Skip to main content

Posts

[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન   ૨૬ મે, ૨૦૨૪  સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા 'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો   અને   વક્તવ્યો

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ

અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો.  એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો ...

The Quest For Happiness

With all the success, achievements, and happiness-infusing-technologies, our search for being joyous, pleasant and happy is not over. India has its own guidelines, very well defined by Bhagavadgita, Buddhism, and Jainism. Still, our search for techniques to be happy pushes us to explore different ways around the world.  Some people traveled to the Netherlands, Denmark, Sweden, and Japan to find out four concepts of happiness, NIKSEN , HYGGE , LAGOM , and WABI-SABI respectively. These four countries top the list of the world happiness index and are amongst the first ten. Let me simplify and summarize each of them and try to derive the ultimate formula for happiness.  NIKESEN (Netherlands) In the Netherlands, Dutch people have found out key to happiness in NIKESEN. NIKESEN means “Doing nothing” purposefully and deliberately - leaving from work of body and mind - with a purpose to do nothing or having no purpose at all for a certain time (not exceeding 10 minutes).  “Doing ...

ચાલો, માંદા સ્નેહીઓની ખબર કાઢવા

આપણે સૌ સામાજિક વ્યવહારો સાચવાની ખાસ કાળજી રાખતા હોઈએ છીએ. માંદા પડેલા આપણાં અંગત સ્નેહીજનની હોસ્પિટલમાં દાખલ થયેલ હોય ત્યારે રૂબરૂ મળી મુલાકાત કરીને “વહેલા સારા થઈ જાવ” એવું આશ્વાસન આપવાનો રિવાજ છે. આમ કરવાથી દર્દી ને ખરેખર દિલાસો મળે છે અને માંદગીની કારણે થયેલ દુ:ખ ઓછું થતું હોય છે. લાગણીથી જોડાયેલ અંગત સ્વજનને મળવા જવાનો રિવાજ ઘણીવાર ફક્ત ઔપચારિક્તામાં પરિણામતો હોય છે. આમ ફક્ત ફરજ નિભાવવાની વિધિ કરવા પૂરતું જઈને વેઠ ઉતારવાનો કોઈ ખાસ અર્થ નથી. ચાલો, કંઈક અર્થસભરતા લાવવાની હકારાત્મક કોશિષ કરીએ. આ અર્થ શબ્દ દ્વારા મને પૈસા- નાણાંની યાદ આવી. વર્તમાન સંજોગોમાં દરેક વ્યવહાર પૈસાની લેવડદેવડનો રહ્યો છે. જન્મ સમયે, જન્મદિવસે, યજ્ઞોપવિત, લગ્ન કે મરણ દરેક વિધિ પૈસાની આપ લે દ્વારા થતી હોય છે. પોતાની આર્થિક સ્થિતિ સંબંધની નિકટતા અને ભૂતકાળના વ્યવહારોની ગણતરી કરીને તે પ્રમાણે પૈસાનું કવર બનાવી આપણે આદાન-પ્રદાન કરતા હોઈએ છીએ તેમાં માંદગી સમયે આર્થિક ભેટ શરૂ કરવા જેવું છે.  હોસ્પિટલમાં દાખલ થયેલ સ્નેહીને પ્રાથમિક તપાસ, લેબોરેટરી રેડિયોલોજી તથા નિષ્ણાત ડોક્ટરની નિદાન માટેની તપાસ દરમિયાન ખૂબ મો...

Wabi Sabi

ચીનના તાઓ ધર્મના સ્થાપાક લાઓ-ત્સે-તુંગે એકદમ વ્યવહારિક પરંતુ તદ્દન સરળ સિદ્ધાંતો આપ્યા:  સાદાઈ - Simplicity-Patience-Compassion સંવાદિતા - Harmony મુક્ત કરો - Let go ત્યાર પછી બીજી બે ખાસ વાત કરી. તમે તમે જ બની રહો.  તમે તમારા પ્રત્યે સાચા બનો.  Be yourself. અને જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે. જિંદગી કોઈ ઉપયોગીતા માટે નથી. કુદરતી રીતે, નિયમો બનાવ્યા વિના, મહત્વકાંક્ષા વિના બિન્દાસ જીવો - તે જ સુંદરતા છે. આ જ રીતે ભારતમાં બુદ્ધ ભગવાને બૌદ્ધ ધર્મમાં જીવનમાં સહન કરવાની અને સ્વને અવગણીને કુદરતી રીતે જીવી જીવનના અસ્થાયીપણાની વાત કરી. તાઓ અને બુદ્ધ ધર્મના સિદ્ધાંતો જોડીને જાપાનમાં પ્રકૃતિમાં શાંત અને મંદગતિના લયની જેમ કશાયની ઉતાવળ સિવાય, નિરાંતમય - કુદરતી ક્રમ મુજબ - સાદગીપૂર્ણ જીવન જીવવાની પદ્ધતિ શોધી તે આપણી Wabi- Sabi  “ વાબી – સાબી ”. Wabi : Subdued austere beauty (દબાયેલ - આડંબર વિનાનું, ગંભીર, સરળ – સૌંદર્ય) Sabi : Rustic Patina (દેશી,  સીધી સાદી ઉમરલાયક –જૂની વસ્તુ) આમ, વાબી સાબી એટલે જાપાની જીવન જીવવાની કળા! Wabi-Sabi is a world view centered on the accept...

અનાવિલોની દશા અને દિશા

લેખક: સુરેશ દેસાઇ, નવસારી અનાવિલ બુધ્ધિશાળી જ્ઞાતિ છે એ નિ:શંક વાત છે. એની આ બુધ્ધિમતા વારસાગત છે. જો કે અનાવિલોનો વંશકાળ ચોક્કસ નથી. બ્રિટીશ શાસનમાં અનાવિલ જ્ઞાતિનું નામ ચમકતું થયું. બીજી જ્ઞાતિઓને રાવસાહેબ કે રાવબહાદુરનો સરપાવ મળતો હતો એમ અનાવિલોને ‘દેસાઇગીરી‘ મળી. બસો વર્ષ પહેલાં ‘દેસાઇઓ‘ ગણ્યાગાંઠ્યા હતા. બીજા અનાવિલો નાયક,મહેતા,વશી તરીકે ઓળખાતા. દેસાઇઓ એટલે સામાન્ય રીતે મોટા જમીનદાર ! અંગ્રેજો કે મરાઠા માટે જે મહેસુલ ઉઘરાવતા એને એમની મહેનતના બદલામાં મોટી જમીન આપવામાં આવતી. આ મોટી જમીનમાંથી થોડી જમીન દેસાઇઓ એમના સગાંવહાલાંઓને આપતા. એ બધા પછીથી પોતાને દેસાઇ કહેવડાવતા. આમ તો અનાવિલોની ઉત્પતિને રામ રાજ્ય સાથે જોડવામાં આવે છે પણ મોગલ કાળમાં કે એ પહેલાં દેસાઇઓનો ઉલ્લેખ જોવા મળતો નથી. દેસાઇઓ ગોરા, ઊંચા અને બોલકણા હોવાથી બીજી જ્ઞાતિઓથી જૂદા પડતા. અંગ્રેજોની જેમ દેસાઇઓને પણ હુકમ કરવાનું ગમતું હોવાથી ગામની ‘પટેલગીરી‘ એ હોંશેહોંશે સ્વીકારતા. શિક્ષણ પ્રત્યે અનાવિલોને રૂચિ હતી અને શિક્ષણ દીકરાઓ પૂરતું મર્યાદિત નહી રાખતાં દીકરીઓને પણ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું. જે અનાવિલોની ખેતીની આવક ઓછી હત...

[Video] “નરસૈયો” - આદિકવિ નરસિંહ મેહતાનું જીવન દર્શન

“નરસૈયો” - આદિ કવિ નરસિંહ મહેતાનું જીવન દર્શન   ગણદેવી તાલુકા સીનિયર સિટિજન વેલફેર ટ્રસ્ટ ખાતે ડૉ. ભરતચંદ્ર દેસાઈનું પ્રવચન નસિંહ મેહતા શ્રેણીના બીજા વ્યક્તવ્યો : આદિકવિ નરસિંહ મહેતા 

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

મહાન સિકંદર (Alexander - The Great)

Alexander III  356-323 BC Macedonia વિશ્વવિજેતા સિકંદર મહાન ફિલસૂફ ડાયોજેનીઝને મળવા જાય છે અને કહે છે : “બોલ તારી જે કંઈ ઈચ્છા હોય તે અબઘડી પૂરી કરી દઉં.” દરિયા કિનારે નિર્વસ્ત્ર આનંદ કરતો ડાયોજેનીઝને સિકંદરને જવાબ આપે છે જે આપણે સૌએ કાયમ સમજવા જેવો છે. ડાયોજેનીઝકહે છે “અરે મૂર્ખ, તારા જેવો દરિદ્વ મેં બીજો કોઈ જોયો નથી મને આપવા કરતા તુંજ તને સમય, આપ. ઘડીક બેસીને શાંતિથી ચિંતા કર છેલ્લી લડાઈ પૂરી કરીને પછી આપવાની વાત કરનાર સિકંદરને ડાયોજેનીઝ જ્ઞાન આપે છે તૃષ્ણા અને વાસનાની તારી આ યાત્રા કદી પૂર્ણ થવાની નથી તું ખાલી હાથ જગતમાંથી વિદાય થશે. જે આજે અને આ ક્ષણે પોતાનો ઉદ્ધાર નથી કરતો તેમની કાલ કદી પડતી નથી.” ભારતથી પરત ફરેલા સિકંદરની બેબીલોન આગળ તબિયત ખરાબ થઈ જતાં અંતિમ ઘડી આવે છે ત્યારે સિકંદર તેના સેનાપતિને પોતાની આખરી ઈચ્છા કહે છે: જે ડોક્ટરે આ મારી અંતિમ સારવાર કરી છે તેમને મારી શબ પેટી ને કબ્રસ્તાન લઈ જવા કહેશો, જેથી ડોક્ટર ફક્ત સારવાર આપી શકે, પણ જીવન લંબાવી શકતા નથી, તે લોકો સમજે. શબયાત્રા દરમિયાન મારી સંપત્તિનું પ્રદર્શન કરશો, જેથી લોકો સંપત્તિની નિરર્થકતા સમજે. શબપેટીની બહાર મા...