ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...