Skip to main content

Posts

Pains And Pleasures Of Ageing

At the age of 71, I am looking back and see my thoughts recorded in the article Life at 60  years back and find out whether all I said then continues to be true even today. I am happy to say my conclusions proved to be true. In one of them, I wrote 'I can proudly tell myself I can rely on my offspring for whatever I need - a great satisfaction any parent can have.' In the other sentence, I wrote 'my pillars of living are my wife Dr Bhavna, daughter Vaishali and son Rahul .' Yes, the same truth prevails. I concluded the article stating 'I am happy. I have no regrets. I am ready to face whatever situation arises and do what I think right at that moment.' Well, certainly 'all is well!'  I said at 60 and continue to believe the same at 70+ that, 'I am sure I have no expectation whatsoever before, during and after my death.' Once this mental attitude is reached, I think all the spirituality one needs is at the maximum. One needs not be a 'Sanyaas...

હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે. પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ. ૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી ...

ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો.  બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં! પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ. આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવ...

મને ગર્વ છે કે હું અનાવિલ છું!

ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ |  યદ્દભદ્રં તન્ન આસુવ || હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.   જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે...

૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ

જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ  હિન્દુઓ ને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને  ભારત થી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં  પાકિસ્તાન ની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી  મુસ્લિમો ને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.   ૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા. મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું. ૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પ...

ગોધરાકાંડ ૨૦૦૨

૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે. મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવ...

હિન્દુત્વ

સિંધુ નદી કિનારે વસેલા આર્યોનો દેશ ‘આયાવર્ત’ તરીકે ઓળખાતો – લોકોઆર્યો અથવા સિંધુ પણ કહેવાતા. પરદેશીઓ સિંધુને બદલીને ‘હિન્દુ’ કહેવા લાગ્યા અને તેમનો ધર્મ હિન્દુ ધર્મ કહેવાયો હકીકતમાં વૈદિક પરંપરામાં સનાતન ધર્મ હતો, તે હિન્દુ બન્યો. વર્તમાન ધાર્મિક અસહિષ્ણુતા ના વાતાવરણમાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો પોતાના અલગ ચોકા બનાવી ટોળાં શાહી અને અરાજકતા તરફ વળ્યા ત્યારે જીવન જીવવાની સર્વમાન્ય શૈલી ધરાવતા અને સિંધુ નદી કિનારે થી અરબી સમુદ્ર સુધી વિસ્તરેલ ભૂમિના લોકો – હિન્દુ કહેવાયા – તેમના વિચારો તે 'હિન્દુત્વ'! હિન્દુ એ સર્વમાન્ય – આદર્શ જીવનશૈલી છે. તે ઈસ્લામ કે ખ્રિસ્તી વિરોધી નથી કે એ કોઈપણ ધર્મ સામે નથી. વનસ્પતિ, પ્રાણી અને સર્વને સમાન જણાવી – દરેક ને કાળજી લઈ સહજીવનની પ્રણાલી તે હિન્દુત્વ. બધા ભગવાનને સ્વીકારી સર્વધર્મ સમભાવ અને કોમી એક્તા શીખવે તે હિન્દત્વ. ચાલો સરળ ભાષામાં લેખક રામસ્વરૂપે કહેલી હિન્દુત્વની વિગતો બરાબર જાણીએ – સમજીએ. હિન્દુ ધર્મ, હિંદુઓ અને ભારત ભારતની ભૂમિ ઉપર સનાતન ધર્મ ઉત્તપન્ન થયો. અહીના લોકો હિંદુઓ કહેવાયા અને ધર્મને હિન્દુ ધર્મ કહ્યો આ ધર્મમાં ચાર પુરૂષ...