Skip to main content

Posts

Destination Wedding

While attending my niece Khushbu’s wedding (Dr Hirak Desai’s daughter) at a party plot in Valsad, my other niece Guddi (Mrunmayi Janak Desai) suddenly coined the phrase 'destination wedding'. My vocabulary evolved with a new phrase, with a special meaning. It is a special type of wedding hosted at a location, usually far away from home. Here, the guests reach the venue and stay for a couple of days with all the people involved in the wedding celebration. The hosts plan the wedding and send the invitation with the details of stay, events, dress code and explaining the rituals planned to be followed. Yes, this is the same conventional wedding we’ve always seen, but with creative ideas of enjoying, dancing, playing games and simultaneously conducting the wedding in an authentic manner. It is a bit costly affair for the hosts, but I’m sure they are prepared for it.

જમ્મુ-કાશ્મીરનો અજાણ્યો ઈતિહાસ

આપણે સમાચાર તરીકે જમ્મુ-કાશ્મીરની વાતો રોજ સાંભળીએ છીએ, પણ વિગતવાર ઊંડાણપૂર્વકની માહિતીના અભાવે વાત ખાસ સમજાતી નથી. ચાલો, પહેલાં મૂળ વાતો બરાબર સમજીયે. જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ ૧૮૨૨: મહારાજા ગુલાબસિંહ જમ્મુની ગાદીએ બેઠા. ૧૮૪૬: જમ્મુ અને કાશ્મીર બન્ને એક રાજ્ય બન્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાજા ગુલાબસિંહ વચ્ચે અમૃતસર સંધિ થઈ. ૧૮૫૭: સ્વતંત્રતાની પહેલી લડાઈ… મહારાજા ગુલાબસિંહનું મરણ. ૧૯૪૭: ભારત વિભાજન સાથે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં સ્વતંત્ર થયું. રર-૧૦-૪૭: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને કબાલીયો વડે આક્રમણ કર્યું અને ૧/૩ ભાગ કબજે કર્યો. ૨૬-૧૦-૪૭: મહારાજા હરિસિંહ ભારત જોડાણ પત્ર પર સહી કરી… જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ. ૩9-૧૦-૪૭: શેખ અબ્દુલ્લા આપાત પશાસક નીમાયા. ૧૭-૧૧-૪૭: પ્રજા પરિષદ પક્ષની સ્થાપના.

કાર્તિકેય

કાર્તિકેયના જન્મની વાત તારક નામ ના અસૂરે દાનવે દેવોને હરાવ્યા હતા. તેને મારવા માટે દેવોએ શું-કરવું તે વિચાર્યું તેને તારક ને મળેલા વરદાન મુજબ તેને ફક્ત નાનું બાળક દ્વારા બનેલું અને માર્ગદર્શિત લશ્કર જ મારી શકે એમ હોવાથી તેઓએ બ્રમ્હાનો સંપર્ક કર્યો. બ્રમ્હાના કહેવા મુજબ ફક્ત શિવ -પુરુષ દ્વારા ફક્ત એકલાથી પેદા થયેલ બાળક – ફક્ત ભગવાન શંકર જ આપી શકે ભગવાન શંકર ને મોહિત કરવા “કામ” ને મોકલ્યો પરંતુ શિવ તેને “ત્રીજી આંખ” ખોલી ને ભશ્મ બનાવી દીધો. ત્યારે તેમણે શક્તિ પાર્વતિ ને આજીજી કરી. પરંતુ આ ભગવાન શિવને પાર્વતિ મનાવી શક્તિ નથી. પરંતુ પછીથી દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે. આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એ...

ગણપતિ ભગવાન

ભગવાન ગણપતિનો જન્મ વિનાયક: નાયક (પુરુષ)ના સંબંધ વિના-વગર જન્મેલા તે ગણપતિ જ્યારે શિવ-પાર્વતી ને ગર્ભવતી બનાવવાનો ઇન્કાર કરે છે, ત્યારે પાર્વતિ શરીર ઉપર હળદળ અને તેલનો લેપ લાગવે છે તે સુકાઈ જાય છે ત્યારે શરીર પર થી ઘસી કાઢીને હળદળ-તેલ અને પોતાના પરસેવા યુક્ત ભૂકો ભેગો કરી ને ઢીંગલી બનાવી તેમાં પ્રાણ ફુકે છે જેથી પુત્ર ઉત્પન થાય છે આમ માણસની મદદ વગર પુત્ર થયો હોવાથી વિનાયક તરીકે ઓળખાય છે. શિવ અને શક્તિ પાર્વતિ હાથી સ્વરૂપે બનીને સવંનન કરે છે તેમાથી ઉત્પન્ન થતો પુત્ર ગણેશ કહેવાય. એક ત્રીજી વાયકા પ્રમાણે શિવ પાર્વતિ ને પ્રસન્ન કરવા પુત્ર ઉત્પન્ન કરે છે પણ તે ફકત પિતા જેવા વધારે પડતો દેખાતો હોવાથી પાર્વતિ તેનું માથું હાથી સાથે બદલી દે છે. ગણેશ પુરાણ અને ગણેશ ઉપનિષદ માં ગણેશને પોતાની જાતે જ ઉત્પન્ન થયેલ માનવમાં આવે છે. ગણેશ મસ્તક વીચ્છેદન અને પુન:સ્થાપન ગણપતિ પાર્વતિ નું રક્ષણ કરવાના ઇરાદે ભગવાન શિવને કૈલાશ ઘરમાં આવતા રોકે છે, ત્યારે શિવ ત્રિશુળ વડે વિનાયક નું મસ્તક છેદન કરે છે. શિવ લોહીવાળું વિનાયક નું મસ્તક લઈ ઘરમાં પાર્વતિ પાસે જાય છે, ત્યારે દૂ:ખી થઈ પાર્વતિ “મારો પુત્ર” એ...

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય   પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો. મોરારજી દેસાઈનો સ્વભાવ સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ. ટૂંકો જીવન પરિચય ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્...