માંદગીમાં સારવાર અને મરણ વખતની ક્રિયાઓને લાગતું વસિયતનામું
મારી સાંઠ વર્ષની ઉંમરે મે મારી આત્મકથા લખેલી તેમાં મારી માંદગીની સારવાર અને મૃત્યુ પછીની વિધિઓ મારા પત્ની અને બાળકો જેમ કરશે તે મને મંજુર રહેશે-એવું વિધાન મે કર્યું હતું. હા, તે વાત હું હજીપણ એમની એમ જ સ્વીકારું જ છું પરંતુ, હવે દસ વર્ષ પછીના મારા વિચારોનો ખ્યાલ આવે એટલા પૂરતું આ પત્ર લખું છું.
મારી શારીરિક તકલીફોનો ઈલાજ કઈ રીતે કરાવવું તે બાબતે કમસેકમ મારા પોતાને લગતા કેટલાક ખ્યાલો મે નક્કી કર્યા છે, તેનું વિગતવાર વર્ણન હું કરીશ.
જો બેભાન ન હોઉ અથવા કહો કે માનસિક રીતે નિર્ણયશક્તિ ગુમાવી ન ચુક્યો હોઉ તો, મારી ઉંમરને લગતી કોઈપણ માંદગીની કેવી-કેટલી અને ક્યાં સારવાર કરાવવી તેનો નિર્ણય હું લઈશ. પણ હું બોલીને કે બીજીરીતે કહી ન શકું એમ બને તો માર્ગદર્શક બને એ રીતે સારવારની વાતો કહીશ.
સાધારણ રીતે થતી નિદાન પ્રક્રિયાઓ દ્વારા રોગ સારવાર યોગ્ય છે કે કેમ તે જાણ્યા પછી-જો સારવારથી સારા થવાની ઓછી શક્યતાઓ હોય તો સારવાર નહીં લેવી ઘરે ફક્ત સ્નાન-ઝાડા-પેશાબ-ચોખ્ખાઈ વિગેરે કાળજી લેવી અથવા લેવડાવવી. દમણીયા હોસ્પિટલ, ગણદેવી ના અંતાશ્રમ વિભાગમાં દાખલ કરી અથવા એવી કોઈ જગ્યાએ રાખી અથવા ઘરે માણસ રાખી કાળજી લેવી, આ વાતને કોઈ રીતે નાનમ વાળી કે અયોગ્ય માનવી નહીં. ખાલી બતાવવા માટે કે ખાલી સામાજિક મોભ્ભા માટે કઈ જ ન કરવું. હ્રદય રોગ-મગજના રોગ-કે કેન્સરની પ્રાથમિક અવસ્થા હોય તો પ્રાથમિક સારવાર કરાવવું પણ હ્રદયના-મગજના-કે કેન્સર ના ઓપરેશનો કે એવી કોઈપણ સારવારમાં પડવું નહીં. આ આ સિવાયની કોઈપણ માંદગીમાં સારા થવાનું કોકટર અશક્ય જણાવે તો, સીધા ઘરે પરત લાવી સાધારણ સાર-સંભાર કરવું.
I.C.U.
કોઈ સંજોગમાં તાત્કાલિક સારવાર તરીકે ICU માં દાખલ કરવાનું બને તો, ત્રણ કે વધુમાં વધુ ચાર દિવસ દવા-ઈંજેકશન-ઓક્સિજન વિગેરેથી સુધારો ન થતો હોય તો આ પત્ર દ્વારા મારી એટલે કે તે સમયના દર્દી ની ઈચ્છા ન હોવાનું જણાવી રજા લઈ ઘરે પરત લાવી દૈનિક જરૂરી કાળજી કરાવવી.
Euthanasia
પીડારહિત મૃત્યુ હજી આપણાં સમાજમાં અને કદાચ કાનુની રીતે આ સ્વીકાર્ય નથી એટલે મૃત્યુ દવા-ઈંજેકશનથી લાવવાની અપેક્ષા રાખતો નથી. પરંતુ સારવાર બંધ કરાવીને - કરીને પોતાના ઘરે ઘરગથ્થું કાળજી લઈ મૃત્યુની રાહ જોઈ શકાય વધુ ઉંમર + માંદગી અને સારવાર વિના મૃત્યુ જ્યારે આવે ત્યાં સુધી દૈહિક સાધારણ કાળજી રાખવી.
Organ Donation (અંગદાન)
આપણે ત્યાં જીવન દરમાયન એક ગુર્દો (Kidney) અને યકૃત (Liver) નો ભાગ દાન કરી શકાય છે તે બાબતે વિચારવું - આયોજન કરવું. બેભાન અવસ્થામાં (Coma) જ્યારે મગજનું મૃત્યુ એવું નિદાન (Brain Death) થાય ત્યારે તાત્કાલિક શરીરના લઈ શકાય એટલાં બધાં અંગો Kidney, Liver, Heart, Skin, Eyes, વિગેરે બધુજ આપવાની કોશિષ કરવી જોઈએ.
Body Donation (દેહદાન)
મરણની આવવાની સ્થિતિમાં આ બાબતે કાર્યવાહી શરૂ કરવું જેથી મરણ પછી તરત જ ચક્ષુદાન (Eye Donation) કર્યા પછી દેહદાન થઈ શકે. અકસ્માત કે શરીરના બીજા કારણોસર દેહદાન ન થઈ શકે તોજ અગ્નિસંસ્કાર કરવું.
મરણ સમયે કે મરણ પછીની કોઈ વિધિની અપેક્ષા નથી.
આમ આ બાબતે કોઈ જાહેરાતો સમાચારપત્રમાં આપવાની જરૂર નથી બારમું-તેરમું-વર્ષી કરવું નહીં બેસણું-ઉઠમણું-શોકસભા જેવા કાર્યક્રમો બિલકુલ ન કરવા, લગ્ન-જન્મદિન કે કોઈપણ પ્રસંગો ને જેમના તેમ કાર્યક્રમ મુજબ જ કરવા.
હા, મરણ એક અંતિમ પડાવ છે - તેને સ્વીકારી-આવકારી પોતાનું જીવન પહેલાની જેમ જીવવાનું શરૂ કરી દેવું.
મરણને લગતા કોઈ દાન કરવા નહિ. હા, પોતાને ગમતી સમાજસેવા કે આર્થિક મદદ યોગ્ય લાગે તે રીતે યોગ્ય લાગે તેને કાયમ જ કરવી.
આમ, સિત્તેર વર્ષે – 41 વર્ષની આંખની ડોક્ટર તરીકેની જિંદગી – 43 વર્ષનું લગ્નજીવન, સિત્તેર વર્ષનું આરોગ્યમય જીવન અને બે જવાબદાર લાગણીશીલ બાળકોના પિતા હોવામાં મને જીવનની સંપૂર્ણ સફળતા ધન્યતા અને સુખ અનુભવાય છે ત્યારે વિદાય એ આનંદપૂર્ણ જ હોય શકે.
ડો. ભરત એમ. દેસાઈ
બીલીમોરા
તા. ૨૩-૦૭-૨૦૧૯
સારવાર: ડો. વિજય દેસાઈ 99280 20522, ડો. હિતેન્દ્ર પટેલ 98251 28876
દેહદાન: ડો. પ્રફુલ્લ સીરોયા 98250 34591
અંગદાન: ડો. નીલેશ માંડલેવાલા 98256 09922
ચક્ષુદાન: રોટરી, નવસારી. 02637-258920, 02637-258931
Frank as always, Saheb.����
ReplyDeleteNice commendable declaration.
ReplyDeleteExcept one point.
I think,declaration in news paper should be there.Reason being,
the people (who have been helped , in their difficult times)have right to know & react with your closest relatives.The relatives go through following stages after the death:
1.stage of shock.feeling of total loss.
2.stage of realisation. accepting the truth.
3.stage of idealisation. people praising the virtues of deceased.
4.stage of rehabilitation.start learning to leave under changed circumstances.
Sir,
the stage 3 & 4 are helped by the people who have been helped by you & who only can know through obituary.
When one dies,one goes alone,but never forget one is leaving behind live stock .And they need support system.
Worth saluting your views and planning Dr Bharatbhai Desai . Perfect example of what should be done in geriatric phase of life and after death .
ReplyDeleteAnavils are great leaders with advance thinking .����
I’m highly impressed by your clear thinking. Everyone should follow this.
ReplyDeletePerfect
I know that no "will" is a last "will" till it is a last "will".
ReplyDeleteIt needs revision from time to time.
Well, I would like you to add to a nearly perfect "will" following point, if you think it worthwhile.
Sir, I observed while touring China that every foreyard of the house has a little stone structure like (Tulsi-kyara), and I saw people coming out of house, bowing down, before going to office work. I inquisitively asked the guide about it. and he replied that they keep the ashes of their beloved ones who have gone to heavenly abode. By bowing down on daily basis,before they start their day, they pay respect to the dead and pray for their blessings.great spirituality.
We, instead, can ask our children to plant a tree, putting our ashes and nurture the plants. That is how we can be remembered forever. It is a legacy which can help our green environment dream also.
આટલી સહજતાથી મૃત્યુ વિષે લખવું એ કઈ જેવા તેવા માણસનું કામ નથી. જિંદગીની સૌથી મોભાદાર ઘટનાનું આટલું સીધું અને સરળ અર્થઘટન અને સેવા-દાનને છેલ્લા શ્વાસ સુધી જીવનમાં સાંકળવું એ મને આપની આત્મકથા વાંચવા માટે આકર્ષે છે.
ReplyDeleteThank you, Shreya, for reading and responding positively.
DeleteI have been lucky to live my life at my terms and so I can easily spell out all about death.
My mini-autobiography is part of this blog as ""Life at 60" pubblished around 10 yeas back. do have a look when possible.
Blessings.