૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે. મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવ...