માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો, સાદર વંદન. બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું. મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું. કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ. 1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ ...