મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી. ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ. અનિન્દ્રા : દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી. પંડિત : જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જે...