Skip to main content

શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા

યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે. 

ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે. 

નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે. 

શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યાય છે. 365 પ્રકરણો ધરાવતો આ સૌથી લાંબો પર્વ છે. 

મારા હિસાબે ભીષ્મપિતામહે આપણને બધાને માર્ગદર્શન મળે તેવા સિદ્ધાંતો બતાવ્યા છે. જે જાણવા-સમજવા અનિવાર્ય છે. તો ચાલો, ભીષ્મપિતામહની ભગવદગીતાના જ્ઞાનનો મર્મ જાણીએ.  

મિત્રતા 

જીવનમાં આપતિઓ આવતી જ હોય છે, તેને મિત્ર વિના પાર પાડી ન શકાય. હ્રદયથી હ્રદયનું મિલન ધરાવતો મિત્ર જિગરજાન મિત્ર કહેવાય છે. કૃતજ્ઞ, મિત્રદ્રોહી અને વિશ્વાસઘાતી ન હોય તે આદર્શ મિત્ર કહેવાય છે.

મિત્રો ચાર પ્રકારના હોય છે.

 1. સહજ મિત્ર : સગાસંબધિઓ
 2. ભજમાન મિત્ર : પરંપરાથી જે મદદ કરતો આવ્યો હોય
 3. સહાર્થમિત્ર : શરતો કરીને મિત્રતા બાંધી હોય તે.
 4. તૃત્રિમ મિત્ર : ધન-સંપત્તિ આપી વશ કર્યા હોય.

સહજમિત્ર અને ભજમાનમિત્ર શ્રેષ્ઠ કહેવાય છે. સહાર્થ અને તુત્રિમમિત્ર શંકાસ્પદ હોય તેનાથી ચેતતા રહેવું જોઈએ.  

શાંતિના ઉપાયો (ભીષ્મપિતામહનો યુધિષ્ઠિરને બોધ)

શાંતિ પરાક્રમી રાજા અને પરાક્રમી પ્રજાથી જ આવે છે. રાજાએ સ્વયં પોતાનું, મંત્રીઓનું, ખજાનો અને સેનાનું, રાષ્ટ્રની પ્રજા અને રાજધાનીનું ઉપરાંત મિત્રરાષ્ટ્રોનું રક્ષણ કરવાનું હોય છે. 

અશાંતિના કારણો

 1. ખેતી, નોકરી, વ્યાપાર, ઘરકંકાસ, દ્રવ્યવાસના, કામવાસના
 2. અન્યાય, અપમાન, સંબંધો, ભૂલો, સળગતા પ્રશ્નો

ભીષ્મપિતામહ કહે છે,

 • ગુપ્ત રાખો: પોતાનું છિદ્ર, મંત્રણા અને કાર્યકૌશલ બીજાથી ગુપ્ત રાખો.
 • ત્યજો: છિદ્રવાળી નૌકા, ઉપદેશ વિનાનો આચાર્ય, વેદમંત્રવિનાનો હૃત્વિજ, રક્ષા ન કરી શકનાર રાજા, કટુવાણીવાળી સ્ત્રી, ગામમાં રહેતો ભરવાડ અને જંગલમાં રહેતો વાળંદને હંમેશા ત્યજો.
 • આમ પરાક્રમી, રાજધર્મીઓને રાષ્ટ્રવાદી રાજા જ શાંતિ લાવી શકે - સમૃદ્ધિ લાવી શકે છે.

દાન

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે. દાન એ ત્યાગનું સોપાન છે.

 1. સૌથી મોટું દાન અભયદાન છે. જે અભયનો ભંડાર હોય તે જ અભય આપી શકે.
 2. બીજા દાનો - મનોદાન, વચનદાન, શરીરશ્રમદાન, બુદ્ધિદાન, જલદાન, અન્નદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન અને સાધનાદાન છે.
 3. અનુકંપાદાન પણ ખૂબ મહત્વ ધરાવે છે.
  • દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના પડેલી છે.
  • દાન કિર્તિના બદલાવાળું કે ભૌતિક હેતુ પામવા ન હોવું જોઈએ.
  • દાનથી ધર્મને, કર્તવ્યને, સદાચારને અને અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ મળે છે.
  • એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય દાતાને આપોઆપ મળે છે. 

લક્ષ્મી (સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી) 

લક્ષ્મીની મહત્તા - જીવન મેળવવાનો મુખ્ય આધાર લક્ષ્મી છે.

 • વિકાસનું મૂળ સુખેચ્છા છે. સુખના વિરોધી વિકાસ વિનાના- દરિદ્ર અને છેલ્લે શોષિત બનતા હોય છે.
 • વધુ પડતાં સંતોષી, પ્રારબ્ધવાદી, અકમર્ણ્ય અને પૂર્વેના કર્મોની વાતો કરનાર દરિદ્રતા અને દુ:ખ લાવે છે.
 • સાદાઈ બેકારી અને દરિદ્રતા લાવે છે. વૈભવની ઈચ્છા રોજી અને સુખ લાવે છે. સાદાઈ વ્યવહારમાં ઠીક છે, જીવનમાં નહીં.
 • લક્ષ્મીના સાચા ઉપાસક અર્થોપાર્જન કરી હજારોના અન્નદાતા અને દાની બની શકે છે.  

પાપી મનુષ્યના લક્ષણો  (વેદ વ્યાસ)

 • કૃપણને દાન આપનાર                     
 • નિંદા કરનાર 
 • જૂઠું બોલીને પેટ ભરનાર                     
 • ગુરુનું અપમાન કરનાર 
 • માતા-પિતાને હડધૂત કરનાર                     
 • સ્વાર્થી 
 • ખોટાં તોલ-માપ કરનાર                     
 • ક્રોધથી ગામનો નાશ કરનાર 
 • બ્રાહ્મમણની હત્યા કરનાર

સમાજવિરુદ્ધ કામથી થતાં પાપ

 • અભક્ષ્ય આહાર લેવું                         
 • સ્વધર્મનો ત્યાગ કરવું 
 • શરણાગતનો તિરસ્કાર કરવો                     
 • માતા-પિતાનું ભરણપોષણ ન કરવું
 • યાચકોનો અનાદર કરવો                     
 • હિંસા કરવી 
 • અતિથિનો અનાદર કરવું 

પ્રાયશ્ચિત દ્વારા પાપ મુક્ત થવા પ્રાર્થના અને ભાવનાસહ ભક્તિ કરવી પડે છે.

સનાતન ધર્મ  (મુનિ દેવસ્થાન) 

સનાતન ધર્મના નવ અંગો:

 1. સર્વ પ્રાણીઓનો અદ્રોહ
 2. સત્યભાષણ
 3. આતિથ્ય સત્કાર
 4. દયા
 5. ચાપલ્ય
 6. લજ્જા
 7. મૃદુતા
 8. એક પત્ની વ્રત અને
 9. ઈંદ્રિયનિગ્રહ 

ચાર આશ્રમો અને તે વખતના કાર્યો

 1. બ્રહમચર્યાશ્રમ - સ્વાધ્યાય
 2. ગૃહસ્થાશ્રમ - ગૃહસ્થજીવન-યજ્ઞો
 3. વાન પ્રસ્થાશ્રમ - તપ
 4. સન્યાસ્તઆશ્રમ - જ્ઞાનયજ્ઞ   

સત્ય 

સત્ય સનાતન ધર્મ છે. સત્ય જ બ્રહમ છે. માટે સત્યનો સદૈવ આદર કરવો. સત્ય જીવની પરમગતિ છે. સત્યના તેર સ્વરૂપો છે. સત્ય, સમતા, દમ, મતસરનો અભાવ, લજ્જા, ક્ષમા, તિતિક્ષા, અન્યના દોષ ન જોવા, ત્યાગ, શુદ્ધ આચરણ, ધૈર્ય, દયા અને અહિંસા.
હકીકતમાં સત્ય એ ધર્મની પરાકાષ્ઠા છે. 

મોક્ષધર્મ

 • જેમ ફૂલથી સુગંધ અને સુખડ ઘસવાથી સુવાસ મળે છે, તેમ ઈષ્ટદેવનું અહર્નિશ ચિંતન કરવાથી આધ્યાત્મિક જાગૃતિ આવે છે. તો જ શ્રીહરિની કૃપાથી પ્રભુદર્શન શક્ય બને છે.
 • આપણામાં ભક્તિ હોય જ છે. કામ અને કાંચનનું આવરણ તેને ઢાંકે છે.
 • સત્કર્મ, ધ્યાન, જપ, પુજા, ઈશ્વરચિંતન, અને પ્રભુભક્તિથી પાપ કપાય છે.
 • ધર્મ એટલે બૌદ્ધિક વાદવિવાદ કે વિતંડાવાદ નહીં, ધર્મ એટલે નીતિશાસ્ત્ર મુજબ વર્તન-     ધર્માચરણ અને સંસ્કારીપણું-તેનાથી જ શાંતિ, પ્રગતિ અને ભાઈચારો મેળવી-છેલ્લે મોક્ષ મળે છે. 
 પાંચ મહાયજ્ઞ
 • બ્રહમયજ્ઞ - વેદનું અધ્યયન
 • પિતૃયજ્ઞ -  પિતૃ-તર્પણ અને શ્રાદ્ધ   
 • દેવયજ્ઞ - હોમહવન
 • ભૂતયજ્ઞ - બલીકર્મ
 • નૃયજ્ઞ  - માનવસેવા, અતિથિસેવા       

સર્વત્યાગીને જ મોક્ષ મળે છે એવી ગોરમાન્યતા છે.

 1. ત્યાગ: સુખનો ત્યાગ-ધન અને સ્ત્રીસંગ છોડવું
 2. મહાત્યાગ: સુખત્યાગ ઉપરાંત દુ:ખ સ્વીકૃતિ : અનિકેત- ઘર વગર વૃક્ષ નીચે રહેવું – આહાર-વિહાર કષ્ટદાયક રાખવા.
 3. અતિત્યાગ: મહાત્યાગ ઉપરાંત પ્રચુર દેહદમન-વસ્ત્ર ન પહેરવું, પાત્ર ન રાખવું, પગમાં કઈ ન પહેરવું, નામમાત્રનો આહાર, ઠંડી-તાપ-વરસાદ સહન કરવું. 

કળયુગ વિષે ભવિષ્યવાણી

વૃષ્ટિ નહિવત હશે- કૂવા, વાવ, તળાવના પાણીઓ, છોડ, વૃક્ષોની સંખ્યા ઘટશે, તૈયાર પાક તીડ ખાઈ જશે. ઋતુઓમાં અનિયમિતતા આવશે. દુષ્કાળ અવારનવાર પડશે. ગાય-ભેંસ ઓછું દૂધ આપશે. શ્વાન કરતાં ગાયો સસ્તી મળશે. વાસના, દંભ, ક્રોધ, લાલસા, મમત્વ જેવા દુર્ગુણો વધતાં જશે માનવમન સંકુચિત થશે. ભોગ-વિલાસમાં લોકો રચ્યાપચ્યા રહેશે. સદ્દ્ગુણોમાં ઓટ આવશે. અન્નના કોઠાર હશે ત્યાં ખાનાર નહીં હોય. અને ખાનાર હશે ત્યાં અન્નની અછત હશે. માનવ-માનવના સંહાર કરશે. ઘરે ઘરે કજિયો કંકાસ જોવા મળશે. ધનવાન-દાતાર નહીં બને. રાંધેલું અન્ન બજારમાં મળશે. ભિન્ન-ભિન્ન પ્રકારના યંત્રો, શસ્ત્રો અને વસ્ત્રો ઉત્તપન્ન થશે. 

ગુરુ, સ્વામી, મિત્ર અને ભક્તોનો દ્રોહ કરનારો વધશે. સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રીતિ ઓછી થશે. પુરુષ પત્નીને વશ થઈ પુત્રવધૂ સાસુ-સાસરનો તિરસ્કાર કરશે. સ્ત્રી પતિને તુચ્છ ગણશે. સ્ત્રી પતિનું કહેલું માનશે નહીં. પતિવ્રતા ધર્મનું પાલન નહીં કરે. આડંબર ખાતર સ્ત્રી ઓછું બોલશે. સ્ત્રીઓ અંગો દેખાય તેવા વસ્ત્રો પરિધાન કરશે. ગણિકાઓ નીતિ નિયમ પાળશે અને કુળવાન સ્ત્રી વેશ્યા જેવુ વર્તન કરશે. ભાઈ પોતાના ભાઈને દુશ્મન ગણશે. માતા-પિતા અને સંતાનો વચ્ચે વેર બંધાશે. દેવાલયની મૂર્તિઓમાં દેવાયત નાશ પામશે. સાધુ-સન્યાસી ધનના લાલચુ અને ચારિત્રહીન બનશે વૈદ્ય-હકીમો દર્દીઓને ખોટી દવા આપશે. મલેચ્છ રાજકરતા બનશે. રાજા, પ્રધાન, વજીર, પ્રજા બધા ભેગા મળી ચોરી કરશે. મિથ્યા વાદવિવાદ-વિતંડાવાદ કરનારને લોકો વિદ્વાન માનશે. સાચા જ્ઞાનીને લોકો ગાળો ભાંડશે.

રાજધર્મ (રાજાએ ધ્યાનમાં રાખવાના લક્ષણો

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી કહે છે,

 1. શ્રદ્ધાપૂર્વક પરલોકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો
 2. ક્રૂરતા વિના દ્રવ્યોપાર્જન કરવું
 3. ધર્મઅનુસાર ઈંદ્રિયનિગ્રહ કરવો
 4. દિનપણું તજવું
 5. શૂરવીર થવું, પણ અભિમાન કરવું નહીં
 6. સર્વ જીવપ્રાણીમાત્ર પર દયા રાખવી
 7. પોતાની તાકાતની મર્યાદા વિચારી સંધિ કરવી
 8. કુપાત્રે નહીં, પણ સુપાત્રે દાન કરવું
 9. સગાવહાલાં સાથે સંઘર્ષમાં ઊતરવું નહીં
 10. દુષ્ટ માણસની દુત તરીકે નિમણૂંક કરવી નહીં
 11. કાર્ય સિદ્ધ કરવા કોઈને દુ:ખ દેવું નહીં
 12. પોતાના વિચારો અપાત્ર મનુષ્યને જણાવવા નહીં
 13. આત્મશ્લાઘા (પોતાની પ્રશંસા) કરવી નહીં
 14. સાધુ-સંતો પાસે કરવેરા લેવા નહીં
 15. દુષ્ટ લોકોને મિત્ર બનાવવા નહીં
 16. પૂરી તપાસ કર્યા વિના શિક્ષા કરવી નહીં
 17. ગુપ્ત વાતો જાહેર કરવી નહીં
 18. લોભી જનોને દાન આપવું નહીં
 19. અપકાર કરનારનો વિશ્વાસ કરવો નહીં
 20.  ઈર્ષા આગ સમાન છે, ઈર્ષા કરવી નહીં
 21.  શુદ્ધતા (પવિત્રતા) જાળવવી
 22. અતિ વિષયભોગ (સ્ત્રીસેવન) ભોગવવા નહીં
 23. પથ્ય અને પોષક આહાર લેવું
 24. ગુરૂજનો અને વડીલોનું પૂજન કરવું
 25. ગુરુની પાસે ખાલી હાથે જવું નહીં. તેમની સેવા કરવી
 26. દેવતાઓની પુજા કરવી
 27. ન્યાયમાર્ગે જ ધન એકત્ર કરવું
 28. આસક્તિ વિના ધન વાપરવું
 29. દેશકાળને અનુસરી-સમયનો વિચાર કરી વ્યવહાર કરવો
 30. દરેક ને ધીરજ આપવી
 31. તિરસ્કારપૂર્વક નહીં-પ્રેમપૂર્વક ઉપકાર કરવો
 32. અન્યાયપૂર્વક કોઈને દંડ ન કરવો કે મારવું  નહીં 
 33. શત્રુને મારીને શોક કરવું નહીં
 34. વગર વિચાર્યે ક્રોધ કરવો નહીં
 35. અપરાધી ઉપર દયા રાખવી
 36. રાગદ્વેષ રહિત સર્વધર્મનું આચરણ કરવું અને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખવું

દરેક વ્યક્તિ સ્વયં રાજવી - રાજા! 

આપણે પોતે કુટુંબના, આપણાં પોતાના શરીરના અને તે ઉપરાંત બીજી ઘણી બધી રીતે રાજા છીએ. તેથી આ રાજાની સલાહો આપણને પણ એટલી જ અનુરૂપ યથાયોગ્ય અને જરૂરી છે. કઈંક વિચારીશું? 

 • પહેલી ભગવદગીતા માં અર્જુનનો વિષાદ દૂર કરવા અર્જુનને યુદ્ધની શરૂઆતમાં શ્રીકૃષ્ણે કહી છે અને તેમાં છેલ્લે અર્જુન પોતાનો ધર્મ સમજી “હું યુદ્ધ કરીશ” એમ વચન આપે છે. 
 • તેવી જ રીતે યુદ્ધના વિજય પછી યુધિષ્ઠિરને આપેલ વૈરાગ્ય અને સંસારત્યાગની ઈચ્છા છોડવા ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. પરિણામે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે તૈયાર થાય છે. આ બીજી ભગવદગીતા છે. 
 • પણ, એ બંને સંભાષણો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. હા, ખરેખર, દરેક પ્રશ્નનો ઉકેલ અને મનનું  સમાધાન આ બન્નેમં છે. ચાલો તો પછી આપણે સૌ માનવધર્મ-માણસાઈ-જીવનજીવવા આ પાઠોનું જીવનમાં આચરણ કરીએ.
"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

Comments

 1. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સરસ માપદંડો આપ્યા છે અને મિત્રતા,સત્ય,દાન,વગેરેની સમજ આપી છે.આટલી મહેનતથી આ વાત મૂકવા માટે ધન્યવાદ..

  ReplyDelete
 2. Thank you very much for appreciation .

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના

Pains And Pleasures Of Ageing

At the age of 71, I am looking back and see my thoughts recorded in the article Life at 60  years back and find out whether all I said then continues to be true even today. I am happy to say my conclusions proved to be true. In one of them, I wrote 'I can proudly tell myself I can rely on my offspring for whatever I need - a great satisfaction any parent can have.' In the other sentence, I wrote 'my pillars of living are my wife Dr Bhavna, daughter Vaishali and son Rahul .' Yes, the same truth prevails. I concluded the article stating 'I am happy. I have no regrets. I am ready to face whatever situation arises and do what I think right at that moment.' Well, certainly 'all is well!'  I said at 60 and continue to believe the same at 70+ that, 'I am sure I have no expectation whatsoever before, during and after my death.' Once this mental attitude is reached, I think all the spirituality one needs is at the maximum. One needs not be a 'Sanyaas

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth.

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં અને છેલ્

2018 - The Centenary Year of My Highschool D.C.O. Killa Pardi

To my greatest surprise, one fine morning I received a memento with my name inscribed, in the honour of outstanding academic achievements! Turned out that Pardi Education Society's trustees and event organisers (including the Vice President Hemant J. Desai) had sent this memento as part of the centenary celebrations of my high school D.C.O. (1918-2018). This award depicting the story of grand 100-year celebrations inspired me to write about my story with nostalgic emotions and the then D.C.O. High School. Killa Pardi. It gives me great pleasure to witness the 100-year celebration of my school where I was a student (1963 to 1967), 50 years ago! So, all I wish to tell you here is a story of my experiences as a student in an era of student-teacher relationship 50 years back.

મહર્ષિ દયાનંદ સરસ્વતી

ઈતિહાસમાં આપણને બાબર-હુમયું-અકબર-જહાંગીર-ઔરંઝેબ અથવા વિલિયમ હેસ્ટિંગ્સ-રોબર્ટ ક્લાઈવ-લોર્ડ માઉન્ટબેટન ભણાવીને શાસકોએ ગેરમાર્ગે દોર્યા છે. તેથી ભારતીય-હિન્દુ-કોઈ મહાનુભાવ કે ભારતીય સંસ્કૃતિ જેવું કઈ હતું જ નહિ એવી ખોટી છાપ આપણાં મન ઉપર ઉપસી છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી-રામકૃષ્ણ પરમહંસ વિગેરે વિષે કઈ જ ન જાણતા હોય એ સ્વાભાવિક છે. ભારતીય સંસ્કૃતિ ની નબળાઈઓને કારણે આપણે નમાલા બન્યા ત્યારે આપણી સુધારણા કરવા-ગુલામ મુક્ત થવા શું કરવું જોઈએ-તે બતાવનાર માનાં એક તે સ્વામી દયાનંદ સરસ્વતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ ઓક્ટોબર, 1825 માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું. બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું. પિતા ના આગ્રહથી શિવ

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા

ગુર્જર રત્ન, જીવતી વાર્તા અને મારી વાતો

પુસ્તક પરિચય કરાવવા પુસ્તક વાંચવું પડે અને વાંચવા માટે પુસ્તક મેળવવું પડે! પુસ્તક લાયબ્રેરીમાંથી જ મળે અને લાયબ્રેરીમાંથી લાવીને જ વંચાય એ મને ખબર હતી. જે.બી.પીટીટ લાયબ્રેરી-બીલીમોરા, ગઝધર લાયબ્રેરી-ગણદેવી અને સયાજી લાયબ્રેરી- નવસારીનો આજીવન સભ્ય હોવાથી હું ત્યાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી ગેરસમજ ધરાવતો હતો. પણ નવી પેઢીના મારા બાળકો વૈશાલી અને રાહુલે એ ભૂલાવ્યું. પુસ્તકમેળા – પુસ્તકોની દુકાનો અને ઘટતામાં 'એમેઝોન' દ્વારા પુસ્તક ખરીદીને પુસ્તક વંચાય એમ તેમણે બતાવ્યું. પુસ્તકો ખરીદવાનું પહેલા ચર્ચગેટના રોડ પરથી દરેક પુસ્તક સો રૂપિયામાં વેચાય ત્યાંથી શરૂ કરાવ્યું – પછી બુક સ્ટોરમાંથી ખરીદી આપ્યું અને છેલ્લે ‘એમેઝોન’માં ઓર્ડર આપી ઘરે મળતું કરાવ્યું. આમ વૈશાલી–રાહુલે પુસ્તક ન ખરીદવાની જીદ દૂર કરાવી નવી ટેવ પડી. તેમાંથી છેલ્લે ખરીદી તે "ગુર્જર રત્ન" અને "જીવતી વાર્તા" પુસ્તકો મેળવ્યા. દીક્ષા – સાદાઈ – સમાજસેવા હિન્દુ ધર્મના સિદ્ધાંતો: કદાચ વારસાગત ગરીબી અને જૈન ધર્મની દીક્ષાના સંસ્કારોએ મને ન કમાવાની, કહેવાતી સમાજસેવા કરવાની અને સાદાઈ અપનાવવાની વિચારસરણીના પાટે

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય   પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.