે. 

દર્દીને પોતાની સરવારને લગતી ઈચ્છાઓ (Break point discussion)
  1. હ્રદય અટકી જાય તો, કૃતિમ રીતે ચલાવવું કે નહીં? 
  2. અંતિમ સમયે, વેન્ટિલેટર + ઈન્ટયુબેશન (Ventilator + Intubation) કરાવવું કે નહીં? 
  3. ખાઈ ન શકો એવી સ્થિતિમાં નળી દ્વારા (Gastric tube) પોષણ લેશો કે નહીં? 
  4. જીવતા રહેવા માટે ક્યાં સુધી સારવાર લંબાવવી અને ક્યારે અટકવું તે અંગેના પોતાના નિર્ણયો શું છે? 
દરેક વૃદ્ધે આ બાબતે પોતાના નિર્ણયો નજીકના સ્નેહીઓને લેખિત અથવા મૌખિક વિગતવાર જણાવવા જોઈએ – જેથી તેને યોગ્ય ન્યાય આપી શકાય.

Death with dignity (Assisted suicide): ખાવાપીવાનું બંધ કરીને, કૃત્રિમ શ્વાસ ન લઈને અને નળીથી ખાવાનું ન લઈને માનપૂર્વકનું અકુદરતી મૃત્યુ લાવી શકાય છે.

સાધારણ રીતે, દરેક વ્યક્તિ મૃત્યુ ઘરમાં (at home), શાંતિથી અને સ્વજનો/મિત્રોના સમૂહ વચ્ચે ઈચ્છતો હોય છે. અંત સમયે, લાગતા-વળગતાઓને Good bye, I love you, I am sorry, Thank you, ફરી મળીશું, હું તમને પ્રેમ કરું છું, મને માફ કરશો કે ધન્યવાદ જેવા વચનો કહેવા માંગતો હોય છે.

અંત સમયે, વ્યક્તિ દયામણા થયા વિના નિર્ભયતાથી, શાંતિપૂર્વક, ઈશ્વરની પ્રાર્થના કરતાં કરતાં, શ્રદ્ધાપૂર્વક વિદાય થવા માંગતો હોય ત્યારે વ્યક્તિને (હોસ્પિટલને બદલે) ઘરે શા માટે ન રાખી શકાય?
વિલુપ્ત થવાની ભૂમિકા (dying role) સમયે, મરણાસન્ન લોકો ગરિમાભેર, આનંદથી, પોતાનો અંત સંપૂર્ણ સંતોષપૂર્વક લાવે તે બાબતે આપણે મદદરૂપ થઈશું કે પછી ત્રાસદાયક વેન્ટિલેટર માં ગોંધી – કરૂણ મોતને હવાલે જ કરીશું?

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે.

ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બોલીઓ–કાઠિયાવાડી, ચરોતરી, ચૌધરી અને દક્ષિણ ગુજરાતની લોકબોલીઓનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. મેઘના ટંડેલે આપેલી એવોર્ડ વિષયક માહિતી જાણવા જેવી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક,સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને કુમાર ચંદ્રક એવોર્ડ દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા અપાય છે. 


ગુજરાતી ભાષામાં પ્રાથમિક અભ્યાસ 

માતૃભાષાનું ગૌરવની ઉજવણી કરતી વખતે થોડું ઉદાસ થવાય તે અનોચિત નથી, કારણ કે વર્તમાનમાં માબાપો બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણાવવું ફરજિયાત હોવાનું માને છે અને બાળક માતૃભાષા ન શીખે તો કોઈ નાનમ અનુભવતા નથી. ત્યારે ચાલો, એક આશાનું કિરણ “નવી શિક્ષણ નીતિ” દ્વારા દેખાયું છે. આ નીતિ મુજબ બાળકને ધોરણ પાંચ સુધીનું શિક્ષણ સમગ્ર ભારતદેશમાં પોતાની માતૃભાષામાં શીખવવું ફરજિયાત બનાવાયું છે. હકીકતમાં માતૃભાષામાં ભણતા બાળકનો નૈસર્ગિક વિકાસ સરળ અને ઉત્તમ કક્ષાનો થાય છે, તે ભૂલવા જેવુ નથી. કદાચ ગુલામી કે પછી પોતાની માતૃભાષા માટે ગૌરવનો અભાવ–અંગ્રેજી ભાષાને સર્વોત્તમ માનવા પ્રેરતો હોય તો નવાઈ નથી. 

ગુજરાતી ભાષામાં વાતચીત

પરસ્પર વાતચીત દરમ્યાન કે લખાણમાં વધારે પડતું અંગ્રેજી વાપરવાની ટેવને લીધે, ઘણીવાર આખું વાક્ય ક્યારેય શુદ્ધ ગુજરાતીમાં બોલાતું નથી. અરે, બે ગુજરાતી જાણનારા વ્યક્તિઓ પણ પરસ્પર અંગ્રેજીમાં વાત કરતાં હોય ત્યારે શું થાય ? પોતાની ભાષા માટે અભિમાનનો અભાવ – ગૌરવનો અભાવ અને અંગ્રેજી ભાષા વિષે ખોટો ઊંચો અભિપ્રાય સિવાય શું હોય શકે ?ગુજરાતી ન સમજતા–કે–ગુજરાતી લખાણ કે વાતચીત ન કરી શકતા બાળકો એ વર્તમાનની વિચિત્રતા જ નથી શું? ચાલો કંઈક સમજીએ.

આપણી માતૃભાષા લુપ્ત થતી ભાષાઓની યાદીમાંથી ક્યારે નીકળે? જ્યારે આપણે સૌ માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ અને દૈનિક વ્યવહારમાં માતૃભાષા જ બોલીએ–લખીએ. 

માતૃભાષા ગુજરાતી ગમતું નથી – અને અંગ્રેજી આવડતું નથી પણ બોલવું છે.  

- બીરેન કોઠારી (‘ગુજરાતમિત્ર’ ૩-૩-૨૨)

હકીકતમાં અતિશુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત છે, કારણ આવા પાત્રો ઉપહાસને પાત્ર બને છે અને અતિશુદ્ધ ભાષામાં સંવાદ સાધવો ખરેખર મુશ્કેલ છે.

પ્રાંતવાર અને પેટા પ્રાંતવાર આપણે ત્યાં વિવિધતાવાળી અલગ અલગ ગુજરાતી ભાષાની તદ્દન જુદી પડતી બોલી ચલણમાં છે. જેને અન્ય બોલીવાળા લોકો ઉપહાસની નજરે જુએ છે. વર્તમાનમાં ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ વધતો ચાલ્યો છે–અંગ્રેજી મિશ્રિત ગુજરાતી વર્ણશંકર ભાષા બની ચૂકી છે ત્યારે, શુદ્ધ ગુજરાતીનો સહજપણે ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો કોઈપણ ભાષા–પોતાના બળે જ–તકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. 

આપણો ધર્મ ગુજરાતીનો વ્યાપક ઉપયોગ કરવાનો છે, બાકી મૃત થવાની કે લુપ્ત થવાની ફિકર કરવાની કોઈ ફેર પડશે નહીં.

તો, ચાલો આપણે ગુજરાતી ભાષાનો ઉદભવ સમજીયે અને ત્યારબાદ માતૃભાષાનું મહત્વ જાણીએ.


ગુજરાતી ભાષાનો ઉદ્દભવ
લે. હર્ષ પટેલ, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

આપણી ગુજરાતી ભાષાએ ભારત યુરોપિયન પરિવારની છે. ઉત્તર ભારતની તથા યુરોપની લગભગ બધી જ ભાષા ભારત યુરોપિયન પરિવારની છે. આ પરિવારની મુખ્ય 10 શાખા છે : ગ્રીક, ઇટાલિક, કેન્ટિન, જર્મેનિક, સ્લાવોબાલ્ટિક,અર્મોનિયન, આલ્બેનિયમ, હિટ્ટાઈટ, તોબારી, ભારત, ઈરાની. આમાંથી આપણો સંબંધ ભારત ઇરાની સાથે છે. ઈ.સ.પૂર્વે 3500ની આજુબાજુ ભારત યુરોપિયન પરિવારના લોકો મધ્યએશિયા અને તેની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા. (બહુ મોટી સંખ્યામાં ફેલાયેલા)

કેટલાક કારણોસર સ્થળાંતર થતાં પરિવારનું વિભાજન થાય છે. તે સમયગાળો એટલે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસસ્થળાંતર થતા કેટલાક લોકો યુરોપ તરફ, કેટલાક અન્ય દિશા તરફ અને કેટલાક ઈરાન તરફ પ્રયાણ કરે છે ઈરાનમાં થોડો સમય સ્થાઈ થાય છે. ઈ.સ. પુર્વે 1500ની આસપાસ કોઈ ધાર્મિક વૈમનસ્ય ઉભું થતા તેમાથી ઘણામોટા સમુહમાં લોકો ભારત તરફ પ્રયાણ કરે છે. આમ ભારત તરફ પ્રયાણ કરનાર આર્યોનો સમૂહ દેવપૂજક આર્યો તરીકે ઓળખાય છે.

પ્રાચીન ભારતીય આર્યોના સમયમાં ધર્મશાસ્ત્રોની ભાષા વૈદિક સંસ્કૃત હતી. તથા બોલચાલની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત સાહિત્યની ભાષા બની, ત્યારે પ્રાકૃતિક બોલચાલની ભાષા બની.

ધીમેધીમે પ્રાકૃતમાં પણ સાહિત્યનું સર્જન થતું ગયું અને પ્રાકૃત ભાષા વિસ્તાર પામી અને અલગ-અલગ પ્રદેશમાં તે અલગ-અલગ નામે ઓળખાવા લાગી. તે અરસામાં બોલચાલની ભાષા અપભ્રશં અસ્તિત્વમાં આવી.

અહીંથી ગુજરાતી ભાષાનો અંશ અસ્તિત્વમાં આવ્યો એમ કહેવાય છે.

ગુજરાતી ભાષાનો ઉદભવ હેમચંદ્રાચાર્યના અપભ્રંશથી થયો. જેને હેમચંદ્રાચાર્ય શૌરસૈની અપભ્રંશ કહે છે.

મથુરામાં આશૌરસૈની અપભ્રંશનું ચલણ વિશેષ થતુ. સમય જતાં અને સ્થળ બદલાતાં ભાષાની ભિન્નતાઓ આકાર લેવા માંડી અને તે એટલી હદે કે તે એક જ અપભ્રંશમાંથી કાળક્રમે, આ અપભ્રંશ , વ્રજપ્રદેશમાં આભીર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલા ભાષા હિન્દી. રાજસ્થાનમાં મારુ અપભ્રંશ તેમાંથી ઉદભવેલ ભાષા રાજસ્થાની. ગુજરાતમાં નાગર / ગૌર્જર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલ ભાષા ગુજરાતી.

આમ , ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કા:
  1. વૈદિકસંસ્કૃત
  2. લૌકિકસંસ્કૃત
  3. પ્રાકૃત
  4. અપભ્રંશ
  5. ગૌર્જરઅપભ્રંશ
  6. જૂની ગુજરાતી
  7. મધ્યકાલીન ગુજરાતી
  8. અર્વાચીન ગુજરાતી
આમ, મૂળ ગુજરાતી ભાષા ભારત-યુરોપિયન પરિવારની છે. પ્રાચીન ભારતીય આર્યશાખાની છે. હાલની ગુજરાતી ભાષાના મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે.

ગુજરાતી એવું નામ તેને ગુર્જર શબ્દ પરથી મળ્યુ. ગુર્જર લોકોનું વતન ગુજરાત અને તેઓની ભાષા એટલે ગુજરાતી.

માતૃભાષા-દૂધભાષા-હૃદયની ભાષા
લેખિકા: ઉઝમા ચોરાવાલા, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
મળી માતૃભાષા મને ગુજરાતી...
- ઉમાશંકર જોષી 

એવી ગુજરાતી ભાષાને વંદન.

જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો પ્રદર્શિત કરવાનું, બાળક શીખ્યું તે ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે.

પ્રથમ: 10 થી 14 મી સદી દ્વિતીય: 14 થી 17 મી સદી તૃતીય: 17 મી સદી થી
“જૂની” ગુજરાતી “મધ્યકાલીન” ગુજરાતી આજ દિન સુધી

પાલનપુરથી પોરબંદર, અમદાવાદથી અમરેલી, દાહોદથી ડાંગ, શામળાજીથી સુરત, ભુજથી ભરુચ, દરેક જગ્યાએ અલગ-અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે. તેથી જ તેની એક અલગ લિજ્જત છે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ભલે મારી માતૃભાષા અધૂરી રહી. જેમ હું માંની છાતીએથી અળગો ના થાઉં તેમ હું મારી માતૃભાષાથી અલગ ના થાઉં, મારા જીવનને ઘડનારું દૂધ અમને તેના સિવાય બીજે ક્યાંથી મળે”?

મહાત્મા ગાંધીજીએ આપણી માતૃભાષાને દૂધભાષા તરીકે ઓળખાવી છે. આપણે તેને અવગણશું અને તે પ્રત્યે બેદરકાર રહીશું તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે.

“બાળકના શરીરના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે તેમ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા જરૂરી છે” આમ ગાંધીજી એ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા નું ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવ્યું છે.”

અંગ્રેજી તો સારું જ છે, પણ ગુજરાતી તો મારું છે.

પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજીકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા.

એક સંશોધન એવું જણાવે છે કે નાનપણમાં બાળક એકથી વધુ ભાષા સરળતાથી શીખે છે. માટે શાળામાં અન્ય ભાષા ભલે શીખે, ઘરમાં માતૃભાષાનો જ પાયો મજબૂત કરવો.

માતૃભાષા દ્વારા તર્કશક્તિનો વિકાસ થાય છે. માતૃભાષા એ વ્યક્તિગત, સામાજિક, આગવી સંસ્કૃતિ ઓળખ વિકસાવે છે. જેથી વ્યક્તિ સમાજમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા ઊભી કરી શકે છે.

માતૃભાષા હ્રદયમાંથી આવે છે. અન્ય ભાષા મગજમાંથી આવે છે.

માતૃભાષા દ્વારા થતી વાત એ કુદરતી ઘટના છે, અન્યભાષા માં થતી વાત... એ કૃત્રિમ ઘટના છે.

માતૃભાષા એ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. અન્ય ભાષા નબળી કે ખરાબ તેવું નથી, પણ આપણાં માટે માતૃભાષા જ ઉત્તમ છે.

યુનેસ્કોના મતે દુનિયાની લગભગ 3,000 જેટલી ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે એક ગુજરાતી તરીકે આપણાં સૌની ફરજ બની રહે કે આપણે આપણી માતૃભાષા ને બચાવવાના પ્રયત્ન કરીએ.

માતૃભાષા ગુજરાતીને આત્મસાત્ કરવું આપણો ધર્મ છે. તો, વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ની ઉજવણી કરી. થોડી ઘણી ઉદાસીનતાને ખંખેરી ગુજરાતી માતૃભાષાને એનું હક્કના સ્થાને પ્રસ્થાપિત કરીયે. આપનો શું વિચાર છે?

તા. ૨૧-૦૨-૨૦૨૨ 
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
+91 2634 284 620

ગુર્જર રત્ન, જીવતી વાર્તા અને મારી વાતો

પુસ્તક પરિચય કરાવવા પુસ્તક વાંચવું પડે અને વાંચવા માટે પુસ્તક મેળવવું પડે! પુસ્તક લાયબ્રેરીમાંથી જ મળે અને લાયબ્રેરીમાંથી લાવીને જ વંચાય એ મને ખબર હતી. જે.બી.પીટીટ લાયબ્રેરી-બીલીમોરા, ગઝધર લાયબ્રેરી-ગણદેવી અને સયાજી લાયબ્રેરી- નવસારીનો આજીવન સભ્ય હોવાથી હું ત્યાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી ગેરસમજ ધરાવતો હતો. પણ નવી પેઢીના મારા બાળકો વૈશાલી અને રાહુલે એ ભૂલાવ્યું. પુસ્તકમેળા – પુસ્તકોની દુકાનો અને ઘટતામાં 'એમેઝોન' દ્વારા પુસ્તક ખરીદીને પુસ્તક વંચાય એમ તેમણે બતાવ્યું. પુસ્તકો ખરીદવાનું પહેલા ચર્ચગેટના રોડ પરથી દરેક પુસ્તક સો રૂપિયામાં વેચાય ત્યાંથી શરૂ કરાવ્યું – પછી બુક સ્ટોરમાંથી ખરીદી આપ્યું અને છેલ્લે ‘એમેઝોન’માં ઓર્ડર આપી ઘરે મળતું કરાવ્યું. આમ વૈશાલી–રાહુલે પુસ્તક ન ખરીદવાની જીદ દૂર કરાવી નવી ટેવ પડી. તેમાંથી છેલ્લે ખરીદી તે "ગુર્જર રત્ન" અને "જીવતી વાર્તા" પુસ્તકો મેળવ્યા.

દીક્ષા – સાદાઈ – સમાજસેવા

હિન્દુ ધર્મના સિદ્ધાંતો: કદાચ વારસાગત ગરીબી અને જૈન ધર્મની દીક્ષાના સંસ્કારોએ મને ન કમાવાની, કહેવાતી સમાજસેવા કરવાની અને સાદાઈ અપનાવવાની વિચારસરણીના પાટે ચડાવી દીધો હતો. તેથી નેત્રયજ્ઞ દ્વારા મફત ઓપરેશનો, એકદમ રાહતદરે પોતાની ખાનગી હોસ્પીટલમાં આંખની તપાસ અને ઓપરેશન, અને સાદાઈ ભરેલી જીવન શૈલી હું જીવ્યો છું. આ સારું કહેવાય કે મૂર્ખાઈ તેની વાત હવે 71 વર્ષે કરવાનો અર્થ નથી. પણ ખર્ચ કરવાની અનિચ્છા ઘર કરી ગઈ છે તે કાઢવામાં મારા બાળકો થોડાઘણા અંશે સફળ થયાં છે. તેઓના સિધ્ધાંતો સ્પષ્ટ છે – ખૂબ મહેનત કરો અને તે દ્વારા અઢળક કમાણી કરો.

મિત્રતા

વાંચન અને ત્યારપછી લેખનના શોખે મને થોડા મિત્રો શોધી આપ્યા છે. બકુલાબેન ઘાસવાલા (વલસાડ), હરેશ ધોળકિયા (ભુજ), સંધ્યાબેન ભટ્ટ (બારડોલી), પ્રો. તુષાર દેસાઈ (સુરત), કલ્પનાબેન દેસાઈ (ઉચ્છલ), સુરેશભાઈ દેસાઈ (નવસારી), અને બીપીનભાઈ શ્રોફ (મહેમદાવાદ) આ રીતે મળેલા મારા મિત્રો છે. કદાચ મારા સ્વભાવની મર્યાદાઓ કે પછી સફળ સાહિત્યકારોની પોતાની મહાનતાના ખ્યાલોને લીધે પરસ્પર વર્તનની મર્યાદાઓ વધારે આત્મીયતા લાવતાં રોકે છે. વાતચીતમાં સરળતા, કુદરતી રીતે સ્વભાવમાં નમ્રતા અને વાતચીત દરમ્યાન મિત્રતાનો સુંદર પ્રતિભાવ ધરવતા બીરેન કોઠારીને નવા મિત્ર બનાવી શકાશે એવા લક્ષણો દેખાય છે.

લેખક પરિચય

આજે બે પુસ્તકો 'ગુર્જર રત્ન' અને 'જીવતી વાર્તા' (લેખકો: અનુક્રમે, બીરેન કોઠારી અને પ્રશાંત દયાળ) ચર્ચામાં છે. પુસ્તકોની વાત કરતાં પહેલા લેખકોની વાત કરવું અસ્થાને નથી. 

બીરેન કોઠારીના સંપર્કમાં બકુલાબેન ઘાસવાલાએ કરેલ 'હોમાઈ વ્યારાવાળા' વિષયક પુસ્તક પરિચયને લીધે આવવાનું થયું. બીરેનભાઈએ આ પુસ્તક ફોન પરની વાતચીતથી મને મોકલી આપ્યું. સ્વભાવગત મેં પુસ્તક વિષે પ્રતિભાવ મોકલ્યો અને કદાચ તેનો પુરસ્કાર એટલે અમારી પહેલી ત્રીસ મિનિટની હ્રદયસ્પર્શી વાતચીત! પુસ્તકની વિગત કહેવા પહેલાં એમ કહું કે ફક્ત લેખકનો પરિચય જ થાય તો તે પણ ઓછું નથી, પરંતુ છે તો જરાય ખોટું નથી. આશરે છપ્પન વર્ષના લેખક બીરેનભાઈનો સંઘર્ષ અને લેખક થવાનું મનોમંથન આ પુસ્તકની પ્રસ્તાવના 'હાલ-એ-દિલ હમારા' દ્વારા ખબર પડે છે. છેલ્લા ચૌદ વર્ષથી આઈપીસીએલની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણ સમયના લેખનને જીવનશૈલી તરીકે અને આર્થિક ઉપાર્જનનો એકમાત્ર સ્ત્રોત તરીકે અપનાવેલ બીરેનભાઈની જીવનશૈલી સમજવા જેવી છે. બાવીશ વર્ષ કેમિકલ એંજિનીયર તરીકે આઈપીસીએલમાં નોકરી કરનાર બીરેનભાઈ હવે ૨૦૦૭ થી પૂર્ણ સમયના લેખક બન્યા છે. તેઓ લેખક તરીકે મુખ્યત્વે ‘જીવન ચરિત્ર’ લેખનમાં નિષ્ણાંત છે. પહેલાં રજનીભાઈ પંડ્યા સાથે ‘ઈષ્કો’ના પ્રણેતા ઈન્દુકાકાની જીવનકથા લખી (૨૦૦૨), ત્યાર પછી મુંબઈના ઉધ્યોગપતિ નવનીતરાય ત્રિવેદી (૨૦૦૫) વિષે લખ્યું. આમ રજનીભાઈ સાથે કરેલી શરૂઆત 'અહા જિંદગી' (દિવ્યભાસ્કર જૂથનું માસિક) માં અટકી. પછી સ્વતંત્ર લેખક તરીકે ત્યાં દર મહિને વિવિધ્યવાળા ક્ષેત્રોની વ્યક્તિઓ પસંદ કરી, તેમનું પ્રદાન કેન્દ્ર સ્થાને રાખી પાંત્રીસ વ્યક્તિઓની જીવન શૈલી વિષે લખ્યું. ઉર્વીશના સહ્રદય ભાઈ, કામિનીબેનના પતિ, શચિ અને  ઈશાનના પિતા અને અનિલભાઈ–સ્મિતાબેનના પુત્ર એવા બીરેનભાઈ ને શુભેચ્છા પાઠવું છું.

ચાલો, 'જીવતી વાર્તા' પુસ્તકનાં લેખક પ્રશાંત દયાળનો પરિચય ઉર્વીશ કોઠારી પાસેથી જાણીએ. ટૂંકા વાળ, ઘેરી દાઢી-મૂછો, મોટી આંખોમાં તરવરતી લાલાશ, કરડાકી ભર્યો ચહેરો ધરાવતા પ્રશાંત દયાળ અસલ શિવસૈનિક લાગે. કોઈની કે કશાની પરવા ન હોવી એ ભાવ ઘણીવાર સામેની વ્યક્તિ સળગી ઊઠે એ હદે વ્યક્ત થતો રહે છે. તેઓ સંવેદનશીલતાને મોટે ભાગે રૂક્ષતાના આવરણ હેઠળ સલામત રાખે છે. ‘ક્રાઈમ રિપોર્ટિંગ’માં નિષ્ણાંત આપણા પ્રામાણિક મિત્ર પ્રશાંત દયાળ તેની નૈતિકતાના બદલામાં છ આંકડાની રકમની ઓફર પણ ઠુકરાવી શકે છે. 'દિવ્ય ભાસ્કર'માં જોડાવાની અને લેખક તરીકેના સંઘર્ષની વાતો આપણે માટે સમજવી એટલી સહેલી નથી.
જે પુસ્તક વાંચીએ તેની ટૂંકનોધ બનાવી પ્રતિભાવ આપવાની ટેવ ખોટી નથી – પણ વાંચેલા દરેક પુસ્તક વિષયક લખવાની હઠ કદાચ સમય માંગી લેતી હોય છે અને થોડા વધારે પુસ્તકો વાંચતાં રોકતી પણ હોય છે. ત્યારે હવેથી કોઈ કોઈ પુસ્તકો વિષે જ લખીએ તો ચાલે એવા વ્યક્તિગત નિર્ણય પર આવ્યો છું.
સ્વતંત્રતા (The Freedom)

બિનવ્યાવસાયિક સ્વતંત્ર લેખનની મઝા કદાચ સ્પર્ધાત્મક લખાણો, કૉલમ લેખન કે પુસ્તકલેખન કરતાં ઘણી રીતે જુદી પડે છે. અહીં સમય પાલનનો કોઈ આગ્રહ નથી હોતો – મુદ્દાસર કે પછી નિર્ધારિત ઢાંચામાં લખવાનો નિયમ લાગતો નથી – ઉપરાંત લેખનની લંબાણ વિષયક કઈં નક્કી હોતું નથી. મનમરજી મુજબ આંતરસ્ફૂરણાંથી કે વિચારવલોણુંમાંથી નીકળતો સાર લખવાનો હોય છે. આ અનુભવ કદાચ બધાએ જ કરવા જેવો છે. પત્રલેખન, લઘુનિબંધ કે પુસ્તક પ્રતિભાવથી શરૂઆત કરી શકાય!

‘જીવતી વાર્તા’ અને ‘ગુર્જર રત્ન’ બન્ને પુસ્તકોમાં એક સામ્ય એ છે કે બન્ને લેખકોએ લેખનના પાત્રોની રૂબરૂ મુલાકાત લઈ, તે પાત્રોના અનુભવોનું શબ્દાંકન કર્યું છે. 'જીવતી વાર્તા' જીવનના પ્રસંગોની આસપાસ છે, તો ‘ગુર્જર રત્ન’ જીવતા લોકોના જીવનચિત્રનું વર્ણન છે. બન્ને પુસ્તકો મેં સાથે વાંચ્યા છે – તેથી સાથે જ વાત અસ્થાને નથી! 


જીવતી વાર્તા (લે. પ્રશાંત દયાળ)

૨૦૦૩ થી ૨૦૦૭ દરમ્યાન ‘દિવ્યભાસ્કર’ માં અને હાલમાં ‘ગુજરાતમિત્ર’ માં પ્રસિદ્ધ થતી ૪૦ વાર્તાઓનો આ સુંદર વાર્તાસંગ્રહ છે. અહીં તમામ વાર્તાના પાત્રોને લેખકે રૂબરૂ મળીને સત્યઘટના આધારિત વર્તમાનમાં જીવતા લોકોને થયેલા અનુભવો અને ત્યાર પછી જીવનશૈલીના પરિવર્તનની વિગતે વાતો કરી છે. તેઓ કહે છે તેમ બીજાની જિંદગીમાં પીડાના ગોદામ છે તે સંવેદનશીલ વ્યક્તિ જાણે ત્યારે, રુદન કુદરતી પ્રતિભાવ છે – રુદન રોકવું અશક્ય છે. જિંદગીમાં ક્યારેક એવું લાગે કે તમે બધુ જ હારી ગયા છો, ચારેય તરફથી નિરાશા ઘેરી વળે અને તમારા પ્રશ્નોના ઉત્તર દૂર સુધી તમને ક્યાંય નજર ન પડે, તમને લાગે કે મધદરિયે તમે એકલા છો, ત્યારે આશાનું એક કિરણ નજરે પડે છે અને ફરી જીવવાનું બળ મળે તેનું નામ તે 'જીવતી વાર્તા'! 


વૃદ્ધાશ્રમમાં રહેતા દરેકનો જન્મદિન ધામધુમથી ઉજવતા પ્રકાશભાઈ શાહ, ચાની કીટલી પર કામ કરતા જુગનુની વાત, રાજુ – નફિસાના પ્રેમની અને વ્હીલચેરની જિંદગીમાંથી લાકડીના સહારા સુધી દ્રઢ મનોબળથી પહોંચતી નફિસા, નાનાભાઇ વસંતભાઈ, મહેશના મૃત્યુનો અનુભવ – મહેશના મૃત્યુ પછી સાવિત્રી સાથે વસંતના લગ્ન અને આવી દરેક વાત લાગણીના તાર ઝાંઝણવવા માટે પૂરતી છે. લેખક છેલ્લે કહે છે – બીજાનું દુ:ખ તમને રડાવે એનો અર્થ કે તમારી અંદર રહેલો માણસ જીવે છે – ચાલો, પુસ્તક વાંચીને પોતાની માનવતાની તીવ્રતા તપાસી લઈએ.

ગુર્જર રત્ન (લે. બીરેન કોઠારી)

જીવતી વાર્તામાં ટૂંકી વાર્તા વાંચ્યા પછી હવે ચાલો, ગુજરાતના ૩૪ મહાનુભાવોની જીવન ચર્ચા વાંચીએ. દરેક વિષે એક પુસ્તક લખાય એવી વાતો, લગભગ આઠ-દસ પાનામાં એક એમ કુલ્લે ત્રણસો પાનામાં ૩૪ જીવનકથાઓનો હ્રદયસ્પર્શી આલેખ એટલે ગુર્જર રત્ન! જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કરીને દર મહિને એક લેખે 'અહા! જિંદગી' માસિક (દિવ્યભાસ્કર જુથ) ઓગસ્ટ ૨૦૧૧ સુધી વૈવિયધ્યસભર વ્યક્તિઓને રૂબરૂ મળ્યા. મુલાકાત રેકોર્ડ કરી. વિવિધ સંદર્ભસાહિત્ય અને સંપર્કો દ્વારા માહિતી એકઠી કરતાં કરતાં વિગતવાર વ્યક્તિ પરિચય કરાવ્યો. વાચક લેખક સાથે એકાકાર થઈ પરિચિત વ્યક્તિનું જીવન અનુભવતો થાય એવો રસાસ્વાદ મેં એક સપ્તાહ સુધી માણ્યો. જાણે રૂબરૂ વાતચીત થતી હોય એવી લાગણી – ઐક્યતા અનુભવી. ૩૪ વ્યક્તિઓનું જીવનચક્ર – શૂન્યમાંથી મહાનતા તરફનો પ્રવાસ – લેખકે કર્યો અને શબ્દદેહ આપીને આપણને કરાવ્યો. આપણા ગુજરાતીઓ માટે ઘણાખરા લોકો પરિચિત અને આપણાંમાનાં એક હોઈ શકે. ડાહ્યીબેન પરમાર થી શરૂ કરીને ઘેલુભાઈ નાયક, રતિલાલ ‘અનિલ’, મધુ રાય, પુર્ણિમાબેન પકવાસા, વિનોદ ભટ્ટ, હરીશ રઘુવંશી કે મહેન્દ્ર મેઘાણી જેવા ઘણાબધા સાથે સંપર્ક – પરિચિતતા અને વાચક તરીકેનો સંબંધ વ્યક્તિગત ઐક્ય અનુભવવા માટે પૂરતો છે. આપણાં લોકોની સંઘર્ષકથા – તકલીફો – અનુભવો અને પરિષ્ઠતાનું છેલ્લું જીવન વાંચતાં કદાચ લાગણી – ધન્યતા અને અહોભાવ ન જાગે તો જ નવાઈ!
  • ૯૮ વર્ષ ખુમારીપૂર્ણ સફળ જીવન જીવનર ફોટોગ્રાફર હોમાય વ્યારાવાળા (વડોદરા) પતિના મૃત્યુની વાત લોકોને કહેતા નથી. કારણ, મારો શોક મારી અંગત બાબત હોવાનું માને છે. 
  • હરીશ રઘુવંશી (સુરત) ૧૨૯૨૬ ફિલ્મોની યાદી કક્કાવાર તૈયાર કરે છે – અનેક કટુ અનુભવો અને આર્થિક વળતરની નહીંવત અપેક્ષા છતાં સર્વોચ્ચ શક્તિ દ્વારા સોંપાયેલ કામ અનુષ્ઠાન કરનારા યોગિની એકાગ્રતાથી કરે છે. 
  • હાસ્યલેખોના સફળ લેખક વિદ્વાન વિનોદ ભટ્ટ ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર, ચિત્રલેખા, સહિત લગભગ બધી જ જગ્યાએ લેખો દ્વારા મળતા હોવા છતાં તેમની વાતો સાંભળતા જ શીઘ્ર હાસ્ય પ્રગટે – હકીકતમાં આ વિનોદભાઈ દર્દથી ઘૂંટાયેલ હાસ્ય તરફ પક્ષપાત સાથે જીવનશૈલી શીખવે છે. 
  • રાજવી–દરબાર–વિખ્યાત શાયર રુશ્વા મઝલુમી ઉર્ફે ઈમામુદ્દીનખાન બાબી પ્રગતિશીલ વિચારના અને લોક કલ્યાણના અનેક કામો પાજોદના રાજવી તરીકે કરે છે. 
  • રતિલાલ ‘અનિલ’ આખાબોલા સ્વભાવના, સતત સંઘર્ષ, શોષણ અને ઉપેક્ષામાં જીવ્યા હોવા છતાં ‘ગઝલ’ રચના કરતાં કરતાં ગઝલકારોની ચાર પેઢીના સાક્ષી બને છે. 
  • જ્યોતિ ભટ્ટ કેમેરાના કસબી – ફોટોગ્રાફર – પેઈન્ટર અને પત્ની જ્યોત્સ્ના ભટ્ટ સિરામિસ્ટ હતા. પચાસેક હજાર નેગેટિવરૂપે સચવાયેલ કલાવારસાનું શું થશે? એ સવાલનો હ્રદય સ્પર્શી જવાબ સાંભળવા જેવો છે. “નેગેટિવનું કઈં ન થાય તો છેવટે મને બાળવામાં હોમી દેશો તો, એટલાં લાકડાં બચશે.” 
  • ઘેલુભાઈ નાયક (ડાંગીઓના ભાઈ) મારા અંગત સ્નેહી - એમની અને મોટાભાઈ છોટુભાઈની જીવનશૈલી આહવામાં મેં કરેલા નેત્રયજ્ઞો વખતે રૂબરૂ માણી. ખાદીનું પહેરણ (બાંડિયું) અને ખાદીની ચડ્ડીનો આજીવન પહેરવેશ સાથે ડાંગીઓની સેવામાં એકરૂપ ઘેલુભાઈ સાથે હોવાનો ગર્વ ન લઈએ તો કેમ ચાલે? 
આમ ૩૪ વ્યક્તિઓની દિનચર્યા – જીવનશૈલી – સંઘર્ષકથા આપણાં બીરેનભાઈ લગભગ ત્રણ વર્ષ જીવ્યા અને તેનો સાર આપતું પુસ્તક ‘ગુર્જર રત્ન’ વાંચી ધન્ય થઈએ. 

પુસ્તક લેખનની કસરત લેખકે કરી – હવે ખરીદીની અને વાંચનની મહેનત આપણે કરીએ.

- ડો. ભરતચંદ્ર દેસાઈ, બીલીમોરા

પુસ્તકો:
૧. ગુર્જર રત્ન (૨૦૧૯),   લે. બીરેન કોઠારી
૨. જીવતી વાર્તા (૨૦૧૮), લે. પ્રશાંત દયાળ
પ્રકાશક : સાર્થક પ્રકાશન, અમદાવાદ




ગુર્જર રત્ન
લેખક: બીરેન કોઠારી
૨૦૧૯
પ્રકાશક: સાર્થક પ્રકાશન, 
અમદાવાદ

જીવતી વાર્તા
લેખક: પ્રશાંત દયાળ
૨૦૧૮
પ્રકાશક: સાર્થક પ્રકાશન
અમદાવાદ

Pains And Pleasures Of Ageing

At the age of 71, I am looking back and see my thoughts recorded in the article Life at 60 years back and find out whether all I said then continues to be true even today. I am happy to say my conclusions proved to be true. In one of them, I wrote 'I can proudly tell myself I can rely on my offspring for whatever I need - a great satisfaction any parent can have.' In the other sentence, I wrote 'my pillars of living are my wife Dr Bhavna, daughter Vaishali and son Rahul.' Yes, the same truth prevails. I concluded the article stating 'I am happy. I have no regrets. I am ready to face whatever situation arises and do what I think right at that moment.' Well, certainly 'all is well!' 

I said at 60 and continue to believe the same at 70+ that, 'I am sure I have no expectation whatsoever before, during and after my death.' Once this mental attitude is reached, I think all the spirituality one needs is at the maximum. One needs not be a 'Sanyaasi' and go to the forest in the last phase of life 'Sanyashashram' to be said after 75. Live happily enjoying the leisure and pleasures of the social life. You might be wondering about the title 'Pains and Pleasures' and wondering about the study around. Let us start.


Dementia

At old age, loss of memory is a great threat to remain normal in relations. You forget names, events and many things around and you find it difficult to recollect. To stop total loss of memory, Alzheimer's disease, interest in the surrounding with love for all-around will make you remember the names. You do not forget the names of your family members, just the same way interest and love for people around will make you remember their minute details including name. Loss of hearing, vision and other illnesses are bound to come, but the loss of memory can be prevented. Aloofness and withdrawal from social life are dangerous and can make your life difficult to live. Maybe others are not interested in you as an old person – but you can continue being interested in them.

Anxiety, Fear and Worries

With seniority and retirement, you have a great amount of free time available not only during the day but also during the night, because sleep hours are also reduced. Now anxiety, fear and worry about yourself, your close-ones and trivial matters overpower the mind. You keep worrying about everything. Sometimes the fear of being beaten or killed by unknown people wakes you up from sleep! A mind without creative activity and loneliness initiates such a thought process. Keeping one busy with reading, writing, watching TV and movies, listening to music and being in conversations with friends and family members seem to stop, or at least reduce such mental stress.

Depression

Disrespecting and ignoring one’s existence by others around lead to feelings of uselessness, in turn leading to sadness and depression. Biphasic variation of mood from being excited to the highest to feeling sad all of a sudden for no reason whatsoever is a natural phenomenon more prevalent in ageing persons. Even with all the positivity and everything at the back of my mind, depression with low mood and sadness appears off and on. The only way out formula is awareness and dealing mood variation by some activity, being accompanied by friends and family and having a dialogue. Awareness and good company can make mood elevation easy and fast. Let us try.

Dissatisfaction About Savings Elevation

Whatever big amount one has earned and saved, they feel to have earned less money during lifetime. Seeing the much bigger amount earned by the present generation, higher cost of day to day life and insecurity of needful money makes one feel unhappy, comparing and sorry. Avoid this. Live your life according to the money you have or, let us say, simple life does not cost much. Even illness can be managed properly at government hospitals free of charge.

Well, do not get carried away hearing all about pains – there are a lot many pleasures to talk of about ageing.

Freedom from Earning

Retirement of compulsion in service and voluntary retirement from private business make one free from hassles and stress of job, duty or business. You have no responsibility to work and earn. This makes you a free bird flying all around and enjoying life.

Freedom of Timetable

You do not have to follow a strict regime of timetable. You can enjoy long sleeping hours, eating at the desired time and wandering in your mood. Well, this is the great luxury of no timetable life. Discipline in exercise and diet can not be better observed, but even both of them are optional. Good health is necessary for a smooth and happy life, but exercise and diet control do not guarantee perfect health at least with ageing.

Free Time Round the Clock

This can be understood better by Mumbaites who have to wander in crowded traffic and work for 10-12-14 hours a day. They leave home in the early morning and reach home at late night. Ageing persons have the luxury of free time for 24 hours a day! This makes them develop a hobby of reading, writing, playing games, travelling abroad and inland and learning whatever they desire. Making oneself busy enjoying all that one has missed during young age is better started soon before it becomes difficult or impossible to do.

Membership at laughing club, senior citizens club, ladies club, Lions, Rotary, Giants - like social service clubs, caste organisation and such meeting places are better tried and if the tuning with activities there and pleasure is gained better continued. If your nature does not permit such membership, better avoid any associations with them. Short and long travels, daily evening meetings, frequent visits to drama, movies and cultural programmes are worth trying.

Conclusion

There can not be any universal formula that guides everyone equally. One has to find out their own way of living with ease and pleasure and follow this. In Japan, they use the word 'Ikigai' to explain the purpose of life. One should find out their own reasoning to search own passion and talents for a long and happy life.

They say - stay active, be slow, surround yourself well. Let me say - good friends, smile, reconnect with nature and give thanks.
  1. I shall live a happy life. I will manage to get rid of anything that distracts the goal of happiness. I will keep such persons and activities away.
  2. I will keep busy living a social life full of reading, writing, talking and being with like-minded people around.
Do tell me what you think!

હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે.

પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ.

૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી બિપિનભાઈ શ્રોફ જોડે આ બધુ યાદ કર્યું હતું, ત્યાં હવે બીરેન ભાઈ જોડે ફરીથી મહેમદાવાદ જીવી લઈશ.

તમારી ધીરજ ખૂટે તે પહેલાં પુસ્તકની વાતો શરૂ કરીએ.

આ પુસ્તક હોમાય વ્યારાવાલા વિષે છે. પણ  એ ના તો તેમની આત્મકથા છે કે જીવનચરિત્ર છે – પણ લેખકની હોમાય જોડેની આત્મીયતા – મિત્રતાની આપણી જોડે નિખાલશ – કદાચ સહ્રદય હોવાથી – ખુલ્લી વાતચીતો છે. કોઈ દંભ વગર જીવનનો દસમો દાયકો જીવતી હોમાયબેન સાથેની મિત્રતા અને ખાટીમીઠી તકલીફોવાળી વાતોના વર્ણનોની આ કથા છે.

પુસ્તકમાં આપેલી બધી વાતો ટૂંકાવીને પુસ્તક પરિચયમાં કહી દઈએ – તો કદાચ ઝડપના સમયમાં – પુસ્તક વાંચવાનું ટળી જાય એવું ન બને તે માટે પુસ્તકનો સાર અહીં જણાવવાનો કોઈ ઈરાદો નથી.

વિવેકબુદ્ધિવાદ (Rationalism)ની વાત કરતી વખતે ભગવાનના ઉલ્લેખને અવિવેક ગણાતો હોવા છતાં– બીરેનભાઈ – હોમાયબેનની જેમ જ તેમની મુલાકાત અને સંબંધોનો વિકાસ કદાચ ઈશ્વરાધીન જ હતો એમ હું દ્રઢપણે માનું છું. જીવન દરમ્યાન પરિચિત થયેલા ઘણાબધા લોકોમાંથી ખૂબ ઓછા જોડે પરસ્પર લાગણી ના સંબંધો સ્થપાતાં હોય છે અને તેમાંથી ઘણાજ જૂજને શબ્દદેહ મળતો હોય છે. એ દસકાના આદાનપ્રદાન, નોકજોક, આત્મીયતાનો ખુલ્લો એકરાર તે - બીરેનભાઈ કોઠારીનું હોમાય વ્યારાવાળા વિષેનું પુસ્તક!

આ પુસ્તક વાંચવાની તમને ભલામણ કરવાના બે કારણો છે – એક તો તદ્દન એકલા રહીને સ્વમાનપૂર્વક ખુમારીથી જીવનનો દસમો દાયકો કેમ જીવી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકનાં દરેક પાને ટપકે છે અને બીજું, કહેવાતા કળયુગમાં નિસ્વાર્થ સેવાભાવનાવાળા મિત્રો–માણસો આપણી પ્રેમાળ જીવનશૈલીથી કેવી રીતે મળતા હોય છે, તે સંબંધોની નિર્દોષ – બાળ સહજ – પણ પ્રમાણિક વાતો તમને અહીં મળે છે. એ જાતે વાંચવાથી જ જીવાય – સમજાય – અને તે તક ચૂકવા જેવી નથી.

હોમાય વ્યારાવાલા (૦૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૦૧/૨૦૧૨) ૯૮ વર્ષ જીવ્યા. ૧૯/૦૧/૧૯૪૧ માં પંદર વર્ષના ગાઢ પરિચય પછી માણેકશા જોડે લગ્ન કર્યા. બન્ને ફોટોગ્રાફર – વ્યાવસાયિક ફોટોગ્રાફર – સફળ ફોટોગ્રાફર, ઈતિહાસમાં યાદગાર બનાવોના સાક્ષી અને જવાહરલાલ નહેરુ – ગાંધીજી – સરદાર વલ્લભભાઈ – મહહમદ અલી ઝીણા – લાલબહાદુર શાસ્ત્રીથી ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવોની ઐતિહાસિક ફોટોગ્રાફી કરનાર, “પદ્મવિભૂષણ”ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજીત ફોટોગ્રાફર. ૨૬/૦૫/૧૯૬૯ના દિવસે પતિ માણેકશાનું અકસ્માત અને ૦૪/૦૧/૧૯૮૮ના રોજ પુત્ર ફારૂકનું કેન્સરથી અવસાન પછી હિંમતપૂર્વક એકલપંડે તબિયત સાચવીને ૧૫/૦૧/૨૦૧૨ સુધી બીજા ચોવીસ વર્ષ વડોદરા રહ્યાં. ૧૯૭૦ થી તેમણે વ્યવસાયનિવૃત્તિ સ્વીકારેલી. 

ચાલો, હવે બીરેનભાઈએ હોમાયબેનની ખુમારીની જે વાતો કરી છે – તે જાણવું ફરજિયાત છે.

હોમાયબેનની એકલપંડે – ૭૦ પછીના ૨૮ વર્ષોની સફળ જીવનયાત્રાની વિગતો આપણે જાણવી – સમજવી જરૂરી છે. તેના મુખ્ય લક્ષણો – નવું શીખવાની તત્પરતા, નવા અખતરા કરવાનો ઉત્સાહ, નવા ઉપકરણો શીખી લેવાની ત્વરા ઉપરાંત સહજપણે, દયામણા બન્યા વગર પોતાની મનપસંદ રીતે જીવવાનો તેમનો અભિગમ આપણે બધાંએ વૃદ્ધત્વને સન્માનનીય બનાવવા માટે શીખવાની ખાસ જરૂર છે.
  • કળા – કૌશલ્યનો સંગમ ધરાવતા હોમાયબેન ખુદ્દારી, સ્વાલંબન અને સ્વાશ્રય સાથે 'Small, Simple and Beautiful' (સ્મોલ, સિમ્પલ એન્ડ બ્યુટીફુલ)ના સૂત્રમાં જીવન જીવનાર હતા.
  • તેઓ કહેતા – યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ જેથી નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય. તેમના શોખના વિષયો ઈકેબાની, રંગોળી, બાગાયત વગેરે.
  • ઘડપણના ભવિષ્યમાં કામ આવે એટલા માટે જે બચત કરી હતી તે વાપરવાનો ઘડપણ વર્તમાન છે – તે સમજાવતા.
  • કોઈ અચાનક પોતાને ત્યાં ટપકી પડે કે લાંબો સમય બેસે પસંદ ન હતું કારણકે, તે કદી ‘નવરા’ નહોતાં, તેમને સમય પસાર કરવાની સમસ્યા નહોતી. ‘પર્સનલ સ્પેસ’ (Personal Space) અને ‘પ્રાઈવસી’ (Privacy) અંગે તેમનો આગ્રહ અંગ્રેજોની યાદ અપાવી દે એવો લાગે.
ભગવાનમાં શ્રદ્ધા ખૂબ તીવ્ર હતી. ગુજરાતી ભાષાનું તેમનું પારસીકરણ તેઓને કહેવડાવતું – 'ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાળ લેવાની જવાબદારી પણ એવનની જ છે!'
સાવ સામાન્ય લાગતી નાની-નાની વાત ઉપર હોમાયબેન ખૂબ ખડખડાટ હસતા. હસવું, કડવું છતાં સાચું મોં પર કહી શકનાર નિખાલસ વ્યક્તિત્વ; સખત મહેનત અને પૂરી નિષ્ઠાથી જીવનાર અને કુદરત સાથે તાલ મિલાવીને જીવેલી અત્યંત સંતોષી એવી આ વ્યક્તિના મિત્રો બીરેનભાઈ કોઠારી અને પરેશભાઈ પ્રજાપતિની ઈર્ષ્યા કરવું સ્વાભાવિક છે!

પુસ્તક પરિચય કરાવતાં કરાવતાં કદાચ હું ૧૩૦ પાનાં ફરીથી અહી લખી ન નાખું – એટલા માટે વિરમું છું. બીરેનભાઈ, પુસ્તકમાં મળતો આપનો અને કામિની બેનનો પરિચય મને ખૂબ પ્રભાવિત કરી ગયો છે. મને કદાચ દૂરથી પ્રેમ કરી શકાય એવા સરળ મિત્ર મળ્યા છે – તે આ પુસ્તકની ઓછી ઉપલબ્ધિ નથી શું ?


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
૨૩/૧૧/૨૦૨૧



હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • પુસ્તકનું નામ: હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • લેખક : બીરેન કોઠારી 
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૨૩/૧૧/૨૦૨૧
  • કિમત : રૂ ૧૨૫
  • પાનાં : ૧૩૦
  • પ્રકાશન : ઓક્ટોબર ૨૦૨૧+, સાર્થક પ્રકાશન, અમદાવાદ

ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો. 

બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં!

પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ.


આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય

પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવાસ કાર્યક્રમ સેટ કરી આપ્યો. સેટેલાઈટ ફોન, આર.ડી.એક્સ., પિસ્તોલ, હેન્ડગ્રેનેડ સહિત જરૂરી સામગ્રી આપી. લશ્કર-એ-તોયબાના ઝકી-ઉર-રહેમાન લકવી મુંબઈ ઓપરેશનનો વડો અને માસ્ટર માઈન્ડ હતો. કરાંચીના અજીજાબાદથી નીકળી “અલહુસેની” બોટમાં આવી કુબેર બોટ દ્વારા મુંબઈ આવ્યા. કુબેરના કપ્તાન અમરસિંહ સોલંકીને મુંબઈ પહોંચતા ઠાર માર્યો. હવા ભરીને બનતી બોટ-ડિંગીને ફુલાવીને સર્વ સામગ્રી મૂકી બધવાર પાર્ક, મુંબઈ ઉતર્યા. બે-બે જણાની ટુકડી બનાવી પોતપોતાના નક્કી કરેલા સ્થળ તરફ પહોંચવા નીકળ્યા.

સૌ પ્રથમ લીઓ પોલ્ડ કેફે અને બાર એકે-૪૭ દ્વારા રાત્રે ૦૯:૪૦ કલાકે ફાયરિંગ કરી બે આતંકવાદી હાફિઝ અર્શદ અને નાસેર નવ જણાને મારી નાંખે છે. ભીડ અને ચીસાચીસનો લાભ લઈ શાંતિથી હોટેલ તાજ પહોંચે છે. ઈ.સ. ૧૯૦૩ માં બનેલ ઐતિહાસિક હોટેલ તાજમાં ૨૯૦ રૂમ અને નવા તાજ ટાવર માં ૨૭૫ રૂમ છે. શોએબ અને જાવેદ રાત્રે ૦૯:૫૦ કલાકે દાખલ થઈ એકે-૪૭ માંથી બ્રશ ફાઈરિંગ કરી વીસને મૃત્યુનો ભોગ બનાવે છે. ચારે આતંકવાદી છઠ્ઠા માળે પહોંચે છે – રસ્તામાં આડે આવે તેનો જીવ લેવાનું ચાલુ જ છે. હેન્ડગ્રેનેડ ફેંકે છે અને ચાર કલાકમાં ફૂટે તેવો આર.ડી.એક્સ બોમ્બ તાજમાં મૂકે છે. આ ઉપરાંત આગ પણ લગાવી છે, જેમાં ચાર જણા હોમાય જાય છે. વાતાવરણ અત્યંત ભયંકર બન્યું છે. ૮૭૭ રૂમ બે વિંગ ધરાવતી હોટેલ ઓબેરોય – ટ્રાઈડન્ટમાં અબ્દુલ રહેમાન છોટા અને ફઈદુલ્લાહ નામના બે આતંકવાદી પ્રવેશી એકાએક એકે-૪૭ થી બ્રશ ફાયરિંગ કરે છે. અનેકોને કેદી બનાવી ૧૬ અને ૧૮ માં માળ કબ્જે કરે છે. જતાં જતાં છ જણાને મારે છે અને બે હેન્ડગ્રેનેડ ફેંકતા જાય છે. ઈસ્માઈલ ખાન અને મોહમ્મદ અજમલ કસાબ નામના આતંકવાદી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પહોંચી હોલમાં એક ગ્રેનેડ ફેંકે છે અને એકે ૪૭ અંધાધૂંધ ફેરવે છે. ઝેન્ડે-ધી-ગ્રેટ : મધ્ય રેલવેના ઉદ્દ્ઘોષક વિષ્ણુ ઝેન્ડે આ ઘટના જોઈ રહ્યા છે. તેમણે “કૃપા કરીને પ્લેટફોર્મ ક્રમાંક એકના પાછળના દરવાજેથી નીકળો, કોઈપણ હોલની દિશામાં જશો નહીં – અથવા લોકલમાંથી બહાર નિકળશો નહીં – હો ત્યાં બેસી રહો” એવી જાહેરાત વારંવાર કરીને ઘણા જીવ બચાવ્યા. તો પોલીસદળના ૧૧ હવલદાર–સિપાહી હાથમાં શસ્ત્રો હોવા છતાં નાસી ગયા અને તેમને સાથીદારોએ જતાં જોયા ત્યારે ત્રણ પોલીસો અંબારામ પવાર, મુકેશ જાદવ અને મુરલીધર ચૌધરી શહીદ થાય છે.

યહૂદી લોકોનું ધાર્મિક સંગઠન દ્વારા પાંચ માળની ઈમારત “છબડ લિબ્રેશન મુવમેંટ અને હેસડિક જ્યુઝ” છાબડ હાઉસમાં જ્યુ પરિવારો આવતા જતાં રહે છે – તે નરીમાન હાઉસ ખાતે બાબર ઈમરાન અને નજીર નામના આતંકવાદી આવે છે – ગોળીબારમાં ૧૧ લોકોને મારી નરીમાન હાઉસ પર પોતાનો કબ્જો કરે છે. બે ટેક્સીમાં મુંબઈ સેન્ટ્રલ પહોંચેલા આતંકવાદી બંને ટેક્ષીમાં આર.ડી.એક્સ ની આઠ કિલોની એક એક થેલી ઊતરતી વખતે મૂકી રાખે છે – જેથી ૧૦:૩૭ વાગ્યે રાત્રે મઝગાંવ બીપીટી કોલોની પાસે અને બીજી ટેક્ષીમાં ૧૦:૪૫ રાત્રે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે ઉપર બોમ્બ વિસ્ફોટ થાય છે. બે આતંકવાદીઓ કામા હોસ્પિટલના છઠ્ઠા માળે પહોંચે છે. કરકરે, કામટે, સાળસકર, અને મોહિતે એસટીએસ, એસઆરપી, પોલીસ અને મોબાઈલ વાન સાથે પહોંચે છે. કામા હોસ્પિટલ ઓપરેશનમાં પોલીસ સિપાહી યોગેશ પાટિલ, પોલીસ ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને ખાંડેકર શહીદ થયા. ઈસ્માઈલ અને કસાબ કામા હોસ્પિટલથી આઝાદ મેદાનના રસ્તે રંગભવનની ગલીમાં હોય છે ત્યાં એક ક્વોલિસમાં સાળસ્કર ડ્રાઈવિંગ સીટ ઉપર, નજીક કામટે, વચ્ચે કરકરે અને પાછળ ચાર બેસીને રંગભવનની ગલીમાં આ બને આતંકવાદીને ભેટે છે – કામટેની ગોળીથી કસાબ ઘાયલ થાય છે, પણ ઈસ્માઈલના બ્રશ ફાયરથી ઉપરના સાતે શહીદ થાય છે. કામટે – કરકરે – સાળસ્કર અને ચાર સિપાઈઓ મૃત્યુ પામે છે. ગીરગાંવ ચોપાટી નજીક નરીમાન પોઈન્ટથી ગીરગાંવ જંકસન વચ્ચે પોલીસ અને આતંકવાદી વચ્ચેની ઝડપમાં બહાદુર સહાયક પોલીસ જમાદાર ફક્ત હાથમાં લાકડી હોવાછતાં કસાબને દબોચે છે. તેના એકે ૪૭ના ગોળીબાર છતાં કસાબના શરીર ઉપર ચોંટીને પકડે છે અને કસાબને પકડતાં તુકારામ શહીદ થાય છે.

આમ લગભગ ત્રણ દિવસ ના આતંકવાદી હુમલામાં ૧૭૫ વ્યક્તિઓ મરણ પામ્યા – તેઓ ભારતીય ૧૨૨ + વિદેશી ૨૬ + ભારતીય પોલીસ – આર્મી – એસઆરપી – આરપીએફ – ૧૮ અને આતંકવાદી – ૯ છે. ૨૩૨ વ્યક્તિઓ ઘાયલ થયા.

કોનો વાંક?
રાજકારણી, પોલીસ અને આમ જનતા - ત્રણેનો વાંક છે.
રાજકારણી:

કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલ, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી આર.આર.પાટિલે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ અનુક્રમે પી.ચિદમ્બરમ, અશોક ચૌહાણ અને છગન ભુજબળે લીધી.

પોલીસ:

હેમંત કરકરે (એટીએસ વડ), અશોક કામટે (વધારાના પોલીસ આયુક્ત), વિજય સાળસ્કર (પોલીસ ઈન્સ્પેકટર), સંદીપ ઉન્નિકૃષ્ણન (એસ.એસ.જી મેજર), તુકારામ આંબલે (ફોજદાર), પ્રકાશ મોરે, બાપુ ધરગુડે, શશાંક શિંદે (પોલીસ ઈન્સ્પેકટર), બાળાસાહેબ ભોંસલે સહાયક પોલીસ સબ.ઈન્સ્પેકટર, સહિત 18 કર્મચારીઓ શાહિદ થયા.

નાગરિકો:

૧૪૮ નાગરિકોએ વિનાકારણ મરણને શરણ થવું પડ્યું. મિલકતનું નુકશાન અને બીજી બધી તકલીફો નો હિસાબ હતાશા લાવવા પૂરતો છે. આથી અતુલ કુલકર્ણી કહે છે – વાતને વચ્ચેથી છોડી દેવા જેવું નથી – કાયમી ફેંસલો – ઉપાય કરવો જરૂરી છે.

પૂર્વ માહિતી ની ગંભીરતા કોઈએ ગણકારી નહીં.
  • ૨૬-૦૯-૨૦૦૮ ના રોજ પોલીસને સમુદ્ર માર્ગે આતંકવાદી આવીને મુંબઈ તાજ – ઓબેરાય ખાતે સંહાર કરશે. એ માહિતી મળી હતી. 
  • ૨૯-૦૯-૨૦૦૮ ના રોજ હોટેલ તાજના સિક્યુરિટી કાયરેક્ટર-સિક્યુરિટી વ્યવસ્થાપક-વહીવટકર્તા સાથે હોટલ તાજમાં પોલીસ અધિકારીએ સવિસ્તર બેઠક યોજી હતી. ત્યારપછી ૨૬ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
  • ૦૯-૦૮-૨૦૦૮ ના રોજ હોટેલ ઓબેરોય-ટ્રાઈડન્ટ ને પોલીસે ૧૦ મુદ્દાનો લેખિત પત્ર આપ્યો હતો. આમ છતાં, ગંભીર બાબતનો અમલ કરવાની કાળજી પોલીસ વિભાગે અને બંને હોટલ મેનેજમેન્ટે ન લીધી તે કોનો વાંક? 
આતંકવાદી ઈલેક્ટ્રોનિક મિડયા

પોલીસ અને એસજી કમાન્ડોએ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અને તેમાંય જીવંત પ્રસારણ અટકાવવા કહ્યું હતું – આવી યુધ્ધ જેવી કટોકટીમાં મીડિયાએ અનુસાસન ન પાળ્યું. દાખલા તરીકે એનએસજી કમાન્ડો આવી ગયાના સમાચાર મળવાથી આતંકવાદીઓએ બાનમાં રાખેલાઓને એક હરોળમાં ઊભા રાખીને મારી નાખ્યાં. આ માહિતી ચેનલવાળાએ જો પ્રસારિત ન કરી હોત તો – અંદરના લોકોના જીવ બચી ગયા હોત. તાજ હોટેલમાં અગ્નિશામક દળે ત્વરાથી સીડી ગોઠવી વિગેરે માહિતી મળતા આતંકવાદીઓએ આગ લગાવી. આતંકવાદી ટીવી જોઈને નિર્ણય લેતા હોવાનું જણાવતા તાજના કર્મચારીને ઝૂડી નાંખવાની ઘ્રૂષ્ટતા પણ આ મીડિયાએ બતાવી. લાઈવ ટેલિકાસ્ટ ન કરવાની સૂચના અવગણતા મીડિયાને શું સજા કરાય? 

નેવી – કોસ્ટગાર્ડ

મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સચિવ, પોલીસ મહાસંચાલક દ્વારા તાજ હોટેલમાં મિટિંગ રાખી ઘટનાના બે મહિના પહેલાં નેવી અને કોસ્ટગાર્ડ ને ચોક્કસ લોકેશન સમજવીને યોગ્ય પેટ્રોલીંગ ની સૂચના અપાઈ હતી – નેવી અને કોસ્ટગાર્ડ કેમ ગેરકાળજી બતાવી ? તેનો વાંક તો ખરોજ ને!

અને છેલ્લે, ગુનાખોરીની દુનિયા અને રાજકારણ નો પ્રેમસંબંધ તોડવો જ પડશે. પોલીસદળ ની જૂથબંધી – તડાને નાબૂદ કરવા પડશે. પ્રોટોકોલ – પરીક્ષણ અને શિસ્તનો અભાવ કોપન ક્ષેત્રે – રાજકારણી કે પોલીસ – કોઈ પણ રીતે દૂર કરવા જ રહ્યા. આ દેશભક્તિનું કામ અને રાજધર્મની ફરજ આપણે દરેકે સક્રિયતાપૂર્વક બજાવ્યા વગર બીજો કોઈ આરો નથી – મત આપીને પાંચ વરસ સૂઈ જવાનો જમાનો ગયો. કઈ કરવું જ પડશે. નહીં તો કોનો વાંક ? આપણોજ – કોઈ શંકા ?

મને ગર્વ છે કે હું અનાવિલ છું!

ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ | 
યદ્દભદ્રં તન્ન આસુવ ||

હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો.

પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.
 
જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે. આપણાં શરીરમાં સર્વ જ્ઞાનેન્દ્રિયો મસ્તિષ્કમાં આવેલી છે, માટે માનવશરીરમાં શીશ એ બ્રાહ્મણ છે. સત્ય જ્ઞાન ભણવું– ભણાવવું એ બ્રાહ્મણનો ધર્મ છે. તેમજ ક્ષત્રિય માટે ન્યાયધર્મ છે, જે શરીરમાં હાથનું કાર્ય કરે છે. તેમ જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ/સેવાઓ પૂરી પાડવી એ વૈશ્યનો ધર્મ છે. માટે માનવ શરીરમાં તે પેટ (જઠર) છે. ઉપરોક્ત વર્ણોની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. માનવશરીરમાં તે ચરણ (પગ) સ્થાનીય છે. આમ છતાં માનવ શરીર માટે જેમ ચારો અંગોનું પોતપોતાનું મહત્વ છે. તેમ સમાજ વ્યવસ્થામાં ચારો વર્ણોનું સમાન મહત્વ છે.

કાલાંતરે ખાસ કરીને મહાભારતના યુધ્ધ પછી વર્ણવ્યવસ્થા ભાંગી પડી અને જ્ઞાતિ-વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જેમાં એક જ્ઞાતિ છે અનાવિલ. જે બ્રાહ્મણ સ્થાનીય છે. આ સંસાર માં પરમાત્મા સિવાય કોઈપણ સંપૂર્ણ નથી, તો સ્વાભાવિક છે કે અનાવિલ જ્ઞાતિમાં પણ કેટલાક દોષો હશે, અને છે. પરંતુ આ જ્ઞાતિની કેટલીક વિશેષતાઓ અને સદ્દગુણો પણ છે જ જેને જોવા–સમજવાની હકારાત્મક દ્રષ્ટિ જોઈએ. જેમ કે:


A. અનાવિલ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા છે. કારણ કે તે બ્રાહ્મણ છે. તેનો ઇરાદો કોઈને વ્યથા પહોંચાડવાનો નથી હોતો. જેમ ડોક્ટર દર્દીને ઈંજેકશન આપે ત્યારે તેનો ઈરાદો દર્દીને સાજા કરવાનો હોય છે, દર્દ વધારવાનો હોતો નથી. માનવીએ દરેક સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અનાવિલ તે જ કરે છે. માટે તેને આખાબોલો કહી વગોવવામાં આવે છે. સત્યને માર્ગે ચાલનાર બ્રાહ્મણમાં વિચારશૂન્યતા કે વિચાર દુર્બળતા ન હોય. અનાવિલ ભવિષ્યનો વિચાર કરીને કાર્ય કરે છે.

B. અનાવિલ સ્વાભિમાની હોય છે. ઘણા લોકો તેને મિથ્યાભિમાન અથવા અભિમાન જેવાં વિશેષણોથી નવાજે છે. દરેક માણસને હું કોણ છું, મારૂ ખાનદાન કયું છે, મારા મરતબા (Status)ને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જ જોઈએ. તેમાં કશું ખોટું નથી. દરેક પરિવાર, જ્ઞાતિની પરંપરાઓ, મૂલ્યો, હોય છે. શું બ્રાહ્મણ કસાઈનું કામ કરી શકે?

હું અનાવિલ છું અને મારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે તેમાં મને બિલકુલ શંકા નથી. આજે પણ ગામડાઓમાં રહેતા અનાવિલો ખેતી જ કરે છે. ખેડૂત છે. શું આજે અનાવિલો સમૃધ્ધ નથી? પહેલાની તુલનાએ આજનો અનાવિલ – ખેડૂત વધુ સુખી અને સમૃધ્ધ છે.

C. અનાવિલ સાહસિક પ્રજા છે. પરીવર્તન સંસારનો નિયમ છે. કશું જ શાશ્વત નથી. અનાવિલોએ પરિવર્તનોને સ્વીકાર્યા છે, એટલું જ નહીં સાહસિક સ્વભાવને કારણે તેનો મહત્તમ લાભ પણ ઉઠાવ્યો છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં જઈ અનાવિલોએ પોતાનું પ્રભુત્વ અને પરચો દેખાડયાં છે. 
ભાત અને ભાઠલો (અનાવિલ) કદી હારતો પણ નથી અને હઠતો પણ નથી, અડગ રહે છે.
D. અનાવિલ અજાચક બ્રાહ્મણ છે. તે ભીખ નહીં માંગે. તે સ્વાભિમાની બ્રાહ્મણ છે. ભિક્ષાવૃત્તિ તેના લોહીમાં નથી. એક ઉદાહરણ જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું તે આપું છું. અમારા ગામના એક શ્રીમંત વ્યક્તિ જે અનાવિલ હતા અને બીજા એક અનાવિલ કે જેઓ મધ્યમ સ્થિતિના હતા અને સહકારી મંડળીની દુકાનમાં નોકરી કરતાં (મેનેજર) હતા. તેમણે પોતાની ઘોડા-ગાડીમાં બેઠા-બેઠા કહ્યું “મંગુ, સો ના છૂટા આપ.” તો મંગુકાકાએ વિનમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કાકા છૂટા જોઈતા હોય તો અહી આવી લઈ જાવ. હું તમારો નોકર નથી.” આ અભિમાન કહેવાય કે સ્વાભિમાન? માન કોને કહેવાય અને ખુશામત કોને કહેવાય તે અનાવિલ સારી રીતે જાણે છે.

વાત ટ્રસ્ટ રચવાની છે તો નિરાલી ટ્રસ્ટના એંધલ નિવાસી અનિલભાઈ નાયકની પૌત્રી નાની વયે મૃત્યુ પામી, તો તેના નામે આખેઆખી કેન્સરની હોસ્પિટલ ખોલી દીધી. સરકારે પણ તેમના કાર્યોની નોંધ લઈ એવોર્ડ આપ્યો.

E. અનાવિલ પોતે નહીં બોલે તેનું કાર્ય બોલે છે. મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જેવા અનેક નામી-અનામી અનાવિલોએ સમાજના દરેક ક્ષેત્રમાં પોતાના કાર્યો દ્વારા માન–સન્માન મેળવ્યાં છે. પાકિસ્તાન જેવા ભારત વિરોધી દેશો પણ તેનું સર્વોચ્ચ સન્માન તે અનાવિલના ઘરે આવી આપી સન્માન કર્યું છે. તે અમસ્થુ જ? 

F. અનાવિલ સંગઠિત જ્ઞાતિ છે. ગુજરાતમાં જ નહીં ભારત અને વિદેશોમાં પણ તેઓના સંગઠનો છે અને સારી રીતે કાર્યરત છે. ખૂબ જ અલ્પસંખ્યક હોવા છતાં દુનિયાએ અનાવિલો, તેમના કાર્યોની નોંધ લેવા મજબૂર થવું પડ્યું છે. હું એવા ઘણા બધા અનાવિલોને ઓળખું છું જેઓ બિલકુલ ચૂપ-ચાપ રહી પોતાના સેવા કાર્યો કર્યે જ જાય છે, દેખાડો કરતાં નથી. હકારાત્મક દ્રષ્ટિથી જોશો તો અનાવિલોમાં ઘણું બધુ સારું છે.

અનાવિલોને અનાવિલો કરતાં અન્યોએ વધુ સારી રીતે ઓળખ્યા છે. અંગ્રેજોને ભારતમાં સૌથી બુધ્ધિશાળી જો કોઈ જ્ઞાતિ લાગી હોય તો તે અનાવિલ છે. આપણી અટક, દેસાઈ, નાયક, વશી, વી. સમાજમાં તેમના કર્યો અનુસાર અપાયેલ હોદ્દાઓ છે. અંગ્રેજ શાશનમાં પણ રેલ્વે, શિક્ષણ, વ્યાપાર, સમાજ સુધારણાના ક્ષેત્રમાં અનાવિલો જ અગ્રસ્થાને હતા. સ્વતંત્રતાસંગ્રામમાં તેમણે અનેક બલિદાનો આપ્યા છે. જેલવાસ વેઠ્યો છે. 

G. સંચાલન (Management) બાબતમાં અનાવિલોને કોઈ પહોંચી ન શકે. જે સંસ્થાઓમાં આજે પણ અનાવિલોનું સંચાલન છે તે જુદી જ તરી આવે છે. ઘરમાં લગ્ન હોય કે મરણ, અનાવિલ યુવાનો ઘરનાને ખબર પણ ન પડે તેમ બધી વ્યવસ્થાઓ ગોઠવતા હતા, અને ગોઠવે જ છે. અનાવિલોની પ્રશંશા તો ૧૦૦ પાના ભરીને લખીએ તો પણ પૂરી ન થાય.

ભગવાન, તેં મને અનાવિલ જ્ઞાતિમાં જન્મ આપ્યો તે બદલ તારો ખૂબ-ખૂબ આભાર.... જય અનાવિલ સમાજ !!!

લેખક: વિનોદભાઈ આર્ય, કછોલી