વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ
વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે.- વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.
- મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.
- મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.
- સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.
આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (NGO), ધનિક ઉધ્યોગપતિઓ અને જ્ઞાતિસમૂહો આ પ્રથા અપનાવી લેશે. સાદાઈથી લગ્ન કરવા મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે તો ખૂબ જ યોગ્ય છે. લગ્નમાં પૈસાના ધુમાડો કરી દીધા પછી આખી જિંદગી દેવને કારણે દુઃખી થવામાં કે પોતાની જમીન વેચીને આવક ગુમાવવામાં કોઈ મહાનતા નથી,મૂર્ખાઈ છે. સમાજે ફરજિયાત અમલ કરવાના આદેશ બહાર પાડવો જોઈએ- જેથી તેનો ચોક્કસ અમલ થાય છે.
સુધારા માંગતા મુદ્દાઓ વિચારીએ.
આમંત્રણ પત્રિકા અને આમંત્રણની રીત:
મોંઘીદાટ કંકોત્રી છપાવવાથી આમંત્રિત કોઈ રીતે પ્રભાવિત થતો નથી- અને અઢળક નાણાવ્યય થાય છે.
રૂબરૂમાં આમંત્રણ આપવાની વિધિઓ ત્રાસ જેમણે સહન કર્યો હોય તે જ જાણે. મુંબઈથી અમદાવાદ કે બીજા રાજ્યમાં રહેતા સંબંધીઓને રૂબરૂ આમંત્રણ આપવું ખરેખર ત્રાસદાયક થાય છે. જે સ્નેહી છે- જે ખરા સંબંધી- મિત્રો છે- તે લગ્નમાં આવવાના જ છે.
લગ્નનું આમંત્રણ સોશિયલ મીડિયામાં વોટ્સએપ (WhatsApp) દ્વારા આપી ફોનથી આમંત્રણ પાકું કરવું ખૂબ સહેલું અને યોગ્ય છે.
વરઘોડો:
જાહેર માર્ગને અવરોધતો, ટ્રાફિકનું રોકાણ અને ત્રાસ ફેલાવતો, ફટાકડા દ્વારા હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ કરતા વરઘોડો કાઢીને આપણે શું સાબિત કરીએ છીએ? વળી ડી. જે. નો ઘોંઘાટ બહેરાશ ન આવે તો જ નવાઈ- વરઘોડો સંપૂર્ણપણે બંધ રાખવું યોગ્ય છે.
ભોજન સમારંભ:
પચાસથી વધારે મદ્રાસી, પંજાબી, ચાઈનીઝ, વિવિધઆઈસ્ક્રીમો સરબતો સુપો સાથેનું ભોજન પીરસવામાં કોઈ મહાનતા નથી- એ દ્વારા અન્નનો અસહ્ય બગાડ અને ખાનારના પાચનતંત્રને નુકસાન સિવાય છે શું? વળી બુફે પ્રથામાં લોકો દ્વારા ભીડમાં બીજીવાર ન જવાની આળસ ને કારણે લીધેલુંવધારે પડતું ભોજન પૂરું કેવી રીતે કરવું શક્ય છે?
ઔરંગાબાદ જૈન સમાજે લીધેલ નિર્ણય મુજબ લગ્નમાં છ થી વધારે વાનગીઓ હોય તો ફક્ત વર કન્યાને આશીર્વાદ આપવા, પણ તે લગ્નમાં ભોજન ન કરવું. અગ્રવાલ સમાજેપણ આ પ્રથાને અનુમોદન આપ્યું છે, આર્થિક સંપન્ન બંને સમાજો આ કરતા હોય છે તો, આપણે તેનું અનુકરણ ચોક્કસ કરવું જ રહ્યું.
લગ્ન ગમે એટલા મોટા હોય પણ લોકો તેને યાદ રાખતા નથી. ખર્ચાળ-ભભકાવાળા લગ્ન કરવા બદલ કોઈને એવોર્ડ મળતો નથી- લગ્ન એ સંસ્કાર છે. અહીં પરસ્પરને વચન બધ્ધ કરી જીવનભર સાથે રહી, અનુકૂલન સાધી, બે કુટુંબમાંથી આવેલ વર-કન્યાના મિલન દ્વારા વંશવૃદ્ધિનો હેતુ ધરાવતો વિધિ છે-
રાસ-ગરબા, સંગીત-સધ્યા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પ્રી-વેડિંગ શૂટિંગ, બ્યુટી-પાર્લર,મહેંદી અને પીઠી ચોળવાની વિધિ
સંગીતસંધ્યામાં આવતા ઓરકેસ્ટ્રાનું બિલ, વર-કન્યા,બંને માબાપ, ભાઈ ભાભી વગેરેને મહીના સુધી પ્રેક્ટિસ કરાવી કરાવતા ડાન્સ અને રાસ-ગરબાનો પ્રસંગ શું સાબિત કરે છે?કંઈ-નહીં, કોઈ ખાસ આનંદ મળતો દેખાતો નથી – ઊલટાનુંઅભદ્ર પ્રદર્શન પણ બિનજરૂરી રીતે થતું હોય છે. ખર્ચ તો વળી ત્રણ ચાર લાખ રૂપિયાનો થઈ જાય છે.
ફોટોગ્રાફી – વિડિયો:
કેટલા આલ્બમ કે વિડીયો ઘરના સભ્યો નિયમિત રીતે જુવે છે. કદાચ એકપણ વાર આલ્બમ કે વિડીયો ન જોયો હોય એવા સભ્યો મળી આવે છે. વર્ષ પછી તો ક્યાં મૂક્યા છે તે પણ ઘણાને ધ્યાન પણ હોતું નથી.
પ્રિ-વેડ શૂટિંગમાં વર્ગ કન્યાને લગ્ન પહેલા એક કે બે દિવસ દૂરના સ્થળે હોટેલમાં લઈ જઈ પિક્ચરના ગીત પ્રમાણે ડાન્સ અને ફોટોગ્રાફી કરાવતા હોય છે. નવા ખરીદેલા ચાર-પાંચ કે વધારે ડ્રેસ બદલાવી ફોટોગ્રાફી કરતાં હોય છે.ઉપરાંત લગ્ન પહેલાનું એકાંત કેટલું નુકસાનકર્તા હોઈ શકે તે તૂટેલા લગ્નવાળાને જ ખબર પડે. ડ્રોન દ્વારા વિડીયોગ્રાફી અનેફોટોગ્રાફીની વિધિમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચીને કઈ મળતું નથી!
બ્યુટી પાર્લર:
લગ્નના બે દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર થતી ઘણીબધી સ્ત્રીઓ લગભગ પાંચ-છ કલાક ન બગાડે તો જ નવાઈ.ઘણીવાર તો આ કારણે લગ્ન અને બીજી વિધિઓ પણ ખોરવાતી હોય છે. બ્યુટી પાર્લરના આઠ દસ કલાકારોની ફોજ પછી દોઢ બે લાખ રૂપિયા ન લે તો જ નવાઈ. આજ વાત મહેંદીની એક સાંજ માટે કહી શકાય.
આમ બધી વિગતોનો કુલ ખર્ચ, બધા લોકોના ત્રણ-ચાર દિવસના રોકાણનો ખર્ચ અને તેમને નોકરી ધંધામાં થતું નુકસાન અને દોડાદોડી-ત્રાસના હિસાબ નિરાંતે માંડવા જેવો છે.
વિચારો, આમ લગ્નમાં થતો ખર્ચ રોકવાથી થયેલીબચત ભવિષ્યમાં વર- કન્યાને, બંને પક્ષના મા-બાપોને અને ભાઈ-બહેનોને માંદગીસમયે, અભ્યાસમાં કે બીજી કોઈ જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
ખરેખર વધારે પૈસા હોય તો, સમાજ સેવામાં દાનમાં વાપરી શકાય.
ચાલો. નીચે મુજબ સમાજ દ્વારા નિયમો નક્કી કરી તેનું પાલન કરીએ.
- લગ્નમાં બંને પક્ષના મળીને વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ ભાગ લેવો જોઈએ તેટલા જ તમારા અંગત સ્નેહીઓ હોય છે.બાકીના તો?
- આમંત્રણ ફોનથી અને મોબાઈલમાં whatsapp દ્વારા આપી શકાય.
- એક જ દિવસ લગ્નવિધિ ચાલવું જોઈએ.
- ભોજનમાં વધુમાં વધુ છ વાનગી પીરસવું જોઈએ.
- સમૂહ લગ્નમાં આયોજનોમાં જોડાવું જોઈએ.
ચાલો, સુધારાની શરૂઆત આપણા પોતાનાથી કરીએ તો કેવું?
અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ
અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો.એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો લેતા ફક્ત રૂપિયા ૫૦૦૦ થી ૧૧,૦૦૦ સુધી લગ્નવિધિ સમયે સોની પાસે વજન કરાવીને પુરાવજનનું સોનું ઉઘરાવતા તે વાત આજે કદાચ માનવામાં ન આવે, પરંતુ તે વાંકડાની નામોશી ત્યારે હકીકત હતી.
લેવડદેવડની ચર્ચા અને સમજૂતી લગ્ન નક્કી કરવાની પ્રથમ વિધિ ચાંદલા સમયે કરાતી અને આ બાબતોનો બંને પક્ષની અને બે સાક્ષીઓની સહીવાળા કાગળનું લખાણ કરાવવામાં આવતું.
ચાંદલા વિધિ સમયે લાલ પેનથી લખાતું કરારનામું:
શ્રી ગણેશાય નમઃ વિક્રમ સંવત ___________ના__________ મહિનાના કૃષ્ણ/શુક્લ પક્ષની તિથિ અને વારે_________ સમયે આ લખાણ કરવામાં આવે છે. કુ. _______________, ________________ ની પુત્રી______________ ગામ___________ તાલુકા__________ જિલ્લાની રહેવાસીનો ચાંદલો કુ. _________, _________ ના પુત્ર_________ ગામ_________ તાલુકા___________ જિલ્લાના રહેવાસી સાથે નક્કી કર્યા તે ચાંદલા દરમ્યાન નીચે મુજબની આપ-લેની ખાત્રી કરી છે. જેનો અમલ થતાં લગ્નની વિધિ પૂર્ણ કરીશું. ૧) હળદર ૬૨૫ ગ્રામ (સવા સેર) ૨) પાન – Betel-nuts _____ ગ્રામ ૩) રોકડ વાંકડો _______ રૂપિયા (આશરે રૂપિયા ૫૦૦૦૦ સુધી) ૪) સોનાના ઘરેણાં ___________ તોલા (આશરે ૫ થી ૫૦ તોલા સુધી) ૫) પહેરામણી – પુત્રીની માતાને _______ રૂપિયા ૬) શાલ _______ અને સાડી ________ સ્થિતિ પ્રમાણે શોભે તેવી. ૭) આ ઉપરાંત પ્રસંગને આનુષંગિક ઘરઘામણમાં આપવાની વસ્તુઓ વાસણો- ટેબલ, ખુરશી વિગેરેની યાદી. ૮) વરયાત્રામાં આવેલા _______ વ્યક્તિઓને ભોજન – ચા નાસ્તો ઉપરોક્ત લેવડ દેવડ વાંકડાના આવેજ રૂપે __________ રૂપિયા આજ રોજ આપીએ છીએ.૯) નોંધ: ઉપરોક્ત યાદી ઉપરાંત રોકડવદા, સુવાવડનો ખર્ચ, જાનખર્ચ, વાહનખર્ચ અને વાજાવાળાનો, સુવાવડ શેતરંગી ખર્ચ મજરે આપવાનો રેહશે. સહી: કન્યાપક્ષ પિતા __________________ વરપક્ષ પિતા __________________ સાક્ષીની સહી: ૧) __________________ ૨) __________________ |
વાત એટલેથી પતતી હોય તો વાત અલગ છે, પણ લગ્નના બીજા દિવસે દસીયાની વદા- ત્રણ ખાવાં-દિવાળીમાં દીવા મૂકવા- પ્રસુતિ સમયનો ખર્ચ- દર વર્ષે કન્યાના કપડા નો ખર્ચ અને કન્યાના મરણ સમયે લાકડાનો ખર્ચ કન્યા પક્ષે જ કરવાનો કુરિવાજ હતો. વર્ષ દરમિયાન ગમે ત્યારે પિયર આવેલી કન્યા સાસરે ખાલી હાથે ન જતાં પૂરી, વડા અને લાડવા અચૂક લઈ જતી
અને સમયનું ચક્ર ફરે છે- તેમ વખત જતા કન્યાની સંખ્યા ઘટતાં ઉપરાંત કન્યાનું ભણતર અને આવક વધતાં અને વરપક્ષની લાયકાત કન્યા ની સરખામણીએ ઘટતા, ઉપરોક્ત બધા જ રિવાજો મોટા ભાગે અદ્રશ્ય થયા- વરપક્ષેહવે વગર વાંકડે- વગર સોનાએ અને વગર ઘરઘામણે લગ્ન કરવા ફરજિયાત સંમતિ આપવી જ પડે છે- અરે, કન્યા પક્ષનો લગ્નનો ખર્ચો પણ વરપક્ષ આપવાની ગરજ બતાવતા જોવા મળે છે. છતાં છોકરાઓ (દેખાવડા, કમાતા, ભણેલા અને વ્યસન મુક્ત હોવાછતાં) મોટી સંખ્યામાં કુવારા રહી જતા જોવા મળે છે.
ચાલો, માંદા સ્નેહીઓની ખબર કાઢવા
આપણે સૌ સામાજિક વ્યવહારો સાચવાની ખાસ કાળજી રાખતા હોઈએ છીએ. માંદા પડેલા આપણાં અંગત સ્નેહીજનની હોસ્પિટલમાં દાખલ થયેલ હોય ત્યારે રૂબરૂ મળી મુલાકાત કરીને “વહેલા સારા થઈ જાવ” એવું આશ્વાસન આપવાનો રિવાજ છે. આમ કરવાથી દર્દી ને ખરેખર દિલાસો મળે છે અને માંદગીની કારણે થયેલ દુ:ખ ઓછું થતું હોય છે.લાગણીથી જોડાયેલ અંગત સ્વજનને મળવા જવાનો રિવાજ ઘણીવાર ફક્ત ઔપચારિક્તામાં પરિણામતો હોય છે. આમ ફક્ત ફરજ નિભાવવાની વિધિ કરવા પૂરતું જઈને વેઠ ઉતારવાનો કોઈ ખાસ અર્થ નથી. ચાલો, કંઈક અર્થસભરતા લાવવાની હકારાત્મક કોશિષ કરીએ.
આ અર્થ શબ્દ દ્વારા મને પૈસા- નાણાંની યાદ આવી. વર્તમાન સંજોગોમાં દરેક વ્યવહાર પૈસાની લેવડદેવડનો રહ્યો છે. જન્મ સમયે, જન્મદિવસે, યજ્ઞોપવિત, લગ્ન કે મરણ દરેક વિધિ પૈસાની આપ લે દ્વારા થતી હોય છે. પોતાની આર્થિક સ્થિતિ સંબંધની નિકટતા અને ભૂતકાળના વ્યવહારોની ગણતરી કરીને તે પ્રમાણે પૈસાનું કવર બનાવી આપણે આદાન-પ્રદાન કરતા હોઈએ છીએ તેમાં માંદગી સમયે આર્થિક ભેટ શરૂ કરવા જેવું છે.
હોસ્પિટલમાં દાખલ થયેલ સ્નેહીને પ્રાથમિક તપાસ, લેબોરેટરી રેડિયોલોજી તથા નિષ્ણાત ડોક્ટરની નિદાન માટેની તપાસ દરમિયાન ખૂબ મોટો ખર્ચ થતો હોય છે- ત્યાર પછી દવા હોસ્પિટલ ચાર્જ અને ઓપરેશનમાં પણ અણધાર્યા મોટાં બિલ ચૂકવવા પડતા હોય છે. રૂપિયા એક લાખથી આઠ-દસ લાખ સુધીનો ખર્ચો સાધારણ રીતે થઈ જતો હોય છે
માંદગીના બિછાને સુતેલ સ્નેહીજનને ઠાલા શબ્દોના આશ્વાસન કરતાં દરેક મુલાકાતે દ્વારા દરેક મુલાકાત સમયે રોકડ ભેટ ૫૦૦, ૧,૦૦૦ કે ૧૦,૦૦૦ રૂપિયા અથવા વધારે કવરમાં મૂકીને અથવા દર્દીને ભેટ માટે મૂકેલ બોક્સમાં નામ લખ્યા વગર મોટી રકમ સરકાવીને આપવા જેવું છે. આર્થિક સંકટમાં ઘેરાયેલ વ્યક્તિને માંદગીમાં સારા થવામાં આ મદદ કદાચ મોટું આશ્વાસન પૂરું પાડી શકશે. થનાર અણધાર્યો અસહ્ય ખર્ચને પહોંચી વળવામાં આ મદદ ખૂબ અર્થપૂર્ણ સાબિત થતી હોય તો આ નવો રિવાજ શરૂ કરવા જેવો છે.
મેડિક્લેમ – માં કાર્ડ – આયુષ્યમાન ભારત યોજના - કે બીજી બધી જ વાતો આપણે જાણતા હોઈએ તો પણ સ્વજનની તાત્કાલિક આર્થિક સંકળામણ માંદગીના અણધાર્યા સંજોગોમાં આર્થિક મદદ ખૂબ જ આશીર્વાદરૂપ અને આશ્વાસનરૂપ ચોક્કસપણે થશે.
વળી, આ આર્થિક મદદના રિવાજની સાંકળ (Chain of Economic Help) આગળ જતાં સૌ ચાલુ રાખશે તો સર્વત્ર આનંદ સંતોષ અને સુખની સુંદર લાગણી ચોક્કસપણે થશે જ.
ચાલો, માંદા સ્નેહીને હોસ્પિટલ કે ઘરે મળવાની તત્પરતા દાખવીએ અને ઉદાર મનથી મોટો આર્થિક વ્યવહાર શરૂ કરીએ.
શુભસ્ય શીઘ્રમ!
Wabi Sabi
ચીનના તાઓ ધર્મના સ્થાપાક લાઓ-ત્સે-તુંગે એકદમ વ્યવહારિક પરંતુ તદ્દન સરળ સિદ્ધાંતો આપ્યા:- સાદાઈ - Simplicity-Patience-Compassion
- સંવાદિતા - Harmony
- મુક્ત કરો - Let go
તમે તમે જ બની રહો. તમે તમારા પ્રત્યે સાચા બનો.
આ જ રીતે ભારતમાં બુદ્ધ ભગવાને બૌદ્ધ ધર્મમાં જીવનમાં સહન કરવાની અને સ્વને અવગણીને કુદરતી રીતે જીવી જીવનના અસ્થાયીપણાની વાત કરી.
તાઓ અને બુદ્ધ ધર્મના સિદ્ધાંતો જોડીને જાપાનમાં પ્રકૃતિમાં શાંત અને મંદગતિના લયની જેમ કશાયની ઉતાવળ સિવાય, નિરાંતમય - કુદરતી ક્રમ મુજબ - સાદગીપૂર્ણ જીવન જીવવાની પદ્ધતિ શોધી તે આપણી Wabi- Sabi “વાબી – સાબી”.
- Wabi: Subdued austere beauty (દબાયેલ - આડંબર વિનાનું, ગંભીર, સરળ – સૌંદર્ય)
- Sabi: Rustic Patina (દેશી, સીધી સાદી ઉમરલાયક –જૂની વસ્તુ)
આમ, વાબી સાબી એટલે જાપાની જીવન જીવવાની કળા!
Wabi-Sabi is a world view centered on the acceptance of transience and imperfection. They ask us to appreciate the beauty that is imperfect, impermanent and incomplete in nature.
વાબી સાબી નિરાંતભરેલું, ધીમું, ઉતાવળ-રહિત, કુદરતી લયવાળું, શાંત, પ્રાકૃતિક જીવન જીવવાની કળા છે. તે વર્તમાન જીવનમાં વર્તમાનમાં જીવતા શીખવે છે. ધીમા પડીને શાંતિથી ક્ષણેક્ષણનો આનંદ માણો. ઉતાવળ શા માટે?
સાદાઈપૂર્ણ જીવન સાદી સરળ રીતે જીવવાથી ઘણાબધા પ્રશ્નો કે દુઃખો ઉદ્ ભવતા જ નથી. વ્યક્તિગત અપેક્ષાઓ અને જરૂરિયાત ઘટાડવાથી સુખ શાંતિ મળવાની જ છે. અપૂર્ણતા (imperfection) અને અસ્થાયીપણા (impermanence) નો સ્વીકાર (acceptance) કરો.
જીવનમાં સંપૂર્ણતાનું અસ્તિત્વ જ નથી. તેથી સઘળું અપૂર્ણ જ છે. અને અપૂર્ણ જ રહેવાનું છે. તેથી સંપૂર્ણતાનો ખ્યાલ છોડી અપૂર્ણતાને જેમનો તેમ સ્વીકારો અને માણો. વસ્તુની દરેક ફાટ અને દરેક તિરાડનું આગવું સૌંદર્ય છે. આ સમજણ અપૂર્ણતાનો સ્વીકાર કરતા શીખવું શીખવશે. તથા બાહ્ય અને આંતરિક પરિવર્તન જેમના તેમ જ, જેવા છે તેવા, સ્વીકારો. વૃદ્ધાવસ્થાની કરચલી અને ગુપ્તાનો સૌંદર્ય અને મહત્વને માન આપો. ફેરફાર સિવાય કંઈ જ નથી અને જ અસ્થાયી પણ કહેવાય છે તે સમજો. એટલે ધીમા પડી નિરાંતે વર્તમાનમાં જીવવું. સાદાય પૂર્ણ અપેક્ષા રહિત જીવન અને અપૂર્ણ હતા અને સમય જતા થતા પરિણામને લીધે આવતા અસ્થાયીપણાનો સ્વીકાર.
Wabi-Sabi teaches:
- Impermanence: Nothing lasts forever as it is. Accept impotence of ageing. Enjoy changes in the time by making them interesting.
- Imperfection: Nothing is ever finished to the perfection. Instead, accept imperfection.
- Simplicity: Life is empty. Fill it with nobility - humility and simplicity.
આ વાબી સાબી બાબતે બે-ત્રણ મહાનુભવોની વાતો કરવાની લાલચ જ રોકાતી નથી.
- Pareto Principal of 80-20: ૮૦% કામ કરવા ફક્ત ૨૦% સમય જાય છે, પરંતુ બાકીના ૨૦% કામ કરવામાં ૮૦% સમય જાય છે. તો વિચારો શું કરવું? તેનો જવાબ આ મુજબ છે.
- Robert Watson Watt: Give them the third best to go with. Because the second best comes too late. And the best never comes!
- George Stigler: તમે જો વિમાન કોઈપણ વાર ચુકતા ન હો, તો શક્યતા એ છે કે તમે વિમાનઘર પર- એરપોર્ટ પર- ઘણો જ વધારે પડતો સમય ગુમાવવો છો!
જાપાની વાબી સાબી પદ્ધતિ એટલે સાદાઈપૂર્ણ નિરાંતનું જીવન, અસ્થાયીપણાનો અને અપૂર્ણતાનો સંપૂર્ણ સ્વીકાર.
અનાવિલોની દશા અને દિશા
દેસાઇઓ ગોરા, ઊંચા અને બોલકણા હોવાથી બીજી જ્ઞાતિઓથી જૂદા પડતા. અંગ્રેજોની જેમ દેસાઇઓને પણ હુકમ કરવાનું ગમતું હોવાથી ગામની ‘પટેલગીરી‘ એ હોંશેહોંશે સ્વીકારતા. શિક્ષણ પ્રત્યે અનાવિલોને રૂચિ હતી અને શિક્ષણ દીકરાઓ પૂરતું મર્યાદિત નહી રાખતાં દીકરીઓને પણ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું. જે અનાવિલોની ખેતીની આવક ઓછી હતી એ શિક્ષકનો વ્યવસાય સ્વીકારતા અને પોતાના સંતાનો અને ગામના અનાવિલોના સંતાનો પણ શિક્ષણ લે એવી પ્રથા એમણે પાડી હતી. શિક્ષક સિવાય રેલવે,તલાટી,કાપડ મિલોમાં પણ અનાવિલો નોકરી કરતા.
અનાવિલો ડાંગર, જુવાર, કપાસ, વાલ, મગ, દીવેલા, સીંગ વગેરેની ખેતી કરતા. શાકભાજીનો પાક લેવામાં મહેનત કરવી પડે એટલે એવા રોકડિયા પાકથી એ દૂર રહેતા. લગભગ દરેક અનાવિલને ત્યાં દૂઝાણુ(ગાયભેંસ) રહેતું અને એમાંથી રોજીંદો ખર્ચ નીકળી જતો. જેમાં બહુ મહેનત ના કરવી પડે અને મજૂરો પાસે કામ કરાવી શકાય એવા પાક લેવાનું અનાવિલો પસંદ કરતા. કેરીનો પાક લેવાનું તો પાછળી ચાલુ થયું. અનાવિલો હળપતિઓ પાસે ખેતી કરાવતા એટલે હળપતિઓ સાથે અનાવિલોના માલિક-મજુરના સબધ બંધાયા જે હજુ સુધી ટકી રહ્યા છે.
અનાવિલો ઘર અને જમીન વેચીને શહેરમાં રહેવા આવી ગયા એનાં કારણો જાણવાં જરૂરી છે.બીજા પાસે ખેતી કરાવતા હોવાથી અનાવિલોને ખેતીના ફાયદા સમજાયા નહીં. વધુ ઉત્પાદન અને વધુ આવક આપતા પાકની ખેતી કરવાનું અનાવિલો આળસુ હોવાથી એમને સૂઝ્યું નહીં. સ્વભાવે અનાવિલો આરામપ્રિય રહ્યા છે. આવશ્યકતાથી વધુ મેળવવાનો એમના સ્વભાવમાં નહોતું, અને જો મળે એ ખોટા ખર્ચ કરીને ઉડાવી દેવાતું. જમીન વેચવાનું મોટું કારણ જમીનની પહેલાં નહીં સાંભળેલી કિંમત હતું. ૧ વિઘું જમીનની આટલી કિંમત અનાવિલોએ પહેલાં કદી સાંભળી નહોતી. બીજું કારણ મહત્તમ અનાવિલ ખેડૂતો પાસે પાંચ વિઘાંથી વધારે જમીન નહોતી. ભાઇઓ વચ્ચે જમીન વહેંચાવાથી ઓછી થતી જતી હતી. આટલી જમીનમાંથી લેવાતા પાકમાંથી મળતી આવક પર્યાપ્ત નહોતી થતી. મોજશોખ કરવાનો તો પ્રશ્ન જ નહોતો. જમીનના આટલા ભાવ આવતાં અનાવિલોએ જમીન વેચવા કાઢી. જમીનની જે રકમ આવી એમાંથી શહેરમાં ઘર લઇને વધેલી રકમ બેંક/પોસ્ટમાં મૂકી.લગભગ વાડીગામો અને ચોર્યાસી અને ઓલપાડ તાલુકાને બાદ કરતાં ૭૦% અનાવિલો શહેરમાં રહેવા આવી ગયા. ૨૪ કલાક વીજળી, સિનેમા,નાટક, ટીવી, હૉટલોમાં નાસ્તો અને સાંજે જમવાનું, અંગ્રેજી ભણતર,રાજકારણ –આ બધાં કારણો ગામો તૂટી જવાના કારણો બન્યાં. દક્ષિણ ગુજરાતમાંથી કણબીઓ જમીનજાગીર છોડીને અમેરિકા જતા રહ્યા એ રીતે અનાવિલો પણ ગામ છોડીને શહેરમાં જતા રહ્યા. શહેરોમાં જઇ વસેલો અનાવિલ કામવિહોણો બની ગયો.યુવાનો દિશાહીન બન્યા, લગભગ બધા અનાવિલ યુવાનો ગ્રેજ્યુએટ તો છે જ, પણ ગ્રેજ્યુએટને નોકરી મળવાનું હવે મુશ્કેલ બની ગયું છે ત્યારે શું કરવું એ પ્રશ્ન બની ગયો છે.
અનાવિલોની અત્યારની સ્થિતિ જોઇએ તો લગભગ ૧૫% અનાવિલો વરીષ્ઠ નાગરિકો છે. ૨૦% ૩૫ વર્ષથી ૫૫ વર્ષના આધેડ કે પ્રૌઢ અનાવિલો છે. અનાવિલોની કુલ બે લાખની વસતિમાં ૧% ડૉક્ટર, ૨% એડવૉકેટ,સી.એ,ટ્યુટર વગેરે ૪% એન્જિનિયર, ૨% શિક્ષકો, ૫% વ્યવસાયિકો, ૪% વિદેશમાં વસતા અનાવિલો, ૩૦% ખેડૂતો, ૧૦% નોકરિયાતો(બેંકો,વીમા કંપનીઓ,પ્રાઇવેટ અને લીમીટેડ કંપનીઓ) થોડા બેકારો અને ગૃહિણીઓ છે. ૫% અનાવિલોને બાદ કરતાં બધા સામાન્ય સ્થિતિના છે. અનાવિલોની આર્થિક સ્થિતિ ધીમેધીમે બગડતી જાય છે.
લગ્ન,જનોઇ, ધાર્મિક વિધિઓ પાછળ અનાવિલો મોટા ખર્ચ કરતા થયા છે. યજ્ઞોપવિતની વિધિ બિલકુલ અર્થહીન હોવા છતાં પરંપરાના નામે હજુ વળગી રહ્યા છે.સંતાનોના ઇન્ટરકાસ્ટ મેરેજને અનાવિલો ખુશીથી સ્વીકારે છે. અનાવિલો પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હોવાનું કહેવાય છે પણ મૃત્યુ પછી યોજાતી શ્રાધ્ધ વિધિને હજુ વળગી રહ્યા છે.મેડીક્લેઇમ જરૂરી હોવા છતાં એનાથી અળગા રહે છે.ગરબા અનાવિલોની સંસ્કૃતિ છે અને ગરબાને અનાવિલો વળગી રહ્યા છે.શિવરાત્રિ,રામનવમી વગેરે તહેવારો ઉજવે છે પણ દિવાળીમાં ફટાકડાનો ખર્ચ,સાથિયા,મિષ્ટાન્ન, ભાઇબીજ વગરેનું ચલણ ઓછું થઇ ગયું છે. લગ્નો હજુ પણ સમયસર-મુર્હુત પ્રમાણે યોજાતાં નથી અને ડીજે પર જુવાનિયાઓ અને સ્ત્રીઓ કલાકો સુધી નાચતા રહે છે.
અનાવિલોએ પ્રિવેડીંગ ફોટોશુટ અને લગ્ન પહેલાં દીકરીને સાસરે રહેવા મોકલવા જેવી જોખમી પ્રથાને અપનાવી લીધી છે.દક્ષિણ ગુજરાતના દરેક નાનામોટા શહેરોમાં અનાવિલ મંડળો હોવા છતાં લગ્નપ્રથામાં સુધારા કરવા બાબતે કોઇ વિચાર થતો નથી. અનાવિલ મંડળોમાં સક્રીય સભ્યોની સંખ્યા ખૂબ અલ્પ પ્રમાણમાં છે.ગરબા ઉત્સવમાં હજારો યુવકયુવતી અને આધેડ વયના અનાવિલો ભેગા થાય છે પણ એ સિવાય સામાજિક કાર્યોમાં કોઇને રસ નથી પડતો.અનાવિલ મંડળો રચનાત્મક પ્રવૃતિઓના અભાવે નિષ્ક્રીય બની જાય છે
અનાવિલો હજુ પણ આડંબરી છે. આડંબરી હોવાના કારણે એમને કોઇની આગેવાની સ્વીકાર્ય નથી હોતી. આડંબર,તોછડાઇ ઉપરાંત હોશાતોશી અને અદેખાઇ અનાવિલોના લોહીમાં વહે છે.બહુ ઓછી બાબતોમાં અનાવિલો વચ્ચે સહમતિ સધાતી હોય છે. અનાવિલોને સંગઠિત કરવાનું સરળ છે પણ એમને સક્રીય કરવાનું કામ કઠણ છે. વાદવિવાદ,પોતે જ ખરા હોવાની મમત, જીદ,પદ લાલસા અનાવિલોનો મૂળગત સ્વભાવ છે.રાજકારણમાં અનાવિલોને રસ છે પણ એમનો ત્યાં કોઇ ભાવ નથી પૂછાતો.બહુ નાની સંખ્યા હોય એવી જ્ઞાતિઓ સંપીલી હોવાના કારણે આગળ નીકળી જાય છે અને અનાવિલો પાછળ રહી જાય છે.
અનાવિલોને ભૂતકાળ નડે છે. ભૂતકાળમાં અનાવિલની સામાજિક પ્રતિષ્ઠા હતી, જમીનદારી હતી,શિક્ષણ હતું, મહત્વનાં સ્થાનો ઉપર પદ શોભાવતા હતા,રીતિરિવાજોમાં અગ્રસર હતા,શિક્ષણ અને ખેતીના અભાવે બીજી જ્ઞાતિઓ આર્થિક રીતે પાછળ હતી ત્યારે અનાવિલો ખાધેપીધે સુખી હતા.પણ આળસ,અહંકાર, તોછડાઇ અને સામાજિક બદલાવ સાથે એડજસ્ટમેન્ટ સાધવાની અનીચ્છાએ અનાવિલો પાછળ પડતા ગયા.
અનાવિલોએ પોતાની જ્ઞાતિને વિકાસના પંથે લઇ જવાના ઉપાયો વિચારવા જોઇએ.
[Video] “નરસૈયો” - આદિકવિ નરસિંહ મેહતાનું જીવન દર્શન
“નરસૈયો” - આદિ કવિ નરસિંહ મહેતાનું જીવન દર્શન
મહાજનપદો
- ગણતંત્ર (Republican): રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી.
- વારસાગત (Hereditary): રાજા નો પુત્ર વારસદાર તરીકે રાજા બનતો.
સામાજિક સ્થિતિ
સમાજ વ્યવસ્થામાં ચાર વર્ણાશ્રમ પદ્ધતિ વધારે પ્રચલિત હતી. બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો દરજ્જો ઊંચો મનાતો.શુદ્રોને અસ્પૃશ્ય અને ખાણીપીણીમાં જુદા રખાતા, ઉપરાંત ગુલામી જેવા કામો કરવાતા.
ચાર વર્ણો: અધ્યાપન, યાજન અને પ્રતિગ્રહ બ્રાહ્મણોનો વિશિષ્ટ ધર્મ ગણાયો. તો શસ્ત્રાજીવ અને ભુતરક્ષણ ક્ષત્રિયનો વિશિષ્ટ ધર્મ મનાયો. કૃષિ,પશુપાલન અને વાણિજ્ય વૈશ્યનો વિશિષ્ટ ધર્મ બન્યો. છેલ્લા શુદ્રોને ત્રણવર્ણના લોકોની સેવા,કારૂકર્મ અને કુશીલકર્મ જેવા નિમ્નકાર્યો મળ્યા.
ચાર આશ્રમો: આ જ રીતે જીવનની ચાર અવસ્થાઓમાં પ્રથમ બ્રહ્મચર્ય વિદ્યાપાર્જન માટે ગણાવી. ગૃહસ્થ સામાજિક જીવનની બીજી અવસ્થા ગૃહસ્થાશ્રમ હતી. ગૃહસ્થ અધ્યયન, યજન, દાન અને અર્થોપાર્જન દ્વારા મહાયજ્ઞો દ્વારા ઋષિ, દેવ,પિતૃ ,મનુષ્ય અને ભૂત પ્રત્યેના કર્તવ્યો અદા કરતો. વાનપ્રસ્થાશ્રમમાં મનુષ્ય ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્ત થઈ તાપસ જીવનની ચર્ચા અપનાવી સન્યાસાશ્રમમાં સંસારિક બંધનો ત્યાગી સંન્યાસ ધારણ કરી પરિવ્રાજક ધર્મ અપનાવી ગૃહસ્થોને આધ્યાત્મિક માર્ગદર્શન આપતો.
સ્ત્રી: સ્ત્રીઓ ગૃહિણી બની ગૃહકાર્ય, કુટુંબના સભ્યોની કાળજી અને પતિની સેવા કરે તે અપેક્ષિત ગણાતું. પુત્રીને શિક્ષણ અપાતું. વિવાહ સંબંધમાં કન્યાને વર (સ્વયંવર દ્વારા) પસંદકરવાનો હક રહેતો. શીલ અને લજજા કુલાંગનાનાવિશિષ્ટ ગુણ ગણાતા. કોઈ સ્ત્રી ગણિકા કે નગરવધુ તરીકે જીવન જીવતી તો કોઈ સ્ત્રી પરિવ્રાજિકા, ભિક્ષુણી કે સાધ્વીનું જીવન અપનાવતી.
ગુલામી (દાસત્વ)ની પ્રથા ચાલુ હતી.
લગ્ન: વિવાહની પ્રાચીન ભારતમાં આઠ પદ્ધતિઓ પ્રચલિત હતી.
- સ્વયંવર: કન્યા જાતે પતિને પસંદ કરે.
- આર્યવિવાહ: ગોદાનના બદલામાં મેળવાતી કન્યા સાથે લગ્ન
- ગાંધર્વ વિવાહ: પોતાની પરસ્પર પ્રીતિથી યોજાતા સંબંધ પછી લગ્ન
- દૈવ વિવાહ: ઋત્વિજને અપાતા કન્યાદાન દ્વારા લગ્ન
- રાક્ષસ વિવાહ: કન્યાને બળાત્કારે ઉપાડી જઈને લગ્ન
- પૈશાચ વિવાહ: ઊંઘતી, મત કે ઉન્મત કન્યાને પરણી જવાની બળજબરી
- આસુરવિવાહ: દ્રવ્ય આપી મેળવાતી કન્યા સાથે લગ્ન
- બ્રાહ્મવિવાહ: કોઈપણ પરિગ્રહ કે અપેક્ષા વિના વિભૂષિત કન્યાનું દાન દેવાતા લગ્ન
પુરુષોમાં અનેક વિવાહની છૂટ હતી.
કન્યાના લગ્ન ૧૬ વર્ષથી પુખ્ત વય પછી થતો. સ્ત્રીઓમાં વૈધવ્ય બાદ પુનર્વિવાહ થઈ શકતા.
નંબર | રાજ્ય | રાજધાની | રાજા | રાજ્યનો વિસ્તાર | નોંધ |
---|---|---|---|---|---|
૧ | અંગ (બિહાર) | ચંપાનગરી (હાલનું બિહાર) | દધિવાહન | આધુનિક બિહારના ભાગલપુર અને મુંગેર જીલ્લા | — |
૨ | મગધ (દક્ષિણ બિહાર) | ગિરિવ્રજ (રાજગૃહ) | બિંબિસાર (અજાતશત્રુ) | પટના અને ગયા જીલ્લો | રાજગાદી માટે પિતૃહત્યા |
૩ | કાશી (દક્ષિણ- પૂર્વ ઉત્તર પ્રદેશ) | વારાણસી | બ્રહ્મદત્ત | - | શિલ્પ, વેપાર અને સમૃદ્ધિ માટે પ્રસિદ્ધ હતું. |
૪ | કૌશલ (ઉત્તરપ્રદેશ નું હાલનું અવધ) ઈ.પૂ. ૪૮૧ | ઉત્તરે: શ્રાવસ્તી દક્ષિણે: કુશાવતી | પ્રસેનજિત પૂત્ર વિદુરથ | આધુનિક ઉત્તરપ્રદેશ ના સાકેત, અયોધ્યા અને શ્રાવસ્તીા | - મગધના રાજા અજાતશત્રુ જોડે પુત્રી પરણાવી - અજાતશત્રુ જમાઈ - પિતા ને પદભ્રષ્ટ કરી પુત્ર વિરુદ્ધ રાજા બન્યો. |
૫ | વજિ (વ્રજી)
વિદેહજનપદ વૈશાલી જનપદ | વૈશાલી (મિથિલા) | - | બિહાર, નેપાળ | - આઠ નવ ગણરાજ્યોના સમૂહ (સંઘ)
- વિશ્વના પ્રાચીનત્તમ ગણરાજ્યના જન્મદાતા |
૬ | મલ્લ
હિમાલયની તળેટીમાં (ઉત્તર પ્રદેશ) | કુશિનારા અને પાવા | - | ગોરખપુર જિલ્લો દેવરિયા-ગોરખપુરનો વિસ્તાર | આઠ-દસ ગણરાજ્યોનો સમૂહ |
૭ | ચેદિ (ચેતી) | ઉત્તર ચેદી: નેપાળ
દક્ષીણ ચેદી: બુંદેલખંડ | - | યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ અને મધ્યપ્રદેશ(બુંદેલખંડ) (U.P. and M.P.) | — |
૮ | વત્સ | કોસાંબી (હાલનું પ્રયાગ) | - | ઉત્તરપ્રદેશ (અલ્હાહાબાદ ) પ્રયાગની આજુબાજુનો પ્રદેશ | — |
૯ | કુરુ (હરિયાણા) | હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ | - | થાનેશ્વર, બરેલી અને મિરત જીલ્લો | — |
૧૦ | પંચાલ (ઉત્તરપ્રદેશ) | ઉત્તર પંચાલ: અહીછત્ર (બરેલ જીલ્લો) દક્ષિણ પંચાલ: કામ્પીલ્ય (ફારુખાબાદ જિલ્લો) | - | બંદાઉં, બરેલી અને ફારુખાબાદ જીલ્લો | — |
૧૧ | મત્સ્ય રાજસ્થાન | વિરાટ (જયપુર નજીક) | - | રાજસ્થાનના અલ્વર, ભરતપુર અને જયપુર જીલ્લા | — |
૧૨ | સુરસેન (ઉત્તરપ્રદેશ) | મથુરા | - | કુરુ ની દક્ષિણ અને ચેદીનો પશ્ચિમોત્તરભાગ | — |
૧૩ | અશ્મક
દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીના કિનારે | પૈઠણ | - | ગોદાવરી નદીનો તટવર્તી પ્રદેશ | — |
૧૪ | અવંતી (માળવા) મધ્યપ્રદેશ | ઉજ્જૈન | પ્રદ્યોત | - | — |
૧૫ | ગાંધાર
પશ્ચિમ પાકીસ્તાન | તક્ષશિલા | - | પાકીસ્તાન અને અફઘાનીસ્તાનના પેશાવર અને રાવલપીંડી જીલ્લાા | — |
૧૬ | કામ્બોજ (પછછીમ પાકિસ્તાન) | રાજૌરી (હઝારા જીલ્લો) | - | જમ્મુ કાશ્મીરના પ્રદેશ દ્વારકા મુખ્ય નગરી | — |
- | આ ઉપરાંતના જનપદો | - | કૈકેય મદ્યક | સિન્ધુ – અંબાઈ- આન્ધ્ર, દ્રવિડ, સિની કલીંગ, સિંહલ, વિદર્ભ | — |
I. હર્ચક વંશ
- બિમ્બીસાર (ઇ.સ.પૂર્વે ૫૪૪ - ૪૯૨)
- અજાતસત્રુ (ઇ.સ.પૂર્વે ૪૯૨ - ૪૬૦)
- ઉદયન (ઇ.સ.પૂર્વે ૪૬૦-૪૪૪)
- નન્દીવર્ધન
- મુંડ
- મહાનંદી
- અંતિમ શાસક: નાગદશક
II. શિશુ નાગવંશ (ઇ.સ.પૂર્વે ૪૧૨ - ૩૯૪)
- શીશુનાગ (ઇ.સ.પૂર્વે ૪૧૪ - ૨૯૪)
- કાલશોક
- અંતિમ શાસક: નંદીવર્ધન
સ્થાપક:
- મહાપદ્યનંદ
- અંતિમ શાસક: ધનનંદ
મગદ સામ્રાજ્ય ૧૬માંથી ૪ અને ૪માંથી એક માત્ર મોટું મહાજનપદ બન્યુ!
મગજ સામ્રાજ્યના વિકાસના કારણો
- ભૂગોળ રાજધાની રાજગીર પર્વતોથી રક્ષાયેલ
- યુદ્ધમાં પ્રથમવાર હાથીના ઉપયોગ
- વિકાસ પામેલા સમાજ
- બિમ્બીસાર અને અજાતસત્રું જેવા સાહસિક અને મહત્વાકાંક્ષી રાજા
- લોખંડના હથિયારો બનાવ્યા લોખંડના ખાણોની શોધ પછી લોખંડના હથિયારો બનાવ્યા.
કરુણ હકીકત : અજાતશત્રુથી નાગદશક સુધીના બધા રાજા પિતૃહત્યા કરીને ગાદીએ આવ્યા હતા.હર્ચકવંશ
- બીમ્બીસાર (ઇ.સ.પૂર્વે ૫૪૪-૪૯૨): સંસ્થાપક મહાત્મા બુદ્ધના મિત્ર અને સંરક્ષક હતા.સામ્રાજ્યમાં ૮૦૦૦૦ ગામો હતા. બીમ્બીસાર અંગના શાસક બ્રમ્હ્દત્તની હત્યા કરી મગઘમાં ભેળવી દીધું ઉપરાંત તેને લગ્નથી કાશી દહેજમાં કૌશલના રાજાએ આપ્યું.
- રાજધાની : રાજગૃહ
- અજાતશત્રુ (ઇ.સ.પૂર્વે ૪૯૨ - ૪૬૦): બિમ્બીસારની હત્યા કરી રાજા બન્યો. કૌશલ અને વૈશાલીના યુદ્ધમાં “મહાશીલાકન્ટક અને રથમુસલ” જેવા હથીયારો વાપરી જીત મેળવી મજ્જીઓંના સંયુક્ત ગણસંઘને પણ હરાવ્યુ. રાજધાની પાટલીપુત્ર બનાવી.
- શીશુનાગવંશ (ઇ.સ.પૂર્વે ૪૧૨ - ૩૪૫): નાગદશકને પદભ્રષ્ટ કરી શીશુનાગ વંશ ની સ્થાપના શીશુનાગ વંશની સ્થાપના શીશુનાગે (ઇ.સ.પૂર્વે ૪૧૨ - ૩૯૪) કરી શુદ્ર વંશનો રાજા જે નાગદશક નો અમાત્ય હતા તેના પછી કાલાશોક (ઇ.સ.પૂર્વે ૩૯૪ - ૩૬૬) રાજા બન્યો નંદીવર્ધન આ વંશનો છેલ્લા રાજા હતો.
- નંદવંશ (ઇ.સ.પૂર્વે ૩૪૪ - ૩૩૪): મહાપદ્યનંદ નંદવંશના સ્થાપક બન્યા તેમણે કૌશમ્બી કૌશલ અવંતી અને કલિંગ જીતી મગધમાં મેળવી લીધા છેલ્લા રાજા ધનનંદ ને પરાજીત કરી ચાણક્યે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્યવંશ ની સ્થાપના ઇ.સ.પૂર્વે ૩૨૩ માં કરાવી ઇ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં ઈરાનીઓનું અને ઇ.સ.પૂર્વે ૪થી સદીમાં ગ્રીકોનું ભારત પર આક્રમણ થયું. આર્યો મધ્યપ્રદેશ તરફ યુદ્ધ કરતા હતા ત્યારે પહેલાં ઈરાનીઓ અને પછી મેસેડોલ્ફિયાના લોકો ભારતની વાયવ્ય સરહદે ચઢી આવ્યા.
આમ આપણે મહાજનપદોની વિગતવાર માહિતી લીધી અને તેમાંથી બનેલ મગધ સામ્રાજ્ય જાણ્યુ. ત્યાર પછી ગ્રીકો, હુણ, કુષાણો અને શક લોકોએ ભારત ઉપર ઉત્તર-વાયવ્ય સરહદે ચઢી આવ્યા તેની વાતો જાણીશું.
મહાન સિકંદર (Alexander - The Great)
વિશ્વવિજેતા સિકંદર મહાન ફિલસૂફ ડાયોજેનીઝને મળવા જાય છે અને કહે છે : “બોલ તારી જે કંઈ ઈચ્છા હોય તે અબઘડી પૂરી કરી દઉં.” દરિયા કિનારે નિર્વસ્ત્ર આનંદ કરતો ડાયોજેનીઝને સિકંદરને જવાબ આપે છે જે આપણે સૌએ કાયમ સમજવા જેવો છે. ડાયોજેનીઝકહે છે “અરે મૂર્ખ, તારા જેવો દરિદ્વ મેં બીજો કોઈ જોયો નથી મને આપવા કરતા તુંજ તને સમય, આપ. ઘડીક બેસીને શાંતિથી ચિંતા કર છેલ્લી લડાઈ પૂરી કરીને પછી આપવાની વાત કરનાર સિકંદરને ડાયોજેનીઝ જ્ઞાન આપે છે તૃષ્ણા અને વાસનાની તારી આ યાત્રા કદી પૂર્ણ થવાની નથી તું ખાલી હાથ જગતમાંથી વિદાય થશે. જે આજે અને આ ક્ષણે પોતાનો ઉદ્ધાર નથી કરતો તેમની કાલ કદી પડતી નથી.”
ભારતથી પરત ફરેલા સિકંદરની બેબીલોન આગળ તબિયત ખરાબ થઈ જતાં અંતિમ ઘડી આવે છે ત્યારે સિકંદર તેના સેનાપતિને પોતાની આખરી ઈચ્છા કહે છે:
- જે ડોક્ટરે આ મારી અંતિમ સારવાર કરી છે તેમને મારી શબ પેટી ને કબ્રસ્તાન લઈ જવા કહેશો, જેથી ડોક્ટર ફક્ત સારવાર આપી શકે, પણ જીવન લંબાવી શકતા નથી, તે લોકો સમજે.
- શબયાત્રા દરમિયાન મારી સંપત્તિનું પ્રદર્શન કરશો, જેથી લોકો સંપત્તિની નિરર્થકતા સમજે.
- શબપેટીની બહાર મારા બંને હાથ ખુલ્લા રાખશો, લોકો જે જોઈને સમજશે કે 32 વર્ષે સમગ્ર વિશ્વ જીતનાર સિકંદર પણ કંઈ પણ લીધા વગર ખાલી હાથે જાય છે. અરે, વૃદ્ધમાંને મળવાની નાની ઈચ્છા પણ પૂર્ણ કરી શકતો નથી.
પિતા રાજા ફિલિપ II અને માતા ઓલમ્પિયાનો પુત્ર સિકંદર મેસૉડૉનિયામાં જનમ્યો હતો અને ફક્ત 33 વર્ષની વયે બેબીલોનમાં ટાઈફોઈડ, મેલેરિયા કે ખોરાકમાં ઝેર આપવાને કારણે મૃત્યુ પામ્યો હતો. તે 16 વર્ષના અભ્યાસ પછી, 12 વર્ષના યુદ્ધો દ્વારા વિશ્વ વિજેતા બન્યોહતો. તેથી મહાન સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નામે પ્રખ્યાત થયો હતો. ઇતિહાસમાં પ્રાચીન સમયમાં સિકંદરના રાજ્યનો વિસ્તાર સૌથી વધારે હતો જેમાં વર્તમાન સમયના ગ્રીસમેસેડોનિયા તુર્કિસ્તાન, સીરિયા, આફ્રિકા, ઇજિપ્ત, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ભાગો જીત્યા હતા. કદાચ વર્ષો પછી માત્ર ચંગીઝખાન અને ત્યારપછી બ્રિટિશરોએ એટલો વિસ્તાર કબજે કર્યો હતો. સિકંદર ગ્રીક ભગવાન Zeus નો પુત્ર માનતો હતો, તેથી તેનામા દેવી શક્તિ હોવાનું પણ મનાતું.
સિકંદરના પિતા રાજા ફિલિપ્સને સિકંદરમાં બાળપણથી મહાન રાજા બનવાના લક્ષણો દેખાયા હતા તેથી તેને મહાન વિદ્વાન ફિલસુફ અને રાજકારણના નિષ્ણાંત એરિસ્ટોટલ, પ્લેટોઅને સેક્રોટીસ પાસે ભણાવ્યો હતો, બાળપણમાં 12 વર્ષના બાળક સિકંદરે “બેસેફેલેસ”નામના તોફાની ઘોડાને કાબુ કરી બતાવ્યો હતો, ત્યારથી ઘોડો “બેસેફેલેસ” તેનો કાયમી સાથી બન્યો હતો. યુદ્ધમાં સાથે લડતા લડતા ભારત સાથે લડાઈમાં માર્યો હતો.
16 વર્ષના સિકંદરને યુદ્ધમાં લડવા મોકલ્યો હતો અને તે જીત્યો હતો.
18 વર્ષે હરાવવું મુશ્કેલ એવું કોરોનીયા યુદ્ધ જીત્યો.
20 વર્ષે રાજા ફિલિપિન્સનું ખૂન કરનાર વિદ્રોહીઓને મારી હટાવ્યો. કારણ પિતાનું તેના રક્ષકોએ ખૂન કર્યું હતું, 20 વર્ષે જ માતા ઓલમ્પિયની ઈચ્છા મુજબ રાજા બન્યો.
- પહેલા સંપૂર્ણ ગ્રીક વિસ્તાર જીત્યો
- ઈરાન = પર્શિયા જીત્યું - રાજા ડરાયસ III ને ટર્કીમાં ઇસુસના યુદ્ધમાં (Battle of Issus) હરાવ્યો. હારેલ રાજા ભાગી જાય છે ત્યારે ગુસ્સે થયેલ લોકોએ પકડીને તેનું ખૂન કર્યું. સિકંદરે ઇરાનના રિવાજો પ્રમાણે વર્તન કર્યું અને તેવા કપડાં પહેર્યા જોકે ઈરાના લોકોએ તે ગમ્યું નહીં (331 BC)
- ટાયરેના યુદ્ધમાં(Seize of Tyre) 332 BC માં ઇઝરાયેલ નો ટાપુ જીત્યું 8000 લોકો મરાયા અને 30,000 લોકો ગુલામ તરીકે પકડાયા.
- ઈજિપ્ત વિના યુદ્ધે જીત્યો. લોકોએ તેને આવકાર્યો. ઇજિપ્તના રિવાજ મુજબ ધાર્મિક વિધિ કરી રાજા બન્યો.
- ભારતની સમૃદ્ધિને કારણે આકર્ષાયેલ સિકંદર 327 BC માં હિન્દુકુશ પર્વતો વટાવી જેલમ નદીને કિનારે યુદ્ધ માટે આવ્યો.
16 મહાજન પદોના રાજ્યોનું બનેલુ ભારતના, વાયવ્ય ભાગમાં અનેક જુદી જુદી રાજસત્તાઓ પ્રવર્તતી હતી. પણ એમની વચ્ચે કોઈ સંગઠન નહોતું.
કેટલાક રાજ્યોએ કાયરતાથી અને કેટલાકે પરસ્પરની ઈર્ષાથી એને આવકારવા સંદેશો મોકલ્યો.
હિન્દુકુશ, પુષ્કલાવતી, કાબુલ વગેરે પ્રદેશના રાજાઓએ સરળતાથી સીધી જ અધિનતા અંગિકાર કરી લીધી. ભારતના ઇતિહાસનો સૌપ્રથમ દેશદ્રોહીઓ એવા તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર આંભીને મોકલી, હિંદ પર ચઢાઈ કરે તો મદદ કરવાનું કહેણ મોકલ્યું. સરહદનો બીજો રાજા શશીગુપ્ત પણ સિકંદર ને સહાય કરવા દોડી ગયો.
આમ, ભારતના ઇતિહાસના કલંક એવા દેશદ્રોહીઓ તરીકે આંભી અને શશીગુપ્તને યાદ કરવા રહ્યા.
સિકંદરનો ચડાઈએ ભરતીઓની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી. પરદેશી આક્રમણનો સામનો કરવા નાના રાજ્ય અક્ષમ હોવાથી મોટું બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે સિકંદરમાં વિજેતા બનવાની ધૂનને કારણે જંગાલીયતનું પ્રદર્શન જોવા મળ્યું. મગધ સામ્રાજ્ય મદદે ન આવ્યુ. રાજ્યો સંગઠિત નહોતા, ઉપરાંત આંતરિક ખટરાગથી પ્રેરાય દેશદ્રોહનું વલણ અપનાવ્યું.
હાઇડાસ્પેશનું યુદ્ધ (Battle of Hydaspes): જેલમ નદી નું યુદ્ધ
જેલમ અને ચિનાબ નદી વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતક=પૂરુ=પોરસે યુદ્ધમેદમાં મળવા સિકંદરને લલકાર્યો. 40,00૦ ના સિકંદરના ઘોડેસવાર સૈન્યે પ્રથમવાર યુદ્ધમાં પોરસના હાથીઓનું યુદ્ધ જોયું- હારવાનો ભય લાગ્યો પણ કપટી સિકંદરે ચૂપચાપ નદી ઓળંગી પાછળથી આવી આક્રમણ કર્યું, ઉપરાંત વરસાદ પડવાથી અને કાદવમાં રથ ખૂંપી જવાથી,ગજદળ અશ્વદળનો સામનો ન કરી શક્યું.
પૂરું હાર્યો – સૈનિકોએ સિકંદર સમક્ષ પુરુને રજૂ કર્યો. સિકંદરે પૂછ્યું: તારી સાથે કેવો વર્તાવ કરું? પૂરુંએ કહ્યું: રાજા તરીકે (Treat me as a King) સિકંદરે પૂરુંને એનું રાજ્ય પરત કરી વિશ્વાસુ ઉપરાજ બનાવ્યો અને (Vessal State) સમાંતર રાજ્ય બનાવ્યું.
ત્યાર પછી સિકંદરે ગ્લચૂકાયનોનાં ગણરાજ્યને અને સાકલના કઠ લોકોને હરાવી યુદ્ધ જીત્યા.
મદક દેશના પૌરવ, સૌભૂતિ અને ભાગલના રાજ્યોએ યુદ્ધ વિના સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું.
સૈનિકોએ આગેકૂચ કરવાની સાફ ના પાડી દેતા, સિકંદર સંપૂર્ણ ભારત જીતવાની મહેચ્છા છોડી ભારે હ્રદયે પાછો ફર્યો.
-પરત ફરતા રસ્તામાં બેબિલોન ખાતે 323 BC અકાળે સિકંદર અવસાન પામ્યો. ત્યાર પછી યુનાની સત્તા બે ત્રણ વર્ષમાં અસ્ત પામી.મહાન સિકંદર બાર વર્ષમાં એક પણ યુદ્ધ હર્યો નહીં.
આમ, વિશ્વવિજેતા બનવા બાર વર્ષથી સતત યુદ્ધો કરતો સિકંદર ખાલી હાથે મૃત્યુ પામ્યો. (323 BC)
આદિકવિ નરસિંહ મહેતા
સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા!
મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો.
સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે
સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે.
આપણી સૌની કમનસીબી એ છે કે આપણામાના, આપણી વચ્ચેના કે આપણા સાથી એવા પોતાના મહાન વ્યક્તિત્વ-જિનિયસ-ને એમના જીવનકાળ દરમિયાન ઓળખી શક્તા નથી કે વખાણતા નથી તો નરસિંહ મહેતા તેમા કેવી રીતે અપવાદ હોય?
ભક્તકવિ નરસિંહ મહેતા
- “આદિકવિ”
- “નરસૈયો”
- જન્મ: 1414 તળાજા( ભાવનગર)
- મરણ: 1481 માંગરોળ (જુનાગઢ)
- પિતા: કૃષ્ણદાસ મહેતા
- જાતિ: નાગર બ્રાહ્મણ
- આઠ વર્ષે માતા પિતાનું અવસાન. ઉછેર- દાદી જય ગૌરી
- લગ્ન: 1429
- પત્ની: માણેકબાઇ
કૃતિઓ
- કુંવરબાઈનું મામેરુ
- શામળશા નો વિવાહ
- ભક્તિ પદો
- હિંડોળા
- પ્રભાતિયા
વૈષ્ણવજન તો તેને રે કહીએભાવનગરમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.
ઉંચી મેડી તે મારા સંતની રે
જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે
આજની ઘડીએ રળિયામણી રે
ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
અખિલ બ્રાહ્મણમાં એક તું શ્રી હરિ
નરસિંહ મહેતા એવોર્ડ: ઈ.સ. 1999 થી શરૂ આદિકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા આશ્રેષ્ઠ કવિઓને આપવામાં આવે છે.
નરસિંહ મહેતાની કવિતાઓ સાત ભાગોમાં વહેંચી શકાય.
- પુત્ર શામળશાના વિવાહના પદો
- પુત્રી કુંવરબાઈનું મામેરૂના પદો
- હૂંડીના પદો
- હરિ પદો
- સુદામાચરિત્ર
- કૃષ્ણ પ્રેમ ક્રીડાના પદો
- ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યના પદો
નરસિંહ મુખ્યત્વે ભક્ત છે, અને એનું કવિત્વ આનુંષગીક છે. તેમની કવિતા મુખ્યત્વે સાહજિક હૃદયવાણી છે, પણ એ વાણી સાચી કવિતા છે. તેથી તેઓ મહાન કવિ છે અને સમગ્ર ગુજરાતી સાહિત્ય તેમને લીધે ઉજળું છે. (અનંતરાય રાવળ)
પ્રેમભક્તિનું અલૌકીક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે. એ સાથે જ નરસિંહની પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે- આ મહાન ઘટના ખરેખર વિરલ છે. (ઉમાશંકર જોશી)
આપણે વિશ્વશાંતિની વાતો કરીએ છીએ, તેનો આરંભ ગૃહશાંતિથી કરવો પડશે. જો આપણે નરસિંહ મહેતાના પ્રેમભર્યા અને સાચી સમજણ આપતા કીર્તનોથી આપણા સંતાનોને સુવાડીશું અને તેમના પ્રભાતિયાની મધુર પદાવલીથી જગાડશું, તો ગૃહશાંતિ ચોક્કસ થશે અને આ ગૃહ શાંતિથી પરિવારમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં શાંતિ પ્રસરશે. વિશ્વશાંતિ બીજું શું છે?(ધનસુખલાલ સાવલિયા)
નરસિંહના વિવિધ પદોમાં ઈશ્વરરહસ્યવાદ, આત્મરહસ્યવાદ અને પ્રેમાત્મક રહસ્યનાઅંશો પ્રગટે છે. એટલે કે નરસિંહ ગુજરાતી કવિતાના પ્રથમ ઊર્મિ કવિ છે, સાથે સાથે એ ગુજરાતી કવિતાના સમર્થ અને પ્રથમ રહસ્યવાદી કવિ પણ છે. તેથી, તેમની રચનામાં ગુઢઅનુભવની રજૂઆત ઘણી સહજ, સરળ અને વેધક રીતે થઈ છે. (રાજેન્દ્રસિંહ રાયજાદા)
રચના: ૧
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનતં ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, ૧
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.૨
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ૩
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ: મન એમ સૂઝે. ૪
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો : એ મન તણી શોધના : પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. ૫
તત્વચિંતન અને ભક્તિભાવની જુગલબંધી મારો નરસૈયો જ કરી શકે. ભગવાન, તારા સ્વરૂપો ભલે બદલાય, પણ છેલ્લે તો તું એક જ છે. વૃક્ષોમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું.... આ એકદમ મોટી વાત આપણને કેટલી સરળતાથી સમજાવી દીધી. એમની શ્રદ્ધા-ખાતરી-વિશ્વાસ જુઓ છેલ્લે કહે છે પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.
રચના :૨
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું,’ ‘તે જ હું' શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણ તોલે. ૧
શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમ સજીવંન મૂળી. ૨
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે. ૩
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણિજહૂવાએ ૨સ સરસ પીવો. ૪
અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ૫
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.
શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘે૨ ૨હી દાન દીધે?
શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે? શું થયું વાળ લુંચન કીધે?
શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગાજળ-પાન કીધું?
શું થયું વેદ-વ્યાકરણ-વાણી વઘે? શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આપે?
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો : તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.
રચના:૪
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાલે હાથ રે.
મોહ-માયા લેપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય તેનાં મનમાં રે;
રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ જેણે માર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.
આપણને મહાત્મા ગાંધીજીએ એકદમ સમજાવીને પાકું કરાવેલી કાવ્યની તો વાત જ ન થાય વૈષ્ણવજનના લક્ષણો બતાવતો નરસૈયો ખરેખર સંપૂર્ણ રીતે વંદનીય છે -પ્રશંસનીય છે -પૂજનીય છે
આવા મહાન-આત્મા ભગવાન ભરોસે શ્રદ્ધાથી જીવન જીવી ભક્તિ કરતાં નરસિંહ મહેતા આપણી વચ્ચે રહ્યા હતા, આપણામાંના એક હતા, તે વિચારતા જ ધન્યતા અનુભવાય છે. તત્વચિંતનની ઊંચાઈએ પહોંચી તે વાતો સરળતાથી સમજાવતા મહાન ભક્તકવિને ખુબ ખુબ વંદન!
[Video] શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન “સુખનું સરનામું”
દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ - દ્વિવાર્ષિક મહાસંમેલનના અવસરે મુખ્ય વક્તા પ્રિન્સિપલ શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચનબીલીમોરા
[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય
તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચનઆપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ.
આપણે સૌ ઉત્સવ પ્રિય લોકો છે ત્યારે આ બે વરસે યોજાતું મહાસંમેલન- સ્નેહસંમેલન બિલકુલ યોગ્ય જ છે.
2004 માં શ્રી બાલુભાઈ લાડ, કૃષ્ણકુમાર વાણી અને રજનીકાંત દેસાઈ જેવા નવસારીના ઉત્સાહી મિત્રોએ આ સંઘ રચ્યો- ત્યારપછી અંકલેશ્વરના ઝવેરભાઈ કે. મોદી અને સૂર્યકાંત પરીખે સુકાન સંભાળ્યું. ત્યારબાદ ફરીથી નવસારીના સુરેશભાઈ દેસાઈ અને છેલ્લે બારડોલીના શ્રી દિનેશભાઈ સી. દેસાઇ આપણા નેતા બન્યા અને કાર્યવાહી આગળ ધપાવી. નવસારી, વ્યારા, બારડોલી ફરીથી નવસારી અને છેલ્લે વાપી ખાતે દ્વિવાર્ષિક સ્નેહસંમેલનો મળ્યા, લગભગ બે દાયકા સમાપ્ત કરવા જઈ રહેલ સંઘ ખૂબ ઉત્સાહિ- થનગનાટવાળા વડીલોથી ભરેલો છે.
મારી પ્રમુખ તરીકે વરણી થયા પછી થયેલ બે કારોબારી મિટિંગો અને આ સ્નેહસંમેલન પાસે સહ્રદય મિત્રતા અને પરસ્પર સન્માનપૂર્વક પ્રેમની અપેક્ષાઓ મેં જગાવી છે. સમૂહજીવનના અનુભવી આપણે ફરજિયાત એકલતાના ઊંડાણમાં ડૂબી રહ્યા છીએ ત્યારે અડધા દિવસનો સહવાસ- દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે થી પધારેલ 700 ઉપરાંત વડીલો સાથે મુલાકાત-દર્શન અને પ્રેમનો અનુભવ યાદગાર દિવસ બનાવે તેનાથી વધારે રૂડું બીજું શું?
મારી માતૃ સંસ્થા અને યજમાન સંસ્થા સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરા વિષે બે વાત કરવું ઉચિત છે- કારણ કે લગભગ બધા જ સભ્યો ઉત્સાહ અને ખંતથી આ મહાસંમેલનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.- તેમણે આપેલ કુલ ફાળો લગભગ બે લાખ નજીક પહોંચે છે ત્યારે વખાણવાના શબ્દો ખુટી પડે છે. ઉપપ્રમુખો નીતિનભાઈ પ્રમુખ ડૉ. નલીનીબેન હરીશભાઈ સુરેશભાઈ મંત્રીશ્રી ખજાનચી ડૉ. મીનુબેન ઉપરાંત 84 વર્ષના ઉત્સાહી યુવાનો પ્રો. બી.એચ. પટેલ અને પ્રો. જીકે પટેલ સહિતના સર્વે સભ્યોનો બિનશરતી સહકાર મારા જીવનને ધન્ય બનાવી દે છે.
આ સ્નેહસંમેલનના આયોજનનું નક્કી કરીને મિટિંગ સ્થળ, મુખ્યવક્તા ભોજન વ્યવસ્થા ગોઠવી દીધા ત્યારે મને એમ કે બધું જ થઈ ગયું- પણ વાત કંઈક ઓર જ છે- છેલ્લે મહિનાથી અથાગ મહેનત કરી રહેલા અમારા સૌમિત્રોને જોઈએ તો જ સમજાય- વાત એટલી સહેલી નથી અને નથી જ.
કદાચ કોઈ ત્રુટી રહી હોય તો અમારું ધ્યાન દોરીને દરગુજર કરશો એવી અભ્યર્થના- “વિસામો” પુસ્તકમાં છાપકામની ભૂલોનો અવકાશ છે- પણ દરેક સંસ્થાઓની કાર્યક્રમોની માહિતી વાંચશો કે પછી જ્ઞાનસભર લેખો વાંચશો તો ભૂલો અવગણવાનું ભારે નહીં પડે.
હવે આટલા અથાક પરિશ્રમનું ફળ જ જેવું મહાસંમેલન આપ ઉન્માદ-સ્મિત અને મોકળાશથી માણશો તો અમે સંતોષ પામીશું. આપના પ્રતિભાવની અપેક્ષા અસ્થાને નથી- મને ખાત્રિ છે કે આપસૌ સાનુકૂળ જવાબ મોકલશો. પ્રતીક્ષા રહેશે-
વડીલ મિત્રે ફોનથી સવાલ પૂછ્યો: આવા સંમેલનમાં જોડાવાનો ફાયદો શું?
ખૂબ જ સુંદર સવાલ છે- મારો જવાબ ખૂબ સરળ અને ટૂંકો હતો - આપણી ઉંમરના 250/- રૂપિયા ખર્ચવાથી 1000 માણસોના ચહેરા એકસાથે જોવા મળે- નિર્દોષ-પ્રેમાળ-હાસ્યની આપલે થઈ શકે- કદાચ ઓળખાણ કેળવાય- સુંદર મિષ્ટાનનું ભોજન અને ભેટો મળે- આનાથી વધારે બીજું શું જોઈએ? આમપણ- જીવનનો અર્થ- જીવનનો ફાયદો કે બીજા મનોમંથન છોડી,
- સહજતા- Naturality
- સરળતા- Straightforwardness
- સાદાઈ- Simplicity
અપનાવીશું તો ચારે બાજુ આનંદ સુખ છે જ- બાકી ફાયદો શોધવાના હિસાબ કિતાબ છોડવા જેવા છે.
એકવાર કોઈ આપણી વાત સાંભળી મદદ કરે- પણ દર ત્રીજે દિવસે જઈએ તો જાકરો જ મળે-
તે નિવારવા લગભગ છ મહિના ની અંદર આવું બીજું આયોજન સંપૂર્ણ સ્વખર્ચે કરવું છે. ભાગ લેનાર દરેક પોતાનો ખર્ચ ભોગવે આપણે “વડીલો અને ટેકનોલોજીની દોસ્તી” બાબત શ્રી નરેશભાઈ કાપડિયાનો દ્વિપક્ષી વાર્તાલાપ અને સાથે DEV-100 દેવાનંદની જન્મશતાબ્દી નિમિત્તે સંગીતની મહેફીલ ગોઠવવું છે. આપ સૌ પધારશો જ એવી ખાત્રી છે. લાગણીઓના ઘોડાપૂર થનગનાટ હોય ત્યારે મનોભાવ ખુલ્લા દિલે કહેવા ખૂબ જ અનિવાર્ય છે.
- મારી ઈચ્છા દક્ષિણ ગુજરાતના વડીલોનું એક વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાની હતી. આપ સૌની હાજરી અને પ્રેમાળ પ્રતિભાવ જોતા હું કંઈક અંશે સફળ થયો હોવું એમ લાગે છે. આપ સૌ આજનો દિવસ સમૂહજીવન માણી- આનંદમાં ગાળો એવી શુભેચ્છા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
- પ્રિ. દક્ષેશભાઈ ઠાકરને હું એકવાર મળ્યો છું- એકવાર તેમનો વક્તવ્ય માણ્યું છે.- કદાચ ત્યારથી જ તેમનાથી હું સંમોહિત થયો છું- આને જ LOVE AT FIRST SIGHT કહેવાય કે? શ્રી દિનેશભાઈ તેમનો પરિચય આપવાના છે- પણ તેમની વાતો જ તેમનો પરિચય છે- એમ હું કહું તો ખોટું નથી. દક્ષેશભાઈ આપનું ખાસ સ્વાગત છે.
- લગભગ બે દાયકા વિતાવેલ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પાયાના પથ્થરો લોહી સિંચીને વિકસાવેલે સંસ્થાના પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ-દેસાઈ શ્રી દિનેશભાઈ દેસાઈ તથા શ્રી નટુભાઈ દેસાઈ નું હાર્દિક સ્વાગત છે.
- સંસ્થાના હોદ્દેદારોના નામ ધરાવતું કાગળ ફક્ત એક યાદી બનીને રહી જતું હોય છે, તેમાં અપવાદ તે અમારી કારોબારી- સક્રિય અને ઉત્સાહી ઉપપ્રમુખો શ્રી દિનેશભાઈ શ્રી હરીશભાઈ નાયક અને શ્રી જતીનભાઈ શાહ મારામાં ઉત્સાહ પ્રેરે છે અને સદાય સહાયક બનવા આતુર છે- તેવા ત્રણેયને હું આવકારું છું- નવા પ્રમુખ શોધવાની હવે તકલીફ નથી
- ઘણી જગ્યાએ મંત્રીશ્રી અને ખજાનચીશ્રીના નામો ખાલી શોભાના જ હોય છે- પણ અહીં તો મંત્રીશ્રી-સહમંત્રીશ્રી-સહજાનચી સૌ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે- તેમનું ખાસ સ્વાગત છે.- હરીશભાઈ અનંતભાઈ પ્રફુલ્લાબેન કિરણભાઈ તમારા વગર હું અધુરો જ છું. હું ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું. તેનું ઉદાહરણ તે સહ ખજાનચી શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી- એમની કાર્યનિષ્ઠા જોઈએ તો જ સમજાય. ચાલો, આવો આપણે સમૂહમાં નેત્રદિપક કામગીરી બજાવીએ.
- આજ વાત કારોબારીના સર્વ સભ્યોને લાગુ પડે છે- પ્રો. જયેશભાઈ દેસાઈ પ્રો. આર. ટી. દેસાઈ અને પ્રિ. જીતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યશૈલી મને ખૂબ જ પ્રભાવિત કરે છે.
ચાલો, જીવનનો જીવનનો આગળનો પ્રવાસ આપણે હળીમળીને આનંદથી ખેડીએ.
[Video]: વૃદ્ધાવસ્થામાં જીવન
- વડીલ (Elderly)
- વરિષ્ઠ (Seniors) અને
- વયસ્કો (Aged) છે.
- એકલતા (Loneliness)
- હતાશા (Depression) અને
- દુ:ખની લાગણી (Unhappiness) સ્વાભાવિક છે.
- શું આપણે કુટુંબના સભ્યોને કુદરતે આપેલ અણમોલ ભેટ માબાપ-ભાઈબહેન-સંતાનો સાથે એકરૂપ ન થઈ શકીએ શું?
- શું આપણે આડોશી-પડોશીઓને પ્રેમભાવ, ઉદારતા અને પ્રામાણિક ભાવથી જીતી ન શકીએ?
- શું એક નાનું પણ હૃદયના તાર ઝણઝણાવે એવું મિત્રમંડળ ન બનાવી શકીએ? સાથે વાતચીત કરીએ, લાગણીઓ અને સમસ્યાઓની ખુલ્લા દિલે ચર્ચા ન કરી શકીએ?
- વૃદ્ધાવસ્થામાં આપણે પૈસા કેમ સંગ્રહ કરી રાખીએ છીએ? ખર્ચવાથી કેમ ગભરાઈએ છીએ?
- શું આપણે છેલ્લા સમયની માંદગીની સારવાર માટે મરણમૂડી તરીકે બચાવી રાખેલ છે? એ કામ તો મેડિક્લેમ દ્વારા પણ થઈ શકે.
- શું આપણને ખાતરી છે કે મરણ સમયે વધેલા પૈસા સાથે લઈ જઈશું?
- શું બાળકો સ્વમહેનતે જરૂર પૂરતી કે વધારે આજીવિકા માટે સક્ષમ નથી એવી ગેરમાન્યતા છે?
- કદાચ બાળપણથી ગળથૂથીના સંસ્કાર મુજબ Simple living and high thinking ની માન્યતાને કારણે બચતને જ જીવન ધ્યે બનાવ્યો છે?
- હોસ્પિટલના ICU માં એકાંતમાં Ventilator, Gastric Tube, Catheter અને વિવિધ મશીનો વચ્ચે વિદાય લેવી છે? કે,
- ઘરે (at home) સ્વજનો વચ્ચે શાંતિથી, આનંદપૂર્વક, ‘I love you’ કે ‘I am sorry’ કહીને, વાતચીત કરતા કરતા પરમધામનો પ્રવાસ કરવો છે?
- સારવાર: અંતિમ તબક્કાની માંદગી સમયે (Terminal Illness) નીચે ચાર બાબતો હા કે ના કહેવું
- DNR - DO NOT RESUSCITATE:
- હૃદય બંધ પડે તો CPR કે કૃત્રિમ રીતે ચાલાવવું કે નહીં?
- DNS - DO NOT SUPPORT:
- ખાઈ ન શકાય એવી સ્થિતિમાં ખોરાકનળી (Gastric tube) કે પ્રવાહી દ્વારા IV FLUIDS આપીને દાખલ કરવો કે નહીં?
- DNI - DO NOT INTUBATE:
- અંતિમ સમયે VENTILATOR પર રાખવું કે નહીં? કેટલા દિવસ?
- DNH - DO NOT HOSPITALISE:
- હોસ્પિટલમાં દાખલ કરવું કે નહીં?
- દેહદાન-અંગદાન-ચક્ષુદાન બાબતે પોતાને મરજી છે કે નથી?
- સાક્ષીભાવ (Be witness only): કાર્યના પરિણામ માટે કર્તાભાવ છોડો - ફક્ત સાક્ષી બનો.
- સંપૂર્ણ શરણાગતિ (Total surrender)
આજ આપણો વાનપ્રસ્થાશ્રમઆ જ આપણો સન્યસ્તાશ્રમ
દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”
હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા.
તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ.
ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે.
હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છે. સાતેક લાખની વસ્તી ધરાવતા હળપતિ જંગલ, પર્વત કે દરિયાકિનારે વસતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ફળદ્રુપ મેદાનમા જ રહે છે.
ઘેરીયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ.
૨૦ થી ૨૫ ના ટોળામાં લાક્ષણિક નૃત્ય ગાતા ગાતા કરનારુ નૃત્ય એટલે ઘેરિયા નૃત્ય.
ઘેરિયા લોકનૃત્યના આયોજન, પહેરવેશ અને ઘેરીયા નૃત્યના કલાકારો નું સંક્ષિપ્ત-મુદ્દાસર પરંતુ સંપૂર્ણ વર્ણન કરવાનો આ લેખનો મારો આશય છે. તે પહેલા ચાલો, લોકનૃત્યના ગીતો સમજીએ.
માનવજીવનના વિધવિધ પ્રસંગોની નૃત્યમય અભિવ્યક્તિ દર્શકોના ભાવ વિશ્વને આંદોલિત કરે છે તેમાં માનવ જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના ગીતોનું નિર્દર્શન લોકભોગ્ય શૈલીમાં નિરૂપિત થવાથી નાટ્યાત્મક પ્રભાવ પેદા થાય છે.
ઘેરીયા દ્વારા ગવાતા ગીતો
“સામરેક મોરચા” કે “હાં રે હાં ભાઈ” શબ્દોની પૂનરુક્તિ કે પછી “ઘોડીએ ચયઢા ભીલા ભીલ” ની રમઝટ સાંભળીએ તો જ ઝમક આવે. દાંડિયાનો અવાજ, કમરે રણકતી ઘૂઘરમાળ, જોરથી બુટ પહેરેલા પગની જમીન પર થપાટ સાથે ઢોલ-મંજીરા અને ગાનનું મિશ્રણ માદક સમારંભ ન પેદા કરે તો જ નવાઈ!
પ્રવેશ સમયનું ગીત:
ઘેરીયાના પડાવ: વીરનું પરાક્રમ દર્શાવતું પ્રશસ્તિ કાવ્ય. ગરબામાં ઈતિહાસ.
લગ્નમાં ઘેરીયા ગીત:
હમરેખ= એય સાંભળે છે કે?
મોરચા= બાળક, બચ્ચા
પારણું: સંતાન પ્રાપ્તિ માટે, ખોળો ભરવા કે નાના બાળને ઝુલાવવાના ગીતો
માતાના ગરબા:
વાસંતી ઘેર
નર્મદા જિલ્લામાં નાંદોદ, ઝઘડિયા અને નેત્રંગ વિભાગમાં સુરત-વલસાડ જિલ્લા જેવા જ નૃત્યો પુરુષ હળપતિઓ કરે છે પરંતુ, નાંદોદના દક્ષિણ ભાગે ડેડીયાપાડા અને બેડવાણ પંથકમાં સ્ત્રી પુરુષો સંયુક્ત ઘેર બનાવી પોતાની રસ રુચિ પ્રમાણે વસ્ત્રાલંકાર પહેરી એકબીજાની કેડે કે ખભે હાથ બાથ લઈને ભેરુ બાંધો કરીને વર્તુળાકારે સર્પાકારે કે અનિયમિત આકારોમાં ઘેર રમે છે. અહીં દાંડિયા નથી પણ પશુઓની માફક ઠેકડા મારી કે વિવિધ ચાળાઓમાં ઘેરીયા નૃત્ય કરે છે. આ નૃત્ય હોળી દરમિયાન ભજવાય છે.
ઘેરીયા
દક્ષિણ ગુજરાતનાં હળપતિઓ દ્વારા યોજાતા ઘેરીયા નૃત્યમાં થતી ઘેરમા જોડાવાની શરતો:
- એક માસનું બ્રહ્મચર્ય
- માંસ-મદિરા ત્યાગ
- સંયમિત આચાર સંહિતા
- માતૃભક્તિ માતૃશક્તિની આરાધના
- “હા રે હા”નું કોરસ, ઘુઘરાનો રણકાર, પુરુષ દ્વારા સ્ત્રીનો પહેરવેશ
- બધાનું મિશ્રણ ધરાવતું, માતાની આરાધના માટે દક્ષિણ ગુજરાતના હળપતિઓની ભક્તિનૃત્ય ધરાવતું આદિવાસી નૃત્ય
આયોજન
- ઘેર બાંધવાનો હળપતિ કોમ દ્વારા નિર્ણય
- ૨૦-૨૫ ઘેરીયાઓની પસંદગી
- નૃત્યના વિવિધ પ્રકારના પાત્રોની વરણી
- એક મહિના માતાજી આરાધના-બ્રહ્મચર્ય-માંસાહાર-મદિરા ત્યાગ અને પ્રેક્ટિસ
લોકવાયકા
ઘણી બધી વાયકાઓ છે તેમાંથી બે:
- લીલારાણી નામની રાણીને યુવાન રાઠોડે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. રાણીએ તેને પામવા ઉગ્ર તપ કર્યું. તુળજા ભવાની માતાએ રાણીને પ્રસન્ન થઈ ને ઘેરીયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષણ બક્ષ્યુ હતું. આ ઘેરીયા રાસની યાદ માં ઘેરીયા રાસ રમાય છે.
- પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમોએ આક્રમણ કરીને લોકોનું ધર્માંતરણ કરાવતા ધર્માંતરણથી બચવા રાઠોડ પાવૈયાનો વેશ ધારણ કરી ઘેરીયા નૃત્ય કરતા છટકી ગયા. ત્યારથી ઘેરીયા નૃત્ય પરંપરા ચાલુ થઈ.
પહેરવેશ
અર્ધનારી વેશ: ઘેરીયા નૃત્યમાં વેશમાં મહિલાઓનો વેશ અને શૈલી પુરુષોનો એવું સંયોજન હોય છે.
- ત્રણ સાડીનો વેશ: એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી સાડી કમરના ઉપરના ભાગે કબજાની ઉપર વાળીને ખભા ઉપર બાંધેલા હોય છે ત્રીજી સાડી કમરની નીચે ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરાય છે.
- શણગાર: કંઠમાં મણકા અને મોતીની ગળામાં ગલગોટાનો હાર, પગમાં બૂટ-મોજા, કમરે ઘૂઘરા , કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણીયા, હોઠે લાલી ઉપરાંત ગોગલ્સ. એક હાથમાં મોરપીંછ નો ઝૂડો- બીજા હાથમાં દાંડીયો
- ઘેરીયો: એક હાથમાં બાવળ કે શીસમનો દાંડીયો અને બીજા હાથે મોરપીંછનો ઝૂડો- રમત રમનાર અને નૃત્ય કરનાર.
- કવિયો: વેશ પુરુષનો (ઘેર મંડળીના નેતા): ખમીસ, બંડી કે કોટ, માથે સાફો કે ફેટો. એક હાથમાં મોરપીંછ નો જુડો બીજા હાથમાં છત્રી.
- પ્રસંગ પ્રમાણે ગીત ગવડાવનાર કવિયો ઘેરીયાઓને રમાડે તે નાયક-માર્ગદર્શક.
- ગભાણીયો: ઘેરીયાઓને સાજ-સજ્જ કરી તૈયાર કરનાર.
- વાધ્યવાદકો: થાળી વાળો, મંજીરા વાળો, ખંજરી વાળો અને તબલચી કે ઢોલક વાળો
- બગલી વાળો: લાંબી લાકડીવાળો- લાકડીના ઉપરના છેડે ખમીશ કે બંડી રૂપે ડગલી લટકાવીને વસ્ત્રદાન માંગે છે. બગલીવાળો ઘેરને નજર લગતા રોકે છે.
- ઘોડી વાળો: જોકર: લોકોનું મનોરંજન કરનાર લાકડી ઉપર લાકડાના ઘોડાનું માથું લઈને ઘોડેસવારી કરતો હોય તેમ ઘેરની ફરતે ફરી લોકોને હસાવનાર.
- તરકટિયો: તરકટ કરીને લોકોને હસાવનાર
- કાળી બિલાડી બનેલ ઘેરીયો: બિલાડી નો વેશ, શરીર ઉપર કાળો રંગ ચોપડીને પાછળ પૂંછડી લગાવી બિલાડી બનનાર ઘરમાં જઈને ભૂત પ્રેત ઘરમાંથી ભગાવનારી પરંપરા નિભાવે છે.
આમ માતાની આરાધના સાથે લોકોનું મનોરંજન કરાવતું દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરાતું લોકનૃત્ય તે ઘેરીયા. આ જોઈને જનસમૂહ મુગ્ધભાવે એ રસમાં તરબોળ થઈ જતો જોવા મળે છે.
સંદર્ભ:
- પુસ્તક: ઘેરીયા નૃત્ય અને ગીતો: પ્રિ. ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ
- લેખ: ગુજરાત ૨૦૭૯ પેજ:૭૪ : ઘેરીયા: અજય મો. નાયક, પત્રકાર
- અશોકભાઇ પટેલ, પત્રકાર, ગણદેવી
[Video]: ગાંધીજીના જીવનની અજાણી વાતો
ગાંધી જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાના અવસરે
શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ મેહતા રૉટરી હાયર સેકંડરી સ્કૂલ, બીલીમોરા, ૨૯/૦૯/૨૦૨૩
બૌદ્ધ ધર્મ
લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી.ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર્મો સ્થપાયા શુદ્ર અને નીચલા વર્ણના લોકો બુદ્ધ ધર્મ તરફ અને વૈશ્યો જૈન ધર્મ તરફ આકર્ષાયા. આમ બુદ્ધ ધર્મ એટલે ૧) લોક ભાષામાં ઉપદેશ ૨) જાતપાતના ભેદો નહીં ૩) મધ્યમ વર્ગો અતિશયતાનો વિરોધ અને ૪) ઊંચું ચરિત્ર.
ચાલો ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ધર્મની વિગતે સમજીએ…
બૌદ્ધ ધર્મ
જન્મ : 566 BC- હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નગરમાં થયો હતો
પિતા: શુદ્ધોધન
માતા: મહામાયા
માતાને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સિદ્ધ થઈ હોવાથી સિદ્ધાર્થ અને માતાનું કુળ ગૌતમ હોવાથી ગૌતમ નામ રાખ્યું.
ગૌતમના જન્મ પછી સાત દિવસમાં તેમની માતાનું મૃત્યુ થયું તેથી માસી મહાપ્રજાપતિએ તેમને ઉછેર્યા જ્યોતિષે ગૌતમ વિશ્વભરનો ચક્રવર્તી રાજા અથવા મહાન ધર્મ પ્રવર્તક બનશે એવી ભવિષ્યવાણી ભાખી. રાજા શુદ્ધોધનને પુત્ર સાધુ થાય તે પસંદ ન હોવાથી, વૈભવ વીલાસયુક્ત જીવન બાળપણમાં આપ્યું, પિતાએ 16 વર્ષે યશોધરા સાથે લગ્ન કરાવ્યા. સાધન સંપન્ન મહેલની રચના કરવામાં આવી- છતાં મન વૈરાગ્યમાં ખેંચાતું હતું. પુત્ર રાહુલને જન્મ આપ્યો.
મહાભિનિષ્ક્રમણ: ગૌતમે વૃદ્ધ, રોગી, શબ અને સંન્યાસીને નગરમાં ફરતા જોયા, રોગ વગરનું જીવન-ઘડપણ વિનાની યુવાની- અને મૃત્યુ વગરનું જીવન- શક્ય ન હોવાથી તેમણે પત્ની પુત્ર અને અઢળક સંપત્તિનો ત્યાગ કરી ભગવો ઝભ્ભો પહેરી સાધુ જીવન શરૂ કર્યું. “બહુજન હિતાય, બહુજન સુખાય”. પટના નજીક ઉરબેલા વનમાં નિરંજના નદીના તટે બોધિગયામાં તપ કર્યું. શરૂઆતના સખત તપ કર્યું પણ જંગલમાંથી સંગીતનો જલસો કરવા જતી વારંગનાને કહેતી સાંભળી કે વિણાનો તાર તું એટલો બધો તાણીશ નહીં કે તૂટી જાય અને એટલો બધો ઢીલો પણ ન રાખીશ કે સ્વરોજ ન નીકળે. ત્યારથી શરીર ટકાવી રાખવા ભોજન શરૂ કર્યું, સુજાતા ખીર ખાવાથી બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.
બુદ્ધ બોધિજ્ઞાન પ્રાપ્ત થતા બુદ્ધ થયા.
તેમને વૈશાખી પૂર્ણિમાએ દુઃખ મુક્તિનો ઈલાજ જડી ગયો.
બુદ્ધે પોતાના જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય અને સર્વજન સુખાય થાય તે માટે ધર્મચક્રપ્રવર્તનની શરૂઆત કરી- સારનાથ ખાતે પંચ વર્ગીય શિષ્યો સમક્ષ પ્રથમ ઉપદેશ આપ્યો.
સંઘ: પ્રથમ પાંચ ભિક્ષુઓ, પછી સગા સંબંધી, પત્ની યશોધરા, માતા મહાપ્રજાપતિ સહિત બધા સંઘમાં જોડાયા વૈશાલી નગરીની મહાન નૃત્યાંગના આમ્રપાલીએ પોતાનું આમ્રવન બુદ્ધને અર્પણ કર્યું મગધના રાજા બિમ્બીસાર અને કૌશલના રાજાએ તેમના ધર્મ સ્વીકાર્યો, 45 વર્ષ ભારતમાં આમ જનતાની ભાષામાં પોતાની મધ્યમ માર્ગની વિચારસરણી નો પ્રચાર કર્યો BC 483 માં 80 વર્ષે વૈશાખી પૂર્ણિમાએ કુષીનગર ખાતે નિર્વાણ પામ્યા.
ગૌતમ બુદ્ધનો ઉપદેશ
ભિક્ષુઓ પીળા ઝભ્ભો, માયે મુંડન અને ભિક્ષાપાત્ર રાખતા. સંઘમાં સ્ત્રીઓ પણ ભિક્ષુણી તરીકે જોડતી.
1) મહામંત્ર - પ્રતિજ્ઞા:
બુદ્ધમ શરણમ્ ગચ્છામી- બુદ્ધ એટલે જાતને શરણે જાઉ
ધમ્મમ્ શરણમ ગચ્છામી -ધર્મ ને શરણે જાઉ
સંગમ શરણમ ગચ્છામી સંઘ ને શરણે જાઉ
બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો: મધ્યમ માર્ગ
2) ચાર આર્ય સત્યો:
- દુઃખ - જગત દુઃખોથી ભરેલું છે જીવવું દુઃખ દાયક મરવું દુઃખદાયક રોગદુઃખદાયક વિયોજનની ભી ખુદા પડવું દુઃખદાયક વૃદ્ધાવસ્થા દુઃખદાયક
- તૃષ્ણા - ઈચ્છાઓ દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે.
- તૃષ્ણાઓનો ત્યાગથી જ દુ:ખનો નાશ થઈ શકે.
- તૃષ્ણાના ત્યાગ માટે અષ્ટાંગ માર્ગ જરૂરી છે.
- RIGHT VIEW સમ્યક દ્રષ્ટિ સાચી સમજ-ચાર સત્યોનું યથાર્થ જ્ઞાન.
- INTENTION સમ્યક સંકલ્પ: શુભ કાર્યનો નિશ્ચય
- ACTION સમ્યક કર્મ: સારા કર્મો કરવા. ત્યાગ હિંસા, ચોરી ,વ્યભિચાર, અને મધ્યપાન નો ત્યાગ.
- LIVELIHOOD સમ્યક આજીવિકા : પરસેવા પાડી જીવન માટે ધન પેદા કરવું.
- SPEECH સમ્યક વાણી: સારું બોલવું- જૂઠું બોલવું કે નિંદા કરવી નહીં.
- EFFORT સમ્યક પ્રયત્ન: બુરાઈ ત્યજી, સારા કામોમાં મગ્ન રહેવું.
- MINDFULNESS સમ્યક સ્મૃતી: ચિત્ત શુદ્ધ રાખી, ખરાબ કાર્યોનું ભાન રાખવું.
- CONCENTRATION સમ્યક સમાધિ: ચિત્તની એકાગ્રતા, આ ચાર એકાગ્રતા રાખવી, કર્મો, નિશ્ચય પુરુષાર્થ ભાવના
મધ્યમ માર્ગ: અતિશય કામોપભોગ કે અતિ દેહદમન નકામાં ગણાય છે.
૪) પંચશીલ
- હિંસા: મન, વચન અને કર્મથી હિંસા કરવી નહીં. VIOLENCE
- ચોરી કરવી નહીં STEALING
- જૂઠું બોલવું નહીં LYING + GOSSIP
- બ્રહ્મચાર્ય પાળવું. SEXUAL DISCIPLINE
- દારૂ પીવો નહીં. NO TO DRUGS/ ALCOHOL
૫) ચાર ભાવના
- મૈત્રી: સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ
- કરુણા: દયા
- મૂદીતા: આનંદવૃત્તિ (આપણા કરતાં ચઢિયાતાં જોઈને ઈર્ષા ન કરવી પણ આનંદ પામવો.)
- ઉપેક્ષા: પરવા ન કરવી જડ અને પાપી પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ રાખવી. (રાગ અને દ્વેષ ઉપજાવે તેવું કોઈપણ કાર્યની ઉપેક્ષા કરી તટસ્થ ભાવે જોવું)
દસ મંગળ: ઉત્તમ મંગલ
ગૌતમ બુદ્ધની વાણી૧) મૂર્ખાઓની સોબતથી દૂર રહેવું.
ઉતમ: પંડિતો એટલે જ્ઞાની પુરુષોનો સહવાસ રાખવું.
૨) યોગ્ય દેશમાં વસવાટ કરવો.
પુણ્યનો સંચય કરવો.
મનને સારા માર્ગમાં દ્રઢ કરવું.
૩) ઉત્તમ પ્રકારની વિધ્યા પ્રાપ્ત કરવું.
સદાચારની ટેવ પાડવી.
મધુર વાણી ઉચ્ચારવી.
૪) માતા-પિતાની સેવા કરવી.
સંતાનો- પત્નીનું પાલનપોષણ કરવું.
૫) દાન અને ધર્મનું આચરણ કરવું.
સગા વહાલાને મદદ કરવી.
સારા કાર્યોનું આચરણ કરવું.
૬) પાપકર્મોથી વિરક્ત રહેવું.
મધ્યપાનમાં સંયમ રાખવો.
પુણ્યકર્મ કરવામાં આળસ કરવી નહીં.
૭) સત્પુરુષોનું સન્માન કરવું.
નમ્રતાનો ભાવ રાખવો.
સંતોષ-કૃતજ્ઞ થવું.
સ્થળકાળ પ્રમાણે ધર્મ શ્રવણ કરવું
૮) સહન કરવું.
મીઠી વાણી બોલાવી.
સાધુ પુરુષોની સોબત કરવી.
૯) તપ, બ્રહ્મચાર્ય અને ચાર આર્ય સત્ય જાણવા અને નિર્વાણનો સાક્ષાત્કાર કરવું.
૧૦) લોક સ્વભાવ સાથે એટલે કે લાભ-નુકસાન, અપયશ, નિંદા-સ્તુતિ, સુખ દુ:ખ.
આ ચાર બાબતોમાં ચિત્ત શાંત, નિર્મળ અને શોક રહિત રહે.
બુદ્ધના આકર્ષક અને પ્રતિભાસંપન્ન વ્યકતીથી અનેક લોકો આકર્ષતા- તેઓ લોકબોલીમાં- નાની નાની વાર્તાઓથી ઉપદેશ આપતા. દા.ત. કિસા ગૌતમી અને રાય.
બૌદ્ધધર્મના ગ્રંથો
ત્રિપિટક:- સુત્ત પિટક- ધર્મના સિદ્ધાંતોની માહિતી
- વિનય પિટક- બુદ્ધ ધર્મના સાધુઓ માટેના શિસ્તના અને બીજા સિદ્ધાંતો.
- અભિધમ્મપિટક- ધર્મના વિચારોને અને પ્રથાઓને જોડી કરવાની પ્રવૃત્તિઓ.
બૌદ્ધ ધર્મ એટલે ધર્મ સુધારણા: હિન્દુ ધર્મના સુધારણા પછી લોકોને – આમ જનતા ને સમજાય અને સ્વીકારાય એવું સ્વરૂપ.
તત્વજ્ઞાન: બૌદ્ધ ધર્મના તાત્વિક સિદ્ધાંતો
- કોઈપણ બાબતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.
- બધી બાબતોનું પરિવર્તન થાય છે. કોઈ સ્થાઈ નથી.
- આ કારણે કોઈ સનાતન આત્માકે ઈશ્વર નથી.
- વૃક્ષ પોતાના બીજ દ્વારા બીજું વૃક્ષ ઉત્પન્ન કરે છે અને પોતે નાશ પામે છે. તેમ જ બીજું માનવજીવન ઉત્પન્ન થાય છે.
બાંધકામો:
- સ્તૂપ- બૌદ્ધ કે બૌદ્ધધર્મના કોઈ પવિત્ર વ્યક્તિના અસ્થિને દાબડામાં મૂકી તેની ઉપર અંડાકારે રચેલી ઇમારત.
- ચૈત્યગૃહ- સ્થંભોનિ રચનવાળું અર્ધ વર્તુળાકારે રચાયેલી મંદિર જેવુ સ્થાન.
- વિહાર- બૌદ્ધ શ્રમણોને રહેવાનું નિવાસ સ્થાન.
ધર્મના પંથો
1) હિન યાન:
યાન એટલે સાધના – હિન એટલે નાનું.
જીવનના અંતિમ લક્ષ્યાંક નિર્વાણ સુધી જવાના સાધન તરીકે ફક્ત બુદ્ધે આપેલા ઉપદેશને અને ફક્ત “ત્રિપિટક” માં જ માને છે.
બુદ્ધને માનવ તરીકે જ માને છે. તેથી તેની પૂજા કરતાં નથી. પરંતુ બુદ્ધના અવશેષો સ્તૂપોમાં મૂકી પુંજે છે.
સંઘને વધુ મહત્વનું ગણે છે.
ગૃહસ્થો કરતાં ભિક્ષુકોને મહત્વના માને છે. કારણ કે ભિક્ષુક થયા વિના મોક્ષ (નિર્વાણ) ન મળે એવું માને છે.
સિલોન, બ્રહ્મદેશ, શિયામમાં મળે છે.
2) મહાયાન:
નિર્વાણ પ્રાપ્તિનું મોટું (મહા) વાહન (યાન) થાપણ આચાર્ય નાગાર્જુન અને અસંગે કરી.
સમય પ્રમાણે યોગ્ય ફેરફાર કરવામાં માને છે. ચીન મોંગોલિયા, જાપાન, કોરીયા, તિબેટ, નેપાળમાં જોવા મળે છે.
ભગવાન બુદ્ધને “ઈશ્વર” માની તેની પૂજા કરે છે.
હિન્દુ ધર્મના ક્રિયાકાંડ બૌદ્ધ ધર્મમાં દાખલ કર્યા. બૌદ્ધ ભિખ્ખુઓએ ‘પુરોહિત’ નું સ્થાન લીધું.
મુખ્ય ગ્રંથ સંદર્ભ પુંડરીક:
3) મંત્રયાન: આઠમા સૌકામાં યા શાખા વિકસી તંત્ર-મંત્રની વિશેષ અસર હતી.
4) વ્રજયાન : તંત્ર-મંત્ર, યમ-નિયમ અને મહાસુખની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરે છે. વ્રજયાનમાં સાધના માટે મૈથુનને ફરજિયાત ગણે છે.
બુદ્ધના મહા પ્રયાણ પછી તેમનો ઉપદેશ સંગ્રહાય અને સમાજમાં જળવાય રહે તે માટે ચાર મહાસભાઓ થયેલી, જેમાં મોટા પ્રમાણમાં બુદ્ધધર્મના ઉપદેશકોને ભેગા કરેલા. તેની વિગતો જાણવી જરૂરી છે.
સભાનો સમય |
સભા સ્થળ |
સભાપતિ |
દાનદાતા રાજા |
પરિણામ |
I 483 BC |
રાજગૃહ |
મહાકશ્યપ |
અજાતશત્રુ |
બુદ્ધ ભગવાનના નિર્વાણ પછી તેમનો ઉપદેશ અને નિયમો સમજાવી દીધા. |
II 383 BC |
વૈશાલી |
સબ્બકામી |
કાલશોકા |
- |
III 250 BC |
પાટલીપુત્ર |
મોગલીપુત્રટીસ્સા |
અશોક |
- |
IV 98 AD |
કાશ્મીર |
વસુમિત્ર અને અશ્વઘોષ |
કનિષ્ક |
ધર્મના મહાયન- હિનયાન બે ભાગ પડ્યા |
સંઘ: બુદ્ધ ધર્મમાં સંઘ- પોતાને સદાઈથી રાખી, બુદ્ધ ધર્મના નિયમો પાળનાર સાધુઓનો સમૂહને સંઘ કહે છે.
ઇતિહાસની જૂનામાં જૂની પ્રાર્થના સભા સ્થળને સંઘ કહે છે. ત્યાં ગુલામો, દેવાળીયા અને રોગીઓને પ્રવેશ કરવાની મનાઈ હતી. પથીમોક્ષ નામના ૬૪ જાતના ગુના કરવાની બંધી હતી. સંઘમાં મહિલાઓને આવકારાતી હતી.
બુદ્ધના જીવનના મહાન પ્રસંગો:
- અવક્રાંતિ- ગર્ભધાન
- જતિ-જન્મ
- મહાભિનિષ્ક્રમણ- જ્ઞાન માટે સંસાર ત્યાગ
- નિર્વાણ / સંબોધીનિ- જ્ઞાન થવું.- Enlightenment
- ધર્મચક્ર પરિવર્તન-પ્રથમ પ્રવચન
- મહાપરી નિર્વાણ- મૃત્યુ
બુદ્ધ ધર્મ ભારતમાં સ્થપાયો હોવા છતાં, ચીન, જાપાન, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા દેશોમાં મોટા પ્રમાણમાં ફેલાયો છે. પરંતુ ભારતમાં ખાસ જોવા મળતો નથી.
જૈન ધર્મમાં અહિંસા અને તપને મહત્વના ગણ્યા છે, તો બુદ્ધ ધર્મમાં- મધ્યમમાર્ગ-એટલે કે અતિશય કામભોગ વિલાસ કે અતિશય દેહદમન ટાળવાનું કહી પંચશીલને મહત્વના ગણાવ્યા છે.
મહામંત્ર:
બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ,
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ,
સંઘમ્ શરણમ્ ગચ્છામિ
જેવો મહામંત્ર આપ્યો છે.
જી હા, જગત દુ:ખો થી ભરેલું છે.
આર્યસત્ય:
દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્